આંતરરાષ્ટ્રીય શિપિંગ વિચારણાઓ
અમુક દેશો અને પ્રદેશોમાં આંતરરાષ્ટ્રીય શિપિંગ સંબંધિત ચોક્કસ આવશ્યકતાઓ હોય છે. તમે આ વિસ્તારોમાં શિપ કરી શકો તે માટે તમારે શું બદલવાની જરૂર પડી શકે છે તે નિર્ધારિત કરવા માટે નીચેના દેશોની સમીક્ષા કરો. આ પેજ આંતરરાષ્ટ્રીય શિપિંગ વિશેના ચોક્કસ નિયમો ધરાવતા સ્થળોની સંપૂર્ણ સૂચિ નથી. તમે જે દેશો અને પ્રદેશોના ગ્રાહકો પાસેથી ઑર્ડર સ્વીકારવા માંગો છો ત્યાંના શિપિંગ કાયદાઓ વિશે ઑર્ડર સ્વીકારતા પહેલાં હંમેશા સંશોધન કરો.
આ પેજ પર
કેનેડાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં આંતરરાષ્ટ્રીય શિપિંગ
તમારા શિપિંગ સેટઅપના આધારે, શિપિંગ કૅરિઅરની સમીક્ષા કરો જેનો ઉપયોગ તમે કેનેડાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં શિપ કરવા માટે Shopify પર કરી શકો છો:
- જો તમે USના શિપમેન્ટ્સ માટે DAP (ડિલિવર્ડ એટ પ્લેસ) શિપિંગનો ઉપયોગ કરી રહ્યાં છો, તો કાં તો DAP અથવા DDP વડે Shopify મારફત USમાં જતા શિપમેન્ટ્સ માટે તમારા શિપિંગ કૅરિઅર્સના સપોર્ટમાં વિવિધતા લાવવાનું વિચારો:
- જો તમે USના શિપમેન્ટ્સ માટે DDP (ડિલિવર્ડ ડ્યુટી પેઇડ) શિપિંગનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે USમાં શિપ કરવા માટે Canada Post DDP અથવા DHL Express DDP નો ઉપયોગ કરી શકો છો.
પોસ્ટલ કૅરિઅરની ડ્યૂટીની ગણતરીઓ અને CUSMA અનુપાલનને સમજવું
Canada Post જેવા પોસ્ટલ કૅરિઅર વ્યવસાયિક કૅરિઅર કરતાં અલગ ડ્યૂટી ગણતરી પદ્ધતિનો ઉપયોગ કરે છે, જે અસર કરે છે કે CUSMA (કેનેડા-યુનાઇટેડ સ્ટેટ્સ-મેક્સિકો કરાર)/USMCA (યુનાઇટેડ સ્ટેટ્સ-મેક્સિકો-કેનેડા કરાર) જેવા પ્રેફરન્શિયલ ટ્રેડ કરારો કેવી રીતે લાગુ કરવામાં આવે છે.
પોસ્ટલ કૅરિઅરે તમારી પ્રોડક્ટના હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ (HS) કોડ અથવા CUSMA અનુપાલન સ્ટેટસને ધ્યાનમાં લીધા વિના, મૂળ દેશના આધારે ફ્લેટ ટેરિફ દર વસૂલવો આવશ્યક છે. તમારી પ્રોડક્ટ CUSMAના પ્રેફરેન્શિયલ દર માટે પાત્ર છે કે નહીં, તેને ધ્યાનમાં લીધા વિના યુનાઇટેડ સ્ટેટ્સમાં મોકલવામાં આવતા Canada Postના શિપમેન્ટ પર યુએસ ગ્લોબલ સરચાર્જ ડ્યૂટી (Sec 122) ના આધારે ફ્લેટ દરની ડ્યૂટી વસૂલવામાં આવે છે. આનો અર્થ એ છે કે ભલે તમારી પ્રોડક્ટ CUSMA-સુસંગત હોય અને તમારી પાસે યોગ્ય દસ્તાવેજો હોય, તો પણ પોસ્ટલ કૅરિઅર પ્રેફરેન્શિયલ ટ્રીટી દર લાગુ કરી શકતા નથી. આ પોસ્ટલ સિસ્ટમની મર્યાદા છે અને તમારા સેટઅપની કોઈ ભૂલ નથી.
