પૅકેજ સેટ કરવા
શિપિંગ લેબલ ખરીદતી વખતે સરળતાથી પસંદ કરવા માટે તમે તમારા Shopify ઍડમિનના શિપિંગ અને ડિલિવરી સેટિંગ્સમાં પૅકેજ ઉમેરી શકો છો અને પ્રોડક્ટ અને વેરિઅન્ટમાં પૅકેજ અસાઇન કરી શકો છો. તમે સ્ટોરનું એવું ડિફૉલ્ટ પૅકેજ પણ પસંદ કરી શકો છો, જેનો ઉપયોગ વજન-આધારિત અથવા કૅરિઅર-દ્વારા-ગણતરી કરેલા દરોનો ઉપયોગ કરતી વખતે ચેકઆઉટમાં શિપિંગ દરોની ગણતરી કરવા માટે થાય છે. પૅકેજ સેટ કરવાથી તમને ચેકઆઉટ વખતે ચોક્કસ શિપિંગ દરો મેળવવામાં અને લેબલ-ખરીદીની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ મળી શકે છે.
જ્યારે તમે શિપિંગ લેબલ ખરીદો છો અને સૂચવેલ પૅકેજ ઉપલબ્ધ ન હોય, ત્યારે તમારા સ્ટોરનું ડિફૉલ્ટ પૅકેજ તમારા માટે ઑટોમૅટિક રીતે પસંદ થઈ જાય છે.
આ પેજ પર
કસ્ટમ પૅકેજ ઉમેરો
તમે કસ્ટમ પરિમાણો અને વજન સાથે કસ્ટમ પૅકેજ ઉમેરી શકો છો.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ્સ > શિપિંગ અને ડિલિવરી પર જાઓ.
પૅકેજ વિભાગમાં, પૅકેજ ઉમેરો પર ક્લિક કરો.
પૅકેજનું નામ ફીલ્ડમાં, તમારા પૅકેજને નામ આપો.
પૅકેજનો પ્રકાર વિભાગમાં, તમારો પૅકેજનો પ્રકાર પસંદ કરો.
તમારા પૅકેજના પરિમાણો અને વજન ઉમેરો.
વૈકલ્પિક: જો તમે સ્ટોરના ડિફૉલ્ટ પૅકેજને બદલીને આ પૅકેજને સેટ કરવા માગતા હો, તો ડિફૉલ્ટ પૅકેજ તરીકે ઉપયોગ કરો પસંદ કરો.
પૅકેજ ઉમેરો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
પર ટૅપ કરો અને પછી
સેટિંગ્સ પર ટૅપ કરો.
સ્ટોર સેટિંગ્સ વિભાગમાં, શિપિંગ અને ડિલિવરી પર ટૅપ કરો .
પૅકેજ વિભાગમાં, પૅકેજ ઉમેરો પર ટૅપ કરો.
પૅકેજના પ્રકાર વિશેની જરૂરી માહિતી દાખલ કરો:
- પૅકેજનું નામ ફીલ્ડમાં, તમારા પૅકેજને નામ આપો.
- પૅકેજનો પ્રકાર વિભાગમાં, તમારો પૅકેજનો પ્રકાર પસંદ કરો.
- તમારા પૅકેજના પરિમાણો અને વજન ઉમેરો.
વૈકલ્પિક: જો તમે સ્ટોરના ડિફૉલ્ટ પૅકેજને બદલીને આ પૅકેજને સેટ કરવા માગતા હો, તો ડિફૉલ્ટ પૅકેજ તરીકે ઉપયોગ કરો પસંદ કરો.
પૅકેજ ઉમેરો પર ટૅપ કરો.
