ઓવરવ્યૂ

Shopify ની મુખ્ય સુવિધાઓ, વેચાણ કરવાની રીતો, પ્લૅટફૉર્મની વિશ્વસનીયતા અને અપટાઇમ, પ્રાઇસિંગ પ્લાન તેમજ ક્યાંથી સહાય મેળવવી તેના વિશે જાણો.

મુખ્ય સુવિધાઓ

તમને સેટઅપ કરવામાં અને Shopify સાથે તમારો બિઝનેસ ચલાવવામાં મદદ કરવા માટે વિવિધ પ્રકારના ટૂલ્સ ઉપલબ્ધ છે. તમે પસંદ કરો છો તે પ્રાઇસિંગ પ્લાનના આધારે, તમારી પ્રોડક્ટને ઑનલાઇન પ્રદર્શિત કરવા, ચુકવણીઓ પર પ્રક્રિયા કરવા અને તમારા સ્ટોરને તમારા માટે કામ કરે તેવો બનાવવા માટે તમને જરૂરી બધું મળી શકે છે. આમાં નીચેની સુવિધાઓ શામેલ છે:

  • તમને તમારો ઑનલાઇન સ્ટોર બનાવવા અને ડિઝાઇન કરવાની મંજૂરી આપવા માટે Shopify Theme Storeમાંથી મફત અને પેઇડ થીમ્સ.
  • તમારા સ્ટોરની કાર્યક્ષમતાને વિસ્તૃત કરવા માટે Shopify App Storeમાંથી મફત અને પેઇડ ઍપ.
  • કાર્ડ દ્વારા ચુકવણીઓ સ્વીકારવા માટે Shopify ના પોતાના ચુકવણી પ્રદાતા.
  • Shopify ની સેલ્સ ચેનલ સાથે વૃદ્ધિની તકો અને તૃતીય-પક્ષની ટ્રાન્ઝેક્શન ફી ઘટાડવા માગતા હોય તેવા મોટા જથ્થામાં વેચાણ કરતા સ્ટોર માટે Plus પ્લાન.
  • એક Shopify બ્લોગ જેમાં તમારો સ્ટોર ચલાવવા અને તમારા ગ્રાહકો સાથે જોડાવા વિશેની માર્ગદર્શિકાઓ અને લેખો છે.
  • દુનિયાભરના પાર્ટનર્સ જે તમને તમારો સ્ટોર સેટ અપ, ડિઝાઇન અને તેનું માર્કેટિંગ કરવામાં મદદ કરી શકે છે.
  • તમારો સ્ટોર ગમે તે Shopify પ્લાન પર હોય, તોપણ તમારા પ્રશ્નોના જવાબો આપવા માટે 24/7 ઉપલબ્ધ એક સમર્પિત સપોર્ટ ટીમ.

વેચાણ કરવાની રીતો

તમે Shopify વડે ઘણી સેલ્સ ચેનલનો ઉપયોગ કરીને અલગ-અલગ રીતોથી પ્રોડક્ટ્સ વેચી શકો છો. જોકે તમે માત્ર એક જ રીત પસંદ કરવા માટે મર્યાદિત નથી, તમારી વ્યવસાય જરૂરિયાતોનો ખ્યાલ હોવો મહત્ત્વપૂર્ણ છે, જેથી તમે તમારા માટે યોગ્ય હોય એવો પ્રાઇસિંગ પ્લાન પસંદ કરી શકો.

Shopify POS વડે રૂબરૂ વેચાણ

જો તમે રૂબરૂ તમારી પ્રોડક્ટ્સ વેચવા માંગતા હો, તો તમે Shopify POS ઍપનો ઉપયોગ કરી શકો છો.

Shopify POS વડે તમે રિટેલ સ્ટોરમાં અને મેળાઓ, પૉપ-અપ્સ અને બજારો જેવાં મોબાઇલ સ્થાનો પર વેચાણ પ્રક્રિયા કરી શકો છો. રૂબરૂ વેચાણ શરૂ કરવા વિશે વધુ જાણો.

જો તમારી પાસે Shopify એકાઉન્ટ ન હોય, તો તમે Shopify POS ઍપમાં એકાઉન્ટ બનાવી શકો છો.

Shopify POS હાર્ડવેર ઇન્ટિગ્રેશન

રૂબરૂ વેચાણ સેટ કરવા માટે, તમારે તમારા વ્યવસાય માટે યોગ્ય નીચે મુજબના સપોર્ટેડ હાર્ડવેર પ્રકારનો ઉપયોગ કરવાની જરૂર પડશે:

  • NFC-ઍક્ટિવેટેડ iOS/Android ઉપકરણ (વર્ઝન 15+/10.0+)
  • Shopify-સપોર્ટેડ કાર્ડ રીડર અથવા તૃતીય-પક્ષ કાર્ડ રીડર
  • વૈકલ્પિક: બારકોડ સ્કેનર અને રસીદ પ્રિન્ટર

Shopifyના ઑનલાઇન સ્ટોર વડે વેચાણ કરવું

જો તમે ઑનલાઇન વેચાણ કરવા માંગતા હો, તો તમે Shopify ઑનલાઇન સ્ટોર માટે સાઇન અપ કરી શકો છો. તમે Shopify ઍડમિનમાં તમારી બધી પ્રોડક્ટ્સ સેટ અપ કરી શકશો અને ત્યારપછી તમારા ગ્રાહકો મુલાકાત લઈ શકે એવી એક વેબસાઇટ મેળવી શકશો.

Shopifyના ઑનલાઇન સ્ટોર સાથે શરૂઆત કરવા વિશે વધુ જાણો.

