Shopify Plus પ્લાન

જો તમે મોટા પ્રમાણમાં વેચાણ કરી રહ્યાં હોવ, તો તમે Shopifyના Plus પ્લાનનો ઉપયોગ કરીને તમારા વ્યવસાયના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. Shopify Plus પ્લાન વિશે વધુ જાણો.

સ્થાનિક Plus પ્લાન કિંમત નિર્ધારણ

Shopify Plus પ્લાનની કિંમત અવધિ અને તમારા બિલિંગ ચલણના આધારે બદલાય છે. ફી અને અવધિની લંબાઈ માટે નીચેના ટેબલનો રિવ્યૂ કરો:

ચલણ અને અવધિની લંબાઈ મુજબ Shopify Plus પ્લાન ફી.
ચલણઉપલબ્ધ દેશો1-વર્ષની અવધિ (દર મહિને)3-વર્ષની અવધિ (દર મહિને)
USDયુનાઇટેડ સ્ટેટ્સ અને સપોર્ટેડ સ્થાનિક ચલણ વિનાના કોઈપણ દેશ$2,500 USD$2,300 USD
CADકેનેડા$3,650 CAD$3,400 CAD
EUR
યુરોપિયન યુનિયન દેશો (27): ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, સાયપ્રસ, ચેકિયા, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગેરી, આયર્લેન્ડ, ઇટાલી, લાતવિયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, માલ્ટા, નેધરલેન્ડ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, સ્પેન અને સ્વીડન
વિશાળ યુરોપિયન આર્થિક ક્ષેત્ર (EEA) (13): સ્વિટ્ઝર્લેન્ડ, લિક્ટેનસ્ટેઇન, નોર્વે, ગ્રીનલેન્ડ, સ્વાલબાર્ડ અને જાન માયેન, બૌવેટ આઇલેન્ડ, ફેરો આઇલેન્ડ, અલ્બેનિયા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા, સર્બિયા અને યુક્રેન
€2,250 EUR€2,100 EUR
GBPયુનાઇટેડ કિંગડમ, ફૉકલેન્ડ આઇલેન્ડ્સ અને જર્સી£1,950 GBP£1,800 GBP
JPYજાપાન¥398,000 JPY¥368,000 JPY
AUDઑસ્ટ્રેલિયા$4,000 AUD$3,700 AUD
INRભારત₹1,90,000₹1,75,000

પ્રમાણભૂત સેટઅપ અને એકીકરણ માટે. વધુ જટિલ, મોટા જથ્થાના વ્યવસાયો માટે, તમારી આવક અને બિઝનેસ મોડલના આધારે વેરિયેબલ પ્લૅટફૉર્મ ફી હોઈ શકે છે, જે B2B અને D2C કંપનીઓ માટે અલગ હોય છે.

આ ઉપરાંત, જો તમને કસ્ટમ ડેવલપમેન્ટની જરૂર હોય, તો Shopify Plus પાર્ટનર્સ માટેના ખર્ચને ધ્યાનમાં લો. અન્ય સંભવિત ખર્ચમાં વન-ટાઇમ થીમની ખરીદી અને થર્ડ-પાર્ટી ઍપ શામેલ છે. વધુ વિગતો માટે, કોઈ નિષ્ણાતનો સંપર્ક કરો.

Shopify Plus ટ્રાન્ઝેક્શન ફી

જ્યારે તમે Shopify Plus પ્લાન પર Shopify Paymentsનો ઉપયોગ કરો છો, ત્યારે તમને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કાર્ડ સહિતની વિવિધ ચુકવણી પદ્ધતિઓ માટેના સ્પર્ધાત્મક દરોનો લાભ મળે છે.

જો તમે થર્ડ-પાર્ટી ચુકવણી પ્રદાતા પસંદ કરો છો, તો તમારે તેમની ફી સાથે સુરક્ષા અને અનુપાલન માટે Shopifyને અમુક ટકાવારીમાં ફી ચૂકવવાની રહેશે. થર્ડ-પાર્ટી ટ્રાન્ઝેક્શન ફી વિશે વધુ જાણો. તમારા સ્થાન માટેના ચોક્કસ દરોની નવીનતમ માહિતી માટે, Shopify કિંમત નિર્ધારણ પેજ તપાસો.

