શિપિંગ ઝોન અને માર્કેટ્સ
દેશો અને પ્રદેશો તમારા શિપિંગ અને ડિલિવરી સેટિંગ્સમાં તમારા શિપિંગ ઝોનમાં ત્યારે જ ઉમેરી શકાય છે જ્યારે તે દેશો અને પ્રદેશો કોઈ માર્કેટના હોય.
દેશ અથવા પ્રદેશમાં વેચાણ કરવા માટે, તેને સક્રિય માર્કેટમાં શામેલ કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, જો તમારા માર્કેટ સેટિંગ્સમાં કોઈ દેશ નિષ્ક્રિય માર્કેટમાં હોય, તો તે દેશ ઉપલબ્ધ શિપિંગ દરો સાથે શિપિંગ ઝોનમાં હોય તો પણ તે દેશના ગ્રાહકો ઑર્ડર આપી શકશે નહીં.
શિપિંગ ઝોનમાં નવા દેશો અને પ્રદેશો ઉમેરવા
નવા દેશ અથવા પ્રદેશમાં શિપિંગ શરૂ કરવા માટે, નીચેના પગલાં લો:
- તે દેશ અથવા પ્રદેશ સાથે નવું માર્કેટ ઉમેરો, અથવા તેને અસ્તિત્વમાં રહેલા માર્કેટમાં ઉમેરો.
- તે દેશ અથવા પ્રદેશ માટે શિપિંગ ઝો ઉમેરો, અથવા તેને અસ્તિત્વમાં રહેલા ઝોનમાં ઉમેરો.
- માર્કેટ સક્રિય કરો.
શિપિંગ ઝોનમાંથી નવા દેશો અને પ્રદેશો ડિલીટ કરવા
જ્યારે તમે શિપિંગ ઝોનમાંથી કોઈ દેશ અથવા પ્રદેશને ડિલીટ કરો છો, ત્યારે તે દેશ અથવા પ્રદેશ જે માર્કેટમાં હોય છે તે ઑટોમૅટિક રીતે નિષ્ક્રિય થતું નથી. જો દેશ અથવા પ્રદેશમાં કોઈ સંભવિત ડિલિવરી પદ્ધતિઓ ન હોય, તો ગ્રાહકો કયા દેશોમાંથી ચેકઆઉટ કરી શકતા નથી તે દર્શાવતી ભૂલ માર્કેટમાં પ્રદર્શિત થાય છે. જો દેશ અથવા પ્રદેશમાં કોઈ શિપિંગ દરો ન હોય પરંતુ તેમાં સ્ટોરમાંથી પિકઅપનો વિકલ્પ હોય, તો કયા દેશોમાં શિપિંગ દરો નથી તે દર્શાવતી ભૂલ માર્કેટમાં પ્રદર્શિત થાય છે.