જોકે, તમે તમારા Shopify ઍડમિનમાં પોસ્ટલ ડ્યૂટીના દર સક્રિય કરી શકો છો. જ્યારે સક્રિય કરવામાં આવે, ત્યારે આ સેટિંગ યુનાઇટેડ સ્ટેટ્સમાં મોકલવામાં આવતા પૅકેજ માટે મૂલ્યાનુસાર (ad valorem) (શિપમેન્ટની સામગ્રીના મૂલ્યના આધારે) અને મૂળ દેશના આધારે ડ્યૂટીની ગણતરી કરે છે. આ સેટિંગ વિશે વધુ જાણવા માટે, પોસ્ટલ ડ્યૂટીના દરનો સંદર્ભ લો. પોસ્ટલ ડ્યૂટીના દરનો ઉપયોગ કરવા માટે, ખાતરી કરો કે તમારી પ્રોડક્ટમાં મૂળ દેશ ઉમેરવામાં આવ્યો છે. જો તમારી પાસે તમારી પ્રોડક્ટ માટે HS કોડ અને મૂળ દેશ બંને ન હોય, તો ડ્યૂટીની ગણતરી કરવામાં આવતી નથી.
CUSMA પ્રેફરન્શિયલ દરોનો લાભ લેવા માટે, DDP શિપમેન્ટ્સ માટે DHL Express જેવા વ્યવસાયિક કૅરિઅરનો ઉપયોગ કરો. વ્યવસાયિક કૅરિઅર ચોક્કસ ડ્યૂટીના દરોની ગણતરી કરવા માટે HS કોડ અને પ્રેફરન્શિયલ સંધિઓને લાગુ કરી શકે છે.
ChitChats અથવા Stallion Express જેવી રિશિપિંગ સેવાઓને વ્યવસાયિક કૅરિઅર ગણવામાં આવે છે અને તેઓ શિપિંગ લેબલ પર પ્રેફરન્શિયલ સંધિના દરો લાગુ કરી શકે છે.
ભલે પોસ્ટલ કૅરિઅર ડ્યૂટીની ગણતરી માટે HS કોડનો ઉપયોગ કરતા ન હોય, છતાં તમારી પ્રોડક્ટ્સમાં HS કોડ ઉમેરવાનું વિચારો. કસ્ટમ ક્લિયરન્સ માટે HS કોડ આવશ્યક હોઈ શકે છે અને વ્યવસાયિક કૅરિઅર ચોક્કસ ડ્યૂટીની ગણતરી માટે તેનો ઉપયોગ કરે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે શિપિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
જો તમે તમારી પ્રોડક્ટ્સનું આંતરરાષ્ટ્રીય સ્તરે વેચાણ કરો છો, તો તમે શિપિંગ કૅરિઅરની મર્યાદાઓ અને સરહદ બંધ હોવાને કારણે બદલાતા નિયમોથી પ્રભાવિત થઈ શકો છો. ખાતરી કરો કે ઉપલબ્ધ સેવાઓ સાથે, તમારા શિપિંગ સેટિંગ્સ અપ ટુ ડેટ છે.
તમે ગ્રાહકોને જે શિપિંગ વિકલ્પો ઑફર કરો છો તે ખરેખર શક્ય છે તેની ખાતરી કરવા માટે તમારે તમારા શિપિંગ સેટિંગ્સમાં ફેરફારો કરવાની જરૂર પડી શકે છે. જો તમારે તમારા શિપિંગ સેટિંગ્સમાં ફેરફારો કરવાની જરૂર હોય, તો તમારે તમારા ગ્રાહકોને જાણ કરવી જોઈએ કે ફેરફારો કરવામાં આવ્યા છે.
