Shopify સેવાઓ સાથે આંતરરાષ્ટ્રીય શિપિંગ

આંતરરાષ્ટ્રીય સ્તરે શિપિંગમાં મદદ કરવા માટે અમુક દેશોમાં Shopify ની સેવા ઉપલબ્ધ છે.

જો તમારો વ્યવસાય યુનાઇટેડ સ્ટેટ્સ, કૅનેડા અથવા ઑસ્ટ્રેલિયામાં છે, તો તમે આંતરરાષ્ટ્રીય સ્તરે શિપ કરવામાં મદદ માટે શિપિંગ લેબલનો ઉપયોગ કરી શકો છો.

જો તમારો વ્યવસાય યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કૅનેડામાં છે, તો તમારી યોગ્યતાના આધારે, તમે Shopify Fulfillment Network નો ઉપયોગ કરી શકશો.

શિપિંગ લેબલ

શિપિંગ લેબલ તમને સીધા તમારા Shopify ઍડમિનમાંથી આંતરરાષ્ટ્રીય શિપિંગ લેબલ ખરીદવા દે છે. તે તમારા ગ્રાહકની ઑર્ડર માહિતીનો ઉપયોગ કરીને લેબલ બનાવવામાં મદદ કરે છે, તેમજ તમને કોઈપણ જરૂરી કસ્ટમ્સ ફોર્મ પૂર્ણ કરવામાં પણ મદદ કરે છે. શિપિંગ લેબલ વિશે વધુ જાણો.

Shopify Fulfillment Network

Shopify Fulfillment Network ઍપ એક એવો ઉકેલ છે જે Flexport મારફત તમારા વતી તમારા ગ્રાહકોને પ્રોડક્ટ મોકલી શકે છે. તમે તમારી પ્રોડક્ટ Flexport પર મોકલો છો અને જ્યારે કોઈ ગ્રાહક ઑર્ડર આપે છે, ત્યારે વેરહાઉસ તમારા માટે તેને શિપ કરે છે. Shopify Fulfillment Network ઍપ વિશે વધુ જાણો.