તમારા સ્ટોરની ભાષાઓનું સંચાલન કરવું

તમે તમારા Shopify ઍડમિનના ભાષાઓ વિભાગમાંથી, તમારા સ્ટોરની ભાષાઓ અને તેને તમારા માર્કેટમાં ઉપલબ્ધ કરાવતા ડોમેનનું સંચાલન કરી શકો છો. ભાષા ઉમેરતા પહેલા, બહુવિધ ભાષાઓમાં વેચાણ કરવા માટેની આવશ્યકતાઓ અને વિચારણાઓની સમીક્ષા કરો.

ભાષાના URL અને SEO

જ્યારે તમે બહુવિધ ભાષાઓમાં વેચાણ કરો છો, ત્યારે ગ્રાહકો અને સર્ચ એન્જિનોને તમારા સ્ટોરનું યોગ્ય ભાષાનું વર્ઝન શોધવાની જરૂર હોય છે. જ્યારે તમે કોઈ ભાષા પ્રકાશિત કરો છો, ત્યારે URL માં ભાષાનો કોડ ઉમેરીને તમારા સ્ટોરના દરેક અનુવાદિત પેજ માટે અનન્ય URL બનાવવામાં આવે છે. ભાષા-વિશિષ્ટ URL નીચે મુજબની વિગતો પણ મેળવે છે:

  • Hreflang ટૅગ: ભાષા-વિશિષ્ટ URL માટે ટૅગ ઑટોમૅટિક રીતે ઉમેરવામાં આવે છે.
  • URL સ્લગ: અનુવાદિત સ્લગ વૈકલ્પિક છે પરંતુ તે સ્થાનિકીકરણમાં સુધારો કરે છે. ઉદાહરણ તરીકે, તમે /products/chair નો /produkte/stuhl માં અનુવાદ કરી શકો છો.

ઉદાહરણ તરીકે, માની લો કે તમારું પ્રાથમિક ડોમેન example.com છે. જો તમે વધારાની ભાષાઓ તરીકે ફ્રેન્ચ અને જર્મન પ્રકાશિત કરો છો, તો તમારા સ્ટોરના URL બદલાઈને example.com/fr અને example.com/de થઈ જાય છે.

તમે આંતરરાષ્ટ્રીય ડોમેન સુવિધાનો ઉપયોગ કરીને અલગ-અલગ ડોમેન પર વિવિધ ભાષાઓ પણ ઉપલબ્ધ કરાવી શકો છો.

Shopify ની Translate & Adapt ઍપ, કોઈ સુસંગત તૃતીય-પક્ષ અનુવાદ ઍપ વડે, અથવા CSV નિકાસ અને આયાતનો ઉપયોગ કરીને URL સ્લગનો મેન્યુઅલી અનુવાદ કરી શકાય છે.

સર્ચ એન્જિનને તમામ અનુવાદિત ભાષાઓમાં તમારા સ્ટોરને ઇન્ડેક્સ કરવાની જરૂર છે. Hreflang ટૅગ્સ ઑટોમૅટિક રીતે ઉમેરવામાં આવે છે, અને સાઇટમેપમાં તમામ પ્રકાશિત ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે, જે સર્ચ એન્જિનને તમારા સ્ટોર પરની વિવિધ ભાષાઓ શોધવામાં મદદ કરે છે. તમે ઑનલાઇન સ્ટોર > પ્રાથમિકતાઓમાંથી આ સેટિંગનું સંચાલન કરી શકો છો. ઑટોમૅટિક hreflang ટૅગ્સ વિશે વધુ જાણો.

અનુવાદના સ્ટેટસ

અનુવાદિત સામગ્રીના દરેક ભાગનું નીચેનામાંથી એક સ્ટેટસ હોય છે:

  • અનુવાદિત: સામગ્રીના અનુવાદ ઉપલબ્ધ છે.
  • આઉટડેટેડ: ડિફૉલ્ટ ભાષાની સામગ્રી અપડેટ કરવામાં આવી છે, પરંતુ અનુવાદમાં કોઈ અપડેટ દેખાતા નથી.
  • અનુવાદ વિનાની: આ પ્રકારની સામગ્રી માટે કોઈ અનુવાદ નથી.

