ચીનમાંના વેપારીઓ માટે ઑનલાઇન સ્ટોર સેટઅપ
ચીન અથવા હોંગકોંગ SAR માંથી તમારો ઑનલાઇન સ્ટોર સેટ કરતી વખતે, તમારી ડોમેન અને થીમની પસંદગીઓ ગ્રાહકો તમારી બ્રાંડને કેવી રીતે જુએ છે અને તમારો સ્ટોર અલગ-અલગ પ્રદેશોમાં કેવું પ્રદર્શન કરે છે તેને અસર કરે છે. આ માર્ગદર્શિકા તમને ડોમેનની પસંદગી, રજિસ્ટ્રારના વિકલ્પો અને થીમ કન્ફિગરેશન વિશે યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરે છે.
આ પેજ પર
ડોમેન નામનાકરણ માટે SEO ની શ્રેષ્ઠ પદ્ધતિઓ
તમે તમારા ડોમેન માટે કેટલીક શ્રેષ્ઠ પદ્ધતિઓ ધ્યાનમાં લઈ શકો છો, જે તમને સર્ચ એન્જિન ઑપ્ટિમાઇઝેશન (SEO) માં મદદ કરી શકે છે.
.com પ્રત્યય વૈશ્વિક સ્તરે સૌથી વધુ ઓળખ અને વિશ્વાસ ધરાવે છે. જો તમારા પસંદગીના ડોમેન નામ માટે .com ઉપલબ્ધ ન હોય, તો નીચે આપેલા વિકલ્પો પર વિચાર કરો:
- તમારા લક્ષિત બજાર માટેના દેશ-વિશિષ્ટ પ્રત્યયો, જેમ કે
.jp,.de,.uk, અથવા.au - ઉદ્યોગને સંબંધિત પ્રત્યયો, જેમ કે ટેક્નોલૉજી માટે
.ioઅથવા AI-સંબંધિત પ્રોડક્ટ માટે.ai
વ્યવસાયિક વેબસાઇટ માટે .xyz અથવા .shop જેવા નવા અને ઓછા વિશ્વસનીય પ્રત્યયોનો ઉપયોગ કરવાનું ટાળો.
લાંબા ગાળે બ્રાંડ બનાવવા માટે અને બહુવિધ કૅટેગરી માટે મદદરૂપ થવા તમે ડોમેન નામ માટે એક બ્રાંડ શબ્દ પસંદ કરી શકો છો. જો તમારું ધ્યાન કોઈ એક જ પ્રોડક્ટ પર હોય, તો પ્રોડક્ટની મજબૂત ઓળખ બનાવવા માટે પ્રોડક્ટના નામનો ઉપયોગ કરવાનું વિચારો. તમે યોગ્ય સંતુલન માટે બ્રાંડ અને પ્રોડક્ટના મિશ્રણને પણ ધ્યાનમાં લઈ શકો છો.
ડોમેન નામ પસંદ કરતી વખતે, તમે નીચે આપેલી માર્ગદર્શિકાઓ ધ્યાનમાં લઈ શકો છો:
- ડોમેન નાનું રાખો, આદર્શ રીતે 15 અક્ષરથી ઓછું રાખો
- હાઇફન (-) અને સંખ્યાઓ ટાળો, જે મૂંઝવણ અથવા ટાઇપ કરવામાં ભૂલો ઊભી કરી શકે છે
- ખાતરી કરો કે તમારા લક્ષિત બજારોની સંસ્કૃતિમાં તમારા ડોમેનનો કોઈ નકારાત્મક અર્થ થતો ન હોય
- ખાતરી કરો કે ડોમેન હાલના કોઈપણ ટ્રેડમાર્ક સાથે વિરોધાભાસ કરતું નથી
તમે ડોમેન રજિસ્ટર કરો તે પહેલાં
સમસ્યાઓ ટાળવા માટે ડોમેન ખરીદતા પહેલાં, નીચે આપેલા ચેક પૂર્ણ કરો:
- ડોમેનનો ઇતિહાસ તપાસો: અગાઉના માલિકો અને સમાપ્તિની તારીખો સહિત ડોમેન રજિસ્ટ્રેશનનો ઇતિહાસ રિવ્યૂ કરવા માટે WHOIS નો ઉપયોગ કરો
- ટ્રેડમાર્કના વિરોધાભાસ માટે તપાસો: ખાતરી કરો કે ડોમેન નામ તમારા લક્ષિત બજારોમાંના હાલના કોઈપણ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરતું નથી
- ખાતરી કરો કે ડોમેન સર્ચ એન્જિનની બ્લૉક સૂચિમાં નથી: સર્ચ એન્જિનોએ અગાઉ આ ડોમેનને પેનલ્ટી આપી હોય શકે, જેનાથી તમારા સ્ટોરની દૃશ્યતા પર અસર પડી શકે છે
- તમારું ડોમેન જાતે જ રજિસ્ટર કરો: સંપૂર્ણ માલિકી અને નિયંત્રણ જાળવવા માટે હંમેશા તમારા પોતાના એકાઉન્ટનો ઉપયોગ કરીને કોઈ માન્ય રજિસ્ટ્રાર દ્વારા ડોમેનને રજિસ્ટર કરો
ડોમેન રજિસ્ટ્રેશનના વિકલ્પો
તમે આંતરરાષ્ટ્રીય અથવા ચીનના સ્થાનિક રજિસ્ટ્રાર દ્વારા ડોમેનને રજિસ્ટર કરી શકો છો.