તમારી શિપિંગ મર્યાદાઓ તપાસો
સરહદો અને શિપિંગની મર્યાદાઓ બદલાઈ શકે છે અને તમારા ગ્રાહકના ઑર્ડર પૂર્ણ કરવાની તમારી ક્ષમતાને અસર કરી શકે છે. તમે જે દરેક દેશમાં શિપ કરો છો તેના માટે, તમે હજી પણ તમારા ગ્રાહકોને શિપ કરી શકો છો તેની ખાતરી કરવા સરહદની સ્થિતિ અને સ્થાનિક શિપિંગ કૅરિઅરની માહિતી તપાસો.
કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સમાં કરવામાં આવતા શિપમેન્ટ પર હવે ડી મિનિમિસ લાગુ પડતો નથી, તેથી કેટલાક કૅરિઅર યુનાઇટેડ સ્ટેટ્સમાં કરવામાં આવતા શિપિંગને પ્રતિબંધિત અથવા બંધ કરી શકે છે. જો તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં શિપિંગ કરો છો, તો પુષ્ટિ કરો કે તમારા કૅરિઅરને અસર થઈ નથી.
જો તમે કોઈ દેશમાં શિપ કરી શકતા નથી, તો તમે જ્યાં ઑર્ડર શિપ કરી શકો તે દર્શાવવા માટે તમારે તમારી શિપિંગ પ્રોફાઇલને અપડેટ કરીને તેમાં ફેરફાર કરવાની જરૂર છે.
જો તમે તમારા કેટલાક ઑર્ડર પૂર્ણ કરવા માટે કોઈ તૃતીય પક્ષ પર આધાર રાખતા હો, તો તમારે તપાસવાની જરૂર છે કે શું તેઓ પણ ઑર્ડર પૂર્ણ કરી શકે છે કે નહીં. ઑર્ડર પૂર્ણ કરવાની તમારા તૃતીય પક્ષની ક્ષમતાના આધારે તમારે તમારા સ્ટોર પર તમે જે પ્રોડક્ટની ઑફર કરો છો તેને અપડેટ અને બદલવાની જરૂર પડી શકે છે.
શિપિંગમાં થતા ફેરફારો વિશે તમારા ગ્રાહકોને અપડેટ કરો
જો સરહદ બંધ હોવાને કારણે અથવા શિપિંગ કૅરિઅરની મર્યાદાઓને કારણે કોઈ પણ ઑર્ડર પૂર્ણ કરવાની તમારી ક્ષમતામાં ફેરફાર થાય છે, તો તમારે તમારા ગ્રાહકોને જાણ કરવી પડશે કે ફેરફારો થયા છે.
તમે તમારા ગ્રાહકોને ઇમેઇલ કરીને જણાવી શકો છો કે તેમના ઑર્ડર આવવામાં વિલંબ થઈ શકે છે. તમારા ગ્રાહકો સાથે સંવાદ કરવાથી તેમને ખાતરી આપવામાં મદદ મળે છે કે તમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છો અને તેમના ઑર્ડરની ડિલિવરીની કાળજી રાખો છો. તમારા નિયંત્રણની બહારની પરિસ્થિતિઓથી તેમના ઑર્ડરને અસર થઈ શકે છે તે ગ્રાહકોને જણાવવાથી તમને ગ્રાહકોની અપેક્ષાઓનું સંચાલન કરવામાં પણ મદદ મળે છે.
ચેકઆઉટમાં પ્રાદેશિક સરનામાના ઘટકો
પ્રાદેશિક સરનામાના ઘટકો ચેકઆઉટ ના શિપિંગ અને બિલિંગ સરનામાના ફોર્મને અલગ-અલગ ફીલ્ડમાં વિભાજિત કરે છે જે ગ્રાહકના દેશ અથવા પ્રદેશના સરનામાના ફોર્મેટ સાથે મેળ ખાય છે. દેશ અથવા પ્રદેશના આધારે, આ ફીલ્ડ્સ સરનામું ફીલ્ડ, ઍપાર્ટમેન્ટ, સ્યુટ વગેરે ફીલ્ડ અથવા બંનેને બદલે છે.
