Shopify Plus પ્લાન લૉન્ચ ચેકલિસ્ટ
આ ચેકલિસ્ટ Shopify Plus પર લૉન્ચ કરતી વખતના મહત્વપૂર્ણ માઇલસ્ટોન માટે માર્ગદર્શન અને સંસાધનો ઑફર કરે છે. દરેક વિષયમાં અતિરિક્ત સંદર્ભ અને સંસાધનની લિંક શામેલ હોય છે. તમે આ ચેકલિસ્ટ પ્રિન્ટ કરી શકો છો અથવા તેને PDF તરીકે ડાઉનલોડ કરી શકો છો જેથી સંપૂર્ણ સેટઅપ પ્રક્રિયા દરમિયાન તમે તેનો સંદર્ભ લઈ શકો.
જો તમને મદદ જોઈતી હોય, તો Shopify Plus સપોર્ટનો સંપર્ક કરો.
આ પેજ પર
- શરૂઆત કરવી
- તમારો ડેટા માઇગ્રેટ કરવો
- સામગ્રી બનાવવી અને અપલોડ કરવી
- ડેટા વ્યવસ્થિત કરવો
- તમારા Shopify ઍડમિન સેટિંગ્સને કન્ફિગર કરવાં
- તમારો ઑનલાઇન સ્ટોર સેટ કરવો
- Shopify દ્વારા સમર્થિત ઍપ અને ઇન્ટિગ્રેશન્સ
- થર્ડ-પાર્ટી ઍપ અને ઇન્ટિગ્રેશન્સ
- આંતરરાષ્ટ્રીય વેચાણ ટૂલ્સ સેટ કરવાં
- સબ્સ્ક્રિપ્શન સેટ કરવાં
- Shopify B2B સેટ કરવું
- તમારો સ્ટોર લૉન્ચ કરવાની તૈયારી કરવી
- તમારો ઑનલાઇન સ્ટોર લૉન્ચ કરવો
- તમારો ઑનલાઇન સ્ટોર લૉન્ચ કર્યા પછી
શરૂઆત કરવી
તમારા Shopify ઍડમિનથી પરિચિત થાઓ અને તમારા સ્ટોરમાં સ્ટાફ ઉમેરો.
તમારો ડેટા માઇગ્રેટ કરવો
તમારો ડેટા માઇગ્રેટ કરતા પહેલાં, ડેટા માઇગ્રેશન ડૉક્યુમેન્ટેશનનો રિવ્યૂ કરો. તમે તમારો ડેટા માઇગ્રેટ કરવા માટે નીચેના વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો:
| માઇગ્રેશનનો વિકલ્પ | વર્ણન |
|---|---|
| CSV ઇમ્પોર્ટ | સીધા તમારા Shopify ઍડમિનમાંથી CSV ફાઇલનો ઉપયોગ કરીને પ્રોડક્ટ્સ અને ગ્રાહકોને ઇમ્પોર્ટ કરો. આ વિકલ્પ વધુ સરળ પ્રોડક્ટ કૅટેલોગ અને નાના ગ્રાહક લિસ્ટ માટે શ્રેષ્ઠ રીતે કામ કરે છે. |
| થર્ડ-પાર્ટી માઇગ્રેશન ઍપ | CSV ઇમ્પોર્ટ સાથે ફીલ્ડ મૅપિંગની અટકળોને દૂર કરવા માટે તમારો ડેટા માઇગ્રેટ કરવા થર્ડ-પાર્ટી ડેટા માઇગ્રેશન ઍપનો ઉપયોગ કરો. |
| માઇગ્રેશન સેવાઓ | થર્ડ-પાર્ટી માઇગ્રેશન સેવાઓનો ઉપયોગ કરો, જેમ કે LitExtension અને Cart2Cart, જે તમારા ડેટા માઇગ્રેશનને ઝડપી અને સરળ બનાવી શકે છે. Shopify Plus પાર્ટનર્સ ડિરેક્ટરી પર વધુ માઇગ્રેશન પાર્ટનર્સ વિશે જાણો. |
| કસ્ટમ ઇન્ટિગ્રેશન્સ | જો તમે Shopify પર તમારો Plus સ્ટોર લૉન્ચ કરવા માટે કોઈ એજન્સી અથવા ડેવલપર્સની ટીમ સાથે કામ કરી રહ્યા હો, તો Shopify API નો ઉપયોગ કરીને તમારું પોતાનું કસ્ટમ માઇગ્રેશન સોલ્યુશન બનાવવાનો વિચાર કરો. તમારા ડેવલપર્સ REST અથવા GraphQL API નો ઉપયોગ કરી શકે છે. |
તમે જે ક્રમમાં તમારા પ્રોડક્ટ, ગ્રાહક અને ઐતિહાસિક ઑર્ડર ડેટાને ઇમ્પોર્ટ કરો છો તે મહત્વપૂર્ણ છે. Shopify માં તમને તમારા ગ્રાહકોના ટ્રાન્ઝેક્શનના સંપૂર્ણ ઇતિહાસની ઍક્સેસ મળે તેની ખાતરી કરવા માટે, તમારે નીચે આપેલા માઇગ્રેશનના ક્રમને અનુસરવાની જરૂર છે. માઇગ્રેટ કરેલા ઑર્ડર પણ તેમની સંકળાયેલી પ્રોડક્ટ્સ અને ગ્રાહકો સાથે લિંક કરેલા હોય છે.
1. પ્રોડક્ટ્સને માઇગ્રેટ કરવી
તમારો પ્રોડક્ટ ડેટા માઇગ્રેટ કરવાથી તમારા તમામ પ્રોડક્ટ લિસ્ટિંગ, પ્રોડક્ટ વેરિઅન્ટ અને પ્રોડક્ટ કલેક્શન Shopify માં પૉપ્યુલેટ થાય છે. તમે તમારી પ્રોડક્ટ્સને ઇમ્પોર્ટ કરો તે પહેલાં, તમારા Shopify સ્ટોર માટે તમારાં કલેક્શન પ્લાન કરવાનો વિચાર કરો, જેથી માઇગ્રેશન દરમિયાન તમે તમારી પ્રોડક્ટ્સને સાચા કલેક્શનમાં અસાઇન કરી શકો.
- CSV ફાઇલનો ઉપયોગ કરીને પ્રોડક્ટ્સને માઇગ્રેટ કરો
- Product API નો ઉપયોગ કરીને પ્રોડક્ટ્સને માઇગ્રેટ કરો
માહિતીના ફીલ્ડ્સ કે જે ડિફૉલ્ટ પ્રોડક્ટ લિસ્ટિંગનો ભાગ નથી, જેમ કે સમાપ્તિ તારીખ, તેને મેટાફીલ્ડ્સનો ઉપયોગ કરીને પ્રોડક્ટમાં ઉમેરી શકાય છે.
2. ગ્રાહકોને માઇગ્રેટ કરવા
તમે તમારો ગ્રાહક ડેટા માઇગ્રેટ કરો તે પછી, તમારા બધા ગ્રાહક રેકોર્ડ તમારા Shopify ઍડમિનમાં ઉપલબ્ધ થાય છે. આમાં ગ્રાહકની સંપર્ક વિગતો, સરનામાં અને માર્કેટિંગની પસંદગીઓ જેવી માહિતી શામેલ હોય છે.
