શિપિંગ પ્રોફાઇલ સેટ કરવી અને મૅનેજ કરવી
શિપિંગ પ્રોફાઇલ એ ચોક્કસ પ્રોડક્ટ અને સ્થાનો માટે શિપિંગ નિયમોનો એક સેટ છે. તમારી બધી પ્રોડક્ટ માટે સમાન શિપિંગ દરો મેળવવા માટે, તમારે માત્ર એક સામાન્ય શિપિંગ પ્રોફાઇલ સેટ કરવાની જરૂર છે. જો તમે ચોક્કસ પ્રોડક્ટ માટે અલગ-અલગ શિપિંગ દરો મેળવવા માગતા હો, તો તમે વધારાની કસ્ટમ શિપિંગ પ્રોફાઇલ બનાવી શકો છો.
નીચેની આકૃતિ એવા સ્ટોર માટે શિપિંગ સેટિંગ્સ દર્શાવે છે જે બે ચોક્કસ પ્રોડક્ટ માટે કસ્ટમ શિપિંગ પ્રોફાઇલનો અને તેની બાકીની પ્રોડક્ટ માટે સામાન્ય શિપિંગ પ્રોફાઇલનો ઉપયોગ કરે છે. પ્રત્યેક શિપિંગ પ્રોફાઇલમાં તેના સમાવિષ્ટ સ્થાનો માટે અલગ-અલગ શિપિંગ ઝોન અને દરો હોય છે.

આ પેજ પર
શિપિંગ પ્રોફાઇલ સેટ કરવા માટેની વિચારણાઓ
તમારી શિપિંગ પ્રોફાઇલ સેટ કરતાં પહેલાં, નીચેની વિચારણાઓ રિવ્યૂ કરો:
- ખાતરી કરો કે તમે શિપિંગ દરો અને શિપિંગ ઝોનથી પરિચિત છો. શિપિંગ ઝોન એ સમાન શિપિંગ દરો ધરાવતા દેશો અથવા પ્રદેશોના જૂથો છે. દરેક પ્રોફાઇલમાં પ્રત્યેક સ્થાનના પોતાના શિપિંગ ઝોન અને દરો હોઈ શકે છે.
- કેટલીક ઍપ કે જે ફુલફિલમેન્ટનું મૅનેજમેન્ટ કરે છે, જેમ કે ઑન-ડિમાન્ડ કસ્ટમ પ્રિન્ટિંગ ઍપ, તે તમારી શિપિંગ પ્રોફાઇલમાં સ્થાન તરીકે ઑટોમૅટિક રીતે ઉમેરવામાં આવે છે અને તે તમારા શિપિંગ સેટિંગ્સ સેટઅપમાં ફેરફાર કરી શકે છે.
- જો તમારા ઑર્ડરમાં અલગ-અલગ શિપિંગ પ્રોફાઇલ અથવા સ્થાનોની પ્રોડક્ટ શામેલ હોય, તો ચેકઆઉટ વખતે તમારા ગ્રાહકને સિંગલ શિપિંગ દર પ્રદાન કરવા માટે દરેક પ્રોડક્ટ માટેના અલગ શિપિંગ દરો જોડવામાં આવે છે. ચેકઆઉટ પર સંયુક્ત શિપિંગ દર તમારા ગ્રાહકો માટે વધુ શિપિંગ ખર્ચમાં પરિણમી શકે છે.
- જો તમારા ઑર્ડરમાં ફ્લેટ દર ચાર્જ કરતા સમાન સ્થાન જૂથમાં અલગ-અલગ સ્થાનોથી શિપ થતી પ્રોડક્ટ શામેલ હોય, તો સિંગલ ફ્લેટ દર ફી લાગુ થાય છે.
- તમે એક સમયે માત્ર એક શિપિંગ પ્રોફાઇલમાં પ્રોડક્ટ અથવા પ્રોડક્ટ વેરિઅન્ટ ઉમેરી શકો છો. જો તમે બીજી શિપિંગ પ્રોફાઇલમાં પ્રોડક્ટ અથવા પ્રોડક્ટ વેરિઅન્ટ ઉમેરો છો, તો તે ઑટોમૅટિક રીતે પહેલી શિપિંગ પ્રોફાઇલમાંથી હટાવવામાં આવે છે.
- જો તમારા સ્ટાફ મેમ્બર કે સહયોગીને તમારી શિપિંગ પ્રોફાઇલના ઍક્સેસની જરૂર હોય, તો તમારે તેમને ઉત્પાદનો અને સેટિંગ મૅનેજ કરોની સ્ટાફની પરવાનગીઓ આપવાની જરૂર છે.
તમારી સામાન્ય શિપિંગ પ્રોફાઇલ સેટ કરો
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > શિપિંગ અને ડિલિવરી પર જાઓ.
શિપિંગ પ્રોફાઇલ વિભાગમાં, સામાન્ય પ્રોફાઇલ પર ક્લિક કરો.