ચેકઆઉટ દરમિયાન જ્યારે ગ્રાહક નીચેના દેશો અથવા પ્રદેશોમાંથી કોઈ એક પસંદ કરે છે ત્યારે જ પ્રાદેશિક સરનામાના ઘટકો પ્રદર્શિત થાય છે. નીચેનું ટેબલ એવા ફીલ્ડ્સની સૂચિ આપે છે જે દરેક દેશ અથવા પ્રદેશ પ્રદર્શિત કરે છે, અને ગ્રાહકો ચેકઆઉટમાં દરેક ફીલ્ડ માટે જે લેબલ જુએ છે તેની સૂચિ પણ આપે છે. દરેક કૉલમનું મથાળું Shopify API માં ઉપયોગમાં લેવાતા ફીલ્ડનું નામ પણ બતાવે છે, જ્યારે ડેવલપર સરનામાના ડેટા સાથે કામ કરતી ઍપ અથવા એકીકરણ (ઇન્ટિગ્રેશન) બનાવે છે ત્યારે તેમને તેની જરૂર પડે છે. ખાલી સેલનો અર્થ એ છે કે દેશ અથવા પ્રદેશ તે ફીલ્ડ પ્રદર્શિત કરતો નથી.
| દેશ અથવા પ્રદેશ | શેરીનું નામ (streetName) | બિલ્ડિંગ નંબર (streetNumber) | અતિરિક્ત માહિતી (additionalInformation) | જિલ્લો (district) |
|---|---|---|---|---|
| બ્રાઝિલ | શેરી | બિલ્ડિંગ નંબર | ઍપાર્ટમેન્ટ, સ્યુટ વગેરે. | પડોશ |
| કુવૈત | ઍપાર્ટમેન્ટ, સ્યુટ વગેરે. | બ્લૉક | ||
| પનામા | ઍપાર્ટમેન્ટ, સ્યુટ વગેરે. | જિલ્લો | ||
| પેરુ | ઍપાર્ટમેન્ટ, સ્યુટ વગેરે. | જિલ્લો | ||
| ફિલિપાઇન્સ | ઍપાર્ટમેન્ટ, સ્યુટ વગેરે. | બારંગે |
આ દેશો અને પ્રદેશોમાં, શેરીનું નામ, બિલ્ડિંગ નંબર અને જિલ્લાના ફીલ્ડ્સ આવશ્યક છે. ચેકઆઉટમાં આગળ વધતા પહેલાં ગ્રાહકોએ તેમને પૂર્ણ કરવાની જરૂર છે. તમે એ બદલી શકતા નથી કે આમાંથી કયા ફીલ્ડ્સ શામેલ છે અથવા તે આવશ્યક છે કે નહીં.
પ્રાદેશિક સરનામાના ઘટકો માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
ચેકઆઉટમાં પ્રાદેશિક સરનામાંના ઘટકો માટે નીચેની બાબતોની સમીક્ષા કરો:
- પ્રાદેશિક સરનામાંના ઘટકો Apple Pay જેવા અમુક એક્સિલરેટેડ ચેકઆઉટના વિકલ્પો સાથે પ્રદર્શિત થતા નથી. જ્યારે ગ્રાહકો આ વિકલ્પો સાથે ચેકઆઉટ કરે છે, ત્યારે તેના બદલે પ્રમાણભૂત સરનામાંનાં ક્ષેત્રોનો ઉપયોગ થાય છે.
