Managed Markets સાથે શિપિંગ માટેની આવશ્યકતાઓ અને વિચારણાઓ

Managed Markets સાથે શિપિંગ કરતી વખતે, તમારા શિપમેન્ટ્સે પૅકેજ અને મૂલ્યની આવશ્યકતાઓને પૂર્ણ કરવાની જરૂર છે. અમુક આવશ્યકતાઓ ગંતવ્ય દેશ પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે. આ પેજ શિપ કરતાં પહેલાં તમારે જે બાબતો ધ્યાનમાં લેવાની જરૂર છે તેની રૂપરેખા આપે છે.

Managed Markets સાથે ઉપલબ્ધ શિપિંગ સેવાઓ

  • તમે Managed Markets મારફતે જે શિપિંગ લેબલ ખરીદી શકો છો, તેનો આધાર તમારો વ્યવસાય ક્યાં સ્થિત છે તેના પર રહેલો છે:
    • જો તમારો વ્યવસાય યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત હોય, તો તમે માત્ર DHL eCommerce, DHL Express, FedEx અથવા UPSના શિપિંગ લેબલ જ ખરીદી શકો છો.
    • જો તમારો વ્યવસાય કૅનેડા અથવા યુનાઇટેડ કિંગડમમાં સ્થિત હોય, તો તમે માત્ર DHL Express અથવા FedExના શિપિંગ લેબલ ખરીદી શકો છો. કૅનેડા માટે Managed Markets અથવા યુનાઇટેડ કિંગડમ માટે Managed Markets નો સંદર્ભ લો.
  • તમે Managed Markets ઑર્ડરને શિપ કરવા માટે Canada Post જેવા કોઈ અન્ય શિપિંગ કૅરિઅરનો ઉપયોગ કરી શકતા નથી. તમે હજુ પણ તમારા સ્થાનિક ઑર્ડર માટે અને આંતરરાષ્ટ્રીય ઑર્ડર માટે એવા કૅરિઅરનો ઉપયોગ કરી શકો છો જ્યાં તમે મર્ચન્ટ ઑફ રેકોર્ડ હોવ.
  • તમારે Managed Markets ફુલફિલમેન્ટ વિકલ્પોમાંથી કોઈ એકનો ઉપયોગ કરીને તમારા આંતરરાષ્ટ્રીય ઑર્ડર પૂરા કરવા આવશ્યક છે. જો તમે તૃતીય-પક્ષ શિપિંગ સેવા સાથે તમારા પોતાના વાટાઘાટ કરેલા દરનો ઉપયોગ કરો છો, તો તમને મર્ચન્ટ ઑફ રેકોર્ડ તરીકે કામ કરતા Global-e દ્વારા પ્રદાન કરવામાં આવતા લાભો મળતા નથી. બાહ્ય ફુલફિલમેન્ટ સેવાઓનો ઉપયોગ કરીને ઑર્ડર પૂરા કરવા વિશે વધુ જાણો.
  • Managed Markets એ તમારા Shopify ઍડમિન સાથે કનેક્ટ કરેલા UPS એકાઉન્ટ સાથે સુસંગત નથી.
  • જો તમે કૅરિઅર સેવા તરીકે DHL eCommerceનો ઉપયોગ કરો છો, તો યુનાઇટેડ સ્ટેટ્સથી કૅનેડાના શિપમેન્ટ માટે ડિલિવરી ન થઈ શકે તેવા પાર્સલ મોકલનારને રિટર્ન કરવામાં આવે છે. પાર્સલ રિટર્ન કરવા માટે શુલ્ક લાગુ થઈ શકે છે. અન્ય તમામ ગંતવ્યો માટે, DHL eCommerce સાથે શિપ કરેલા અને ડિલિવરી ન થઈ શકે તેવા પાર્સલને છોડી દેવાયેલા પૅકેજ ગણવામાં આવે છે.

વધુ માહિતી માટે, Managed Markets સાથે શિપિંગ સેવાઓ નો સંદર્ભ લો.

