ચેકઆઉટ વખતે ડ્યૂટી અને આયાત કર એકત્રિત કરવા માટેના વધારાના કાર્યો

તમે ચેકઆઉટ વખતે ડ્યૂટી અને આયાત કર એકત્રિત કરવાનું સક્રિય કરી લો તે પછી, ગ્રાહક દ્વારા ડ્યૂટી અને આયાત કર પહેલેથી જ ચૂકવવામાં આવ્યા છે તે દર્શાવવા માટે તમારે ડિલિવર્ડ ડ્યુટી પેઇડ (DDP) શિપિંગ લેબલ પ્રિન્ટ કરવાની જરૂર છે. તમારા સ્ટોરના આધારે, તમારે તમારા સ્ટોરની કેટલીક માહિતી અપડેટ કરવાની, ફ્લેશ સેલ માટે તૈયારી કરવાની અથવા રિફંડ અંગેની નીતિઓ વિકસાવવાની જરૂર પડી શકે છે. તમે આંતરરાષ્ટ્રીય સ્તરે શિપ કરો તે પહેલાં નીચેના કાર્યોનો રિવ્યૂ કરો.

DDP શિપિંગ લેબલ ખરીદો અને તેનો ઉપયોગ કરો

તમે ચેકઆઉટ વખતે ડ્યૂટી અને આયાત કર ચાર્જ કરવાનું શરૂ કરો તે પછી, તમારે તમારા આંતરરાષ્ટ્રીય ઑર્ડર માટે માનક શિપિંગ લેબલને બદલે DDP શિપિંગ લેબલ ખરીદવા અને તેનો ઉપયોગ કરવાની જરૂર છે. જો તમે ચેકઆઉટ વખતે ડ્યૂટી ચાર્જ કરો છો, પરંતુ માનક શિપિંગ લેબલનો ઉપયોગ કરો છો, તો પણ ડિલિવરી વખતે તમારા ગ્રાહક પાસેથી ડ્યૂટી અને આયાત કર ચાર્જ કરવામાં આવે છે. આ કિસ્સામાં, તમારા ગ્રાહકે ડ્યૂટી અને આયાત કર માટે બે વાર ચૂકવણી કરવી પડે છે.

જ્યારે આંતરરાષ્ટ્રીય ઑર્ડર પર ડ્યૂટી એકત્રિત કરવામાં આવે છે, ત્યારે તે ઑર્ડરની વિગતોમાં ડ્યૂટી લાઇન આઇટમ શામેલ કરવામાં આવે છે. તમે DDP લેબલ ખરીદો તે પહેલાં ચકાસો કે દરેક આંતરરાષ્ટ્રીય ઑર્ડર પર ડ્યૂટી અને આયાત કર એકત્રિત કરવામાં આવ્યા છે. જો તમે $0 ડ્યૂટી સાથે ઑર્ડર શિપ કરો છો, તો તમારા ગ્રાહકો કોઈપણ વધારાના ચાર્જ માટે જવાબદાર નથી તેની ખાતરી કરવા માટે તમે DDP શિપિંગ લેબલનો ઉપયોગ કરી શકો છો. જો ચેકઆઉટ વખતે કોઈ ભૂલ થઈ હોય, તો ડ્યૂટી અને આયાત કર કદાચ એકત્રિત કરવામાં આવ્યા ન હોય અને તમારે તે ઑર્ડર માટે માનક શિપિંગ લેબલનો ઉપયોગ કરવો જોઈએ.

કૅરિઅર પાસેથી તમારું પ્રથમ ઇન્વૉઇસ પ્રાપ્ત કર્યા પછી, ડ્યૂટી અને આયાત કર યોગ્ય રીતે ચાર્જ કરવામાં આવી રહ્યા છે કે કેમ તે ચકાસવા માટે શિપિંગ ગંતવ્ય પર લેવાયેલ કસ્ટમ ચાર્જની સરખામણી ચેકઆઉટ વખતના ચાર્જ સાથે કરો. આ પ્રક્રિયા સમયાંતરે પુનરાવર્તિત કરો. જો તમને ચેકઆઉટ વખતે ચાર્જ કરાયેલ ડ્યૂટી અને આયાત કર તથા કસ્ટમ સત્તાવાળાઓ દ્વારા ચાર્જ કરવામાં આવેલી રકમ વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળે, તો તમારી ડ્યૂટી અને આયાત કરની ગણતરી શક્ય તેટલી સચોટ રીતે કરવામાં આવી છે તેની ખાતરી કરવા માટે તમારા સેટઅપનો રિવ્યૂ કરો.