માહિતી કે જે ડિફૉલ્ટ ગ્રાહક પ્રોફાઇલનો ભાગ નથી, જેમ કે જન્મ તારીખ, તેને મેટાફીલ્ડ્સ અથવા ટૅગનો ઉપયોગ કરીને ગ્રાહક પ્રોફાઇલમાં ઉમેરી શકાય છે.
3. ઐતિહાસિક ઑર્ડરને માઇગ્રેટ કરવા
ઑર્ડર ડેટાને માઇગ્રેટ કરવાથી એ સુનિશ્ચિત થાય છે કે પ્રોડક્ટના વેચાણ અને ગ્રાહકના ખરીદીના ઇતિહાસ વિશેની માહિતી તમારા Shopify સ્ટોરમાં ટ્રાન્સફર થાય છે. ઓછામાં ઓછું, તમારા વ્યવસાયની રિટર્ન પૉલિસી વિન્ડોમાં આવતા તમામ ઐતિહાસિક ઑર્ડર માઇગ્રેટ કરો, જેથી ગ્રાહકો એવા કોઈપણ ઑર્ડર માટે તેમના ઑર્ડરના ઇતિહાસને ઍક્સેસ કરી શકે જે હજુ પણ રિટર્ન અથવા એક્સચેન્જ માટે ખુલ્લા હોય. જોકે, છેલ્લાં 2-5 વર્ષના ઑર્ડર ઇમ્પોર્ટ કરવાની ભલામણ કરવામાં આવે છે.
તમને તમારા સ્ટોર પર મૂકવામાં આવેલા દરેક નવા ઑર્ડર માટે નવા ઑર્ડર નોટિફિકેશન મળે છે. દરેક ઇમ્પોર્ટ કરેલા ઑર્ડર માટે નવા ઑર્ડર નોટિફિકેશન પણ ટ્રિગર થાય છે.
જો તમે તમારા સ્ટોરમાં મોટી સંખ્યામાં જૂના ઑર્ડર ઇમ્પોર્ટ કરી રહ્યાં છો અને દરેક ઇમ્પોર્ટ કરેલા ઑર્ડર માટે નોટિફિકેશન મેળવવાનું ટાળવા માગતા હો, તો તમે તમારા Shopify ઍડમિનમાં સેટિંગ > નોટિફિકેશન પરથી નવા ઑર્ડર નોટિફિકેશન નિષ્ક્રિય કરી શકો છો અથવા નોટિફિકેશનને અસ્થાયી રૂપે નિષ્ક્રિય કરવા માટે Shopify Plus સપોર્ટનો સંપર્ક કરી શકો છો. જો તમે તમારા ઑર્ડર ઇમ્પોર્ટ કરવા માટે થર્ડ-પાર્ટી ઍપનો ઉપયોગ કરી રહ્યાં છો, તો સૂચનાઓ માટે ઍપ ડેવલપરનો સંપર્ક કરો.
4. ગિફ્ટ કાર્ડ માઇગ્રેટ કરવા
જો તમે તમારા અગાઉના સ્ટોરમાં ઉપયોગમાં લઈ શકાય તેવા ગિફ્ટ કાર્ડને માઇગ્રેટ કરી રહ્યાં છો, તો તમારે તમારો Shopify સ્ટોર લૉન્ચ કરતા પહેલા તમારા ગિફ્ટ કાર્ડનો ડેટા Shopify પર માઇગ્રેટ કરવાની જરૂર છે. તમે Shopify માં ગિફ્ટ કાર્ડમાં ફેરફાર કરી શકતા નથી અથવા ડિલીટ કરી શકતા નથી, તેથી જો ગ્રાહક દ્વારા તમારા ગિફ્ટ કાર્ડ ડેટાને ઇમ્પોર્ટ કર્યા પછી તમારા અગાઉના સ્ટોર પર ગિફ્ટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, તો તમે Shopify માં તે ગિફ્ટ કાર્ડને અપડેટ કરી શકતા નથી.
તમે તમારા ગિફ્ટ કાર્ડ માઇગ્રેટ કરો તે પહેલાં, નીચેની બાબતોની સમીક્ષા કરો:
- ગિફ્ટ કાર્ડ નંબર એન્ક્રિપ્ટ કરેલા હોય છે. તમે ગિફ્ટ કાર્ડ બનાવો તે પછી, તમારા Shopify ઍડમિનમાં માત્ર છેલ્લા 4 અંકો પ્રદર્શિત થાય છે. જો તમારે ગિફ્ટ કાર્ડ નંબરોનો રેકોર્ડ રાખવાની જરૂર હોય, તો તમારે બાહ્ય ડેટાબેઝ જાળવવો જોઈએ.
- ગિફ્ટ કાર્ડને માત્ર નિષ્ક્રિય કરી શકાય છે અને ડિલીટ કરી શકાતા નથી. ભવિષ્યમાં સમાન ગિફ્ટ કાર્ડ નંબરનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી, ભલે તે નંબરવાળું મૂળ ગિફ્ટ કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવ્યું હોય.
- જો તમે ગ્રાહકના ઇમેઇલ ઍડ્રેસ અસાઇન કરેલા હોય તેવા વર્તમાન ગિફ્ટ કાર્ડ ઇમ્પોર્ટ કરી રહ્યાં છો, તો જ્યારે તમે તેમના ગિફ્ટ કાર્ડ ઇમ્પોર્ટ કરો ત્યારે ગ્રાહકોને નોટિફિકેશન પ્રાપ્ત થતા અટકાવવા માટે, તમે ગિફ્ટ કાર્ડ નોટિફિકેશન ઇમેઇલને અસ્થાયી રૂપે નિષ્ક્રિય કરવા Shopify Plus સપોર્ટનો સંપર્ક કરી શકો છો.
Shopify માં કોઈપણ વર્તમાન ગિફ્ટ કાર્ડને માઇગ્રેટ કરવા માટે તમે થર્ડ-પાર્ટી ગિફ્ટ કાર્ડ માઇગ્રેશન ઍપનો ઉપયોગ પણ કરી શકો છો.
5. B2B ડેટા માઇગ્રેટ કરવો
Shopify B2B એ સુવિધાઓનો સ્યુટ છે જે તમને થર્ડ-પાર્ટી ઍપ અથવા કામચલાઉ ઉકેલના ઉપયોગની આવશ્યકતા વિના ઑનલાઇન સ્ટોર દ્વારા બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) વેચાણ કરવા દે છે. જો તમે Shopify B2B નો ઉપયોગ કરવાનું વિચારી રહ્યાં છો, તો તમારી પાસે વધારાના ડેટા પ્રકારો હોઈ શકે છે જેને તમે માઇગ્રેટ કરવા માગતા હોય, જેમ કે કંપનીઓ અને કૅટેલૉગ.