આંતરરાષ્ટ્રીય રજિસ્ટ્રાર
આંતરરાષ્ટ્રીય રજિસ્ટ્રારમાં Namecheap, GoDaddy, અને Google Domains નો સમાવેશ થાય છે. આ રજિસ્ટ્રાર ડોમેન પ્રત્યયોની વિશાળ પસંદગી અને ડોમેન મેનેજમેન્ટ માટે સ્થાયી પ્લૅટફૉર્મ ઑફર કરે છે.
ચીનના સ્થાનિક રજિસ્ટ્રાર
Alibaba Cloud અને Tencent Cloud જેવા ચીનના સ્થાનિક રજિસ્ટ્રાર Alipay અને WeChat Pay સહિતની સ્થાનિક ચુકવણી પદ્ધતિઓનો સપોર્ટ આપે છે અને ચાઈનીઝ ભાષાના ઇન્ટરફેસ પ્રદાન કરે છે.
તમારા ડોમેનને Shopify સાથે કનેક્ટ કરવું
તમે ડોમેન રજિસ્ટર કરી લો તે પછી, ઑટોમૅટિક કનેક્શન પ્રવાહનો ઉપયોગ કરીને અથવા DNS રેકોર્ડને મૅન્યુઅલી કન્ફિગર કરીને તેને તમારા Shopify સ્ટોર સાથે કનેક્ટ કરો.
ઑટોમૅટિક કનેક્શન
સપોર્ટેડ ડોમેન પ્રદાતાઓ માટે, Shopify તમારા DNS સેટિંગ્સને ઑટોમૅટિક રીતે કન્ફિગર કરી શકે છે. જ્યારે આ વિકલ્પ ઉપલબ્ધ હોય, ત્યારે તે સૌથી સરળ છે. ડોમેનને ઑટોમૅટિક રીતે કનેક્ટ કરવા વિશે વધુ જાણો.
મૅન્યુઅલ કનેક્શન
જો ઑટોમૅટિક કનેક્શન ઉપલબ્ધ ન હોય, તો તમારા DNS રેકોર્ડને મૅન્યુઅલી અપડેટ કરો. તમારા A રેકોર્ડને 23.227.38.65 પર અને www માટે તમારા CNAME રેકોર્ડને shops.myshopify.com પર પૉઇન્ટ કરો. ડોમેનને મૅન્યુઅલી કનેક્ટ કરવા વિશે વધુ જાણો. વધારાના સબડોમેન સેટઅપ કરવા માટે, સબડોમેન ઉમેરવા જુઓ.
જો તમે Alibaba Cloud પાસેથી તમારું ડોમેન ખરીદ્યું હોય, તો Shopify સાથે Alibaba Cloud ડોમેનને કનેક્ટ કરવા માટેના વિશિષ્ટ પગલાં અનુસરો.
કનેક્ટ કર્યા પછી, તમારા કસ્ટમ ડોમેનને પ્રાથમિક ડોમેન તરીકે સેટ કરો, અને પછી DNS પ્રોપેગેશન માટે 24-72 કલાકનો સમય આપો. જો તમને સમસ્યાઓ આવે, તો ડોમેનની સમસ્યાઓનું મુશ્કેલીનિવારણ જુઓ. કનેક્શનના વિગતવાર પગલાં માટે, સ્ટોર સેટઅપની ચેકલિસ્ટ નો સંદર્ભ લો.
