તમારા સ્ટોરને બૉટથી સુરક્ષિત કરવું
Shopify તમારા સ્ટોરને બૉટ અને ઑટોમેટેડ ટ્રાફિકથી સુરક્ષિત રાખવા માટે બહુવિધ ટૂલનો ઉપયોગ કરે છે. ઇન્ટરનેટ પર બૉટનો વ્યાપકપણે ઉપયોગ થાય છે, કેટલાક બૉટ ફાયદાકારક હોઈ શકે છે અને અન્ય નુકસાનકારક હોઈ શકે છે. બૉટના પ્રકાર વિશે વધુ માહિતી માટે, બૉટના પ્રકાર અને હેતુઓ નો સંદર્ભ લો.
આ લેખમાં તમે Shopify કઈ રીતે ઑટોમેટેડ ટ્રાફિક અને બૉટને હૅન્ડલ કરે છે, તેમજ તમે તમારા સ્ટોર પર બૉટની અસરને કઈ રીતે ઘટાડી શકો છો, તે વિશે વધુ જાણી શકો છો.
આ પેજ પર
Shopify તમારા સ્ટોરને બૉટથી કઈ રીતે સુરક્ષિત રાખે છે
તમારા સ્ટોરને બૉટથી સુરક્ષિત રાખવા માટે Shopify Cloudflare સેવાઓનો ઉપયોગ કરે છે. Shopify પરના તમારા ઑનલાઇન સ્ટોરમાં આવતી તમામ વિનંતીઓએ પહેલાં Cloudflareમાંથી પસાર થવું આવશ્યક છે. તમારા સ્ટોરને મોટાભાગના ઑટોમેટેડ ટ્રાફિક અને બૉટથી સુરક્ષિત રાખવા માટે, Shopify Web Application Firewall (WAF) અને Distributed Denial of Service (DDoS) સુરક્ષા જેવી સુવિધાઓનો ઉપયોગ કરે છે. તમારા સ્ટોર પર Cloudflare હંમેશાં સક્રિય હોય છે અને તમારા તરફથી કોઈ પગલાં લેવાની જરૂર નથી.
પ્રાસંગિક રીતે, જ્યારે વર્તન ઑટોમેટેડ લાગતું હોય અથવા વપરાશકર્તા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) દ્વારા કનેક્ટ થયેલ હોય તેવા કિસ્સાઓમાં, મુલાકાતીઓ તમારા Shopify સ્ટોર પર નેવિગેટ કરતી વખતે Cloudflare વેરિફિકેશન પડકાર પ્રાપ્ત કરી શકે છે. વેરિફિકેશન પડકારમાં લખેલું હોય છે કે "તમે આગળ વધો તે પહેલાં તમારા કનેક્શનને વેરિફાઇ કરવાની જરૂર છે", જે તેમને તેમનું કનેક્શન વેરિફાઇ કરવા માટે પ્રોમ્પ્ટ કરે છે. તેઓ માનવ છે તે વેરિફાઇ કરવામાં થોડી સેકંડ લાગે છે, અને પછી મુલાકાતીઓ હંમેશાંની જેમ આગળ વધી શકે છે.
Shopify hCaptcha નો પણ ઉપયોગ કરે છે, જે તમારા ઑનલાઇન સ્ટોરના મુલાકાતીઓના વર્તનનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. hCaptcha એક સુરક્ષા ટૂલ છે, જે બૉટમાંથી આવતા સ્પામને બ્લૉક કરે છે અને કાયદેસરના વપરાશકર્તાઓને બિનજરૂરી ઘર્ષણ વિના તમારી સામગ્રી અથવા સેવાઓને ઍક્સેસ કરવા દે છે. hCaptcha વડે તમારા સ્ટોરને સુરક્ષિત કરવા વિશે વધુ જાણો.
કાર્ડની ચકાસણી અને બૉટ દ્વારા ચેકઆઉટ કરવાના કેટલાક શંકાસ્પદ પ્રયાસોને છોડી દીધેલ ચેકઆઉટની સૂચિમાંથી ફિલ્ટર કરવામાં આવે છે. આવા બધા પ્રયાસો ફિલ્ટર થતા નથી. છોડી દીધેલ ચેકઆઉટની સમીક્ષા કરવા વિશે વધુ જાણો.