તમે તમારા Shopify ઍડમિનમાં મેન્યુઅલી કંપનીઓ અને સ્થાનો બનાવી શકો છો અથવા Matrixify નામની થર્ડ-પાર્ટી ઍપનો ઉપયોગ કરીને તેમને બલ્કમાં ઇમ્પોર્ટ કરી શકો છો. તમે મેન્યુઅલી કૅટેલૉગ બનાવી શકો છો અથવા તમારા Shopify ઍડમિનમાં Shopify-ફોર્મેટ કરેલી CSV ફાઇલોનો ઉપયોગ કરીને તેમને બલ્કમાં ઇમ્પોર્ટ કરી શકો છો.
6. અન્ય ડેટા માઇગ્રેટ કરવો
તમારા વ્યવસાયની જરૂરિયાતોના આધારે અન્ય ડેટા હોઈ શકે છે જેને તમે માઇગ્રેટ કરવા માગો છો. માઇગ્રેશન કન્સલ્ટેશન વિશે પૂછપરછ કરવા માટે Shopify Plus સપોર્ટનો સંપર્ક કરો. તમે થર્ડ-પાર્ટી ડેટા માઇગ્રેશન ઍપનો ઉપયોગ કરીને તમારા ડિસ્કાઉન્ટ અને બ્લોગ માઇગ્રેટ કરી શકો છો.
સામગ્રી બનાવવી અને અપલોડ કરવી
પેજ અને બ્લૉગ પોસ્ટ જેવી સામગ્રી બનાવો અને તમારી ફાઇલો અને ઇમેજ અપલોડ કરો. તમારા Shopify સ્ટોરને કસ્ટમાઇઝ કરવા માટે મેટાફીલ્ડ અને મેટાઑબ્જેક્ટનો ઉપયોગ કરો.
પેજ
તમે તમારા ઑનલાઇન સ્ટોર માટે FAQ, અમારા વિશે અથવા અમારો સંપર્ક કરો જેવા પેજ બનાવી શકો છો. જો તમે Shopify Theme Store માંથી થીમનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે સુસંગત થીમનો ઉપયોગ કરી શકો છો જે તમને વિભાગો અને બ્લૉકનો ઉપયોગ કરીને તમારા પોતાના પેજ ટેમ્પ્લેટ બનાવવાની મંજૂરી આપે છે.
બ્લોગ
Shopify માં કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે, જેથી તમે તમારા ગ્રાહકો સાથે જોડાવા માટે દરેકના પોતાના બ્લૉગ પોસ્ટના સેટ સાથે અલગ અલગ બ્લોગ બનાવી શકો છો. Shopify માં એવી સુવિધાઓ પણ છે જે તમને તમારા વેબપેજ પર મેટા શીર્ષકો, વર્ણનો અને વધુનો સમાવેશ કરવાની મંજૂરી આપે છે. તમે અગાઉના બ્લોગ URL માંથી રીડાયરેક્ટ પણ સેટ કરી શકો છો.
ફાઇલો અને ઇમેજ અપલોડ કરો
ખાતરી કરો કે તમારું મીડિયા અને સામગ્રી ફાઇલની આવશ્યકતાઓને પૂર્ણ કરે છે.
મેટાફીલ્ડ
મેટાફીલ્ડ તમને Shopify ઍડમિનમાં ડિફૉલ્ટ રૂપે કૅપ્ચર ન થતી હોય તેવી વિશિષ્ટ માહિતી સાચવવા દઈને તમારા Shopify સ્ટોરની કાર્યક્ષમતા અને દેખાવને કસ્ટમાઇઝ કરવામાં મદદ કરે છે. તમે આંતરિક ટ્રેકિંગ માટે અથવા તમારા ઑનલાઇન સ્ટોર પર વિવિધ રીતે વિશિષ્ટ માહિતી પ્રદર્શિત કરવા માટે મેટાફીલ્ડનો ઉપયોગ કરી શકો છો.
મેટાઑબ્જેક્ટ્સ
મેટાઑબ્જેક્ટ્સ તમને તમારા સ્ટોર માટે વધારાની સ્ટ્રક્ચરવાળી માહિતી ઉમેરવા અને સ્ટોર કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, તમે પ્રોડક્ટ માટેની માહિતી સ્ટોર કરી શકો છો, જેમ કે સુવિધાઓ, સ્પષ્ટીકરણો અને માપના ચાર્ટ્સ.
નોટિફિકેશન
ડેટા વ્યવસ્થિત કરવો
ટૅગ્સનો ઉપયોગ કરીને તમારા ગ્રાહકો, પ્રોડક્ટ અને ઑર્ડરને વ્યવસ્થિત કરો. કલેક્શનનો ઉપયોગ કરીને તમારી પ્રોડક્ટને ગ્રુપ કરો અને મેટાફીલ્ડ્સનો ઉપયોગ કરીને શરતો સાથે કલેક્શન બનાવો.
કલેક્શન
ગ્રાહકો માટે પ્રોડક્ટને કૅટેગરી મુજબ શોધવામાં સરળતા રહે તે માટે તમે તમારી પ્રોડક્ટને કલેક્શનમાં ગ્રુપ કરી શકો છો. તમે ગ્રાહકો માટે તમારા ઑનલાઇન સ્ટોર પર બાહ્ય રીતે કલેક્શનને પ્રદર્શિત કરવાનું પસંદ કરી શકો છો અથવા તમારા અને તમારા સ્ટાફ માટે આંતરિક રીતે કલેક્શનનો ઉપયોગ કરી શકો છો, જેમ કે કરમુક્ત પ્રોડક્ટનું કલેક્શન બનાવવા માટે.
ગ્રાહક, પ્રોડક્ટ અને ઑર્ડરના ટૅગ્સ
ટૅગ્સનો ઉપયોગ કરતી વખતે ચોકસાઈ માટે, ખાતરી કરો કે તમે કેસ ફૉર્મેટિંગ અને સ્પેસિંગનો સુસંગત ઉપયોગ કરો છો, જેથી ભૂલથી વધારાના ટૅગ્સ બની ન જાય.
મેટાફીલ્ડ
તમે API અથવા ઍપનો ઉપયોગ કરીને સીધા જ તમારા Shopify ઍડમિનમાં મેટાફીલ્ડ ડેફિનેશન બનાવી અને તેમાં ફેરફાર કરી શકો છો.
તમારા Shopify ઍડમિન સેટિંગ્સને કન્ફિગર કરવા
તમારા સ્ટોરની સામાન્ય માહિતી સેટ કરો, સ્ટાફ ઉમેરો અને સ્ટોર સેટિંગ્સને કન્ફિગર કરો.
સામાન્ય
તમારા ઑનલાઇન સ્ટોરની સંપર્ક માહિતી, કાનૂની વ્યવસાયનું નામ અને સરનામું, સ્ટોર ચલણ અને વજનના ડિફૉલ્ટ એકમો સેટ કરો અથવા બદલો.
વપરાશકર્તાઓ અને પરવાનગીઓ
સ્ટાફ એકાઉન્ટ સેટ કરો અને કોઈપણ પાર્ટનર્સ માટે સહયોગીની પરવાનગીઓ પ્રદાન કરો.