- નીચેનામાંથી કોઈપણ કિસ્સામાં તમારા સ્ટોરના ચેકઆઉટમાં પ્રાદેશિક સરનામાંના ઘટકો ઉપલબ્ધ હોતા નથી:
- તમારા ચેકઆઉટ સરનામાંનાં ફીલ્ડ પરનાં ડિફૉલ્ટ લેબલને ઐતિહાસિક કામચલાઉ ઉકેલ તરીકે ફરીથી નામ આપવામાં આવ્યું છે. આનાથી ચેકઆઉટ દરમિયાન ડુપ્લિકેટ ફીલ્ડને પ્રદર્શિત થતાં અટકાવે છે.
- તમે એવી ઍપ કે કસ્ટમાઇઝેશનનો ઉપયોગ કરો છો, જે સરનામાંની માહિતી વાંચે છે કે તેમાં ફેરફાર કરે છે. આ સરનામાંના ક્ષેત્રના ડેટા પર આધારિત ઍપ અથવા કસ્ટમાઇઝેશનમાં વિરોધાભાસ અટકાવે છે. Checkout Blocks એક અપવાદ છે, અને તે પ્રાદેશિક સરનામાંના ઘટકોની ઉપલબ્ધતાને અસર કરતું નથી.
ચેકઆઉટમાં વધારાનાં ટૅક્સ ફીલ્ડ
જો તમે અમુક દેશો અને પ્રદેશોમાં ગ્રાહકોને વેચાણ કરતા હો, તો ચેકઆઉટ કદાચ વધારાનાં જરૂરી ફીલ્ડ પ્રદર્શિત કરી શકે છે. સંબંધિત દેશો અને ચેકઆઉટ દૃશ્યો વિશેની વિગતો માટે વધારાનાં ટૅક્સ ફીલ્ડ ધરાવતા દેશો અને પ્રદેશોનો સંદર્ભ લો. ગ્રાહક સંપૂર્ણ, માન્ય શિપિંગ સરનામું દાખલ કરે તે પછી આ ફીલ્ડ પ્રદર્શિત થાય છે, જેને વધારાની માહિતી શીર્ષક વાળા વિભાગમાં ચુકવણીની વિગતો સાથે ગ્રુપ કરવામાં આવે છે. એકલા દેશ અથવા પ્રદેશને પસંદ કરવાથી આ ફીલ્ડ પ્રદર્શિત થતાં નથી.
આ દેશો અને પ્રદેશોના ગ્રાહકો આ ફીલ્ડમાં વધારાની માહિતી દાખલ કરે છે. જો તમારા ગ્રાહક વિદેશી નાગરિક હોય અને તેમની પાસે કોઈ ચોક્કસ દેશ અથવા પ્રદેશના રહેવાસીઓ માટેની વિશિષ્ટ માહિતી ન હોય, તો તેઓ નીચેના અપવાદો સાથે આ ફીલ્ડમાં તેમનો પાસપોર્ટ નંબર દાખલ કરી શકે છે:
- બ્રાઝિલ: ગ્રાહકોએ માન્ય Cadastro de Pessoas Físicas (CPF) અથવા Cadastro Nacional da Pessoa Jurídica (CNPJ) નંબર દાખલ કરવો આવશ્યક છે. પાસપોર્ટ નંબર સ્વીકારવામાં આવતા નથી.
- ઇટલી: CF ફીલ્ડ માત્ર Codice Fiscale સ્વીકારે છે. આ ફીલ્ડ વૈકલ્પિક છે, તેથી આ વિગતો ન ધરાવતા ગ્રાહકો તેને ખાલી છોડી શકે છે.
ગ્રાહક ઑર્ડર આપે તે પછી, વધારાની માહિતી ઑર્ડરની વિગતોના પેજ પર પ્રદર્શિત થાય છે.
વધારાનાં ટૅક્સ ફીલ્ડ માટેની વિચારણાઓ
ચેકઆઉટમાં વધારાનાં ટૅક્સ ફીલ્ડ વિશે નીચેની વિચારણાઓનો રિવ્યૂ કરો:
- વધારાનાં ટૅક્સ ફીલ્ડ માત્ર ઑનલાઇન સ્ટોરમાં જ પ્રદર્શિત થાય છે. તે Shopify POS પર અથવા મોબાઇલ ઍપ પર પ્રદર્શિત થતાં નથી.