Shopify Plus પ્લાન પર B2B સુવિધાઓ

Shopify Plus પ્લાનમાં અમર્યાદિત કૅટલોગ, કંપનીઓ અને સ્થાનોને કૅટલોગ સીધા સોંપવાની સુવિધા, ડિપોઝિટની જરૂરિયાતો, આંશિક ચુકવણીઓ અને દરેક ફુલફિલમેન્ટ માટે ચુકવણીની વિનંતીઓ જેવી વધારાની B2B ક્ષમતાઓનો સમાવેશ થાય છે. પ્લાન મુજબ Shopify B2B સુવિધાઓની સરખામણી કરો.

B2B અને ડાયરેક્ટ-ટુ-કસ્ટમર (D2C) ઑર્ડર માટે વેરિયેબલ પ્લૅટફૉર્મ ફી અલગ અલગ હોય છે. વધુ માહિતી માટે, Shopify Plus ટીમનો સંપર્ક કરો.

Shopify Plus સાથે ચેકઆઉટના અનુભવને કસ્ટમાઇઝ કરવું

Shopify Plus દ્વારા, તમે તમારી બ્રાંડ સાથે મેળ ખાવા માટે ચેકઆઉટના અનુભવને કસ્ટમાઇઝ કરી શકો છો. તમારી પાસે વિઝ્યુઅલ ફેરફારો કરવા માટે Checkout Branding APIનો ઍક્સેસ, Shopify Extensions દ્વારા સીધા ફેરફાર કરવાની ક્ષમતાઓ અને એક જ સ્ટોરમાં B2B અને D2C બંને ગ્રાહકો માટે અનન્ય ચેકઆઉટ ફ્લો બનાવવાની ક્ષમતા હોય છે. તમે Checkout Blocksનો ઉપયોગ કરીને કસ્ટમ શિપિંગ ડિસ્કાઉન્ટ પણ બનાવી શકો છો.

Shopify Plus પ્લાનની સુવિધાઓ

Shopify Plus પ્લાન તમારા ઉચ્ચ-વૉલ્યુમ વાળા વ્યવસાયને વધુ વિકસાવવામાં મદદ કરવા માટે વિવિધ સુવિધાઓ પ્રદાન કરે છે.

Shopify Plusની વહીવટી અને મેનેજમેન્ટ સુવિધાઓ

કાર્યક્ષમ સ્ટોર મેનેજમેન્ટ માટે Shopify Plus પ્લાન પરની વહીવટી સુવિધાઓ.
સુવિધાવર્ણન
કસ્ટમ યુઝર ગ્રુપપરવાનગીઓના ગ્રુપમાં વપરાશકર્તાઓને એકસાથે સોંપવા માટે કસ્ટમ યુઝર ગ્રુપ બનાવો.
એક્સપાન્શન સ્ટોરShopify Plus પ્લાન આંતરરાષ્ટ્રીયકરણ, અલગ ભૌતિક સ્થાનો અને અન્ય સંબંધિત હેતુઓ માટે 9 એક્સપાન્શન સ્ટોરને સપોર્ટ આપે છે. એક્સપાન્શન સ્ટોર પાસે પ્રત્યેક લાઇવ એક્સપાન્શન સ્ટોર માટે થીમનું લાઇસન્સ હોવું જરૂરી છે.
અનલિમિટેડ સ્ટાફShopify Plus પ્લાન વધારાના ખર્ચ વિના તમારા કર્મચારીઓને વધારવામાં તમારી મદદ કરવા માટે અનલિમિટેડ સ્ટાફ એકાઉન્ટને સપોર્ટ આપે છે.
પ્રાધાન્યતા 24/7 સપોર્ટતાત્કાલિક સહાય માટે પ્રાધાન્યવાળા ફોન અને ચેટ સપોર્ટનો ચોવીસે કલાક ઍક્સેસ.
ઇમેઇલ સપ્રેશનગ્રાહકોને મોકલવામાં આવતા વિશિષ્ટ Shopify નોટિફિકેશન ઇમેઇલને રોકો. આ સુવિધા વિશિષ્ટ રૂપે Shopify Plus પ્લાનમાં જ છે. ઇમેઇલ નોટિફિકેશન વિશે વધુ જાણો.