ચુકવણીઓ
તમારા સ્ટોરમાં ચુકવણીઓ અને ચુકવણી પદ્ધતિઓ સેટ કરો. માત્ર સ્ટોર માલિક જ Shopify Payments સેટ કરી શકે છે.
જ્યારે તમે તમારો Shopify સ્ટોર સેટ કરો છો, ત્યારે તમે તમારા સ્ટોરમાં સાઇન ઇન કરવા માટે જે ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરો છો તેનો ઉપયોગ કરીને PayPal Express Checkout એકાઉન્ટ બનાવવામાં આવે છે. તમે આ એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો, તમારા પોતાના એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો અથવા PayPal Express Checkoutને નિષ્ક્રિય કરી શકો છો.
ચેકઆઉટ કસ્ટમાઇઝેશન
ચેકઆઉટની સ્ટાઇલ અને વર્તણૂકને કસ્ટમાઇઝ કરો. ઉદાહરણ તરીકે, તમે તમારી ચેકઆઉટની ભાષા પસંદ કરી શકો છો અને ગ્રાહક એકાઉન્ટ અથવા અમુક ચેકઆઉટ ફીલ્ડ્સને વૈકલ્પિક અથવા ફરજિયાત બનાવવા કે નહીં તે પણ પસંદ કરી શકો છો.
ચેકઆઉટ કસ્ટમાઇઝેશન અને ચેકઆઉટ અને એકાઉન્ટ્સ ઍડિટર ઉપરાંત, Shopify Extensions તમને ચેકઆઉટ બ્રાન્ડિંગ API નો ઍક્સેસ પણ આપે છે.
તમે થર્ડ-પાર્ટી ઍપનો ઉપયોગ કરીને તમારા ચેકઆઉટને કસ્ટમાઇઝ અને વિસ્તૃત પણ કરી શકો છો. તમારો પાર્ટનર અથવા ડેવલપમેન્ટ ટીમ તમારા સ્ટોર માટે ચેકઆઉટ ઍપ બનાવી શકે છે.
- ચેકઆઉટ ઍપ એક્સ્ટેન્શન
- ચેકઆઉટ UI એક્સટેન્શન
- એક્સ્ટેંશન ટાર્ગેટ
- ચેકઆઉટ UI એક્સટેન્શન ઘટકો
- ચેકઆઉટ એક્સ્ટેન્શન API
ગ્રાહક એકાઉન્ટ
ગ્રાહક એકાઉન્ટ તમારા ગ્રાહકોને તમારા સ્ટોરમાં લૉગ ઇન કરવા દે છે, જેથી તેઓ ઑર્ડરનો ઇતિહાસ અને એકાઉન્ટની માહિતી ઍક્સેસ કરી શકે. જો તમે Shopify B2B નો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારે B2B ઑર્ડર્સ સ્વીકારવા માટે ગ્રાહક એકાઉન્ટ સક્રિય કરવા આવશ્યક છે.
શિપિંગ અને ડિલિવરી
જો તમારી પાસે જટિલ શિપિંગ આવશ્યકતાઓ હોય, તો તમે Shopify App Store માંથી તૃતીય-પક્ષ શિપિંગ ઍપનો ઉપયોગ કરી શકો છો.
કર અને ડ્યૂટી
સ્થાનો
Shopify માં સ્થાનો એવી ઍપ અથવા ભૌતિક જગ્યાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં તમે પ્રોડક્ટ વેચો છો, ઑર્ડર શિપ અથવા પૂર્ણ કરો છો અને ઇન્વેન્ટરીનો સ્ટૉક કરો છો.
ગિફ્ટ કાર્ડ
ડિફૉલ્ટ રૂપે, જ્યારે કોઈ ઑર્ડર માટે ચુકવણી કરવામાં આવે ત્યારે ગિફ્ટ કાર્ડ ઑટોમૅટિક રીતે પૂર્ણ થવા માટે સેટ હોય છે અને ગ્રાહકને નોટિફિકેશનનો ઇમેઇલ મળે છે. તમે ગિફ્ટ કાર્ડ સહિત, ઑર્ડરની તમામ આઇટમ જાતે પૂર્ણ કરવા માટે ફુલફિલમેન્ટ સેટિંગમાં ફેરફાર કરી શકો છો.
જો કોઈ ઑર્ડર મધ્યમ અથવા ઉચ્ચ જોખમ ધરાવતો હોય, તો તે ઑર્ડરમાં રહેલા ગિફ્ટ કાર્ડ ઑટોમૅટિક રીતે પૂર્ણ થતા નથી. તમે ઑર્ડરના વિગતવાળા પેજ પરથી ગિફ્ટ કાર્ડ જાતે પૂર્ણ કરી શકો છો.
આંતરરાષ્ટ્રીય વેચાણ ટૂલ્સ
આંતરરાષ્ટ્રીય વેચાણ ટૂલ્સ તમને વેચાણ કરવા માટે વધારાના દેશોને સેટ કરવા દે છે અને તમારા વ્યવસાયનું આંતરરાષ્ટ્રીયકરણ કરે છે.
ગ્રાહકની ગોપનીયતા
તમે જે પ્રદેશોમાં વેચાણ કરી રહ્યા છો ત્યાં ડેટા સુરક્ષાના નિયમોનું પાલન કરવા માટે તમારા ગ્રાહક ગોપનીયતા સેટિંગ્સ કન્ફિગર કરો.
ઍપ અને સેલ્સ ચેનલ
તમારા સ્ટોરના સેટઅપમાં વહેલાસર કોઈપણ આવશ્યક ઍપ ઇન્સ્ટૉલ કરો, જેથી તમારો સ્ટોર લૉન્ચ કરતા પહેલા તમારી પાસે પરીક્ષણ માટે પૂરતો સમય રહે. જો તમે Shopify App Store માંથી ઍપનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યાં છો, તો તેને ઇન્સ્ટૉલ કરતા પહેલા ઍપની કાર્યક્ષમતાઓનો કાળજીપૂર્વક રિવ્યૂ કરો. કેટલીક ઍપ માટે ટ્રાયલના સમયગાળા હોઈ શકે છે. બિનજરૂરી ચાર્જ ટાળવા માટે, તેમના ટ્રાયલના સમયગાળાના અંત પહેલા ઍપને અનઇન્સ્ટૉલ કરવાનું સુનિશ્ચિત કરો.
કેટલીક ઍપ તમારી થીમમાં કોડ ઉમેરી શકે છે, જેથી તમારે ઍપ દ્વારા તમારી થીમના કોડમાં કરવામાં આવતા ફેરફારોને દસ્તાવેજીકૃત કરવાની અને જ્યારે તમે ઍપને અનઇન્સ્ટૉલ કરો ત્યારે કોઈપણ અનિચ્છનીય કોડ દૂર કરવાની જરૂર છે.
