જર્મનીમાં કર અનુપાલન

જર્મનીમાં GoBD અને KassenSichV જેવા કરવેરાના નિયમોનું પાલન કરવામાં તમારી મદદ માટે, તમે Shopify App Store ની ઍપનો ઉપયોગ કરી શકો છો.

આ પેજ પર

GoBD

જર્મનીમાં, GoBD એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પુસ્તકો, રેકોર્ડ્સ અને દસ્તાવેજોના યોગ્ય સંચાલન અને સ્ટોરેજ માટે, તેમજ ડેટા ઍક્સેસ માટેના સિદ્ધાંતોનો સમૂહ છે. GoBD, ઇલેક્ટ્રોનિક હોય કે કાગળ સ્વરૂપમાં, બુકકીપિંગ અને કર-સંબંધિત ડેટા પર જર્મન કર સત્તાવાળાઓ મૂકે છે તે તમામ આવશ્યકતાઓનું નિયમન કરે છે. કરવેરાના ઑડિટ દરમિયાન જર્મન કર સત્તાવાળાઓ ઇલેક્ટ્રોનિક ડેટાને કેવી રીતે ઍક્સેસ કરી શકે છે, તેના માટેની માર્ગદર્શિકા પણ GoBD નક્કી કરે છે. કરવેરા ઑફિસ માટે તમારે કયો ડેટા રાખવો જરૂરી છે તે જાણવામાં GoBD તમને મદદ કરે છે અને ટૅક્સ ઑડિટના ભાગરૂપે ઑડિટરને શું કરવાની છૂટ છે તેની રૂપરેખા આપે છે.

GoBD નું પાલન કરવામાં તમને મદદ કરવા માટે, તમે Data Exporter ઍપ નો ઉપયોગ કરી શકો છો.

TSE અનુપાલન

1 એપ્રિલ 2021 થી, તમામ જર્મન રિટેલ વેપારીઓએ જર્મનીમાં નવા KassenSichV નિયમનનું પાલન કરવું આવશ્યક છે. આ નિયમન જર્મનીના એવા તમામ વેપારીઓને અસર કરે છે, જેઓ રૂબરૂ વેચાણ કરે છે અને જેમની પાસે રોકડ ચુકવણીઓ સ્વીકારતું ડિજિટલ કૅશ રજિસ્ટર છે. આ નિયમન હેઠળ, ઑડિટિંગ હેતુઓ માટે વેપારીઓએ ઇલેક્ટ્રોનિક કૅશ રજિસ્ટરને ટેકનિકલ સિક્યોરિટી સિસ્ટમ (TSE) સાથે કનેક્ટ કરવા આવશ્યક છે.

TSE નિયમનનું પાલન કરવામાં મદદ માટે, તમે Shopify App Store માંથી TSE (KassenSichV) ઍપ નો ઉપયોગ કરી શકો છો.