Shopify લૉન્ચ ચેક

Shopify લૉન્ચ ચેક તમારા સ્ટોરના સેટઅપને સ્કેન કરીને અને જ્યાં ધ્યાન આપવાની જરૂર છે તેવા ક્ષેત્રોને ઓળખીને, તમારા સ્ટોરને લૉન્ચ માટે તૈયાર કરવામાં તમારી મદદ કરે છે. ઍપ Shopify API નો ઉપયોગ કરીને તમારા સ્ટોરના ડેટા અને સેટિંગ્સની સમીક્ષા કરે છે અને દરેક ક્ષેત્ર માટે ઑટોમૅટિક આકારણી પ્રદાન કરે છે.

સંપૂર્ણ સ્ટોર ચેકમાં 2 મિનિટથી ઓછો સમય લાગે છે અને તે ધ્યાન આપવાની જરૂર હોય તેવા નીચેના ક્ષેત્રોને સ્કેન કરે છે:

  • સ્ટોર ડેટા
  • Shopify ઍડમિન સેટિંગ્સ
  • સ્ટોરફ્રન્ટ ઘટકો
  • B2B સેટઅપ
  • POS કન્ફિગરેશન

સ્ટાફ અને Shopify પાર્ટનર સાથે સહયોગ કરવો

આ ઍપ કદાચ સંવેદનશીલ સ્ટોર માહિતી પ્રદર્શિત કરી શકે છે, જેમ કે Shopify Payments કન્ફિગરેશન. તમે સંવેદનશીલ સ્ટોર માહિતી જોવા માટે જેમના પર વિશ્વાસ કરતા હો તેવા સ્ટાફના સભ્યો અથવા Shopify પાર્ટનરને જ Shopify લૉન્ચ ચેક માટે ઍપ પરવાનગીઓ આપો.

જો કોઈ કાર્યને તમારા Shopify ઍડમિનમાં ફેરફારો કરવાની જરૂર હોય, તો સ્ટાફના સભ્ય અથવા Shopify પાર્ટનરને Shopify લૉન્ચ ચેક ઍપના ઍક્સેસ ઉપરાંત કાર્યને અનુરૂપ પરવાનગીઓની જરૂર છે. ઉદાહરણ તરીકે, જો કાર્ય તમારા ઑનલાઇન સ્ટોર માટે હોય, તો તેમને ઑનલાઇન સ્ટોરની પરવાનગીઓની જરૂર છે. પરવાનગીઓ અને ભૂમિકાઓ વિશે વધુ જાણો.

લૉન્ચ ચેકનાં પરિણામો સમજવા

તમારા સ્ટોરના ડેટાનું વિશ્લેષણ કરવા અને લૉન્ચ વિશે ભલામણો પ્રદાન કરવા માટે Shopify લૉન્ચ ચેક AI નો ઉપયોગ કરે છે. તમારા સ્ટોરની સજ્જતાની પુષ્ટિ કરવા માટે લૉન્ચ કરતાં પહેલાં તમામ પરિણામોનો રિવ્યૂ કરો.

લૉન્ચ ચેકમાંના દરેક કાર્યને નીચેનામાંથી કોઈ એક મૂલ્યાંકન મળે છે:

  • તૈયાર છે: કાર્ય માટે મૂળભૂત જરૂરિયાતો પૂરી થઈ ગઈ છે. લૉન્ચ કરતાં પહેલાં બધું બરાબર છે તેની પુષ્ટિ કરવા માટે તારણોનો રિવ્યૂ કરો.
  • તૈયાર નથી: કેટલીક સમસ્યાઓ તમારા લૉન્ચને પ્રભાવિત કરી શકે છે. કાર્યના તારણોનો રિવ્યૂ કરો, કોઈ જરૂરી અપડેટ કરો અને પછી તૈયાર છે તરીકે માર્ક કરો.
  • સેટઅપની પુષ્ટિ કરો: ટેકનિકલ કન્ફિગરેશન સાચું છે. આ સેટઅપ તમારી બિઝનેસની જરૂરિયાતો મુજબનું છે તેની પુષ્ટિ કરવા માટે રિવ્યૂ કરો અને પછી કાર્યને તૈયાર છે તરીકે માર્ક કરો.
  • મેન્યુઅલી ચેક કરો: આ કાર્ય માટે મેન્યુઅલ રિવ્યૂની જરૂર છે કારણ કે તેને ઑટોમૅટિક રીતે વેરિફાઇ કરી શકાતું નથી. પ્રદાન કરેલા માર્ગદર્શનનો રિવ્યૂ કરો, કોઈ પણ જરૂરી ક્રિયાઓ પૂર્ણ કરો અને પછી કાર્યનું સ્ટેટસ અપડેટ કરો.