કમર્શિયલ ઇન્વૉઇસ બનાવવા

દરેક આંતરરાષ્ટ્રીય ઑર્ડર માટે કમર્શિયલ ઇન્વૉઇસ આવશ્યક છે. તમે કૅરિઅરની વેબસાઇટ પર કૅરિઅર દ્વારા પ્રદાન કરેલ ડિજિટલ કમર્શિયલ ઇન્વૉઇસ ભરી શકો છો. ઑર્ડરના આધારે, તમારે નીચેની કોઈપણ રીતે કમર્શિયલ ઇન્વૉઇસ બનાવવાની જરૂર છે:

  • જો ઑર્ડરમાં ડ્યૂટી અને આયાત કર ચૂકવવામાં આવ્યા હોય, તો ડ્યૂટી અને આયાત કર ચૂકવવામાં આવ્યા છે તે દર્શાવવા માટે કમર્શિયલ ઇન્વૉઇસ પર ડિલિવરીની શરતોને DDP તરીકે ચિહ્નિત કરો.
  • જો ઑર્ડરમાં ડ્યૂટી અને આયાત કર ચૂકવવામાં આવ્યા ન હોય, તો ડ્યૂટી અને આયાત કર હજી ચૂકવવામાં નથી આવ્યા તે દર્શાવવા માટે કમર્શિયલ ઇન્વૉઇસ પર ડિલિવરીની શરતોને DAP (ડિલિવર્ડ એટ પ્લેસ) તરીકે ચિહ્નિત કરો.

તમે ગ્રાહક પાસેથી ચાર્જ કરો છો તે ડ્યૂટી અને આયાત કર તથા કસ્ટમ્સ એજન્સીઓ દ્વારા ચાર્જ કરવામાં આવતી રકમ વચ્ચેની વિસંગતતાઓને ઘટાડવા માટે, ખાતરી કરો કે તમે તમારા કમર્શિયલ ઇન્વૉઇસ પર સચોટ માહિતીનો ઉપયોગ કરો છો. જ્યારે તમે તમારું ઇન્વૉઇસ બનાવો છો, ત્યારે ચકાસો કે નીચેની બાબતો કમર્શિયલ ઇન્વૉઇસ અને તમારા Shopify ઍડમિનમાં ઑર્ડર બંને પર સમાન જ છે:

  • હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ (HS) કોડ
  • મૂળ દેશ અથવા પ્રદેશ
  • ડિસ્કાઉન્ટ પછીની કિંમત
  • માત્રા
  • એકત્રિત કરેલી ડ્યૂટી અને આયાત કર
  • જો તમે ઓછા મૂલ્યના માલ પર કર એકત્રિત કરી રહ્યાં હોવ તો તમારો સ્થાનિક ટૅક્સ રજિસ્ટ્રેશન નંબર

તમારી શિપિંગ નીતિ અને નોટિફિકેશન અપડેટ કરો

ચેકઆઉટ પર ડ્યૂટી અને આયાત કર વસૂલવાનું સક્રિય કર્યા પછી, તમારી શિપિંગ નીતિ અને તમારા નોટિફિકેશન ટેમ્પ્લેટ્સ અપડેટ કરો, જેથી તમારા ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય વેચાણ માટેની તમારી નીતિઓ અને ચાર્જિસ વિશે જાણ થાય.

સેટિંગ્સ > નીતિઓ પર જઈને તમારા Shopify ઍડમિનમાં તમારી શિપિંગ નીતિ અપડેટ કરો.

