Grow પ્લાન
Grow પ્લાન તમારા વધતા જતા વ્યવસાયને સપોર્ટ કરે છે. તે ઓછાં ક્રેડિટ કાર્ડ દર અને ટ્રાન્ઝેક્શન ફીની સાથે Basic પ્લાનનાં તમામ ફીચર્સ ઑફર કરે છે.
Grow પ્લાન શક્તિશાળી રિપોર્ટ પ્રદાન કરે છે, જે તમને તમારા Shopify ઍડમિનમાં વેચાણની માહિતી આપીને વૃદ્ધિ માટે પ્લાન બનાવવામાં મદદ કરે છે. તમારા ગ્રાહકો તમારા સ્ટોરનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે અને તમારી પ્રોડક્ટ કોણ ખરીદી રહ્યું છે તે અંગેનો ઉપયોગી ડેટા એકત્રિત કરવા માટે તમે ગ્રાહક રિપોર્ટનો ઉપયોગ કરી શકો છો.
આ પેજ પર
Grow પ્લાનનાં ફીચર્સ
બધા પ્લાન પર ઉપલબ્ધ ફીચર્સ અને Basic પ્લાન પર ઉપલબ્ધ ફીચર્સ ઉપરાંત, Grow પ્લાન નીચે મુજબનાં ફીચર્સ ઑફર કરે છે:
| ફીચર | વર્ણન |
|---|---|
| સ્પર્ધાત્મક ટ્રાન્ઝેક્શન ફી | Grow પ્લાન વધુ સ્પર્ધાત્મક ટ્રાન્ઝેક્શન ફી ઑફર કરે છે. તમારા પ્રદેશમાંના પ્લાન હેઠળની ચોક્કસ ટ્રાન્ઝેક્શન ફી શોધવા માટે Shopifyનું પ્રાઇસિંગ પેજ રિવ્યૂ કરો. |
| સ્ટાફ | Grow પ્લાન પાંચ વપરાશકર્તા એકાઉન્ટને સપોર્ટ કરે છે. |
| રિપોર્ટ | તમે રિપોર્ટનો ઉપયોગ કરીને તમારા વ્યવસાયના પ્રદર્શનને ટ્રેક કરી શકો છો. Grow પ્લાન ઍનાલિટિક્સ પેજ, ફાઇનાન્સ રિપોર્ટ, પ્રોડક્ટ ઍનાલિટિક્સ, લાઇવ વ્યૂ, એક્વિઝિશન રિપોર્ટ, ઇન્વેન્ટરી રિપોર્ટ, વર્તણૂક રિપોર્ટ, માર્કેટિંગ રિપોર્ટ, ઑર્ડર રિપોર્ટ, વેચાણ રિપોર્ટ, રિટેલ વેચાણ રિપોર્ટ, નફાના રિપોર્ટ, ગ્રાહકોના રિપોર્ટ અને ડેટા એક્સપ્લોરેશન વડે કસ્ટમ રિપોર્ટ બનાવવાની ક્ષમતા સાથે આવે છે. |
| આંતરરાષ્ટ્રીય કૉમર્સ | Grow પ્લાન આંતરરાષ્ટ્રીય વેચાણ ટૂલ્સ મારફતે તમારી આંતરરાષ્ટ્રીય વૃદ્ધિને સપોર્ટ કરે છે, જે ક્રોસ-બોર્ડર મેનેજમેન્ટ ટૂલ્સ છે અને તમને દરેક આંતરરાષ્ટ્રીય પ્રદેશ માટે વિશિષ્ટ સેટિંગ્સ કન્ફિગર કરવા દે છે. |