Shopify Plus માટે ઍડવાન્સ્ડ API અને ટેકનીકલ સંસાધનો

Shopify Plus માટે ઍડવાન્સ્ડ API ઍક્સેસ અને ટેકનીકલ સંસાધનો.
સુવિધાવર્ણન
API સંસાધનોShopify Plus પ્લાન વધારાના API કૉલને સપોર્ટ આપે છે જે તમને કસ્ટમ ઍપ સાથે ઇન્ટિગ્રેટ કરવા દે છે. તમે સપોર્ટનો સંપર્ક કરીને વધેલી API રેટ લિમિટની વિનંતી કરી શકો છો. માત્ર Shopify Plus પ્લાન પરના સ્ટોર જ નીચેના API સંસાધનોનો ઉપયોગ કરી શકે છે:
REST GraphQL
Shopify FunctionsShopify Functions સાથે બનેલી કસ્ટમ ઍપનો ઉપયોગ કરીને અનોખા કૉમર્સના અનુભવો માટે ફ્લેક્સિબલ કસ્ટમાઇઝેશન ડિઝાઇન અને ડિપ્લોય કરો.

Shopify Plus પર ગ્રોથ અને એક્સપાન્શન ટૂલ

Shopify Plus પર વ્યવસાયના ગ્રોથ અને એક્સપાન્શન માટેના ટૂલ.
સુવિધાવર્ણન
અદ્યતન ડિસ્કાઉન્ટિંગવિગતવાર નિયમો સાથે કસ્ટમ શિપિંગ, ઑર્ડર અને ચુકવણી ડિસ્કાઉન્ટ બનાવો. ઑર્ડર મૂલ્યની મર્યાદાઓ અને ખરીદી-મૂલ્યની થ્રેશોલ્ડ સેટ કરો અને ડિસ્કાઉન્ટ APIનો ઉપયોગ કરીને મુખ્ય Shopifyની મર્યાદાઓ સિવાયના જટિલ નિયમો સ્ટેક કરો.
હેડલેસ સ્ટોરફ્રન્ટHydrogen દ્વારા 25 જેટલા કસ્ટમ React-આધારિત સ્ટોરફ્રન્ટ બનાવો અને તેમને Oxygen એજ નેટવર્ક પર ડિપ્લોય કરો. હેડલેસ કૉમર્સ અને Shopify APIનો ઉપયોગ કરીને કસ્ટમ સ્ટોરફ્રન્ટ બનાવો.
સ્પેશિયલાઇઝ્ડ ઍપ અને ચેનલશિડ્યૂલ કરેલા અને ઑટોમેટેડ પ્રમોશન માટે Launchpad સહિત, Shopify Plus પ્લાન પરના સ્ટોરને ઉચ્ચ-વિકાસવાળા વેપારીઓ માટે ડિઝાઇન કરેલી ઍડવાન્સ્ડ ઍપનો ઍક્સેસ હોય છે. Shopify Plus પ્લાનમાં કસ્ટમ Level 2 PII ઍપનો અનલિમિટેડ ઍક્સેસ અને Shopify Plus સર્ટીફાઇડ ઍપ પાર્ટનર્સનો ઍક્સેસ પણ શામેલ છે.
Shopify POS Proશરૂઆતના 20 POS Pro સ્થાનો બધા Shopify Plus પ્લાનમાં શામેલ હોય છે. જો તમારી પાસે POS Proનો ઉપયોગ કરતા 20 કરતા વધુ સ્થાનો હોય અને તમે તમારા રિટેલ લોકેશન માટે તમારા પ્રાથમિક ચુકવણી પ્રદાતા તરીકે Shopify Paymentsનો ઉપયોગ કરતા હોવ, તો તમારા શરૂઆતના 200 રિટેલ લોકેશન માટે POS Proની કિંમત માફ કરવામાં આવે છે.
થીમShopify Plus પ્લાન તમારા Shopify એકાઉન્ટમાં 100 જેટલી થીમ ઉમેરવાને સપોર્ટ આપે છે, જેથી તમે નવી થીમ અજમાવી શકો, તમારી પ્રકાશિત થીમના સીઝનલ વર્ઝનને રાખી શકો અથવા તમારી પ્રકાશિત થીમની કૉપીમાં થતા ફેરફારોનું પરીક્ષણ કરી શકો.