- અર્લી ઍક્સેસમાં હોય તેવા ફીલ્ડના અપવાદ સિવાય, બધા સ્ટોર માટે વધારાનાં ટૅક્સ ફીલ્ડ ડિફૉલ્ટ રૂપે સક્રિય કરવામાં આવે છે. જ્યારે તમે વિનંતી કરો, ત્યારે જ અર્લી ઍક્સેસનાં ફીલ્ડ સક્રિય થાય છે. તમારા Shopify ઍડમિન પાસે વધારાનાં ટૅક્સ ફીલ્ડને સક્રિય કે નિષ્ક્રિય કરવા માટે કોઈ સેટિંગ નથી, અને તમારા ચેકઆઉટ ફોર્મ વિકલ્પો તેમને નિયંત્રિત કરતા નથી.
- કયા દેશો, પ્રદેશો અથવા વ્યક્તિગત ફીલ્ડ પ્રદર્શિત થાય છે તે તમે પસંદ કરી શકતા નથી. બધા લાગુ પડતા દેશો અને પ્રદેશો માટે એકસાથે વધારાનાં ટૅક્સ ફીલ્ડ સક્રિય અથવા નિષ્ક્રિય કરવામાં આવે છે.
- વધારાનાં ટૅક્સ ફીલ્ડ નિષ્ક્રિય કરવા માટે, અથવા તેમને ફરી સક્રિય કરવા માટે, Shopify સપોર્ટનો સંપર્ક કરો.
- તમે ઍડમિનમાં ઑર્ડરનાં ટૅક્સ ફીલ્ડ સંપાદિત કરી શકતા નથી. અપડેટ માત્ર
orderUpdateમ્યુટેશનનો ઉપયોગ કરીને જ કરી શકાય છે. જો તમારા ગ્રાહક ખોટી માહિતી દાખલ કરે છે, તો તમે વિગતો અપડેટ કરવા માટે ઍપનો ઉપયોગ કરી શકો છો, અથવા ઑર્ડર રદ કરી શકો છો અને ગ્રાહકને ફરીથી તેમનો ઑર્ડર આપવા માટે કહી શકો છો. GraphQL Admin API નો ઉપયોગ કરીને ટૅક્સ ફીલ્ડ કેવી રીતે અપડેટ કરવા તે જાણવા માટે સ્થાનિકૃત ફીલ્ડનો ઉપયોગ કરીને ઑર્ડરમાં સ્થાનિક રીતે જરૂરી ડેટા ઉમેરોનો સંદર્ભ લો. - જો તમે વધારાનાં ટૅક્સ ફીલ્ડનો ઉપયોગ કરતા કોઈપણ દેશો કે પ્રદેશોમાં શિપ કરો છો, તો તમારે શિપિંગ લેબલમાં ગ્રાહકની માહિતી ઉમેરવાની જરૂર પડી શકે છે. શિપિંગ લેબલ પર વધારાની માહિતી વિનાનાં પૅકેજ નાશ કરવામાં આવી શકે છે અથવા પરત આવી શકે છે.
- બ્રાઝિલ અથવા ચીનમાં શિપ થતા ઑર્ડર પર Shipping with DHL Express દ્વારા ખરીદેલા શિપિંગ લેબલમાં માહિતી આપમેળે ઉમેરવામાં આવે છે. જો તમે તૃતીય-પક્ષ શિપિંગ કૅરિઅર મારફતે શિપિંગ લેબલ ખરીદો છો, અથવા સપ્લાયર તમારા વતી લેબલ ખરીદે છે, તો તેઓ શિપિંગ લેબલમાં વધારાની માહિતી ઉમેરે છે તેની ખાતરી કરવા માટે તમારી સેવાનો સંપર્ક કરો.