નીચેની ઍપની ભલામણોનો રિવ્યૂ કરો:
- Shopify દ્વારા ઍપ અને સેલ્સ ચેનલ
- 20+ શ્રેષ્ઠ મફત Shopify ઍપ
- 12 ટોચની Shopify ઈકૉમર્સ ઍપ
- B2B ખરીદી અને વેચાણ માટે બનાવેલી ઍપ
ડોમેન
પિક્સેલ અને ગ્રાહક ઇવેન્ટ
બ્રાંડ
નોટિફિકેશન
તમે તમારા નોટિફિકેશનની સામગ્રી અને ડિઝાઇન કસ્ટમાઇઝ કરી શકો છો. Shopify Plus પ્લાન પરના વેપારી તરીકે, તમે Shopify Plus સપોર્ટનો સંપર્ક કરી શકો છો અને તમારા ઇમેઇલ નોટિફિકેશન નિષ્ક્રિય કરવા માટે કહી શકો છો. આ ત્યારે ઉપયોગી થઈ શકે છે જ્યારે તમે તમારો ડેટા માઇગ્રેટ કરો છો અથવા જ્યારે તમે તમારી પોતાની માર્કેટિંગ ઑટોમેશન સિસ્ટમમાંથી ઑર્ડરની પુષ્ટિઓ અને અપડેટ્સ મોકલવા માંગતા હો.
કસ્ટમ ડેટા
ભાષાઓ
જો તમે બહુભાષી સ્ટોરફ્રન્ટ બનાવી રહ્યાં છો, તો તમે તમારા સ્ટોરમાં વધારાની ભાષાઓ ઉમેરી શકો છો.
નીતિઓ
તમે તમારા સ્ટોરની નીતિઓ સેટ કરી શકો છો, જેમ કે રિફંડ નીતિ, શિપિંગ નીતિ, સેવાની શરતો અથવા ગોપનીયતા નીતિ. તમે મફત ગોપનીયતા નીતિ જનરેટર નો પણ ઉપયોગ કરી શકો છો.
તમારો ઑનલાઇન સ્ટોર સેટ કરવો
તમારી ઑનલાઇન સ્ટોર થીમ પસંદ કરો અને ઑનલાઇન સ્ટોરની પ્રાથમિકતાઓ, મેનૂ અને ફિલ્ટરિંગને કન્ફિગર કરો.
થીમ
તમે Shopify Theme Store માં તમારા ઑનલાઇન સ્ટોર માટે થીમ એક્સપ્લોર કરી શકો છો. તમે મફત અને પેઇડ થીમમાંથી પસંદગી કરી શકો છો. થીમ અલગ-અલગ સુવિધાઓ ધરાવી શકે છે અને ચોક્કસ વ્યવસાયિક જરૂરિયાતો માટે વધુ યોગ્ય હોઈ શકે છે, જેમ કે મોટા અથવા નાના પ્રોડક્ટ કૅટેલોગ. તમે થીમનું ડેમો વર્ઝન ઇન્સ્ટૉલ કરી શકો છો અને જાતે થીમનું પૂર્વાવલોકન કરી શકો છો.
જો તમને તમારી સ્ટોરની જરૂરિયાતોને પૂર્ણ કરતી હોય તેવી તૈયાર થીમ ન મળે, તો તમે તમારી પોતાની થીમ બનાવવા માટે ડેવલપર અથવા એજન્સી સાથે કામ કરવાનું વિચારી શકો છો. Shopify થીમ બનાવવા અને શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે વધુ જાણો.
પ્રાથમિકતાઓ
મેનૂ
સ્ટોરફ્રન્ટ ફિલ્ટરિંગ
Google Analytics
Google Analytics ના ઉપયોગ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે વધુ જાણવા માટે નીચેના સંસાધનોનો સંદર્ભ લો:
Shopify-સપોર્ટેડ ઍપ અને ઇન્ટિગ્રેશન્સ
તમારા ઑનલાઇન સ્ટોરને બહેતર બનાવવા અને કસ્ટમાઇઝ કરવા માટે Shopify દ્વારા બનાવવામાં આવેલી ઍપ અને સેલ્સ ચેનલ એક્સપ્લોર કરો.
વારંવાર થતાં કાર્યોને ઑટોમેટ કરવામાં મદદ મેળવવા અને તમારી ચેકઆઉટ કાર્યક્ષમતાને વધુ કસ્ટમાઇઝ કરવા માટે નીચેની Shopify ઍપનો ઉપયોગ કરવાનું વિચારો:
- Launchpad તમને શરૂઆત અને સમાપ્તિની નિશ્ચિત તારીખ સાથે ઇવેન્ટ્સનું શિડ્યૂલ અને સંચાલન કરવા તેમ જ તેમને ચલાવવાની મંજૂરી આપે છે, જેમ કે સેલ, પ્રોડક્ટ લૉન્ચ અને ઇન્વેન્ટરી રિસ્ટોક.
- Shopify Functions ડિસ્કાઉન્ટ, શિપિંગ અને ચુકવણી પદ્ધતિઓ માટેના કસ્ટમાઇઝેશનને સપોર્ટ કરે છે.
- Shopify Flow તમને કોઈપણ કોડિંગની જરૂર વગર તમારા સ્ટોરમાં અને તમારી તમામ ઍપમાં કાર્યો અને પ્રક્રિયાઓને ઑટોમેટ કરવાની મંજૂરી આપે છે.
Shopify દ્વારા બનાવવામાં આવેલી અન્ય ઍપ અને સેલ્સ ચેનલના ઉદાહરણો નીચે પ્રમાણે છે:
- Shop
- Shopify Audiences
- Shopify Bundles
- Shopify Collabs
- Shopify Collective
- Shopify Messaging
- Shopify Forms
- Shopify Inbox
- Shopify પૉઇન્ટ ઑફ સેલ
- Shopify Search & Discovery
- Marketplace Connect
- કાર્બન‑ન્યુટ્રલ શિપિંગ માટેની Planet ઍપ
શૉપ પે ઈન્સ્ટોલમેન્ટ્સ
શૉપ પે ઈન્સ્ટોલમેન્ટ્સ થકી, તમે તૃતીય-પક્ષ સેવાની જરૂરિયાત વિના તમારા ગ્રાહકોને વધુ ચુકવણી વિકલ્પો પ્રદાન કરી શકો છો. ઈન્સ્ટોલમેન્ટ્સને Shop Pay માં બિલ્ટ ઇન કરવામાં આવ્યું હોવાથી, ઈન્સ્ટોલમેન્ટ્સની તમામ ચુકવણીઓ તમારા Shopify પેઆઉટ રિપોર્ટમાં સામેલ કરવામાં આવે છે, જે તૃતીય-પક્ષ સેવાઓના રિપોર્ટનો મેળ કરવાની જરૂરિયાતને ઘટાડે છે.
Shopify ટૅક્સ એન્જિન
કસ્ટમ ઇન્ટિગ્રેશન્સ
જો તમે ઉપલબ્ધ ઍપ અને ઇન્ટિગ્રેશન્સ એક્સપ્લોર કરી લીધા છે, અને તમને હજી પણ કોઈ કસ્ટમ સૉલ્યુશનની જરૂર છે, તો તમારી પાસે Shopify API નો ઉપયોગ કરીને કસ્ટમ ઍપ બનાવવાનો વિકલ્પ છે.