Shopifyની અન્ય ઑનલાઇન ચેનલ પર વેચાણ કરવું

જો તમે સોશિયલ મીડિયા પર વેચાણ કરવા માંગતા હો, તો તમે ઉપલબ્ધ ઑનલાઇન સેલ્સ ચેનલનો ઉપયોગ કરીને આમ કરી શકો છો.

તમે એક જ સમયે Shopify ઑનલાઇન સ્ટોર રાખી શકો છો અને અન્ય એક કે તેથી વધુ ઑનલાઇન સેલ્સ ચેનલ પર વેચાણ પણ કરી શકો છો.

Shopify અપટાઇમ

જ્યારે તમારા ગ્રાહકો ખરીદી કરવા માંગતા હોય, ત્યારે તમારો વ્યવસાય ઉપલબ્ધ રહે એ સુનિશ્ચિત કરવા માટે Shopifyએ પાછલા 90 દિવસો માટે બધા ભૌગોલિક પ્રદેશોમાં બધી મુખ્ય Shopify સેવાઓ માટે ગણતરી કરીને પ્લેટફોર્મ તરીકે 99.9% અપટાઇમ જાળવી રાખ્યો છે.

ઑપરેટિંગ સિસ્ટમની વિશ્વસનીયતાને માપવા માટેની એક રીત એટલે અપટાઇમ. આમાં ઑનલાઇન સ્ટોરફ્રન્ટ્સ, ચેકઆઉટ, Shopify POS, Shop Pay, Shopify Payments અને પોતે Shopify શામેલ છે. Shopifyની અપટાઇમ ગણતરીમાં નીચે મુજબના કારણોસર થયેલા ડાઉનટાઇમનો સમાવેશ થતો નથી:

  • તૃતીય-પક્ષ સેવાઓ બંધ થવી
  • થીમ કસ્ટમાઇઝેશનને કારણે આવતી ભૂલો
  • સાર્વજનિક અથવા કસ્ટમ ઍપને કારણે આવતી ભૂલો
  • આયોજિત ડાઉનટાઇમ અથવા મેઇન્ટેનન્સ
  • Shopifyના નિયંત્રણની બહારની મોટી અથવા કુદરતી આપત્તિઓ

Shopify સ્ટેટસ પેજનો ઉપયોગ કરીને Shopifyનું રિયલ-ટાઇમ સ્ટેટસ ચેક કરો.

પ્રાઇસિંગ પ્લાન

તમે જે પ્રકારનો વ્યવસાય ચલાવી રહ્યા છો અને તમે જે રીતે વેચાણ કરવા માંગતા હો, તેના આધારે તમારી જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે. આ કારણોસર, એવા ઘણા સબ્સ્ક્રિપ્શન પ્લાન છે જેમાં અલગ-અલગ માસિક ફી, ટ્રાન્ઝેક્શન ફી અને તમારી પસંદગી માટે સ્ટોર સુવિધાઓ છે.

Shopifyના પ્રાઇસિંગ પ્લાન પર એક નજર નાખો.

મદદ માટે ક્યાં જવું

Shopifyમાંથી સૌથી વધુ લાભ કઈ રીતે લેવો તે વિશે વધુ જાણવા માટે, તમે નીચે મુજબના સંસાધનો બ્રાઉઝ કરી શકો છો:

Shopify પાર્ટનરને કામે રાખો

તમારો સ્ટોર લૉન્ચ કરવામાં, ડિઝાઇન કરવામાં અને માર્કેટિંગ કરવામાં વ્યાવસાયિક મદદ મેળવવા માટે તમે Shopify પાર્ટનરને કામે રાખી શકો છો. તમે 800+ Shopify પાર્ટનર્સમાંથી યોગ્ય વિકલ્પ શોધવા માટે સેવાઓ બ્રાઉઝ કરી શકો છો.

Support Inbox

Support Inbox એવું સ્થાન છે જ્યાં તમે Shopify સપોર્ટ સાથે કરેલી કોઈપણ વાતચીત શોધી અને મેનેજ કરી શકો છો.

જો તમે તમારા Shopify એકાઉન્ટ વડે Shopify હેલ્પ સેન્ટરમાં લૉગ ઇન કરેલું હોય, તો તમે તમારી સપોર્ટ ટિકિટનું સ્ટેટસ તેમજ Shopify સપોર્ટ તરફથી રિપ્લાય મળવાનો અંદાજિત સમય જોઈ શકો છો.

જો તમે અગાઉ Shopify સપોર્ટનો સંપર્ક કર્યો હોય, તો તમારી વાતચીતોનું લિસ્ટ દેખાય છે. જો તમે અગાઉ Shopify સપોર્ટનો સંપર્ક ન કર્યો હોય, તો Welcome to Support Inbox મેસેજ દેખાય છે.

પગલાં:

ડેસ્કટૉપ
  1. Shopify હેલ્પ સેન્ટર પર તમારા Shopify એકાઉન્ટમાં લૉગ ઇન કરવા માટે લૉગ ઇન પર ક્લિક કરો અને પછી પ્રૉમ્પ્ટ્સને અનુસરો.
  2. તમારા લૉગ ઇન કર્યા પછી, તમારા એકાઉન્ટ પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો અને પછી Support Inbox પર ક્લિક કરો.
મોબાઇલ
  1. Shopify હેલ્પ સેન્ટર પર તમારા Shopify એકાઉન્ટમાં લૉગ ઇન કરવા માટે, ☰ > લૉગ ઇન પર ટૅપ કરો અને પછી પ્રૉમ્પ્ટ્સને અનુસરો.
  2. તમારા લૉગ ઇન કર્યા પછી ☰ બટન પર ટૅપ કરો, તમારા એકાઉન્ટના નામ અથવા એકાઉન્ટ પ્રોફાઇલ આઇકન પર ટૅપ કરો અને પછી Support Inbox પર ટૅપ કરો.