જ્યારે તમે તમારી થીમ અપડેટ કરો છો, ત્યારે તમારા કસ્ટમ અનુવાદો સાચવવામાં આવે છે અને બદલાયેલી સામગ્રીના અનુવાદોને આઉટડેટેડ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે જેથી કરીને તમે તેમની સમીક્ષા કરી શકો.

જો તમારો સ્ટોર એવા દેશમાં સ્થિત હોય જ્યાં ઑટો-સિંક (Auto-sync) ઉપલબ્ધ છે, તો Translate & Adapt ઍપ પણ દરેક ભાષા માટે સ્ટેટસ બતાવે છે. ઑટોમૅટિક અનુવાદના સ્ટેટસ વિશે વધુ જાણો.

તમારા ઑનલાઇન સ્ટોરમાં ભાષા ઉમેરો

અલગ ડોમેનની જગ્યાએ કોઈ માર્કેટ માટે તમારા પ્રાથમિક ડોમેનના સબફોલ્ડરનો ઉપયોગ કરવા, જેમ કે example.com/fr-ca, સબફોલ્ડર્સનો ઉપયોગ કરીને લક્ષિત માર્કેટ્સ સેટ કરો.

તમે માત્ર એવા જ ડોમેનને અપ્રકાશિત ભાષા અસાઇન કરી શકો છો, જેમાં પહેલેથી જ ડિફૉલ્ટ ભાષા હોય.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ભાષાઓ પર જાઓ.

  2. ભાષા ઉમેરો પર ક્લિક કરો.

  3. ભાષા ઉમેરો ડાયલૉગમાં, ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ભાષા પસંદ કરો અને પછી આગળ પર ક્લિક કરો.

  4. તમે જે ભાષાને ઉપલબ્ધ કરવા માગતા હો તે દરેક ડોમેન ચાલુ કરો અને પછી થઈ ગયું પર ક્લિક કરો. સૂચિમાં રહેલા દરેક ડોમેન તેનો ઉપયોગ કરતા માર્કેટ્સને બતાવે છે.

  5. અનુવાદો ઉમેરવા માટે નીચેનામાંથી કોઈ એક કરો:

તમારા ઑનલાઇન સ્ટોરમાં ભાષા પ્રકાશિત કરો

તમારા ઑનલાઇન સ્ટોરમાં ગ્રાહકો માટે ભાષાને ઉપલબ્ધ કરવા માટે તેને પ્રકાશિત કરો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ભાષાઓ પર જાઓ.

  2. ભાષાઓના ટેબલમાં, તમે તમારા સ્ટોરમાં ગ્રાહકો માટે જે ભાષા ઉપલબ્ધ કરાવવા માગતા હો તેની બાજુમાં રહેલા Horizontal menu આઇકન પર ક્લિક કરો.

  3. પ્રકાશિત કરો પર ક્લિક કરો.

  4. જો તમે ભાષા માટે અનુવાદો ઉમેર્યા ન હોય, તો પુષ્ટિ કરવાના ડાયલૉગમાં પ્રકાશિત કરો પર ક્લિક કરો.

તમારા ઑનલાઇન સ્ટોરમાં ભાષાને અપ્રકાશિત કરો

તમે કોઈ ભાષાને અપ્રકાશિત કરી શકો છો, જે ભાષા અથવા તેના અનુવાદો ડિલીટ કર્યા વિના ગ્રાહકોથી ભાષા છુપાવે છે. તે ચોક્કસ ભાષામાં સ્ટોરની કોઈપણ લિંકને લીધે 404 એરર આવી શકે છે, તેથી તમારી કોઈપણ અપ્રકાશિત ભાષા માટે રીડાયરેક્ટ બનાવો.

ભાષાને અપ્રકાશિત કરવાથી તેને અસાઇન કરવામાં આવેલા દરેક ડોમેનમાંથી તે દૂર પણ થઈ જાય છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ભાષાઓ પર જાઓ.

  2. ભાષાઓના ટેબલમાં, તમે જે ભાષાને અનુપલબ્ધ કરવા માગતા હો તેની બાજુમાં રહેલા Horizontal menu આઇકન પર ક્લિક કરો.

  3. અપ્રકાશિત કરો પર ક્લિક કરો.

  4. ડાયલૉગમાં અપ્રકાશિત કરો પર ક્લિક કરો.