સ્ટોર ડિફૉલ્ટ પૅકેજ
વજન-આધારિત અથવા કૅરિઅર-દ્વારા-ગણતરી કરેલા શિપિંગ દરોનો ઉપયોગ કરતી વખતે, ચેકઆઉટ દરમિયાન તમારા ગ્રાહકો પાસેથી શિપિંગ દર માટે કેટલો ચાર્જ લેવો, તે નક્કી કરવા માટે સ્ટોરના ડિફૉલ્ટ પૅકેજનો ઉપયોગ કરવામાં આવે છે. જે પ્રોડક્ટ અને વેરિઅન્ટ પર કોઈ પૅકેજ અસાઇન ન હોય, તેના માટે સ્ટોરના ડિફૉલ્ટ પૅકેજનો ઉપયોગ થાય છે. તમારા શિપિંગ અને ડિલિવરી સેટિંગ્સમાં, સ્ટોરનું ડિફૉલ્ટ પૅકેજ સ્ટોર ડિફૉલ્ટ લેબલ સાથે દર્શાવવામાં આવે છે.
જો તમારી પાસે વજન-આધારિત દરો હોય, તો કયો વજન-આધારિત દર ચાર્જ કરવો તે નક્કી કરવા માટે આ પૅકેજનું વજન, શિપ થઈ રહેલી પ્રોડક્ટના વજનમાં ઉમેરવામાં આવે છે.
તમારા શિપિંગ કૅરિઅર દ્વારા જાહેર કરાયેલા શિપિંગ બૉક્સના પરિમાણો પૅકેજિંગના અંદરના ભાગ માટે હોઈ શકે છે. તમારે પૅકેજ બનાવતી વખતે તમારા શિપિંગ બૉક્સના બહારના પરિમાણોને માપીને તેનો ઉપયોગ કરવાની જરૂર છે, કારણ કે શિપિંગ ખર્ચની ગણતરી કરવા માટે બહારના પરિમાણોનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, ધારો કે તમારી પાસે .1825 કિલોનું ડિફૉલ્ટ પૅકેજ વજન છે અને તમારી પાસે નીચે મુજબના વજન-આધારિત શિપિંગ દરો છે:
- 0થી 4.99 કિલો = $3.00 USD શિપિંગ દર
- 5થી 9.99 કિલો = $5.00 USD શિપિંગ દર
- 10થી 19.99 કિલો = $10.00 USD શિપિંગ દર
ધારો કે કોઈ ગ્રાહક કુલ 4.9 કિલો વજનની પ્રોડક્ટ ખરીદે છે. જ્યારે ગ્રાહક તમારા ચેકઆઉટ સુધી પહોંચે છે, ત્યારે .1825 કિલોનું ડિફૉલ્ટ પૅકેજ વજન પ્રોડક્ટના વજનમાં ઉમેરાઈ જાય છે. પ્રોડક્ટ અને ડિફૉલ્ટ પૅકેજનું વજન 5.0825 કિલો થાય છે, તેથી ગ્રાહક પાસેથી $3.00 USDના શિપિંગ દરના બદલે $5.00 USD શિપિંગ દર ચાર્જ કરવામાં આવશે.
તમારા સ્ટોરનું ડિફૉલ્ટ પૅકેજ બદલો
તમે માત્ર એક જ સ્ટોર ડિફૉલ્ટ પૅકેજ રાખી શકો છો, જેનો ઉપયોગ ચેકઆઉટ વખતે શિપિંગ દરોની ગણતરી કરવા માટે થાય છે. જે પ્રોડક્ટ અને વેરિઅન્ટ પર કોઈ પૅકેજ અસાઇન ન હોય, તેના માટે સ્ટોરના ડિફૉલ્ટ પૅકેજનો ઉપયોગ થાય છે. જો તમારા સ્ટોરમાં માત્ર એક જ પૅકેજ હોય, તો તેનો ઉપયોગ શિપિંગ દરોની ગણતરી કરવા માટે થાય છે. જ્યારે તમે કોઈ નવું પૅકેજ ઉમેરો છો, ત્યારે તમે તમારા સ્ટોરનું ડિફૉલ્ટ પૅકેજ બદલી શકો છો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ્સ > શિપિંગ અને ડિલિવરી પર જાઓ.
શિપિંગ વિભાગમાં, પૅકેજ પર ક્લિક કરો અને પછી
આઇકન પર ક્લિક કરો.
