ઝડપી જવાબો

તમે કસ્ટમ શૉર્ટકટ્સ બનાવી શકો છો, જે ગ્રાહકોને વારંવાર ઉપયોગમાં લેવાતો શબ્દસમૂહ અથવા ટિપ્પણી મોકલે છે.

ઝડપી જવાબો બનાવો

ડેસ્કટૉપ, iOS અથવા Android માટેના Shopify Inboxમાં, તમે ગ્રાહકોને વારંવાર મોકલતા મેસેજ માટે ઝડપી જવાબો બનાવી શકો છો. ઉદાહરણ તરીકે, જો ગ્રાહકો તમને વારંવાર પૂછતા હોય કે તમે રિટર્ન અથવા એક્સચેન્જ સ્વીકારો છો કે નહીં, તો તમે ઝડપી જવાબ બનાવી શકો છો જેમાં તમારા સ્ટોરની પૉલિસીની લિંક શામેલ હોય. જ્યારે તમે ઝડપી જવાબ બનાવો છો, ત્યારે તમે તેને એક શબ્દનું નામ આપો છો જેનો ઉપયોગ તમે ગ્રાહકને મેસેજ કરતી વખતે ઝડપી જવાબના શૉર્ટકટ તરીકે કરો છો.

પગલાં:

ડેસ્કટૉપ
  1. Shopify Inbox પર જાઓ અને પછી તમારા સ્ટોરમાં લૉગ ઇન કરો.
  2. સેટિંગ્સ પર ક્લિક કરો અને પછી ઝડપી જવાબો પર ક્લિક કરો.
  3. ઝડપી જવાબ બનાવો પર ક્લિક કરો.
  4. શૉર્ટકટ ફિલ્ડમાં, ઝડપી જવાબ માટેનો શૉર્ટકટ દાખલ કરો. Shopify Inbox પરના મેસેજ ફિલ્ડમાં શૉર્ટકટ ટાઇપ કરવાથી આખો મેસેજ ઑટોફિલ થાય છે. તમે શૉર્ટકટ માટે માત્ર એક જ શબ્દ દાખલ કરી શકો છો.
  5. મેસેજ ફિલ્ડમાં, ઝડપી જવાબનું લખાણ દાખલ કરો. આ એવો મેસેજ છે જે તમે શૉર્ટકટ દાખલ કરો ત્યારે ઑટોફિલ થઈ જાય છે.
  6. સાચવો પર ક્લિક કરો.
મોબાઇલ
  1. Shopify Inbox ઍપમાં, તમારી પ્રોફાઇલ ઇમેજ પર ટૅપ કરો અને પછી ઝડપી જવાબો પર ટૅપ કરો.
  2. નવો ઝડપી જવાબ બનાવવા માટે + પર ટૅપ કરો.
  3. શૉર્ટકટ ફિલ્ડમાં, ઝડપી જવાબ માટેનો શૉર્ટકટ દાખલ કરો. Shopify Inbox પરના મેસેજ ફિલ્ડમાં શૉર્ટકટ ટાઇપ કરવાથી આખો મેસેજ ઑટોફિલ થાય છે. તમે શૉર્ટકટ માટે માત્ર એક જ શબ્દ દાખલ કરી શકો છો.
  4. મેસેજ ફિલ્ડમાં, ઝડપી જવાબનું લખાણ દાખલ કરો. આ એવો મેસેજ છે જે તમે શૉર્ટકટ દાખલ કરો ત્યારે ઑટોફિલ થઈ જાય છે.
  5. સાચવો અથવા ✓ પર ટૅપ કરો.