Shopify API નું વર્ઝનિંગ પ્લૅટફૉર્મમાં સતત સુધારો કરવામાં મદદ કરે છે અને ડેવલપર્સને સુવિધાના અપગ્રેડ અને નાબૂદી માટે અનુમાનિત માર્ગ ઑફર કરે છે. આગામી API ફેરફારો વિશે જાણવા માટે, ડેવલપર ચેન્જલૉગ ને અનુસરો.
તમારી પોતાની ઍપ બનાવવામાં મદદ મેળવવા માટે નીચેના સંસાધનોનો સંદર્ભ લો:
કસ્ટમ સ્ટોરફ્રન્ટના અનુભવો
જો તમારું બિઝનેસ મૉડલ Shopify અને પાર્ટનર ઑફર કરે છે તે કોઈપણ સેલ્સ ચેનલ અથવા ઍપમાં બંધબેસતું ન હોય, તો તમે કસ્ટમ સ્ટોરફ્રન્ટ બનાવવા માટે ડેવલપર સાથે કામ કરવાનું વિચારી શકો છો.
થર્ડ-પાર્ટી ઍપ અને ઇન્ટિગ્રેશન
તમે Shopify App Storeમાંથી થર્ડ-પાર્ટી ઍપ અને સેલ્સ ચેનલ ઇન્સ્ટૉલ કરી શકો છો. કેટલીક થર્ડ-પાર્ટી ઍપ Shopify Plus સર્ટિફાઇડ ઍપ પ્રોગ્રામનો ભાગ છે, જેમાં એન્ટરપ્રાઇઝ સોલ્યુશન માટેની Shopifyની ટોચની ભલામણો શામેલ છે.
ઘણી થર્ડ-પાર્ટી સિસ્ટમમાં હાલની કનેક્ટર ઍપ હોય છે. કસ્ટમ ઇન્ટિગ્રેશન બનાવવાને બદલે કનેક્ટર ઍપ અસ્તિત્વમાં છે કે નહીં તે ચેક કરવા માટે Shopify App Storeમાં શોધો.
જો તમને કસ્ટમ ઇન્ટિગ્રેશન બનાવવામાં મદદ જોઈતી હોય, તો Shopify સપોર્ટેડ ઍપ અને ઇન્ટિગ્રેશનનો સંદર્ભ લો.
એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) ઇન્ટિગ્રેશન પાર્ટનર
Shopifyના ગ્લોબલ ERP પ્રોગ્રામ અને યુરોપિયન ERP પ્રોગ્રામમાં સર્ટિફાઇડ ERP ઍપનો સ્યુટ છે, જે તમારા Shopify સ્ટોર સાથે સીધી રીતે ઇન્ટિગ્રેટ થાય છે. જો તમારું ERP હાલમાં Shopify સાથે ઇન્ટિગ્રેટેડ ન હોય, તો એવા ઇન્ટિગ્રેશન પાર્ટનરનો ઉપયોગ કરવાનું વિચારો જે તમારા ERP અને Shopify વચ્ચે હોસ્ટ કરેલ, ટર્ન-કી કનેક્ટર પ્રદાન કરે છે.
કસ્ટમ ઇન્ટિગ્રેશન્સ
તમે Shopify APIનો ઉપયોગ કરીને કસ્ટમ કનેક્ટર દ્વારા થર્ડ-પાર્ટી સિસ્ટમને કનેક્ટ કરવાનું મેનેજ કરવાનું પસંદ કરી શકો છો. તમારી પોતાની ઍપ બનાવવાનું શરૂ કરવા માટે અહીં કેટલાક રિસોર્સ આપ્યા છે:
Shopify પ્લૅટફૉર્મને સતત વિકસિત કરવા માટે API વર્ઝનિંગનો ઉપયોગ કરે છે અને ડેવલપરને સુવિધાના અપગ્રેડ તથા નાપસંદગીઓ માટે અનુમાનિત માર્ગ ઑફર કરે છે. તમે હંમેશાં આવનારા API ફેરફારો વિશે જાણો છો તેની ખાતરી કરવા માટે, ડેવલપર ચેન્જલૉગને અનુસરો.
જો તમને કસ્ટમ ઇન્ટિગ્રેશન બનાવવામાં મદદ જોઈતી હોય, તો ERP ઇન્ટિગ્રેશન પાર્ટનરની સૂચિનો સંદર્ભ લો.
આંતરરાષ્ટ્રીય વેચાણ ટૂલ્સ સેટ કરવા
તમે ક્રોસ-બોર્ડર વેચાણ કરવા અને તમારા બિઝનેસનો અન્ય દેશ અને પ્રદેશમાં વિસ્તાર કરવા માટે આંતરરાષ્ટ્રીય વેચાણ ટૂલ્સ સેટ કરી શકો છો. Managed Markets માત્ર સંયુક્ત રાજ્ય અમેરિકામાં સ્થિત બિઝનેસ માટે જ ઉપલબ્ધ છે.
- આંતરરાષ્ટ્રીય વેચાણ ટૂલ્સ અને Managed Marketsની સરખામણી કરો
- આંતરરાષ્ટ્રીય વેચાણ ટૂલ્સ એક્સપ્લોર કરો
- Managed Markets એક્સપ્લોર કરો
આંતરરાષ્ટ્રીય વેચાણ ટૂલ્સ વડે માર્કેટ બનાવો અને મેનેજ કરો
તમે અમર્યાદિત સંખ્યામાં દેશ અથવા પ્રદેશના માર્કેટ્સ બનાવી શકો છો. માર્કેટના પ્રકારો વિશે વધુ જાણો.
મલ્ટિ-કરન્સી માટે Shopify Payments
ચેકઆઉટ મારફતે મલ્ટિ-કરન્સી જાળવી રાખવા માટે તમારે તમારા પ્રાથમિક પેમેન્ટ ગેટવે તરીકે Shopify Paymentsને સેટ કરવાની જરૂર છે, જેથી દરેક માર્કેટના ગ્રાહકો તેમના સ્થાનિક ચલણમાં ખરીદી કરે
શિપિંગ પ્રોફાઇલ
ભાષાંતર અને સ્થાનિકીકરણ
સબ્સ્ક્રિપ્શન સેટ કરવા
તમે તમારા Shopify ઍડમિનમાંથી સીધા જ તમારા પ્રોડક્ટ સબ્સ્ક્રિપ્શન બનાવી અને મેનેજ કરી શકો છો.
સબ્સ્ક્રિપ્શન B2B સાથે સુસંગત નથી.
સબ્સ્ક્રિપ્શન માઇગ્રેટ કરવા
સબ્સ્ક્રિપ્શન માઇગ્રેટ કરવા માટે, તમારે પ્રાથમિક પેમેન્ટ ગેટવે તરીકે Shopify Payments, Authorize.net અથવા Stripeનો ઉપયોગ કરવાની જરૂર છે. સબ્સ્ક્રિપ્શન માઇગ્રેશન પ્રક્રિયા થર્ડ-પાર્ટી ઍપ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને Shopify દ્વારા નહીં. તેથી, દરેક ઍપ સાથે માઇગ્રેશન પ્રક્રિયા અલગ-અલગ હોય છે અને તે ઍપમાં શરૂ કરવામાં આવે છે.