તમારા સ્ટોર પર બૉટની અસર ઘટાડવી
તમારા Shopify સ્ટોર પર બૉટની અસરને સમજવા અને તેને ઘટાડવા માટે તમે નીચેની વ્યૂહરચનાઓનો ઉપયોગ કરી શકો છો:
- તમારા સ્ટોરમાં hCaptcha સક્રિય છે તેની ખાતરી કરો: તમામ Shopify સ્ટોર પર ડિફૉલ્ટ રૂપે hCaptcha સક્રિય હોય છે. સંપર્ક અને ટિપ્પણી ફૉર્મ અને ગ્રાહક એકાઉન્ટ પેજ પર સ્પામ બૉટ પ્રવૃત્તિને મર્યાદિત કરવા માટે ખાતરી કરો કે hCaptcha સક્રિય છે.
- તમારી થીમ અને ઍપ નિયમિતપણે અપડેટ કરો: તમારી પાસે નવીનતમ પૅચ અને સુધારા છે તેની ખાતરી કરવા માટે તમારી Shopify થીમ અને ઍપ નિયમિતપણે અપડેટ કરો.
- ટ્રાફિક ઍનાલિટિક્સનું નિરીક્ષણ કરો: ટ્રાફિક સ્પાઇક અથવા બૉટ પ્રવૃત્તિ દર્શાવી શકે તેવી પેટર્નનું નિરીક્ષણ કરવા માટે Shopify ઍનાલિટિક્સ અથવા Google Analytics નો ઉપયોગ કરો.
- ઑર્ડર માટે જોખમનું મૂલ્યાંકન લાગુ કરો: છેતરપિંડીવાળા ઑર્ડરનું પ્રમાણ ઘટાડવા માટે છેતરપિંડી સુરક્ષાની વ્યૂહરચના અમલમાં મૂકો. જો તમે Shopify Paymentsનો ઉપયોગ કરો છો, તો Fraud Control ઍપમાં તમે નક્કી કરેલા ચેકઆઉટના નિયમો ચેકઆઉટને ઑર્ડરમાં ફેરવાતા અટકાવી શકે છે.
- તમારા સ્ટાફને શિક્ષિત કરો: ખાતરી કરો કે જે સ્ટાફ તમારા સ્ટોરનું સંચાલન કરે છે, તે બૉટને સમજે છે અને તેને કેવી રીતે ઓળખવા તે જાણે છે.
- (માત્ર Plus) બૉટ સુરક્ષા સક્રિય કરો: જો તમારો સ્ટોર Shopify Plus પ્લાન પર હોય, તો તમે તમારા ચેકઆઉટ માટે બૉટ સુરક્ષા સક્રિય કરી શકો છો.
બૉટ દ્વારા બનાવેલા છોડી દીધેલ ચેકઆઉટ અને ગ્રાહક પ્રોફાઇલનું સંચાલન
સ્ટોર પર બૉટની પ્રવૃત્તિ હોય તો ઑનલાઇન સ્ટોર અસુરક્ષિત છે કે યોગ્ય રીતે કામ કરતો નથી અથવા સ્ટોરનાં ઓળખપત્રોની સુરક્ષા જોખમાઈ છે એવું જરૂરી નથી. જો તમને લાગે કે તમારું એકાઉન્ટ હૅક થયું છે અથવા તેની સુરક્ષા જોખમાઈ છે, તો તરત જ Shopify સપોર્ટનો સંપર્ક કરો. સપોર્ટનો સંપર્ક કર્યા પછી, શક્ય હોય તો સુરક્ષા જોખમાઈ હોય એવા એકાઉન્ટને સુરક્ષિત કરવા માટેનાં પગલાં પૂર્ણ કરો. ઑનલાઇન સ્ટોર પર બૉટની પ્રવૃત્તિ ઓળખવા વિશે વધુ જાણો.
કોઈ ચોક્કસ છોડી દીધેલ ચેકઆઉટ જાતે ડિલીટ કરી શકાતું નથી. છોડી દીધેલ ચેકઆઉટ આપમેળે ડિલીટ થવાની પ્રક્રિયા વિશે વધુ જાણો.
તમે ગ્રાહક પ્રોફાઇલ એકસાથે ડિલીટ કરી શકો છો. ગ્રાહક પ્રોફાઇલ ડિલીટ કરવા પરની મર્યાદાઓમાંથી કોઈ એક લાગુ પડતી હોય એવી પ્રોફાઇલ ડિલીટ થતી નથી. ગ્રાહક પ્રોફાઇલ ડિલીટ કર્યા પછી તેને પાછી મેળવી શકાતી નથી.