તમે જેને તમારા ડિફૉલ્ટ પૅકેજ તરીકે સેટ કરવા માંગતા હો તે પૅકેજ માટે,
પર ક્લિક કરો અને પછી ડિફૉલ્ટ તરીકે સેટ કરો પર ક્લિક કરો.
પ્રોડક્ટ વેરિઅન્ટને પૅકેજ અસાઇન કરો
તમે તમારી પ્રોડક્ટ અને પ્રોડક્ટ વેરિઅન્ટ્સને પૅકેજ અસાઇન કરી શકો છો. આનાથી તમને ચેકઆઉટ વખતે શિપિંગ દરની સચોટતા બહેતર બનાવવામાં અને વધારે પડતા શિપિંગ ખર્ચને ટાળવામાં મદદ મળી શકે છે.
તમે પ્રોડક્ટ વેરિઅન્ટ માટે જે પૅકેજ પસંદ કરો છો તે આ ચોક્કસ પ્રોડક્ટ વેરિઅન્ટ માટેના તમારા સ્ટોરના ડિફૉલ્ટ પૅકેજને ઓવરરાઇડ કરે છે. આ ઓવરરાઇડ માત્ર સિંગલ આઇટમના ઑર્ડર માટે કામ કરે છે. જો તમારા ઑર્ડરમાં એક કરતાં વધુ આઇટમ હોય, તો ચેકઆઉટ વખતે દરોની ગણતરી કરવા માટે તમારા સ્ટોરના ડિફૉલ્ટ પૅકેજનો ઉપયોગ કરવામાં આવે છે.
તમે હાલનું પૅકેજ અસાઇન કરી શકો છો અથવા નવું પૅકેજ બનાવી શકો છો. તમે તમારા હાલનાં પૅકેજને મેનેજ પણ કરી શકો છો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.
તમે જેના માટે પૅકેજ અસાઇન કરવા માગતા હો, તે પ્રોડક્ટ પર ક્લિક કરો.
વૈકલ્પિક: જો તમારી પ્રોડક્ટમાં વેરિઅન્ટ્સ હોય, તો વેરિઅન્ટ્સ વિભાગમાં તમે જેને પૅકેજ અસાઇન કરવા માગતા હો, તે વેરિઅન્ટ પર ક્લિક કરો.
શિપિંગ વિભાગમાં, ખાતરી કરો કે ભૌતિક પ્રોડક્ટ સેટિંગ સક્રિય કરેલું છે.
જ્યારે એકલું શિપ કરવામાં આવે ત્યારનું પૅકેજના ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, તમારી પ્રોડક્ટ માટે પૅકેજ પસંદ કરો.
વૈકલ્પિક: નવું પૅકેજ બનાવવા માટે, જ્યારે એકલું શિપ કરવામાં આવે ત્યારનું પૅકેજના ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, નવું પૅકેજ ઍડ કરો પર ક્લિક કરો.
સાચવો પર ક્લિક કરો.
પ્રોડક્ટમાં પૅક કરેલી પ્રોડક્ટનું માપ ઍડ કરવું
ચેકઆઉટ વખતે વધુ સચોટ કૅરિઅરે કૅલ્ક્યુલેટ કરેલા શિપિંગ દર મેળવવા માટે તમે તમારી પ્રોડક્ટમાં પૅક કરેલી પ્રોડક્ટનું માપ ઍડ કરી શકો છો. પૅક કરેલી પ્રોડક્ટનું માપ એટલે પૅક કર્યા પછીની પ્રોડક્ટની બહારની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય છે. જ્યારે તમારી પ્રોડક્ટમાં પૅક કરેલી પ્રોડક્ટનું માપ હોય, ત્યારે દરેક શિપમેન્ટમાંની આઇટમને તમારા સેવ કરેલા બૉક્સમાંથી સૌથી નાના એવા બૉક્સમાં પૅક કરવામાં આવે છે જેમાં તે ફિટ થઈ જાય છે. ત્યારપછી ગ્રાહકો લેબલ માટે તમારા કૅરિઅર તમને જે શિપિંગ દર ચાર્જ કરે છે તેની નજીકનો શિપિંગ દર ચૂકવે છે. જો ઑર્ડર એક કરતા વધુ સ્થાન પરથી શિપ કરવામાં આવે છે, તો દરેક સ્થાનની આઇટમને અલગ બૉક્સમાં પૅક કરવામાં આવે છે.