તમારા ઑનલાઇન સ્ટોરમાં ભાષા ડિલીટ કરો

જો તમને ખાતરી હોય કે તમારે તે ભાષામાં અનુવાદોની જરૂર નથી, તો તમે ભાષા ડિલીટ પણ કરી શકો છો. ભાષા ડિલીટ કરવાથી તે ભાષાના તમામ અનુવાદો કાયમી ધોરણે ડિલીટ પણ થાય છે. જો તમે ભવિષ્યમાં ભાષા ફરીથી ઉમેરો છો, તો તમારે અનુવાદો ફરીથી ઉમેરવાની જરૂર છે.

તમે માત્ર એવી ભાષા જ હટાવી શકો છો, જે પ્રકાશિત કરવામાં આવી ન હોય. પ્રકાશિત કરવામાં આવેલી ભાષા હટાવવા માટે, પહેલા ભાષાને અપ્રકાશિત કરો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ભાષાઓ પર જાઓ.

  2. ભાષાઓના ટેબલમાં, તમે તમારા સ્ટોરમાંથી હટાવવા માગતા હો તેવી અપ્રકાશિત ભાષાની બાજુમાં રહેલા Horizontal menu આઇકન પર ક્લિક કરો.

  3. ભાષા હટાવો પર ક્લિક કરો.

  4. ડાયલૉગમાં ડિલીટ કરો પર ક્લિક કરો.

તમારા ઑનલાઇન સ્ટોરની ડિફૉલ્ટ ભાષા બદલો

તમે તમારા સ્ટોરની ડિફૉલ્ટ ભાષા બદલી શકો છો. તમારા સ્ટોરની ડિફૉલ્ટ ભાષાનો તમારા સ્ટોરના ચેકઆઉટ અને થીમમાં ઉપયોગ કરવામાં આવે છે.

તમે તમારા ઑનલાઇન સ્ટોરની ડિફૉલ્ટ ભાષા બદલો તે પછી, તમારી અગાઉની ડિફૉલ્ટ ભાષાને સેટિંગ > ભાષાઓમાંથી હટાવવામાં આવે છે. તમારી અગાઉની ડિફૉલ્ટ ભાષાનો સેકન્ડરી ભાષા તરીકે ઉપયોગ કરવા માટે, તેને ફરીથી સેટિંગ > ભાષાઓમાં ઉમેરો અને પછી તેને ડોમેન માટે અસાઇન કરો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ભાષાઓ પર જાઓ.

  2. ભાષાઓના ટેબલમાં, તમારી વર્તમાન ડિફૉલ્ટ ભાષાની બાજુમાં રહેલા Horizontal menu આઇકન પર ક્લિક કરો.

  3. ડિફૉલ્ટ બદલો પર ક્લિક કરો.

  4. ડિફૉલ્ટ ભાષા બદલો ડાયલૉગમાં, મેનૂમાંથી ભાષા પસંદ કરો.

  5. સાચવો પર ક્લિક કરો.

માર્કેટ્સ માટે ભાષાઓનું સંચાલન કરો

ભાષાઓ ડોમેન માટે અસાઇન કરવામાં આવે છે અને દરેક માર્કેટ ડોમેનનો ઉપયોગ કરે છે. તમે ડોમેનને જે ભાષાઓ અસાઇન કરો છો, તે ડોમેનનો ઉપયોગ કરતા દરેક માર્કેટમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ હોય છે. માર્કેટ કયા ડોમેનનો ઉપયોગ કરે છે તે બદલવા માટે, માર્કેટ્સને ડોમેન અને ભાષાઓ અસાઇન કરવાનો સંદર્ભ લો.

સબફોલ્ડરનો ઉપયોગ કરતા માર્કેટ, જેમ કે example.com/en-ca, માટે તેના પોતાના ભાષાના સેટિંગ હોઈ શકે છે. જો કોઈ માર્કેટ સબફોલ્ડરનો ઉપયોગ કરતું હોય, તો તે માર્કેટની ભાષાઓનું તેના બદલે ડોમેન / ભાષાના કસ્ટમાઇઝેશનમાંથી સંચાલન કરો. માર્કેટમાં ડોમેન અને ભાષાનું કસ્ટમાઇઝેશન કેવી રીતે ઉમેરવું તે જાણો.