Shopify Plus વપરાશકર્તાઓ માટે વધારાની સેવાઓ અને સુવિધાઓ

Shopify Plus પ્લાનના અનુભવને વધુ સારો બનાવવા માટેની સેવાઓ અને સુવિધાઓ.
સુવિધાવર્ણન
Shopify Plus પાર્ટનર પ્રોગ્રામShopify Plus પાર્ટનર પ્રોગ્રામમાં સર્વિસ પાર્ટનર્સ છે જેઓ તમારા ઉચ્ચ-વિકાસવાળા વ્યવસાયને સપોર્ટ કરતા સોલ્યુશન પ્રદાન કરવા માટે તેમની ટેકનીકલ કુશળતા માટે પસંદ કરવામાં આવે છે.
સ્ટેજિંગ સ્ટોરShopify Plus પ્લાન અનલિમિટેડ સ્ટેજિંગ સ્ટોરને સપોર્ટ આપે છે.
સુવિધા ટેસ્ટ ડ્રાઇવપ્રોડક્શનના ફ્લોમાં ખલેલ પહોંચાડ્યા વિના નવા પ્લૅટફૉર્મની સુવિધાઓ અને APIની ટ્રાયલ લેવા માટે અર્લી-ઍક્સેસ વાતાવરણને ઍક્સેસ કરો. તમારા સ્ટોર પર નવી સુવિધાઓના રિલીઝને નિયંત્રિત કરો.
ફાઇલ સ્ટૉરેજShopify Plus પ્લાનમાં પ્રત્યેક સ્ટોર દીઠ 1 TBનું ફાઇલ સ્ટૉરેજ શામેલ છે. જો તમને વધારાના સ્ટૉરેજની જરૂર હોય, તો તમે ચૂકવણીવાળું સ્ટૉરેજ વધારવા માટેની વિનંતી કરવા Shopify સપોર્ટનો સંપર્ક કરી શકો છો.
સ્થાનોShopify Plus પ્લાન 200 સુધી સ્થાનો ઉમેરવાનું સમર્થન કરે છે જેથી તમે વિવિધ સ્થાનો પર ઇન્વેન્ટરીને ટ્રેક કરી શકો અને ઑર્ડર પૂર્ણ કરી શકો.
માર્કેટવિવિધ પ્રદેશોમાં જથ્થાબંધ વેચાણ કરવા માટે B2B માર્કેટ્સ બનાવો અને દરેક માર્કેટ માટે Checkout Blocks કસ્ટમાઇઝ કરો. બધા Shopify પ્લાનમાં અમર્યાદિત સંખ્યામાં દેશ અથવા પ્રદેશના માર્કેટ્સ શામેલ છે. માર્કેટ મુજબ થીમ એડિટરનું કસ્ટમાઇઝેશન Advanced અને તેથી ઉચ્ચ પ્લાન પર ઉપલબ્ધ છે. અમર્યાદિત B2B કૅટેલોગ અને કંપનીના સ્થાનો પર કૅટેલોગનું સીધું અસાઇનમેન્ટ માત્ર Shopify Plus પ્લાન પર જ ઉપલબ્ધ છે.
કૅરિઅર-કૅલ્ક્યુલેટેડ શિપિંગકૅરિઅર-કૅલ્ક્યુલેટેડ શિપિંગ તમને તૃતીય-પક્ષ શિપિંગ સેવા સાથે એકીકૃત થવા દે છે, જેથી તમારા ગ્રાહકો જ્યારે તમારા સ્ટોરમાં ઑર્ડર આપે તે સમયે તેમને અપ-ટૂ-ડેટ શિપિંગ દર અને વિકલ્પો પ્રદાન કરી શકાય. સ્પર્ધાત્મક શિપિંગ દરો DHL Express, UPS અને USPS તરફથી ઉપલબ્ધ છે.