કાર્યની વિગતોનો રિવ્યૂ કરવો

દરેક કાર્ય માટે, તમે નીચેની માહિતીનો રિવ્યૂ કરી શકો છો:

  • મૂલ્યાંકન: એકંદર સ્ટેટસ (તૈયાર છે, તૈયાર નથી, સેટઅપની પુષ્ટિ કરો અથવા મેન્યુઅલી ચેક કરો).
  • વિગતવાર તારણો: ચેક દરમિયાન મળેલી ચોક્કસ માહિતી.
  • બિઝનેસ પર પ્રભાવનું મૂલ્યાંકન: આ સમસ્યા તમારા સ્ટોરના પ્રદર્શનને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે.
  • ભલામણો: કોઈ પણ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માર્ગદર્શન.
  • ઉપયોગી લિંક: સંબંધિત Shopify દસ્તાવેજીકરણની સીધી લિંક.

લૉન્ચ ચેક રન કરો

લૉન્ચ ચેક રન થવામાં અંદાજે 2 મિનિટ લાગે છે. તમે આ પેજ પરથી બીજે નેવિગેટ કરી શકો છો અને લૉન્ચ ચેક બૅકગ્રાઉન્ડમાં રન થાય છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > લૉન્ચ ચેક પર જાઓ.

  2. લૉન્ચ ચેક રન કરો અથવા નવું લૉન્ચ ચેક પર ક્લિક કરો.

  3. ડાયલૉગમાં, તમે નીચેની ક્રિયાઓ કરી શકો છો:

    • નામ ફીલ્ડમાં તમારા લૉન્ચ ચેક માટે કોઈ નામ દાખલ કરો.
    • બધા પસંદ કરો માટે ચેકબૉક્સ પર ક્લિક કરો અથવા તમે ફરીથી ચેક કરવા માગતા હો તેવા ચોક્કસ ક્ષેત્રોને પસંદ કરો.
  4. શરૂ કરો પર ક્લિક કરો. લૉન્ચ ચેક પૂર્ણ થવામાં અંદાજે 2 મિનિટ લાગે છે. જ્યારે પૂર્ણ થાય, ત્યારે કાર્યો સાથે પરિણામોનો સારાંશ પ્રદર્શિત થાય છે.

  5. તમે જે કાર્યોનો રિવ્યૂ કરવા માગતા હો તેને વિસ્તૃત કરવા માટે કોઈ ક્ષેત્ર પર ક્લિક કરો, જેમ કે સ્ટોરનો ડેટા.

  6. વિગતોનો રિવ્યૂ કરવા માટે કોઈ પણ કાર્ય પર View details આઇકન પર ક્લિક કરો. લૉન્ચ માટે તમારા સ્ટોરના સેટઅપને બહેતર બનાવવા માટે તમે કોઈ પણ ભલામણને અનુસરી શકો છો.

તમારા કાર્યનું સ્ટેટસ મેનેજ કરો

તમે કોઈ પણ કાર્યનું સ્ટેટસ મેન્યુઅલી અપડેટ કરી શકો છો. સેટઅપની પુષ્ટિ કરો અને મેન્યુઅલી ચેક કરો તરીકે માર્ક કરેલા કાર્યોને તમારો રિવ્યૂ પૂર્ણ કર્યા પછી મેન્યુઅલી અપડેટ કરવા જોઈએ.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > લૉન્ચ ચેક પર જાઓ.

  2. તમે અપડેટ કરવા માગતા હો તેવા કાર્ય સાથેના લૉન્ચ ચેક પર ક્લિક કરો.

  3. તમે જે કાર્યોનો રિવ્યૂ કરવા માગતા હો તેને વિસ્તૃત કરવા માટે કોઈ ક્ષેત્ર પર ક્લિક કરો, જેમ કે સ્ટોરનો ડેટા.