Managed Market ઑર્ડર માટે ફુલફિલમેન્ટ

  • Managed Markets એવી પ્રોડક્ટને સપોર્ટ કરતું નથી જે ઍપનાં સ્થાનો અથવા કસ્ટમ ફુલફિલમેન્ટનાં સ્થાનો પરથી પૂરી કરવામાં આવી હોય. આ સ્થાનોનો સામાન્ય રીતે ડ્રૉપશિપિંગ અથવા પ્રિન્ટ-ઑન-ડિમાન્ડ ઍપ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તમે હજુ પણ તમારા સ્થાનિક માર્કેટમાં આ પ્રકારની પ્રોડક્ટનું વેચાણ કરી શકો છો.
  • Managed Markets સાથેનું શિપિંગ માત્ર એવા દેશ અથવા પ્રદેશના ફુલફિલમેન્ટ લોકેશન પરથી ઉપલબ્ધ છે જ્યાં Managed Markets સપોર્ટેડ હોય. જો તમારો વ્યવસાય યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત હોય, તો તમારા ફુલફિલમેન્ટ લોકેશન પ્યુઅર્ટો રિકો અને ગુઆમ સહિતના પ્રદેશો સિવાય, ખંડીય યુનાઇટેડ સ્ટેટ્સમાં હોવા જરૂરી છે. કૅનેડા અને યુનાઇટેડ કિંગડમમાં સ્થિત વ્યવસાયોને લાગુ થતી લોકેશનની આવશ્યકતાઓ માટે, Managed Marketsનો ઉપયોગ કરવા માટેની આવશ્યકતાઓ અને વિચારણાઓ નો સંદર્ભ લો.

વધુ માહિતી માટે, Managed Marketના ઑર્ડર પૂરા કરવા અને તેને મેનેજ કરવા નો સંદર્ભ લો.

Managed Markets સાથે શિપિંગ કરતી વખતે પ્રોડક્ટની આવશ્યકતાઓ

  • Managed Markets પર અમુક પ્રોડક્ટ અને પ્રોડક્ટની કૅટેગરી પ્રતિબંધિત અથવા મર્યાદિત છે.
  • તમે જે પ્રોડક્ટને શિપ કરી રહ્યાં છો તે તમારા સ્ટોરફ્રન્ટ પર સાર્વજનિક રૂપે ઍક્સેસ કરી શકાય તેવી હોવી જોઈએ. ક્યારેક કૅરિઅરને કસ્ટમ્સ ક્લિયર કરવા માટે તમારા સ્ટોરફ્રન્ટ પર તમારી પ્રોડક્ટ જોવાની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે, ખાનગી મોડ પર સેટ કરેલો ઑનલાઇન સ્ટોર અથવા તાજેતરમાં ડિલીટ કરેલી પ્રોડક્ટ તમારી પ્રોડક્ટના કૅરિઅરના ઍક્સેસને અવરોધી શકે છે અને કસ્ટમ ક્લિયરન્સની પ્રક્રિયાને રોકી શકે છે.
  • તમારે ખાતરી કરવી આવશ્યક છે કે તમારી પ્રોડક્ટ પર સચોટ અને સંપૂર્ણ હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ (HS) કોડ અને મૂળ દેશ લાગુ કરવામાં આવ્યા છે. જો કોઈ પ્રોડક્ટ માટે તમારા HS કોડ અથવા મૂળ દેશ અચોક્કસ હોય, તો તમારી ડ્યૂટીની ગૅરંટી આપવામાં આવતી નથી.

Managed Markets સાથે શિપિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

  • Managed Markets મારફતે પૂર્ણ કરેલા દરેક અલગ પૅકેજ માટે વ્યક્તિગત લેબલ આવશ્યક છે. પૅકેજને એકસાથે ટેપ મારીને સિંગલ લેબલ સાથે શિપ કરી શકાતા નથી.
  • Managed Markets મારફતે શિપ કરેલા દરેક પૅકેજમાં તમારા સ્ટોરના ડિફૉલ્ટ પૅકેજનું વજન અને ખરીદેલી પ્રોડક્ટનું વજન, એમ બંને શામેલ હોય છે.
  • Managed Markets મારફતે ખરીદેલા શિપિંગ લેબલ શક્ય તેટલા શિપમેન્ટની તારીખની નજીક ખરીદવા જોઈએ. લેબલની વધુ પડતી અગાઉથી ખરીદી કરવાથી ડિલિવરીની સમસ્યાઓ સર્જાઈ શકે છે.
  • Managed Markets સ્પ્લિટ શિપિંગને સપોર્ટ કરે છે. જોકે, તૃતીય-પક્ષ શિપિંગ સેવાઓ કદાચ ગ્રાહકો દ્વારા કરવામાં આવેલી શિપિંગ પસંદગીઓને પ્રદર્શિત ન કરે.
  • Managed Markets સાથે શિપિંગ માટે મહત્તમ ઑર્ડર મૂલ્ય $25,000 USD છે, પરંતુ ચોક્કસ પ્રોડક્ટ કૅટેગરીઝ માટેના મૂલ્ય પ્રતિબંધો ગંતવ્ય દેશ પ્રમાણે અલગ હોઈ શકે છે. અમુક પ્રોડક્ટ કૅટેગરીઝ, જેમ કે જ્વેલરી અથવા ઘડિયાળો માટે, પ્રત્યેક આઇટમનું મૂલ્ય $10,000 USD કરતાં વધુ ન હોઈ શકે. ઉદાહરણ તરીકે, જો તમે જ્વેલરી વેચતા હો, તો પણ તમે $25,000 USD સુધીના મૂલ્ય માટે શિપિંગ લેબલ ખરીદી શકો છો, પરંતુ તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે પ્રત્યેક જ્વેલરી આઇટમનું મૂલ્ય $10,000 USD કરતાં વધુ ન હોય.

