Shopify પાર્ટનરને કામે રાખવા અને તેમની સાથે કામ કરવું

Partner Directory તમને Shopify પાર્ટનર સાથે કનેક્ટ કરે છે, જેમને તમે તમારો બિઝનેસ ઊભો કરવા અને તેને વધારવા સંબંધિત સેવાઓ માટે કામે રાખી શકો છો.

પાર્ટનર શોધવા

તમે 2 રીતે પાર્ટનર શોધી શકો છો: નામ દ્વારા શોધો અથવા પાર્ટનર જે સેવા ઑફર કરે છે અથવા તેમના પાર્ટનર ટિયરના આધારે કક્કાવારી મુજબ બ્રાઉઝ કરો. પાર્ટનરની પ્રોફાઇલ પર ઉપલબ્ધ માહિતી, જેમ કે તેમના પ્રાથમિક સ્થાનના આધારે તમારા માપદંડને વધુ ચોક્કસ બનાવવા માટે તમે ફિલ્ટરનો ઉપયોગ કરી શકો છો.

પાર્ટનરની સેવાઓ

પાર્ટનર વિવિધ સેવાઓ અને વિશેષતાઓ પ્રદાન કરી શકે છે, જેમાં આ શામેલ છે:

  • સ્ટોર બનાવવો: હેડલેસ ડેવલપમેન્ટ, નવું સ્ટોર સેટઅપ, પ્રોડક્ટ અને મેટાફીલ્ડ મેનેજમેન્ટ, સ્ટોરફ્રન્ટ અને થીમ કસ્ટમાઇઝેશન
  • કસ્ટમ ઍપ ડેવલપમેન્ટ: ચેકઆઉટ અને ગ્રાહક એકાઉન્ટનું કસ્ટમાઇઝેશન, કસ્ટમ ઍપ/API ડેવલપમેન્ટ, Shopify Functions, સ્ટોરફ્રન્ટ એક્સટેન્શન
  • માર્કેટિંગ: બ્લોગ અને કન્ટેન્ટ મેનેજમેન્ટ, માર્કેટિંગ અને સેલ્સ ચેનલ સેટઅપ, SEO ઑપ્ટિમાઇઝેશન
  • માઇગ્રેશન: પ્લેટફોર્મ માઇગ્રેશન
  • ઇન્ટિગ્રેશન: ERP ઇન્ટિગ્રેશન, ફુલફિલમેન્ટ ઇન્ટિગ્રેશન
  • ચેનલનું વિસ્તરણ: ડિજિટલ પ્રોડક્ટ, ડ્રૉપશિપિંગ, આંતરરાષ્ટ્રીયકરણ અને માર્કેટ, રિટેલ અને POS, જથ્થાબંધ અને B2B

પાર્ટનર ટિયર

પાર્ટનરને તેમના અનુભવ અને તેઓ સામાન્ય રીતે જે કદના વેપારીઓ સાથે કામ કરે છે તેના આધારે તેમને 4 ટિયરમાં વહેંચવામાં આવે છે:

  • Select પાર્ટનર: સામાન્ય રીતે નાના અને મધ્યમ બિઝનેસ દ્વારા પસંદ કરવામાં આવે છે.
  • Plus પાર્ટનર: સામાન્ય રીતે મિડ-માર્કેટ અને મોટા બિઝનેસ દ્વારા પસંદ કરવામાં આવે છે.
  • પ્રીમિયર પાર્ટનર: સામાન્ય રીતે મોટા એન્ટરપ્રાઇઝ દ્વારા પસંદ કરવામાં આવે છે.
  • પ્લેટિનમ પાર્ટનર: સામાન્ય રીતે વૈશ્વિક એન્ટરપ્રાઇઝ બિઝનેસ દ્વારા પસંદ કરવામાં આવે છે.

પાર્ટનરની પ્રોફાઇલમાં શું છે

દરેક પાર્ટનરની પ્રોફાઇલ તમને તેમના પાર્ટનર એકાઉન્ટના વાસ્તવિક ડેટા અથવા Shopify વેપારીઓ સાથેના તેમના કામના આધારે તેમના અનુભવનું સ્પષ્ટ ચિત્ર આપે છે, જેમાં આ શામેલ છે:

  • તેમનું પ્રાથમિક સ્થાન
  • તેમની પ્રાથમિક ભાષાઓ (3 સુધી)
  • તેમની અંદાજિત ટીમનું કદ
  • તેઓ હાલમાં જેટલા શૉપ સાથે કામ કરી રહ્યા છે તેની સંખ્યા
  • તેઓ કેટલા સમયથી Shopify પાર્ટનર છે
  • તેમણે છેલ્લા 4 વર્ષમાં જે ટોચના ક્લાયન્ટ ઉદ્યોગોમાં સેવા આપી હોય (3 સુધી)
  • છેલ્લા 4 વર્ષમાં તેમના ક્લાયન્ટે જે ટોચના માર્કેટમાંથી કામગીરી કરી હોય (3 સુધી)
  • તેમણે છેલ્લા 4 વર્ષમાં વેપારીઓને પ્રદાન કરેલી ટોચની સેવાઓ (6 સુધી)
  • પાર્ટનર દ્વારા તેમના પાત્ર વેપારી સહયોગ અને સ્ટોર ટ્રાન્સફરમાંથી પસંદ કરાયેલા ફીચર્ડ ક્લાયન્ટ (6 સુધી)

પાર્ટનરનો સંપર્ક કરવો

જ્યારે તમને કામ કરવા માટે યોગ્ય પાર્ટનર મળી જાય, ત્યારે તેમનો સીધો સંપર્ક કરવા માટે તેમની પ્રોફાઇલ પર સંપર્ક કરો બટનનો ઉપયોગ કરો. પાર્ટનર તમારી જરૂરિયાતો સમજી શકે તે માટે પૂરતી વિગતો શામેલ કરવાની ખાતરી કરો, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • તમારા સ્ટોર વિશે વિગતવાર માહિતી, જેમાં સંબંધિત લિંક શામેલ છે
  • બજેટ
  • ટાઇમલાઇન
  • સમસ્યા અથવા સેવાનું વર્ણન

પાર્ટનર સાથે કામ કરવું

પાર્ટનર જવાબ આપે તે પછી, ચોક્કસ કાર્યો પૂર્ણ કરવા માટે તેઓ સહયોગી એકાઉન્ટ દ્વારા તમારા સ્ટોરના ઍક્સેસની વિનંતી કરી શકે છે.

જ્યારે કામ પૂર્ણ થઈ જાય, ત્યારે પાર્ટનર તમને સીધું બિલ આપશે. આ ચાર્જ તમારા Shopify બિલ પર દેખાતા નથી.

પાર્ટનર સાથે સહયોગ પૂર્ણ કરો

જો તમને હવે સહયોગીની મદદની જરૂર ન હોય, તો તેમનું એકાઉન્ટ હટાવો. અન્યથા, જો સહયોગી વપરાશકર્તાએ 90 દિવસની અંદર તમારા સ્ટોરમાં લૉગ ઇન ન કર્યું હોય, તો તેમનો ઍક્સેસ આપમેળે સમાપ્ત થઈ જશે.