કસ્ટમ સબ્સ્ક્રિપ્શન ઍપ
તમે તમારા ચેકઆઉટ માટે તમારી પોતાની સબ્સ્ક્રિપ્શન ઍપ પણ બનાવી શકો છો.
સબ્સ્ક્રિપ્શન મેનેજ કરવા
Shopify B2B સેટ કરવું
Shopify B2B એ એવી સુવિધાઓનો સ્યુટ છે જે તમને થર્ડ-પાર્ટી ઍપ અથવા કામચલાઉ ઉકેલનો ઉપયોગ કર્યા વગર, ઑનલાઇન સ્ટોર મારફતે બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) વેચવાની મંજૂરી આપે છે.
Shopify B2B માટે ધ્યાનમાં રાખવાની બાબતો
Shopify B2B નો ઉપયોગ કરતા પહેલાં નીચેની બાબતો ધ્યાનમાં લો:
- Shopify B2B માત્ર ગ્રાહક એકાઉન્ટના નવા વર્ઝન સાથે જ કાર્ય કરે છે.
- સબ્સ્ક્રિપ્શન B2B સાથે સુસંગત નથી.
- Shopify POS એ B2B સાથે સુસંગત નથી.
જો Shopify B2B તમારી જથ્થાબંધ વેચાણની જરૂરિયાતોને પૂર્ણ કરતું ન હોય, તો તૃતીય-પક્ષ જથ્થાબંધ ઍપ નો ઉપયોગ કરવાનું વિચારો.
કંપનીઓ બનાવવી અથવા માઇગ્રેટ કરવી
- તમારા Shopify ઍડમિનમાં B2B કંપનીઓ બનાવો
- Matrixify ઍપનો ઉપયોગ કરીને Shopify માં B2B કંપનીઓને એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરો
B2B કૅટેલોગ અને જથ્થાના નિયમો સેટ કરવા
તમે બલ્કમાં કંપનીઓમાં ભાવપત્રકો ઉમેરી શકો છો. જથ્થાના નિયમો, જેમ કે ઇન્ક્રિમેન્ટ અને ન્યૂનતમ અથવા મહત્તમ જથ્થો, માત્ર મફત Shopify થીમ્સ, 8.0.0 અથવા તેના પછીના વર્ઝન પર સપોર્ટેડ છે.
B2B ઑર્ડરનો ઇતિહાસ ઇમ્પોર્ટ કરવો
તમે REST Admin API નો ઉપયોગ કરીને બિન-Shopify B2B ઑર્ડરનો ઇતિહાસ ઇમ્પોર્ટ કરી શકો છો.
તમારો સ્ટોર લૉન્ચ કરવાની તૈયારીઓ
તમે તમારો સ્ટોર લૉન્ચ કરો તે પહેલાં, તમારે ખાતરી કરવાની જરૂર છે કે તમારા સ્ટોરમાં બધું હેતુ મુજબ કાર્ય કરે છે. તમારે URL રીડાયરેક્ટ, ટેસ્ટ ઑર્ડર, તમારું ડોમેન સેટ કરવાની અને તમારી ઍપ તથા વપરાશકર્તાઓનો રિવ્યૂ કરવાની પણ જરૂર છે.
URL રીડાયરેક્ટ
સરળ સંક્રમણ સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક તથા SEO પર નકારાત્મક અસર ટાળવા માટે, તમારે 301 રીડાયરેક્ટ બનાવવાની જરૂર છે. અન્યથા, તમારી જૂની લિંક્સ 404 ઇવેન્ટ્સ (ડેડ લિંક્સ) બની જશે, જે ગ્રાહકને મૂંઝવણમાં મૂકશે અને શોધ પરિણામો પર નકારાત્મક અસર કરશે.
- તમારા Shopify ઍડમિનમાં મેન્યુઅલી URL રીડાયરેક્ટ બનાવો
- તમારા Shopify ઍડમિનમાંથી સીધા જ CSV ફાઇલનો ઉપયોગ કરીને URL રીડાયરેક્ટ ઇમ્પોર્ટ કરો
- તૃતીય-પક્ષ પેજ રીડાયરેક્ટ ઍપ નો ઉપયોગ કરીને URL રીડાયરેક્ટ ઇમ્પોર્ટ કરો.
ટેસ્ટ ઑર્ડર
તમારા ઑર્ડર ફ્લોને બરાબર ચેક કરો. તમારા સ્ટોરફ્રન્ટ પર ટેસ્ટ ઑર્ડર આપો અને પછી તે ઑર્ડર પૂરા કરો. શક્ય હોય તેટલા સંજોગોમાં તેનું પરીક્ષણ કરો. ઉદાહરણ તરીકે, નીચેના સંજોગોમાં ઑર્ડરનું પરીક્ષણ કરો:
- ડિસ્કાઉન્ટ કોડ
- ગ્રાહક લૉગ ઇન અને લૉગ આઉટ થયા હોય ત્યારે
- વિવિધ ચુકવણી પદ્ધતિઓ
- વિવિધ શિપિંગ દરો
- વિવિધ શિપિંગ સરનામાં (કરની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તેના પર વિશેષ ધ્યાન આપવાની સાથે)
- વિવિધ ઉપકરણો
- નિષ્ફળ ગયેલા ટ્રાન્ઝેક્શન
તમે ટેસ્ટ ઑર્ડર આપ્યા પછી, નીચેના સંજોગોનું પરીક્ષણ કરો:
- તમે ગ્રાહક તરીકે મેળવો છો તે ઑર્ડર નોટિફિકેશનનો રિવ્યૂ કરો. જો તમે ઑર્ડર નોટિફિકેશનમાં ફેરફારો કરવા માગતા હો, તો તમે તમારા નોટિફિકેશન ટેમ્પ્લેટ એડિટ કરી શકો છો.
- તમારા ઑર્ડર ફુલફિલમેન્ટ ફ્લો નું પરીક્ષણ કરો, પછી ભલે તમે ઍપ કે ERP દ્વારા તમારી જાતે ઑર્ડર પૂરા કરવાનું આયોજન કરી રહ્યાં હો.
- તમારા ટેસ્ટ ઑર્ડર પર સંપૂર્ણ અથવા આંશિક રિફંડ ઇશ્યૂ કરો.
ડેલ્ટા માઇગ્રેશનનું આયોજન કરો
ડેલ્ટા માઇગ્રેશન એટલે તમારા શરૂઆતના માઇગ્રેશન માટે તમે પસંદ કરેલા કટઑફ પૉઇન્ટ પછી તમારા જૂના સ્ટોરમાં ઉમેરાયેલ કોઈપણ નવા ડેટાનું ટ્રાન્સફર. ડેલ્ટા માઇગ્રેશન કરવા માટેની પદ્ધતિઓ તમે તમારા શરૂઆતના માઇગ્રેશન માટે ઉપયોગમાં લીધી હતી તેવી જ હોઈ શકે છે. તેમ છતાં, ધ્યાનમાં લેવા જેવા કેટલાક મહત્વપૂર્ણ તત્વો છે:
- ડેલ્ટા માઇગ્રેશન માટે ડેટાની માત્રા એ વાત પર નિર્ભર કરે છે કે કટઑફ પૉઇન્ટ તમારી ગો-લાઇવ તારીખથી કેટલો દૂર છે. બંને તારીખો વચ્ચે કોઈ સાચો કે ખોટો સમયગાળો હોતો નથી, પરંતુ ઓછો સમય ડેલ્ટા માઇગ્રેશનની જૉબને સરળ બનાવશે.
