શિપિંગ માટેની વ્યૂહરચના બનાવવી
તમારા ગ્રાહકોને તમારી પ્રોડક્ટ્સ શિપ કરવામાં ખર્ચ થાય છે, અને આ ખર્ચ કોણ ચૂકવશે તે નક્કી કરવાની બાબત તમારા નફા અને ગ્રાહક ઑર્ડર આપશે કે કેમ તે બંને બાબત પર અસર કરે છે.
તમારો Shopify સ્ટોર પહેલેથી જ સેટઅપ કરેલા શિપિંગ દરોના સેટ સાથે આવે છે, જે તમારા સ્ટોરના સ્થાન અને પ્રસ્થાપિત વેપારીઓની આંતરદૃષ્ટિ પર આધારિત છે. જોકે, તમને અને તમારા ગ્રાહકોને સૌથી વધુ અનુકૂળ રહે તે રીતે આ દરોને એડજસ્ટ કરવાથી તમારા વ્યવસાયને સફળ થવામાં મદદ મળી શકે છે.
તમે પ્રોડક્ટ્સનું વેચાણ કરવાનું શરૂ કરો તે પહેલાં, નક્કી કરો કે તમે કઈ શિપિંગ વ્યૂહરચનાનો ઉપયોગ કરવા માગો છો અને તમે શિપિંગ માટે કેટલો ચાર્જ લેવા માગો છો. ચેકઆઉટ વખતે ગ્રાહકોને શિપિંગ દરો ઑફર કરવા માટે ત્રણ મુખ્ય વ્યૂહરચના છે:
- ફ્લેટ દરવાળું શિપિંગ
- મફત શિપિંગ
- કૅરિઅર દ્વારા ગણવામાં આવતું શિપિંગ
તમે તમારા સ્ટોરના સ્થાનની નજીક આવેલા ગ્રાહકો માટે સ્ટોરમાંથી પિકઅપ અને સ્થાનિક ડિલિવરી પણ ઑફર કરી શકો છો.
આ પેજ પર
ડિફૉલ્ટ શિપિંગ દરો
જ્યારે તમે પહેલીવાર તમારો સ્ટોર સેટઅપ કરો છો, ત્યારે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને દરો સાથે તમારા માટે ઑટોમૅટિક રીતે શિપિંગ દરોનો એક સેટ બનાવવામાં આવે છે. તમારો સ્ટોર ક્યાં સ્થિત છે તેના આધારે આ દરો બદલાય છે. તમે તમારો સ્ટોર શરૂ કરો અને ઑર્ડર સ્વીકારવાનું શરૂ કરો તે પહેલાં, તમારે ઑટોમૅટિક રીતે જનરેટ થયેલા દરોની સમીક્ષા કરવી જોઈએ અને તે તમારા વ્યવસાયને શ્રેષ્ઠ રીતે અનુકૂળ રહે તે મુજબ તેમાં ફેરફાર કરવો જોઈએ. વધુ જાણવા માટે શિપિંગ ઝોન અને દરો સેટઅપ કરવાનો સંદર્ભ લો.
શિપિંગ વ્યૂહરચનાઓની ઝાંખી
મોટાભાગના કિસ્સાઓમાં, તમે તમારા ગ્રાહકો માટે આકર્ષક કિંમતો જાળવી રાખીને તમારા પોતાના શિપિંગ અને હેન્ડલિંગ ખર્ચને સંતુલિત કરવા માગો છો.
વિવિધ શિપિંગ વ્યૂહરચનાઓ અને તેના ફાયદાઓ તેમજ ગેરફાયદાઓ વિશે વધુ જાણવા માટે નીચેના કોષ્ટકની સમીક્ષા કરો:
| શિપિંગ માટેની વ્યૂહરચના | ફાયદા | ગેરફાયદા |
|---|---|---|
| ફ્લેટ દરવાળું શિપિંગ |
|
|
| મફત શિપિંગ |
|
|
| કૅરિઅર દ્વારા ગણવામાં આવતું શિપિંગ |
|
|
ફ્લેટ દરવાળું શિપિંગ
ચેકઆઉટ સમયે તમારા ગ્રાહકોને એકસમાન અને અનુમાનિત શિપિંગ ખર્ચ ઑફર કરવા માટે તમે ફ્લેટ દરની શિપિંગ વ્યૂહરચનાનો ઉપયોગ કરી શકો છો. તમે બધી પ્રોડક્ટ માટે એક જ ફ્લેટ કિંમત ઑફર કરી શકો છો અથવા કિંમત-આધારિત કે વજન-આધારિત શરતો સેટ કરી શકો છો, જે ચેકઆઉટ પર ચોક્કસ શિપિંગ ખર્ચ પ્રદર્શિત કરે છે.
