ચેકઆઉટ અને ઇમેઇલ નોટિફિકેશનનું ભાષાંતર કરવું

તમે ભાષા ઉમેરો અને પ્રકાશિત કરો તે પછી, ભાષાંતર કરેલી સામગ્રી ચેકઆઉટમાં અને તમારા ગ્રાહકને મોકલેલા કોઈપણ ઇમેઇલ નોટિફિકેશનમાં પ્રદર્શિત થાય છે. ચેકઆઉટ એ જ ભાષામાં પ્રદર્શિત થાય છે જેનો ઉપયોગ ગ્રાહક તમારા ઑનલાઇન સ્ટોરને બ્રાઉઝ કરવા માટે કરે છે. ચેકઆઉટમાં કેટલીક ભાષાઓ માટે ડિફૉલ્ટ ભાષાંતર હોય છે. તમે સુસંગત તૃતીય-પક્ષની ભાષાંતર ઍપનો ઉપયોગ કરીને અથવા CSV ફાઇલોનો ઉપયોગ કરીને તમારા પોતાના ભાષાંતરને ઇમ્પોર્ટ કરીને કોઈપણ ભાષાંતર કરેલી સામગ્રીને કસ્ટમાઇઝ કરી શકો છો.

જો ઇમેઇલ નોટિફિકેશન માટે ભાષાંતર ઉપલબ્ધ હોય, તો ગ્રાહકને તેઓએ જે ભાષામાં તેમનો ઑર્ડર આપ્યો હોય તે ભાષામાં ઑટોમૅટિક રીતે ઇમેઇલ નોટિફિકેશન મોકલવામાં આવે છે. ગ્રાહકને મળતા નોટિફિકેશનની ભાષા બદલવા માટે તમે ગ્રાહક પ્રોફાઇલમાં ફેરફાર કરી શકો છો.

ઇમેઇલ નોટિફિકેશન ભાષાંતર ઉમેરો અથવા તેમાં ફેરફાર કરો

તમે Shopify તરફથી મળતી Translate & Adapt ઍપનો ઉપયોગ કરીને તમે તમારા સ્ટોરમાં ઉમેરેલી ભાષાઓ માટે ઇમેઇલ નોટિફિકેશનના ભાષાંતર ઉમેરી શકો છો અથવા તેમાં ફેરફાર કરી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > નોટિફિકેશન પર જાઓ.

  2. તમે જે ઇમેઇલ નોટિફિકેશનનું ભાષાંતર કરવા માગો છો તેના પર ક્લિક કરો.

  3. સ્થાનિકીકરણ કરો પર ક્લિક કરો.

  4. Translate & Adapt ઍપમાં એડિટ કરી શકાય તેવા ફીલ્ડમાં તમારા ઇમેઇલ નોટિફિકેશન માટે ભાષાંતર ઉમેરો અથવા તેમાં ફેરફાર કરો.

  5. સાચવો પર ક્લિક કરો.

ઇમેઇલ નોટિફિકેશનનું પૂર્વાવલોકન કરો

તમે ભાષાંતર કરેલા ઇમેઇલ નોટિફિકેશનનું પૂર્વાવલોકન કરી શકો છો. નોટિફિકેશનના ભાષાંતરનું પૂર્વાવલોકન કરતા પહેલાં તમારે તેને સાચવવા જરૂરી છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > નોટિફિકેશન પર જાઓ.

  2. તમે જે ઇમેઇલ નોટિફિકેશનનું પૂર્વાવલોકન કરવા માગતા હો તેના પર ક્લિક કરો.

  3. પૂર્વાવલોકન કરો પર ક્લિક કરો.

  4. પૂર્વાવલોકન પેજ પર, ભાષાના ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો અને પછી તમે જે ભાષાનું પૂર્વાવલોકન કરવા માગતા હો તેને પસંદ કરો.

કોઈ ભાષામાં તમારા ચેકઆઉટના શબ્દો બદલવા માટે, તમારા ચેકઆઉટનું ભાષાંતર કરવું નો સંદર્ભ લો.