પ્રોડક્ટમાં પૅક કરેલી પ્રોડક્ટનું માપ ઍડ કરવા માટેની ધ્યાનમાં રાખવા જેવી બાબતો
તમે તમારી પ્રોડક્ટમાં પૅક કરેલી પ્રોડક્ટનું માપ ઍડ કરો તે પહેલાં નીચેની ધ્યાનમાં રાખવા જેવી બાબતોનો રિવ્યૂ કરો:
- ફક્ત બૉક્સ પૅકેજના પ્રકારવાળા પૅકેજ જ આ રીતે પસંદ કરવામાં આવે છે. પરબિડીયું, સૉફ્ટ પૅક, ફ્લેટ દર અને કૅરિઅર પૅકેજ પસંદ કરવામાં આવતા નથી.
- તમારું સ્ટોર ડિફૉલ્ટ પૅકેજ નો ઉપયોગ તેના બદલે નીચેના કિસ્સાઓમાં શિપમેન્ટ માટે કરવામાં આવે છે:
- શિપમેન્ટમાંની કોઈપણ પ્રોડક્ટમાં પૅક કરેલી પ્રોડક્ટનું માપ ન હોય.
- તમારું ડિફૉલ્ટ પૅકેજ બૉક્સ ન હોય.
- તમારા બૉક્સમાંથી કોઈપણ બૉક્સમાં આઇટમ ફિટ થતી ન હોય.
- તમારી પાસે સેવ કરેલા બૉક્સની મોટી સંખ્યા હોય.
- ઑર્ડરમાં મોટી સંખ્યામાં આઇટમ છે જેને શિપિંગની જરૂર છે. તમારી પાસે સેવ કરેલા બૉક્સની સંખ્યા જેટલી વધુ હશે, આ થાય તે પહેલાં ઑર્ડરમાં એટલી જ ઓછી આઇટમ શામેલ થઈ શકશે.
- તમે જે પૅકેજને પ્રોડક્ટ વેરિઅન્ટને અસાઇન કરો છો તે હજી પણ સિંગલ-આઇટમના ઑર્ડર માટે પ્રાથમિકતા લે છે.
- નિશ્ચિત પ્રોડક્ટ બંડલમાં તેમના પોતાના પૅક કરેલી પ્રોડક્ટના માપ હોતા નથી. તેના બદલે, બંડલમાંની અલગ-અલગ પ્રોડક્ટને તેમના પોતાના પૅક કરેલી પ્રોડક્ટના માપને આધારે પૅક કરવામાં આવે છે.
પ્રોડક્ટમાં પૅક કરેલી પ્રોડક્ટનું માપ ઍડ કરો
તમારે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દાખલ કરવી આવશ્યક છે, અથવા ત્રણેયને ખાલી છોડવી પડશે. જો તમે તેમાંથી માત્ર એક અથવા બે દાખલ કરશો, તો પૅક કરેલી પ્રોડક્ટનું માપ સેવ કરવામાં આવશે નહીં.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.
જે પ્રોડક્ટ માટે તમે પૅક કરેલી પ્રોડક્ટનું માપ ઍડ કરવા માંગતા હો, તેના પર ક્લિક કરો.
વૈકલ્પિક: જો તમારી પ્રોડક્ટમાં વેરિઅન્ટ હોય, તો વેરિઅન્ટ વિભાગમાં તમે જે વેરિઅન્ટ માટે પૅક કરેલી પ્રોડક્ટનું માપ ઍડ કરવા માંગતા હો, તેના પર ક્લિક કરો.