પેમેન્ટ ઑથોરાઇઝેશન અને કૅપ્ચરચોક્કસ ક્રેડિટ કાર્ડ માટે પ્રમાણભૂત 7 દિવસથી વધુનો વિસ્તૃત ઑથોરાઇઝેશન સમયગાળો ઉપલબ્ધ છે. Visa, Mastercard અને American Express માટે 30 દિવસ સુધી, તથા Discover અને JCB (Japan Credit Bureau) માટે 10 દિવસ સુધી ઑથોરાઇઝ કરી શકાય છે. પ્રમાણભૂત 7-દિવસના સમયગાળા પછી કૅપ્ચર કરવા પર 1.75% વધારાનો ચાર્જ લાગુ પડે છે. દેખરેખ માટે ઑર્ડર્સ પેજ પર ઑથોરાઇઝેશનની સમાપ્તિ તારીખો પ્રદર્શિત થાય છે.
સુરક્ષા અને અનુપાલનShopify Plus પ્લાન લેવલ 1 PCI DSS (પેમેન્ટ કાર્ડ ઇન્ડસ્ટ્રી ડેટા સિક્યોરિટી સ્ટાન્ડર્ડ) અને સંપૂર્ણ અનુપાલન અને ડેટા એન્ક્રિપ્શન સાથે SOC2 પ્રમાણિત છે. બિલ્ટ-ઇન છેતરપિંડી વિશ્લેષણ અને બૉટ મિટિગેશનમાં ફ્લેશ સેલ અને પ્રોડક્ટ લૉન્ચ દરમિયાન ઍડવાન્સ્ડ બૉટ પ્રોટેક્શન શામેલ છે, જેથી વધુ માંગવાળા રિલીઝ દરમિયાન યોગ્ય ગ્રાહકોને ઍક્સેસ સુનિશ્ચિત કરી શકાય.
રિપોર્ટિંગ અને ઍનાલિટિક્સગ્રાહક સેગમેન્ટ અને ગ્રાહકના વર્તન માટે બિલ્ટ-ઇન ડેટા અને ઍનાલિટિક્સ ઍક્સેસ કરો. કસ્ટમ ડેશબોર્ડ અને એક્સપોર્ટ કરી શકાય તેવા ડેટા સાથે ઍડવાન્સ્ડ સેલ્સ, કોહોર્ટ, ઇન્વેન્ટરી અને ગ્રાહક રિપોર્ટ ઉપલબ્ધ છે. સર્વગ્રાહી ડેટા અને આંતરદૃષ્ટિ તમામ સ્ટોર પર વિસ્તૃત રિપોર્ટિંગ પ્રદાન કરે છે.
સ્કેલેબિલિટી અને પ્રદર્શનShopify Plus પ્લાનમાં અમર્યાદિત બેન્ડવિડ્થ, Cloudflare દ્વારા સંચાલિત વિશ્વ-સ્તરનું કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક (CDN), ઑટોમેટિક પ્લૅટફૉર્મ અપડેટ્સ અને DDoS પ્રોટેક્શન શામેલ હોઈ શકે છે. Shopify Plus પ્લાનમાં 99.99% અપટાઇમ SLA (સેવા સ્તરનો કરાર) પણ શામેલ હોઈ શકે છે.
Shopify AudiencesShopify Audiences નો ઉપયોગ કરીને ઉચ્ચ-ઉદ્દેશ ધરાવતા ગ્રાહકોને શોધો. હાલના ગ્રાહકોને જાહેરાત ઝુંબેશમાંથી બાકાત રાખો, સંભવિત ખરીદદારોને ફરીથી લક્ષ્ય બનાવો અને ક્રોસ-સ્ટોર ઑડિયન્સ પૂલનો લાભ લો.