થીમ સેટઅપ અને ફૉન્ટની વિચારણાઓ
તમારી થીમ નક્કી કરે છે કે તમારો સ્ટોર કેવો દેખાય છે અને કાર્ય કરે છે. ચીનમાંથી સંચાલન કરતી વખતે, તમારી થીમ અલગ-અલગ પ્રદેશોમાંના ગ્રાહકો માટે કેવું પ્રદર્શન કરે છે તે ધ્યાનમાં લો.
Google Fonts બ્લૉકિંગને સમજવું
ચીનમાં ફાયરવૉલ ઘણીવાર Google Fonts ની વિનંતીઓને બ્લૉક કરે છે, જે તમારા સ્ટોરફ્રન્ટ માટે પેજ ધીમા લોડ થવાનું, ફૉન્ટ દેખાવાની સમસ્યાઓ અથવા ટાઇમઆઉટનું કારણ બની શકે છે. Google Fonts, Google ના CDN (કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક) માંથી આપવામાં આવે છે, જે મોટાભાગે મેઇનલેન્ડ ચીનમાં એક્સેસ કરી શકાતું નથી. આની અસર તમે જ્યારે તમારો સ્ટોર મેનેજ કરતા હો ત્યારે તમારા પર અને ગ્રાહકો જ્યારે બ્રાઉઝિંગ કરતા હોય ત્યારે તેમના પર, બંને પર પડે છે.
ફૉન્ટના ભલામણ કરેલ વિકલ્પો
ફૉન્ટ લોડ થવાની સમસ્યાઓને ટાળવા માટે, તમારી થીમમાં એવા ફૉન્ટનો ઉપયોગ કરવાનું કન્ફિગર કરો જે નીચેના ફૉન્ટ્સ જેવી બાહ્ય સેવાઓ પર આધાર રાખતા નથી:
- વેબ-સેફ ફૉન્ટ: મોટાભાગના ઉપકરણો પર પહેલેથી ઇન્સ્ટૉલ કરેલા એવા ફૉન્ટ, જે બાહ્ય વિનંતીઓ વિના સ્થાનિક રીતે લોડ થાય છે. સામાન્ય વિકલ્પોમાં Arial, Helvetica, Georgia, અને Times New Roman નો સમાવેશ થાય છે. વેબ-સેફ ફૉન્ટ વિશે વધુ જાણો.
- Monotype ફૉન્ટ: નવીનતમ થીમ વર્ઝનમાં ફૉન્ટ પીકર દ્વારા ઉપલબ્ધ છે. આ ફૉન્ટ Shopify ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા હોસ્ટ કરવામાં આવે છે અને બ્લૉક થઈ શકતી બાહ્ય સેવાઓ પર નિર્ભર રહેતા નથી.
તમારા થીમ ફૉન્ટ બદલવા માટે, ઑનલાઇન સ્ટોર > થીમ એડિટ કરો > થીમ સેટિંગ્સ > ટાઇપોગ્રાફી પર જાઓ. વિગતવાર સેટઅપ પગલાં માટે, સ્ટોર સેટઅપ ચેકલિસ્ટ નો સંદર્ભ લો.
થીમ કસ્ટમાઇઝ કરવા વિશે વધુ જાણો. જો તમને ડિસ્પ્લે સંબંધી સમસ્યાઓનો અનુભવ થાય, તો થીમ મુશ્કેલીનિવારણ નો સંદર્ભ લો.
બહુવિધ ભાષાની વિચારણાઓ
જો તમે અલગ-અલગ ભાષાઓ બોલતા ગ્રાહકોને વેચાણ કરતા હો, તો તમારા સ્ટોરમાં અનુવાદો ઉમેરો. તમે Translate & Adapt ઍપ, થર્ડ-પાર્ટી અનુવાદ ઍપ અથવા CSV ફાઇલ સાથે મેન્યુઅલ અનુવાદ નો ઉપયોગ કરીને સામગ્રીનો અનુવાદ કરી શકો છો.