જો તમે ડિફૉલ્ટ ઑર્ડરની પુષ્ટિ અને ઑર્ડર રિફંડ ઇમેઇલ ટેમ્પ્લેટ્સનો ઉપયોગ કરતા હોવ, તો તમારા ઇમેઇલ ડ્યૂટી લાઇન આઇટમ શામેલ કરવા માટે ઑટોમૅટિક રીતે અપડેટ થાય છે અને તમારે કોઈ ફેરફારો કરવાની જરૂર નથી. જો તમે તમારા ઑર્ડરની પુષ્ટિ અને ઑર્ડર રિફંડ ઇમેઇલ ટેમ્પ્લેટ્સ કસ્ટમાઇઝ કર્યા હોય, તો તમે ડ્યૂટી લાઇન ઉમેરવા માટે તમારા નોટિફિકેશન ટેમ્પ્લેટ્સમાં કોડ ઉમેરી શકો છો.

ફ્લેશ સેલ માટે તૈયારી કરવી

જો તમે ફ્લેશ સેલ ચલાવતા હોવ, તો તમારું સેલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચેકઆઉટ પર ડ્યૂટી અને આયાત કર એકત્રિત કરવાનું ડિસેબલ કરવાનું વિચારો. જો તમે તમારા સેલ દરમિયાન ચેકઆઉટ પર ડ્યૂટી અને આયાત કર એકત્રિત કરવાનું નક્કી કરો છો, તો તમારી સેલ પ્રોડક્ટ્સ માટે HS કોડ, મૂળ દેશ અથવા પ્રદેશ અને પ્રોડક્ટની કૅટેગરીનો ઉલ્લેખ કરેલ હોવાની ચકાસણી કરવા તેમનો રિવ્યૂ કરો. તમે તમારી સેલ પ્રોડક્ટ્સ પર આ ફીલ્ડ્સ ભરેલા હોવાની ખાતરી કરવાથી ડ્યૂટી અને આયાત કરના ખર્ચનો અંદાજ લગાવવામાં મદદ મળે છે.

રિફંડનું સંચાલન કરવું

ડ્યૂટી અને આયાત કર માટેના રિફંડને તમે કેવી રીતે સંચાલિત કરવા માગો છો, તે તમારા પર નિર્ભર છે. જો તમે ડ્યૂટી અને આયાત કર માટે રિફંડ ઑફર કરવાનું નક્કી કરો, તો નીચેનાનો વિચાર કરો:

  • જો તમે હજી સુધી પૂર્ણ ન થયેલા ઑર્ડરને રિફંડ કરો છો, તો તમે ગ્રાહકને ડ્યૂટી અને આયાત કરનું રિફંડ આપી શકો છો.
  • જો તમે પહેલેથી જ પૂર્ણ થયેલા ઑર્ડરને રિફંડ કરો છો, તો તમે ગ્રાહકને ડ્યૂટી અને આયાત કરનું રિફંડ આપી શકો છો. જોકે, DDP લેબલ ખરીદવા માટે તમે જે ભંડોળનો ઉપયોગ કર્યો હોય, તે કૅરિઅર દ્વારા તમને પરત કરવામાં આવતું નથી.

જ્યારે તમે આયાત કર ચૂકવવામાં આવ્યો હોય તેવો ઑર્ડર રિફંડ કરો, ત્યારે તમે અન્ય કસ્ટમ ફી કરતાં અલગથી કરનું રિફંડ આપવું કે નહીં તે નક્કી કરી શકો છો. જો તમે જમા કરાવેલ ભંડોળ કસ્ટમ એજન્સી પાસેથી રિકવર કરી શકાય તેમ ન હોય અને તમે તમારા ગ્રાહક વતી તે ખર્ચ ઉઠાવવા ન માગતા હોવ, તો તમે આયાત કર રિફંડ અટકાવી શકો છો.

યાદ રાખો કે ગ્રાહકને તેમના ચુકવણી પ્રદાતા સાથે ઑર્ડર વિશે વિવાદ કરતા અટકાવવા માટે ઑર્ડરનું સંપૂર્ણ રિફંડ કરવું એ જ એકમાત્ર રસ્તો છે.