Managed Markets ઑર્ડર માટે શિપિંગ લેબલના ભાવમાં ગોઠવણો

શિપિંગ લેબલના ભાવમાં ગોઠવણ ત્યારે થાય છે જ્યારે તમારા પૅકેજનું વજન અથવા પરિમાણો તમે લેબલ ખરીદી દરમિયાન દાખલ કરેલા વજન અથવા પરિમાણો સાથે મેળ ન ખાતા હોય અથવા જો પૅકેજની ડિલિવરી ન થઈ શકે ત્યારે થાય છે. ઉદાહરણ તરીકે, જો લેબલની ખરીદી દરમિયાન તમે દર્શાવેલા વજન અથવા કદ કરતા તમારું પૅકેજ ભારે અથવા મોટું હોય, તો ભાવમાં ગોઠવણ લાગુ થઈ શકે છે. તમે તમારો ઑર્ડર શિપ કરો તે પછી, શિપિંગ કૅરિઅર દ્વારા સાચા શિપિંગ લેબલના ભાવની ચકાસણી કરવામાં આવે છે. જો તમારું કૅરિઅર એવું નક્કી કરે કે તમારા શિપમેન્ટના ભાવમાં ગોઠવણ કરવાની જરૂર છે, તો તે ગોઠવણ ઑર્ડરની ટાઇમલાઇનમાં પ્રદર્શિત થાય છે. તમને તમારા આગામી પેઆઉટ પર ચાર્જ મળે છે. ગોઠવણ હોય ત્યારે પણ તમારા પૅકેજની ડિલિવરી થઈ શકે છે.

Managed Markets ઑર્ડર માટે તમામ કર, VAT (મૂલ્યવર્ધિત કર) અને IOSS (Import One Stop Shop) નંબર ઑટોમૅટિક રીતે લાગુ થાય છે.

ભાવમાં ગોઠવણો કરવી એ ઇન્ડસ્ટ્રીની પ્રમાણભૂત પ્રથા છે અને મોટાભાગના શિપિંગ કૅરિઅર આ ધોરણને અનુસરે છે. ભાવમાં ગોઠવણો કરવાનું ટાળવા માટે, શિપિંગ લેબલ ખરીદતી વખતે તમે સાચી માહિતી દાખલ કરો છો તેની ખાતરી કરો. શિપિંગ કૅરિઅરના પ્રક્રિયા કરવાના સમયના લીધે, તમે ક્યારે શિપિંગ લેબલ ખરીદો છો અને તમને ક્યારે ભાવમાં ગોઠવણ માટેનો ચાર્જ કે ક્રેડિટ મળે છે, તે વચ્ચે વિલંબ થાય તે કોઈ અસામાન્ય વાત નથી.

નીચેનાં ઉદાહરણો ભાવમાં ગોઠવણો માટેનાં સંભવિત કારણો છે:

  • લેબલ પર દર્શાવેલ પૅકેજનું વજન શિપમેન્ટના વાસ્તવિક વજન સાથે મેળ ખાતું નથી.
  • લેબલ પર દર્શાવેલા પૅકેજના પરિમાણો શિપમેન્ટના વાસ્તવિક પરિમાણો સાથે મેળ ખાતા નથી.
  • વજન-આધારિત દરના બૉક્સ સાથે ફ્લેટ દરના લેબલનો ઉપયોગ કરવામાં આવે છે અથવા ફ્લેટ દરના બૉક્સ સાથે વજન-આધારિત દરના લેબલનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ડિલિવરી માટે પ્રદાન કરેલ સરનામું ખોટું છે.

જો તમને શિપિંગ લેબલ કિંમત એડજસ્ટમેન્ટ વિશે પ્રશ્નો હોય, તો Shopify સપોર્ટનો સંપર્ક કરો.

Managed Markets માટે પરિમાણીય વજન

કેટલાક શિપિંગ કૅરિઅર શિપિંગ ખર્ચની ગણતરી કરવા માટે પરિમાણીય વજન (જેને DIM વજન પણ કહેવાય છે) નો ઉપયોગ કરે છે. પરિમાણીય વજન તમારા પૅકેજના માપ પર આધારિત છે, ફક્ત તેના વાસ્તવિક વજન પર નહીં. જો તમારું પૅકેજ મોટું છે પરંતુ હલકું છે, તો તમને તેના વજનને બદલે તેના માપના આધારે ચાર્જ કરવામાં આવી શકે છે.

