Fulfillment Network ઍપમાં ટ્રાન્સફર, ઑર્ડર્સ અને ઇન્વેન્ટરીનું નિરીક્ષણ
તમે Fulfillment Network ઍપનો ઉપયોગ કરવાનું શરૂ કરો તે પછી, તમે Fulfillment Network પૃષ્ઠ પર તમારા ટ્રાન્સફર, ઑર્ડર્સ અને ઇન્વેન્ટરી સ્તરોનું નિરીક્ષણ કરી શકો છો.
Fulfillment Network નોટિફિકેશન
જો Fulfillment Network ઍપ માટે નોટિફિકેશન હોય, તો તે તમારા Shopify ઍડમિનમાં Fulfillment Network પૃષ્ઠની ટોચ પર પ્રદર્શિત થાય છે. તમે પ્રાપ્ત કરી શકો તેવા નોટિફિકેશન વિશે વધુ માહિતી માટે નીચેના કોષ્ટકનો સંદર્ભ લો:
| નોટિફિકેશન | વર્ણન |
|---|---|
| ઑર્ડર્સ હોલ્ડ પર છે | આ નોટિફિકેશન ત્યારે પ્રદર્શિત થાય છે જ્યારે તમારી પાસે એવા ઑર્ડર્સ હોય કે જે હોલ્ડ પરહોય. આ નોટિફિકેશન પર ક્લિક કરવાથી, નીચે લાગુ કરેલા ફિલ્ટર્સવાળું ઑર્ડર્સ પૃષ્ઠ ખૂલે છે:
|
| ટ્રાન્સફર પ્રગતિમાં છે | જ્યારે તમે તમારા 3PL ને ઇન્વેન્ટરી મોકલો છો ત્યારે આ નોટિફિકેશન પ્રદર્શિત થાય છે. આ નોટિફિકેશન પર ક્લિક કરવાથી તમારા 3PL સાથેનું ઇનબાઉન્ડ ઇન્વેન્ટરી પૃષ્ઠ ખૂલે છે. |
Fulfillment Network પ્રદર્શન
તમે Fulfillment Network ઍપનો ઉપયોગ કરીને ઑર્ડર્સ પૂર્ણ કરવાનું શરૂ કરો તે પછી, તમારા Shopify ઍડમિનમાં Fulfillment Network પૃષ્ઠ પર કાર્ડમાં તમારા ઑર્ડર્સની માહિતી ઉપલબ્ધ હોય છે. આ માહિતી એક સમયે માત્ર એક 3PL માટે પ્રદર્શિત થાય છે. જો તમે એકથી વધુ 3PL નો ઉપયોગ કરતા હો, તો તમે ડ્રોપ-ડાઉન મેનૂમાંથી કોઈ અલગ સેવા પસંદ કરવા માટે 3PL ના નામ પર ક્લિક કરી શકો છો.
તમે તમારા 3PL સાથે તમારા ફુલફિલમેન્ટ વિશે માહિતી પ્રદર્શિત કરવા માટે સમયગાળો સેટ કરી શકો છો, તેમજ પરિણામોની તુલના કરવા માટે સમયની શ્રેણી સેટ કરી શકો છો. તમારા સ્ટોરના રિપોર્ટ પૃષ્ઠ પર સંબંધિત રિપોર્ટને ઍક્સેસ કરવા માટે, તમે કોઈપણ કાર્ડ પર રિપોર્ટ જુઓ આઇકન પર ક્લિક કરી શકો છો. Fulfillment Network પૃષ્ઠ પર પ્રદર્શિત કાર્ડ વિશે વધુ માહિતી માટે નીચેના કોષ્ટકનો સંદર્ભ લો:
| કાર્ડ | વર્ણન |
|---|---|
| પૂર્ણ કરેલા ઑર્ડર્સ | તમારા 3PL દ્વારા પૂર્ણ કરવામાં આવેલા ઑર્ડર્સની કુલ સંખ્યા દર્શાવે છે. |
| ઑર્ડરથી ડિલિવરીનો સમય | ઑર્ડર્સ આપવામાં આવ્યા હોય અને ઑર્ડર્સની ડિલિવરી કરવામાં આવી હોય તે વચ્ચે વીતેલો સમય દર્શાવે છે. આમાં તમારા કોઈપણ સેટ કરેલા ફુલફિલમેન્ટ વિલંબનો સમાવેશ થાય છે. |
| ફુલફિલમેન્ટ સમય | ઑર્ડર્સ આપવામાં આવ્યા હોય અને ઑર્ડર્સ પૂર્ણ કરવામાં આવ્યા હોય તે વચ્ચે વીતેલો સમય દર્શાવે છે. આમાં તમારા કોઈપણ સેટ કરેલા ફુલફિલમેન્ટ વિલંબનો સમાવેશ થાય છે. |
| ટ્રાન્ઝિટ સમય | ઑર્ડર્સ ડિલિવર થવામાં કેટલો સમય લાગ્યો તે દર્શાવે છે. |