શિપિંગ વિભાગમાં, ખાતરી કરો કે ભૌતિક પ્રોડક્ટ સેટિંગ સક્રિય કરેલું છે.
પૅક કરેલી પ્રોડક્ટનું માપના ફિલ્ડમાં, પૅક કરેલી પ્રોડક્ટની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દાખલ કરો અને પછી માપનનો એકમ પસંદ કરો.
સાચવો પર ક્લિક કરો.
કૅરિઅરનું પૅકેજ ઉમેરો
તમે USPS અથવા UPSમાંથી કૅરિઅરનું પૅકેજ ઉમેરી શકો છો. કૅરિઅર પૅકેજમાં પૂર્વ નિર્ધારિત પરિમાણો હોય છે. કૅરિઅર પૅકેજ વિશે વધુ જાણો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ્સ > શિપિંગ અને ડિલિવરી પર જાઓ.
શિપિંગ વિભાગમાં, પૅકેજ પર ક્લિક કરો અને પછી
પૅકેજ ઉમેરો પર ક્લિક કરો.
કૅરિઅર પૅકેજ પર ક્લિક કરો.
USPS પૅકેજ અથવા UPS પૅકેજ પસંદ કરો.
પૅકેજનો પ્રકાર પસંદ કરો.
વૈકલ્પિક: સ્ટોરના ડિફૉલ્ટ પૅકેજને બદલીને આ પૅકેજ કરવા માટે, ડિફૉલ્ટ પૅકેજ તરીકે ઉપયોગ કરો પસંદ કરો.
પૅકેજ ઉમેરો પર ક્લિક કરો.
સૂચવેલા પૅકેજ
જ્યારે તમે શિપિંગ લેબલ ખરીદો છો, ત્યારે સૂચવેલું પૅકેજ આપમેળે પસંદ થઈ શકે છે. સૂચવેલું પૅકેજ એવા પૅકેજ પર આધારિત છે જે તમે અગાઉ સમાન ઑર્ડર માટે પસંદ કર્યું હોય. તમે વધુ શિપિંગ લેબલ ખરીદો તે પછી વધુ ઑર્ડર માટે સૂચવેલું પૅકેજ ઉપલબ્ધ થાય છે.
પૅકેજમાં ફેરફાર કરો
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ્સ > શિપિંગ અને ડિલિવરી પર જાઓ.
શિપિંગ વિભાગમાં, પૅકેજ પર ક્લિક કરો અને પછી
આઇકન પર ક્લિક કરો.
તમે જે પૅકેજમાં ફેરફાર કરવા માંગતા હો તેના માટે,
પર ક્લિક કરો અને પછી ફેરફાર કરો પર ક્લિક કરો.
તમારા પૅકેજના પ્રકાર, માપ અથવા વજનમાં કોઈ પણ ઍડજસ્ટમેન્ટ કરો.
સાચવો પર ક્લિક કરો.
પૅકેજ ડિલીટ કરો
જો તમને તમારા શિપિંગ સેટિંગ્સમાં હવે કોઈ પૅકેજની જરૂર ન હોય, તો તમે તેને ડિલીટ કરી શકો છો. તમે તમારા સ્ટોરનું ડિફૉલ્ટ પૅકેજ ડિલીટ કરી શકતા નથી.
તમારા સ્ટોરનું ડિફૉલ્ટ પૅકેજ ડિલીટ કરવા માટે, તમારે પહેલા અન્ય કોઈ પૅકેજને તમારા સ્ટોરના ડિફૉલ્ટ પૅકેજ તરીકે સેટ કરવાની જરૂર છે.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ્સ > શિપિંગ અને ડિલિવરી પર જાઓ.
શિપિંગ વિભાગમાં, પૅકેજ પર ક્લિક કરો અને પછી
આઇકન પર ક્લિક કરો.
તમે જે પૅકેજમાં ફેરફાર કરવા માંગતા હો તેના માટે,
પર ક્લિક કરો અને પછી ડિલીટ કરો પર ક્લિક કરો.
પૅકેજ ડિલીટ કરો પર ક્લિક કરો.