આનો અર્થ એ છે કે જો તમારું પૅકેજ વધુ જગ્યા લે છે, તો તમારો શિપિંગ ખર્ચ વધુ હોઈ શકે છે, ભલે તેનું વજન વધારે ન હોય. અણધાર્યા ચાર્જને ટાળવા માટે, શિપિંગ લેબલ ખરીદતી વખતે ચોક્કસ પૅકેજ પરિમાણો અને વજન દાખલ કરવાનું સુનિશ્ચિત કરો.

પરિમાણીય વજન અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે વિશે વધુ જાણો.

Managed Marketsમાં ડિલિવરી ન કરી શકાય તેવા પૅકેજ

જો ગ્રાહકને પૅકેજની ડિલિવરી કરી શકાતી નથી, તો તે ડિલિવરી ન કરી શકાય તેવી સ્થિતિમાં છે. ડિલિવરી ન કરી શકાય તેવા શિપમેન્ટના કારણો અલગ-અલગ હોય છે, પરંતુ નીચે પૅકેજની ડિલિવરી ન કરી શકવાના કેટલાક સામાન્ય કારણો આપેલા છે:

  • ગ્રાહકનું સરનામું અધૂરું, અવાચ્ય, ખોટું છે અથવા શોધી શકાતું નથી.
  • ગ્રાહકના દેશ અથવા પ્રદેશમાં કસ્ટમ્સ ઑથોરિટી દ્વારા પૅકેજ ક્લિયર કરી શકાતું નથી.
  • ગ્રાહક દ્વારા પૅકેજ ખોલતા પહેલાં નકારવામાં આવે છે.
  • પૅકેજમાં પ્રતિબંધિત આઇટમ શામેલ છે.

સામાન્ય રીતે, જો પૅકેજને ડિલિવરી ન કરી શકાય તેવું માનવામાં આવે છે, તો તમને પૅકેજની ડિલિવરી શા માટે થઈ શકતી નથી, અને પૅકેજના પરિણામની વિગતો સાથે Shopify સપોર્ટ તરફથી એક ઇમેઇલ પ્રાપ્ત થશે. કેટલાક કિસ્સાઓમાં, DHL Express ફક્ત ગ્રાહકનો સંપર્ક કરી શકે છે. ડિલિવરી ન કરી શકાય તેવા પૅકેજનું પરિણામ નીચેનામાંથી કોઈ એક હોઈ શકે છે, જે કૅરિઅર, પૅકેજનું સ્થાન અને ડિલિવરી ન કરી શકાય તેવી સ્થિતિના કારણના આધારે અલગ-અલગ હોઈ શકે છે:

  • પૅકેજ રીડાયરેક્ટ કરો
  • મૂળ પર રિટર્ન કરો
  • છોડી દીધેલું પૅકેજ

આ પરિણામો પર સામાન્ય રીતે ફી લાગુ થાય છે, જે તમારા આગામી પેઆઉટ અને ઑર્ડરની ટાઇમલાઇનમાં દર્શાવવામાં આવે છે.

ડિલિવરી ન કરી શકાય તેવા પૅકેજના પરિણામો
પરિણામવિગતોShopify ઍડમિનમાં વર્ણન
પૅકેજ રીડાયરેક્ટ કરોતમે પૅકેજ માટે નવું શિપિંગ સરનામું પ્રદાન કરો છો. શિપિંગ લેબલને એડજસ્ટ કરવા માટે ફી વસૂલવામાં આવે છે.શિપિંગ લેબલ એડજસ્ટમેન્ટ
મૂળ પર રિટર્ન કરોપૅકેજ તે સ્થાન પર રિટર્ન કરવામાં આવે છે જ્યાંથી તેને શિપ કરવામાં આવ્યું હતું. નવું શિપિંગ લેબલ બનાવવા માટે ફી વસૂલવામાં આવે છે.શિપિંગ લેબલ
છોડી દીધેલું પૅકેજગ્રાહકના દેશ અથવા પ્રદેશમાં કૅરિઅર દ્વારા પૅકેજનો નિકાલ કરવામાં આવે છે. પૅકેજના નિકાલ માટે ફી વસૂલવામાં આવી શકે છે.એડજસ્ટમેન્ટ

આંતરરાષ્ટ્રીય શિપિંગમાં વિક્ષેપ

તમે ક્યાં શિપ કરો છો તેના આધારે, તમે શિપિંગ સરચાર્જ, વિક્ષેપો અથવા સેવામાં આવતાં સસ્પેન્શનનો અનુભવ કરી શકો છો. તમે તમારા કૅરિઅરના શિપિંગ અલર્ટ પેજનો સંદર્ભ લઈને અથવા તેમની સપોર્ટ ટીમોનો સંપર્ક કરીને શિપિંગ ઑપરેશનમાં આવતાં વિક્ષેપોનું નિરીક્ષણ કરી શકો છો.