- Managed Markets નો ઉપયોગ કરીને પૂર્ણ કરેલા આંતરરાષ્ટ્રીય ઑર્ડર માટે, બ્રાઝિલ, ચીન અને દક્ષિણ કોરિયા સહિત જ્યાં ગ્રાહક ટૅક્સ ID ની જરૂર હોય તેવા દેશો માટે તેમને કમર્શિયલ ઇન્વૉઇસમાં ઉમેરવામાં આવશે.
વધારાનાં ટૅક્સ ફીલ્ડ ધરાવતા દેશો અને પ્રદેશો
| દેશ/પ્રદેશ | શિપિંગનું મૂળ/ગંતવ્ય | જરૂરી માહિતી |
|---|---|---|
| બ્રાઝિલ | ગંતવ્ય બ્રાઝિલ છે |
Cadastro de Pessoas Físicas (CPF) અથવા Cadastro Nacional da Pessoa Jurídica (CNPJ) જો તમે બ્રાઝિલમાં હોવ, તો ગ્રાહક માટે સરકારી ઇન્વૉઇસ જારી કરતી વખતે તમારે CPF/CNPJ નંબરનો ઉપયોગ કરવો આવશ્યક છે. જો તમે બ્રાઝિલની બહાર હોવ, તો તમારે શિપિંગ લેબલ પર ગ્રાહકનો CPF/CNPJ નંબર ઉમેરવો આવશ્યક છે. આ ફીલ્ડ માત્ર માન્ય CPF અથવા CNPJ નંબર સ્વીકારે છે. પાસપોર્ટ નંબર સ્વીકારવામાં આવતા નથી, તેથી CPF અથવા CNPJ નંબર વિનાના ગ્રાહકો ચેકઆઉટ પૂર્ણ કરી શકતા નથી. |
| ચીન | ગંતવ્ય ચીન છે, ચીનની બહારથી પૂર્ણ કરેલ છે | People's Republic of China Resident Identity Card (રહેવાસી ID) |
| ઇટલી | ગંતવ્ય ઇટલી છે, શૉપનો બિલિંગ દેશ ઇટલી છે |
Codice Fiscale (CF) અને Posta Elettronica Certificata (PEC) આ ફીલ્ડ ફરજિયાત નથી, કારણ કે દરેક ટ્રાન્ઝેક્શનને ઇન્વૉઇસની જરૂર હોતી નથી. જો તમે ઇટલીમાં સ્થિત હોવ અને તમારા ગ્રાહક આ ફીલ્ડમાં માહિતી દાખલ કરે, તો તમારે ટૅક્સ સંબંધિત નિયમો અને નિયંત્રણો માટે તમારા ગ્રાહકને ઇન્વૉઇસ જારી કરવું આવશ્યક છે. જો ચેકઆઉટ વખતે ફીલ્ડ ભરવામાં આવ્યાં હોય, તો ઑર્ડરની વિગતોના પેજ પર એક બૅનર પ્રદર્શિત થાય છે. |
| મેક્સિકો | ગંતવ્ય મેક્સિકો છે, મેક્સિકોની બહારથી પૂર્ણ કરેલ છે |
Registro Federal de Contribuyentes (RFC) |
| દક્ષિણ કોરિયા | ગંતવ્ય દક્ષિણ કોરિયા છે, દક્ષિણ કોરિયાની બહારથી પૂર્ણ કરેલ છે | Personal Customs Clearance Code (PCCC) |
નીચેના દેશો અને પ્રદેશોમાં અર્લી ઍક્સેસમાં વધારાનાં ટૅક્સ ફીલ્ડ ઉપલબ્ધ છે:
| દેશ/પ્રદેશ | શિપિંગનું મૂળ/ગંતવ્ય | જરૂરી માહિતી |
|---|---|---|
| ચિલી | ગંતવ્ય ચિલી છે | Rol Único Tributario (RUT) |
| કોલંબિયા | ગંતવ્ય કોલંબિયા છે | Cédula (ઓળખ નંબર) અને Tipo Cédula (ઓળખનો પ્રકાર) |
| કોસ્ટા રિકા | ગંતવ્ય કોસ્ટા રિકા છે | Identificación (ઓળખ નંબર) |