ચાઇનીઝ ભાષાના વેરિઅન્ટ પસંદ કરવા
ચાઇનીઝમાં બે પ્રાથમિક લેખિત વેરિઅન્ટ છે અને યોગ્યની પસંદગી તમારા લક્ષિત ગ્રાહકો પર આધારિત છે:
- ચાઇનીઝ (સરળ): મેઇનલૅન્ડ ચીન, સિંગાપોર અને મલેશિયામાં વપરાય છે. મેઇનલૅન્ડ ચીનના ગ્રાહકોને લક્ષ્ય બનાવતા ક્રોસ-બોર્ડર વિક્રેતાઓ માટે આ સ્ટાન્ડર્ડ છે.
- ચાઇનીઝ (પરંપરાગત): હોંગકોંગ SAR, તાઇવાન અને મકાઉમાં વપરાય છે. જો તમારા પ્રાથમિક ગ્રાહકો આ પ્રદેશોમાં હોય તો આ વેરિઅન્ટનો ઉપયોગ કરો.
આ Shopify માં અલગ ભાષાના વિકલ્પો છે, તેથી તમારા લક્ષિત બજાર સાથે મેળ ખાતો હોય તે વેરિઅન્ટ પસંદ કરો. જો તમે બંને પ્રદેશોના ગ્રાહકોને વેચાણ કરતા હો, તો તમે બંને વેરિઅન્ટ ઉમેરી શકો છો.
અનુવાદના વિકલ્પો
તમારી જરૂરિયાતોને સૌથી વધુ અનુકૂળ હોય તેવી અનુવાદ પદ્ધતિ પસંદ કરો. અનુવાદો માટે નીચેના વિકલ્પોની સમીક્ષા કરો:
| પદ્ધતિ | આના માટે શ્રેષ્ઠ | મુખ્ય સુવિધાઓ |
|---|---|---|
| Translate & Adapt ઍપ | અનુવાદથી શરૂઆત કરતા મોટાભાગના વેપારીઓ | મફત, સ્વતઃ અનુવાદ, બજાર-વિશિષ્ટ અનુકૂલનો |
| થર્ડ-પાર્ટી અનુવાદ ઍપ | ઍડવાન્સ અનુવાદ જરૂરિયાતો અથવા સમર્થિત ન હોય તેવી ભાષાઓ | વ્યાવસાયિક અનુવાદ સેવાઓ, વ્યાપક ભાષા સપોર્ટ |
| મેન્યુઅલ CSV આયાત | જથ્થાબંધ અનુવાદો અથવા વ્યાવસાયિક અનુવાદકના વર્કફ્લો | સંપૂર્ણ નિયંત્રણ, બાહ્ય અનુવાદકો સાથે કામ કરે છે |
Translate & Adapt ઍપ
Translate & Adapt ઍપ એ Shopify નું મફત અનુવાદ ટૂલ છે. તે ઑટો-ટ્રાન્સલેશનને સપોર્ટ કરે છે અને તમને વિશિષ્ટ બજારો માટે સામગ્રીને કસ્ટમાઇઝ કરવા દે છે.
ધ્યાનમાં લેવા જેવી મર્યાદાઓ:
Translate & Adapt ઍપમાં નીચે મુજબની મર્યાદાઓ છે જે તમારા અનુવાદ વર્કફ્લોને અસર કરી શકે છે:
- અનુવાદ ન થઈ શકે તેવી સામગ્રી: કલેક્શન ફિલ્ટર, Shopify Forms ની સામગ્રી, મેન્યુઅલ ચુકવણી પદ્ધતિની સૂચનાઓ, પ્રોડક્ટ ઇમેજ અને ટૅગ્સનો આ ઍપ વડે અનુવાદ કરી શકાતો નથી.
- સમર્થિત ન હોય તેવી ભાષાઓ: બંગાળી, ટાગાલોગ (ફિલિપિનો) અને અન્ય કેટલીક ભાષાઓ ઑટો-ટ્રાન્સલેશન માટે સમર્થિત નથી. સમર્થિત ન હોય તેવી ભાષાઓની સંપૂર્ણ સૂચિ ની સમીક્ષા કરો.
- URL મર્યાદાઓ: URL હૅન્ડલ્સનો અનુવાદ કરી શકાય છે (જેમ કે
/products/shoesથી/products/zapatos), પરંતુ પાથમાંના શબ્દ "products" નો અનુવાદ કરી શકાતો નથી. - થર્ડ-પાર્ટી ઍપની સામગ્રી: જ્યાં સુધી ઍપ Shopify ના Translations API નો ઉપયોગ ન કરે ત્યાં સુધી થર્ડ-પાર્ટી ઍપની સામગ્રી અનુવાદ કરી શકાય તેવી ન હોઈ શકે.