ઝડપી જવાબમાં ફેરફાર કરો અથવા ડિલીટ કરો

પગલાં:

ડેસ્કટૉપ
  1. Shopify Inbox પર જાઓ અને પછી તમારા સ્ટોરમાં લૉગ ઇન કરો.
  2. સેટિંગ્સ પર ક્લિક કરો અને પછી ઝડપી જવાબો પર ક્લિક કરો.
  3. તમે જે ઝડપી જવાબમાં ફેરફાર કરવા કે તેને ડિલીટ કરવા માંગતા હોય તેના પર ક્લિક કરો.
  4. નીચે મુજબની કોઈ એક ક્રિયા કરો:
  • ઝડપી જવાબમાં ફેરફાર કરવા માટે, જરૂરી ફેરફારો કરો અને પછી સાચવો પર ક્લિક કરો.
  • ઝડપી જવાબ ડિલીટ કરવા માટે, ઝડપી જવાબ ડિલીટ કરો પર ક્લિક કરો અને પછી ડિલીટ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
  1. Shopify Inbox ઍપમાં, સ્ટોર > ઝડપી જવાબો પર ટૅપ કરો.
  2. તમે જે ઝડપી જવાબમાં ફેરફાર કરવા કે તેને ડિલીટ કરવા માંગતા હોય તેના પર ટૅપ કરો.
  3. નીચે મુજબની કોઈ એક ક્રિયા કરો:
    • જવાબમાં ફેરફાર કરવા માટે, જરૂરી ફેરફારો કરો અને પછી સાચવો પર ટૅપ કરો.
    • જવાબ ડિલીટ કરવા માટે, જવાબ ડિલીટ કરો પર ટૅપ કરો.

વાર્તાલાપમાં ઝડપી જવાબોનો ઉપયોગ કરવો

તમે તમારા વાર્તાલાપમાં નીચે મુજબની રીતોથી ઝડપી જવાબોનો ઉપયોગ કરી શકો છો:

  • તમારી મેસેજિંગ વિન્ડોમાં લાઇટનિંગ બોલ્ટ આઇકન પર ક્લિક કરો અથવા ટૅપ કરો. તમારા ઝડપી જવાબો સૂચિમાં દેખાશે. તમે જે જવાબનો ઉપયોગ કરવા માંગતા હોય તેના પર ક્લિક કરો.
  • Shopify Inbox મોબાઇલ ઍપમાં, તમે જે ઝડપી જવાબનો ઉપયોગ કરવા માંગતા હોય તેના માટે શૉર્ટકટ દાખલ કરો.

પગલાં:

ડેસ્કટૉપ
  1. Shopify Inbox પર જાઓ.
  2. તમે જે વાર્તાલાપ ખોલવા માંગતા હોય તેને પસંદ કરો.
  3. મેસેજ બારમાં લાઇટનિંગ બોલ્ટ આઇકન પર ક્લિક કરો અને ઝડપી જવાબ પસંદ કરો.
  4. મોકલો પર ક્લિક કરો.
મોબાઇલ
  1. Shopify Inbox પર જાઓ.
  2. તમે જે વાર્તાલાપ ખોલવા માંગતા હોય તેને પસંદ કરો.
  3. તમારા સાચવેલા ઝડપી જવાબોની સૂચિ લોડ કરવા માટે લાઇટનિંગ બોલ્ટ આઇકન પર ટૅપ કરો. મેસેજિંગ વિન્ડોમાં ઝડપી જવાબનું લખાણ ઑટોફિલ કરવા માટે ઝડપી જવાબ પર ટૅપ કરો.
  4. તમારા ગ્રાહકને લખાણ મોકલવા માટે મોકલો આઇકન પર ટૅપ કરો.

મોબાઇલ Inbox ઍપમાં, તમે તમારા ઝડપી જવાબ માટે અસાઇન કરવામાં આવેલો શૉર્ટકટ પણ ટાઇપ કરી શકો છો. જો મેચ થતો શૉર્ટકટ હોય, તો ઝડપી જવાબ મેસેજિંગ વિન્ડોની ઉપર દેખાશે. મેસેજિંગ વિન્ડોમાં ઝડપી જવાબનું લખાણ ઑટોફિલ કરવા માટે ઝડપી જવાબ પર ટૅપ કરો.