ફુલફિલમેન્ટ લોકેશન વિભાગમાં, તમારા સ્થાનોમાં કોઈપણ ફેરફાર કરો. વધુ માહિતી માટે, તમારા ફુલફિલમેન્ટ લોકેશનનું મૅનેજમેન્ટ કરવુંનો સંદર્ભ લો.
તમારી શિપિંગ પ્રોફાઇલમાં તમે જે દરેક શિપિંગ ઝોન ઇચ્છતા હો તેના માટે, નીચેનાં પગલાં પૂર્ણ કરો:
- શિપિંગ ઝોન વિભાગમાં, ઝોન ઉમેરો પર ક્લિક કરો.
- ઝોનનું નામ ફીલ્ડમાં, તમારા શિપિંગ ઝોન માટે નામ દાખલ કરો.
- પ્રદેશો વિભાગમાં, ઝોનનો ભાગ હોય તેવા દેશો અને પ્રદેશો પસંદ કરો અને પછી થઈ ગયું પર ક્લિક કરો.
- તમે ઉમેરો છો તે દરેક શિપિંગ ઝોન માટે, શિપિંગ વિકલ્પ ઉમેરો પર ક્લિક કરો, શિપિંગ દરની વિગતો પસંદ કરો અને પછી થઈ ગયું પર ક્લિક કરો.
સાચવો પર ક્લિક કરો.
કસ્ટમ શિપિંગ પ્રોફાઇલ બનાવો
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > શિપિંગ અને ડિલિવરી પર જાઓ.
શિપિંગ પ્રોફાઇલ વિભાગમાં, કસ્ટમ પ્રોફાઇલ ઉમેરો પર ક્લિક કરો.
પ્રોફાઇલનું નામમાં, પ્રોફાઇલ માટે નામ દાખલ કરો.
તમારી કસ્ટમ શિપિંગ પ્રોફાઇલમાં પ્રોડક્ટ ઉમેરો:
- ઉત્પાદનો વિભાગમાં,
આઇકન પર ક્લિક કરો.
- તમે તમારી શિપિંગ પ્રોફાઇલમાં જે પ્રોડક્ટ ઉમેરવા માંગતા હો તેને પસંદ કરો.
- થઈ ગયું પર ક્લિક કરો.
- ઉત્પાદનો વિભાગમાં,
ફુલફિલમેન્ટ લોકેશન વિભાગમાં, તમારા સ્થાનોમાં કોઈપણ ફેરફાર કરો. વધુ માહિતી માટે, તમારા ફુલફિલમેન્ટ લોકેશનનું મૅનેજમેન્ટ કરવુંનો સંદર્ભ લો.
તમારી શિપિંગ પ્રોફાઇલમાં તમે જે દરેક શિપિંગ ઝોન ઇચ્છતા હો તેના માટે, નીચેનાં પગલાં પૂર્ણ કરો:
- શિપિંગ ઝોન વિભાગમાં, ઝોન ઉમેરો પર ક્લિક કરો.
- ઝોનનું નામ ફીલ્ડમાં, તમારા શિપિંગ ઝોન માટે નામ દાખલ કરો.
- ઝોનનો ભાગ હોય તેવા દેશો અથવા પ્રદેશો પસંદ કરો અને પછી થઈ ગયું પર ક્લિક કરો.
- તમે ઝોનમાં જે દરેક શિપિંગ દર ઇચ્છતા હો તેના માટે, શિપિંગ વિકલ્પ ઉમેરો પર ક્લિક કરો, દરની વિગતો પસંદ કરો અને પછી થઈ ગયું પર ક્લિક કરો.
સાચવો પર ક્લિક કરો.
શિપિંગ પ્રોફાઇલમાં ફેરફાર કરો
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > શિપિંગ અને ડિલિવરી પર જાઓ.
શિપિંગ પ્રોફાઇલ વિભાગમાં, તમે ફેરફાર કરવા માંગતા હો એવી શિપિંગ પ્રોફાઇલ પર ક્લિક કરો.
તમારી શિપિંગ પ્રોફાઇલમાં કોઈપણ ગોઠવણ કરો.
સાચવો પર ક્લિક કરો.
કસ્ટમ શિપિંગ પ્રોફાઇલ ડિલીટ કરો
તમે કસ્ટમ શિપિંગ પ્રોફાઇલ ડિલીટ કરી શકો છો, પરંતુ તમે સામાન્ય શિપિંગ પ્રોફાઇલ ડિલીટ કરી શકતા નથી.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > શિપિંગ અને ડિલિવરી પર જાઓ.
શિપિંગ પ્રોફાઇલ વિભાગમાં, તમે ડિલીટ કરવા માંગતા હો એવી કસ્ટમ શિપિંગ પ્રોફાઇલ પર ક્લિક કરો.
પ્રોફાઇલ ડિલીટ કરો પર ક્લિક કરો અને પછી ખાતરી કરવા માટે પ્રોફાઇલ ડિલીટ કરો પર ક્લિક કરો.