  4. તમે જે કાર્યને અપડેટ કરવા માગતા હો તેની બાજુમાં આપેલા Horizontal menu આઇકન પર ક્લિક કરો અને પછી નીચેનામાંથી કોઈ એક કરો:

    • જો કાર્ય લૉન્ચ માટે તૈયાર ન હોય, તો તૈયાર નથી તરીકે માર્ક કરો પર ક્લિક કરો.
    • જો કાર્ય લૉન્ચ માટે તૈયાર હોય, તો તૈયાર છે તરીકે માર્ક કરો પર ક્લિક કરો.
    • તમારી ક્રિયાને સમજાવતી નોંધ ઉમેરવા માટે, નોંધ ઉમેરો પર ક્લિક કરો અથવા નોંધને અપડેટ કરવા માટે નોંધ એડિટ કરો પર ક્લિક કરો અને પછી સાચવો પર ક્લિક કરો. નોંધ ડિલીટ કરવા માટે, નોંધ ડિલીટ કરો પર ક્લિક કરો.

લૉન્ચ ચેક ફરી રન કરો

લૉન્ચ ચેકનાં પરિણામોના આધારે તમારા સ્ટોરમાં ફેરફારો કર્યા પછી, તમારા સુધારાને વેરિફાઇ કરવા માટે તમે ફરીથી લૉન્ચ ચેક રન કરી શકો છો.

તમે મેન્યુઅલી અપડેટ કરેલા હોય એવા કોઈ પણ કાર્ય માટે (જેમ કે નોંધ ઉમેરવી કે સ્ટેટસમાં ફેરફારો કરવા), તમે તે અપડેટ્સને નવા લૉન્ચ ચેકમાં કૉપિ કરી શકો છો. જ્યારે તમે તમારા મેન્યુઅલ એડિટ્સને આગળ લઈ જાઓ, ત્યારે પણ તમે સંદર્ભ માટે નવા ચેકમાંથી કાર્યનું મૂળ મૂલ્યાંકન જોઈ શકો છો.

જે કોઈ કાર્યો મેન્યુઅલી એડિટ કરવામાં ન આવ્યા હોય તેનું મૂલ્યાંકન તમારા સ્ટોરની વર્તમાન સ્થિતિના આધારે ફરી કરવામાં આવે છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > લૉન્ચ ચેક પર જાઓ.

  2. તમે જે લૉન્ચ ચેકને ફરીથી રન કરવા માગતા હો તેના પર ક્લિક કરો.

  3. લૉન્ચ ચેકનાં પરિણામોના પેજ પરથી, વધુ ક્રિયાઓ > ફરી રન કરો પર ક્લિક કરો.

  4. ડાયલૉગમાં, તમે નીચેની ક્રિયાઓ કરી શકો છો:

    • મેન્યુઅલી એડિટ કરેલા તમામ કાર્યો અને નોંધોને કૉપિ કરો પસંદ કરવા માટે ચેકબૉક્સ પર ક્લિક કરો. જો તમે તેને પસંદ નહીં કરો, તો તમારી નોંધો અને મેન્યુઅલ એડિટ્સ તમારા નવા લૉન્ચ ચેકમાં ટ્રાન્સફર થશે નહીં, પરંતુ તમે તેને મૂળ ચેકમાં જોઈ શકો છો.
    • બધા પસંદ કરો માટે ચેકબૉક્સ પર ક્લિક કરો અથવા તમે ફરીથી ચેક કરવા માગતા હો તેવા ચોક્કસ ક્ષેત્રોને પસંદ કરો.
    • લૉન્ચ ચેકનું નામ અપડેટ કરો. ડિફૉલ્ટ રૂપે, મૂળ નામમાં (કૉપિ) ઉમેરવામાં આવે છે.
  5. શરૂ કરો પર ક્લિક કરો. લૉન્ચ ચેક પૂર્ણ થવામાં અંદાજે 2 મિનિટ લાગે છે. જ્યારે પૂર્ણ થાય, ત્યારે કાર્યો સાથે પરિણામોનો સારાંશ પ્રદર્શિત થાય છે.

  6. તમે જે કાર્યોનો રિવ્યૂ કરવા માગતા હો તેને વિસ્તૃત કરવા માટે કોઈ ક્ષેત્ર પર ક્લિક કરો, જેમ કે સ્ટોરનો ડેટા.

  7. વિગતોનો રિવ્યૂ કરવા માટે કોઈ પણ કાર્ય પર View details આઇકન પર ક્લિક કરો. લૉન્ચ માટે તમારા સ્ટોરના સેટઅપને બહેતર બનાવવા માટે તમે કોઈ પણ ભલામણને અનુસરી શકો છો.