તમે ડોમેનને અપ્રકાશિત ભાષા અસાઇન કરો તે પહેલાં, ડોમેન માટે ડિફૉલ્ટ ભાષાની જરૂર હોય છે.

તમે તમારા Shopify ઍડમિનમાં માર્કેટ્સ > ચલણોમાંથી ચોક્કસ માર્કેટ્સને ચલણ અસાઇન પણ કરી શકો છો.

ડોમેનને ભાષા અસાઇન કરો

ડોમેનનો ઉપયોગ કરતા માર્કેટ્સમાં ગ્રાહકો માટે ભાષા ઉપલબ્ધ કરવા માટે તેને ડોમેનને અસાઇન કરો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ભાષાઓ પર જાઓ.

  2. ભાષાઓના ટેબલમાં, તમે જે ભાષા અસાઇન કરવા માગતા હો તેની બાજુમાં આપેલા Horizontal menu આઇકન પર ક્લિક કરો.

  3. ડોમેન પર અસાઇન કરો પર ક્લિક કરો.

  4. [language] ને ડોમેન પર અસાઇન કરો ડાયલોગમાં, પ્રત્યેક એવા ડોમેનને ચાલુ કરો જેના પર તમે ભાષા ઉપલબ્ધ કરાવવા માગો છો. દરેક ડોમેન તેનો ઉપયોગ કરતા માર્કેટની સૂચિ દર્શાવે છે.

  5. થઈ ગયું પર ક્લિક કરો.

ભાષાને ડોમેનના ડિફૉલ્ટ તરીકે સેટ કરો

દરેક ડોમેનની એક ડિફૉલ્ટ ભાષા હોય છે, જે ગ્રાહકો જ્યારે પહેલી વાર ડોમેનની મુલાકાત લે છે ત્યારે તેમને બતાવવામાં આવે છે. જો ભાષાનું રીડાયરેક્શન ચાલુ હોય, તો જ્યારે તે ભાષા ડોમેન પર ઉપલબ્ધ હોય ત્યારે ગ્રાહકોને તેમના બ્રાઉઝર સેટિંગ્સ સાથે મેળ ખાતી ભાષા બતાવવામાં આવે છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ભાષાઓ પર જાઓ.

  2. ભાષાઓના ટેબલમાં, તમે જે ભાષાનો ઉપયોગ ડોમેનના ડિફૉલ્ટ તરીકે કરવા માગતા હો તેની બાજુમાં આપેલા Horizontal menu આઇકન પર ક્લિક કરો.

  3. ડોમેન ડિફૉલ્ટ તરીકે સેટ કરો પર ક્લિક કરો.

  4. ડાયલોગમાં, તમે જેના માટે ડિફૉલ્ટ ભાષા સેટ કરવા માગતા હો તે ડોમેન પસંદ કરો.

  5. જો ડોમેનમાં પહેલેથી જ કોઈ ડિફૉલ્ટ ભાષા હોય, તો તમે જે ભાષાનો ઉપયોગ નવા ડિફૉલ્ટ તરીકે કરવા માગતા હો તેને પસંદ કરો.

  6. થઈ ગયું પર ક્લિક કરો.

ડોમેનમાંથી ભાષાને હટાવો

જ્યારે તમે ડોમેનનો ઉપયોગ કરતા માર્કેટમાં ગ્રાહકોને કોઈ ભાષા ઑફર કરવા ન માગતા હો, ત્યારે તેને ડોમેનમાંથી હટાવો. ડોમેન પર તે ભાષાના URL સ્લગનો ઉપયોગ કરતા URL કામ કરવાનું બંધ કરે છે. ભાષા અને તેના અનુવાદો તમારા સ્ટોરમાં રહે છે, તેથી તમે તેને પછીથી ફરીથી ડોમેન પર અસાઇન કરી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ભાષાઓ પર જાઓ.

  2. ભાષાઓના ટેબલમાં, તમે ડોમેનમાંથી જે ભાષાને હટાવવા માગતા હો તેની બાજુમાં આપેલા Horizontal menu આઇકન પર ક્લિક કરો.

  3. ડોમેન પર અસાઇન કરો પર ક્લિક કરો.

  4. તમે જેમાંથી ભાષાને હટાવવા માગતા હો તે ડોમેનને બંધ કરો.

  5. થઈ ગયું પર ક્લિક કરો.