| એક્વાડોર | ગંતવ્ય એક્વાડોર છે | Cédula de Identidad (CI) અથવા Registro Único de Contribuyentes (RUC) |
| ગ્વાટેમાલા | ગંતવ્ય ગ્વાટેમાલા છે | Número de Identificación Tributaria (NIT) |
| ઇન્ડોનેશિયા | ગંતવ્ય ઇન્ડોનેશિયા છે | Nomor Pokok Wajib Pajak (NPWP) |
| મલેશિયા | ગંતવ્ય મલેશિયા છે | Tax Identification Number (TIN) અથવા રજિસ્ટ્રેશન નંબર |
| મેક્સિકો | ગંતવ્ય મેક્સિકો છે, શૉપનો બિલિંગ દેશ મેક્સિકો છે |
Registro Federal de Contribuyentes (RFC), Régimen Fiscal (ઓળખનો પ્રકાર) અને Uso de CFDI (કરનો ઉપયોગ) આ ફીલ્ડ ફરજિયાત નથી, કારણ કે દરેક ટ્રાન્ઝેક્શન માટે ઇન્વૉઇસની જરૂર હોતી નથી. જો તમે મેક્સિકોમાં સ્થિત હોવ અને તમારો ગ્રાહક આ ફીલ્ડમાં માહિતી દાખલ કરે, તો તમારે કરના નિયમો અને નિયંત્રણ માટે તમારા ગ્રાહકને ઇન્વૉઇસ ઇશ્યૂ કરવું આવશ્યક છે. જો ચેકઆઉટ પર ફીલ્ડ ભરવામાં આવ્યા હોય, તો ઑર્ડરની વિગતોના પેજ પર એક બૅનર પ્રદર્શિત થાય છે. |
| પરાગ્વે | ગંતવ્ય પરાગ્વે છે | Cédula de Identidad Civil (CI) અથવા Registro Único del Contribuyente (RUC) |
| પેરુ | ગંતવ્ય પેરુ છે | Documento Nacional de Identidad (DNI), Registro Único del Contribuyente (RUC) અથવા Carné de Extranjería (CE) |
| પોર્ટુગલ | ગંતવ્ય પોર્ટુગલ છે | Número de Identificação Fiscal (NIF) |
| સ્પેન | ગંતવ્ય સ્પેન છે | Número de Identificación Fiscal (NIF) અથવા Documento Nacional de Identidad (DNI) |
| તાઇવાન | ગંતવ્ય તાઇવાન છે, તાઇવાનની બહારથી પૂર્ણ કરેલ છે | રાષ્ટ્રીય ID નંબર |
| તુર્કિયે | ગંતવ્ય તુર્કિયે છે | Türkiye Cumhuriyeti Kimlik Numarası (T.C. Kimlik No.) |
ચેકઆઉટ પર વધારાના કરના ફીલ્ડ કેવી રીતે પ્રદર્શિત થાય છે તેને કસ્ટમાઇઝ કરવા માટે તમે થીમ એડિટર નો ઉપયોગ કરી શકો છો.
GraphQL Admin API નો ઉપયોગ કરીને કરના ફીલ્ડ કેવી રીતે બનાવવા અને તેની ક્વેરી કરવી તે વિશે જાણો.
આંતરરાષ્ટ્રીય શિપિંગમાં વિક્ષેપો
તમે જ્યાં શિપ કરો છો તેના આધારે, તમને શિપિંગ સરચાર્જ, વિક્ષેપો અથવા સેવાના સસ્પેન્શનનો સામનો કરવો પડી શકે છે. તમે તમારા કૅરિઅરના શિપિંગ ઍલર્ટ પેજ નો સંદર્ભ લઈને અથવા તેમની સપોર્ટ ટીમનો સંપર્ક કરીને શિપિંગ ઑપરેશનમાં વિક્ષેપોનું નિરીક્ષણ કરી શકો છો.