- ઑટો-ટ્રાન્સલેટ 2 ભાષાઓ સુધી મર્યાદિત: તમે ઑટો-ટ્રાન્સલેટ સુવિધાનો ઉપયોગ કરીને માત્ર 2 ભાષાઓ સુધી જ અનુવાદ કરી શકો છો.
જો આ મર્યાદાઓ તમારા સ્ટોરને અસર કરે છે, તો તેના બદલે થર્ડ-પાર્ટી અનુવાદ ઍપ નો ઉપયોગ કરવાનું વિચારો.
થર્ડ-પાર્ટી અનુવાદ ઍપ
થર્ડ-પાર્ટી અનુવાદ ઍપ્સ Translate & Adapt ઍપ ઉપરાંત વધારાની સુવિધાઓ અને ભાષા સપોર્ટ પ્રદાન કરે છે. આ ઍપ્સ Translations API સાથે સુસંગત છે, તેથી તેની સાથે બનાવેલ સામગ્રી થર્ડ-પાર્ટી ઍપ અને Translate & Adapt ઍપ બંનેમાં દેખાય છે. દરેક થર્ડ-પાર્ટી ઍપ અલગ હોય છે અને તેમાં અલગ-અલગ મર્યાદાઓ હોઈ શકે છે. તે તમારી જરૂરિયાતોને અનુકૂળ છે તેની ખાતરી કરવા માટે ઍપની સુવિધાઓની સમીક્ષા કરો.
જો તમને નીચેની સુવિધાઓની જરૂર હોય, તો તમે થર્ડ-પાર્ટી ઍપને ધ્યાનમાં લઈ શકો છો:
- વ્યાવસાયિક માનવ અનુવાદ સેવાઓ
- Translate & Adapt માં ઉપલબ્ધ ન હોય તેવી ભાષાઓ માટે સપોર્ટ
- ઍડવાન્સ અનુવાદ વ્યવસ્થાપનની સુવિધાઓ
- ટ્રાન્સલેશન મેમરી અથવા ગ્લોસરી ટૂલ્સ સાથે ઇન્ટિગ્રેશન
- 2 કરતાં વધુ ભાષાઓને સ્વતઃ અનુવાદ કરવા માટે સપોર્ટ
CSV ફાઇલો સાથે મેન્યુઅલ અનુવાદ
તમે તમારા સ્ટોરની સામગ્રીની CSV ફાઇલમાં નિકાસ કરી શકો છો, તેનો બાહ્ય રીતે અનુવાદ કરી શકો છો અને અનુવાદોને પાછા Shopify માં આયાત કરી શકો છો. જો તમે વ્યાવસાયિક અનુવાદકો સાથે કામ કરો છો અથવા સામગ્રીનો જથ્થાબંધ અનુવાદ કરવાની જરૂર હોય તો આ પદ્ધતિ ઉપયોગી છે. CSV ફાઇલો સાથે મેન્યુઅલ અનુવાદ વિશે વધુ જાણો.
CSV અનુવાદની મર્યાદાઓ
- તમારે જાતે જ અનુવાદ પ્રદાન કરવો આવશ્યક છે અથવા અનુવાદકનો ઉપયોગ કરવો પડશે. અનુવાદો ઑટોમૅટિક રીતે જનરેટ થતા નથી.
- સંસાધન ટૅગ્સ, જેમ કે પ્રોડક્ટ ટૅગ્સ, લેખના ટૅગ્સ અને બ્લોગ ટૅગ્સનો અનુવાદ કરી શકાતો નથી.
- જો તમે કોઈ પ્રોડક્ટનું હૅન્ડલ બદલો છો, તો તે પ્રોડક્ટ માટેના URL રીડાયરેક્ટ ભાષા-વિશિષ્ટ URL માટે સપોર્ટેડ રહેશે નહીં.
- જ્યારે ગ્રાહકો તમારી સાઇટ અન્ય ભાષામાં જુએ છે ત્યારે પણ પ્રોડક્ટ URL જે ભાષામાં બનાવવામાં આવ્યા હતા તે જ ભાષામાં રહે છે.
તમારા સ્ટોરનો અનુવાદ કરવા વિશે વધુ જાણો.