- કટઑફ પૉઇન્ટ પછી તમારા જૂના સ્ટોરમાં શું બદલાયું છે તે ધ્યાનથી વિચારો. નવા ઑર્ડર અને ગ્રાહકો તો હશે જ, પરંતુ જો તમે નવી પ્રોડક્ટ અથવા સામગ્રી ઉમેરી હોય, તો તમારે તેમને નવા સ્ટોરમાં ઉમેરવાની અને 301 રીડાયરેક્ટ બનાવવાની પણ જરૂર પડી શકે છે.
- તમારે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે DNS ફેરફારો પ્રસારિત થવામાં જે થોડો સમય લાગે છે તે દરમિયાન તમારા જૂના સ્ટોરમાં કોઈ નવા ઑર્ડર ન આપવામાં આવે. આ સમય દરમિયાન એવી શક્યતા છે કે કેટલાક ગ્રાહકોને તમારા જૂના સ્ટોર પર અને અન્યોને તમારા નવા સ્ટોર પર ડાયરેક્ટ કરવામાં આવે. આ સમય દરમિયાન તમારા જૂના સ્ટોરની ચેકઆઉટ કાર્યક્ષમતા ડિએક્ટિવેટ કરવાનું વિચારો.
વપરાશકર્તાઓ અને પરવાનગીઓનો રિવ્યૂ કરો
લાઇવ થતાં પહેલાં, તમારા વપરાશકર્તાઓ અને સહયોગીઓને સાફ કરો. જો કોઈ પાર્ટનર અથવા વપરાશકર્તાને હવે ઍક્સેસની જરૂર ન હોય, તો તમારે લાઇવ થતાં પહેલાં તેમને હટાવવા જોઈએ.
ઍપનો રિવ્યૂ કરો
લાઇવ થતાં પહેલાં, તમારી ઍપ રિવ્યૂ કરો અને પ્રોડક્ટ્સ માટે ઉપયોગમાં ન લેવાતી કોઈપણ ઍપને હટાવો. ઉદાહરણ તરીકે, જો તમે ચોક્કસ સુવિધાની કાર્યક્ષમતાની તુલના કરવા માટે કેટલીક અલગ-અલગ ઍપ ઉમેરી હોય, તો જેનો ઉપયોગ કરવામાં આવશે નહીં તેને હટાવો.
ડોમેન
લૉન્ચ દરમિયાન ડોમેનના પ્રચારને ઝડપી બનાવવા માટે, લૉન્ચ કરતા પહેલાં તમારા ડોમેન હોસ્ટિંગ પ્રદાતા સાથે TTL ઘટાડીને 300 કરો. તમે લાઇવ થાઓ તેના લગભગ એક અઠવાડિયા પહેલાં આ કરો. જ્યારે તમે લાઇવ થવા માટે તૈયાર હો, ત્યારે તમારું ડોમેન ઉમેરવા માટેના પગલાં અનુસરો.
Shopify SPF DKIM રેકોર્ડ્સ
ઇમેઇલ મેસેજની સહીને માન્ય કરવા માટે ઇમેઇલ મોકલવાની સેવાઓ સાથે SPF અને DKIM નો ઉપયોગ કરવામાં આવે છે. આ તમારી ઇમેઇલ ડિલિવરેબિલિટીને વધારી શકે છે અને તમારા ઇમેઇલના ઢોંગ તથા ફિશિંગને મુશ્કેલ બનાવી શકે છે.
તમારા સ્ટોરના ડેટાનું બૅકઅપ લો
Shopify ડિફૉલ્ટ રૂપે તમારા સ્ટોરના ડેટાનું બૅકઅપ લેતું નથી. તમે તમારો સ્ટોર લૉન્ચ કરો તે પહેલાં, તમારા સ્ટોરના ડેટાનું કાં તો મૅન્યુઅલી અથવા થર્ડ-પાર્ટી ઍપ નો ઉપયોગ કરીને બૅકઅપ લેવાનું વિચારો.
તમારો ઑનલાઇન સ્ટોર લૉન્ચ કરવો
તમારો Shopify સ્ટોર લૉન્ચ કરવા માટે, તમારા Shopify ઍડમિનના સેટિંગ > ચુકવણીઓ માં તમારા Shopify Payments એકાઉન્ટ પર ટેસ્ટ મોડ નિષ્ક્રિય કરો અને પછી નીચેનાં કાર્યો પૂર્ણ કરો:
તમારો ઑનલાઇન સ્ટોર લૉન્ચ કર્યા પછી
તમે તમારો ઑનલાઇન સ્ટોર લૉન્ચ કરો તે પછી તરત જ, નવા સ્ટોરમાં સરળ સંક્રમણ સુનિશ્ચિત કરવા માટે નીચેનાં પગલાં લો.
તમારા રીડાયરેક્ટનું પરીક્ષણ કરો અને 404 ભૂલો ઉકેલો
તમારી સાઇટને લૉન્ચ કર્યા પછી, કોઈ 404 ભૂલો નથી તેની ખાતરી કરવા માટે તમે જેમના માટે 301 રીડાયરેક્ટ બનાવ્યાં હોય તેવી કોઈપણ લિંકનું પરીક્ષણ કરો. જો તમારી સાઇટ પર કોઈ 404 ભૂલો હોય, તો તમારા SEO રૅન્કિંગને જાળવવામાં સહાય કરવા માટે તમે તેને ઉકેલવા URL રીડાયરેક્ટ બનાવી શકો છો.
ગ્રાહક એકાઉન્ટ આમંત્રણો મોકલો
જો તમે લેગસી ગ્રાહક એકાઉન્ટ્સ નો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે તમારા ગ્રાહકોને તમારા સ્ટોર પર એકાઉન્ટ બનાવવા માટેનું આમંત્રણ મોકલી શકો છો.
B2B ગ્રાહકોને લૉગ ઇન કરવા માટે આમંત્રિત કરો
તમે કોઈ કંપનીને ગ્રાહક સોંપો અથવા નવી B2B ગ્રાહક પ્રોફાઇલ બનાવો, તે પછી તમે ગ્રાહકને તમારા ઑનલાઇન સ્ટોરમાં B2B ઑર્ડર્સ આપવાનું શરૂ કરવા આમંત્રિત કરવા માટે ઇમેઇલ મોકલી શકો છો. આ સૂચના વૈકલ્પિક છે અને કસ્ટમાઇઝ કરી શકાય છે.
Google ને તમારો સાઇટમેપ ફરીથી સબમિટ કરો
તમારો સ્ટોર લાઇવ થયા પછી, Google Console પર તમારો સાઇટમેપ ફરીથી સબમિટ કરવાથી Google ને તમારી નવી સાઇટનું માળખું અને સામગ્રી શોધવા તથા ઇન્ડેક્સ કરવામાં સહાય મળે છે.