જ્યારે તમે આ વ્યૂહરચનાનો ઉપયોગ કરો છો, ત્યારે તમારે તમારી શિપિંગ ફીની ગણતરી જાતે કરવી પડશે. શિપિંગ માટે વધુ પડતો અથવા ખૂબ ઓછો ચાર્જ ન લેવાય તે માટે, તમારે પૅકેજના શિપિંગની સરેરાશ કિંમત ધ્યાનમાં લેવાની જરૂર છે. ફ્લેટ દરના ઉદાહરણ તરીકે તમામ સ્થાનિક શિપમેન્ટ માટે $5 USD ચાર્જ કરી શકાય છે.
ફ્લેટ દર શિપિંગ અનુમાનિત હોય છે અને તમારા ગ્રાહકો માટે સ્પષ્ટ અપેક્ષાઓ નિર્ધારિત કરે છે. તમે તમારા શિપિંગ અને ડિલિવરી પેજ પર તમારા ફ્લેટ શિપિંગ દર ધરાવતું એક ટેબલ ઉમેરી શકો છો, જ્યાં તમારા ગ્રાહકો ચેકઆઉટ પર પહોંચે તે પહેલાં શિપિંગ ખર્ચ ચેક કરી શકે.
તમે તમારા ફ્લેટ શિપિંગ દર માટે ટ્રાન્ઝિટ સમય અને પ્રક્રિયાનો સમય પણ સક્રિય કરી શકો છો અને ચેકઆઉટ પર અપેક્ષિત ડિલિવરી તારીખો બતાવી શકો છો.
મફત શિપિંગ
મફત શિપિંગની સામાન્ય રીતે તમારા કાર્ટ કન્વર્ઝન પર સકારાત્મક અસર પડે છે. તમે માર્કેટિંગ ટૂલ તરીકે મફત શિપિંગનો ઉપયોગ કરી શકો છો અને મફત શિપિંગ બૅનર વડે તમારા ઑનલાઇન સ્ટોરમાં તેની જાહેરાત કરી શકો છો.
તમે મફત શિપિંગને ફ્લેટ દરની શિપિંગ વ્યૂહરચના સાથે જોડી શકો છો. તમે કાર્ટના મૂલ્યના આધારે મફત શિપિંગ ઑફર કરી શકો છો અને તમારું કુલ ઑર્ડર મૂલ્ય વધારી શકો છો. ઉદાહરણ તરીકે, તમે $50 USD કરતા વધુ મૂલ્ય ધરાવતા ઑર્ડર પર મફત શિપિંગ ઑફર કરી શકો છો.
જોકે, શિપિંગ ક્યારેય ખરેખર મફત હોતું નથી અને તમારે તમારી શિપિંગ ફીનો અમુક ભાગ તમારી પ્રોડક્ટની કિંમતોમાં સામેલ કરવાની જરૂર છે. આ બાબતને ધ્યાનમાં રાખવા માટે, તમે તમારી પ્રોડક્ટને શિપ કરવાના સરેરાશ ખર્ચની ગણતરી કરી શકો છો અને પછી તમારી પ્રોડક્ટની કિંમતોમાં બફર ઉમેરી શકો છો. વધુ માહિતી માટે, મફત શિપિંગ દર બનાવોનો સંદર્ભ લો.
કૅરિઅર દ્વારા ગણવામાં આવતું શિપિંગ
કૅરિઅર-ગણતરી કરેલ શિપિંગ તમને ચેકઆઉટ પર ચોક્કસ શિપિંગ ખર્ચનો ચાર્જ લેવા દે છે. જો તમારો વ્યવસાય હજી નવો છે અને તમારી પાસે મર્યાદિત સંસાધનો છે, તો ચોક્કસ શિપિંગ ખર્ચ પસાર કરવો એ તમારા નફાના માર્જિનને સુરક્ષિત રાખવાનો સરળ રસ્તો બની શકે છે.
ગણતરી કરેલ શિપિંગ દરની માત્ર ચેકઆઉટ વખતે જ ગણતરી કરવામાં આવે છે અને શિપિંગ ખર્ચ ઘણાં પરિબળો પર આધાર રાખે છે, જેમ કે મૂળ અને ગંતવ્ય દેશ, પ્રોડક્ટનું વજન અને માપ, અને ડિલિવરીનો સમય. તમે ચેકઆઉટ પહેલાં તમારા શિપિંગ ખર્ચ બતાવી શકતા નથી. આનાથી ચેકઆઉટ પર અણધાર્યા શિપિંગ ખર્ચ સામે આવી શકે છે અને તમારા ગ્રાહકોને ખરીદી છોડી દેવા તરફ દોરી શકે છે.
ગણતરી કરેલ શિપિંગનો ઉપયોગ કરવા માટે, તમારે તમારી પ્રોડક્ટ અને પૅકેજના સચોટ વજન પ્રદાન કરવાની જરૂર છે.