સ્ટોર ડિઝાઇન માટેનું ચેકલિસ્ટ
જ્યારે તમે Shopify સાથે શરૂઆત કરી રહ્યા હોવ, ત્યારે તમારા ગ્રાહકોમાં વિશ્વાસ ઊભો કરવા માટે તમારે તમારા સ્ટોરમાં કેટલીક વસ્તુઓ ઉમેરવાનું વિચારવું જોઈએ. જ્યારે મુલાકાતીઓને તમારા સ્ટોર પર વિશ્વાસ હોય, ત્યારે તેઓ ઑર્ડર આપે તેવી શક્યતા વધુ રહે છે.
આ ચેકલિસ્ટ તમારા સ્ટોરના મુલાકાતીઓ સાથે વિશ્વાસ કેળવવામાં તમને મદદ કરવા માટે અન્ય Shopify સ્ટોર્સની સફળતાના આધારે બનાવવામાં આવ્યું છે.
તપાસો કે તમારો સ્ટોર નીચેની સુવિધાઓનો ઉપયોગ કરી રહ્યો છે કે નહીં:
ખાતરી કરો કે તમારા સ્ટોરનું મેનૂ બધા ઉપકરણો પર સમજવા અને ઉપયોગમાં લેવા માટે સરળ છે.
અમારા વિશેના પૃષ્ઠની મદદથી તમારી બ્રાંડની વાર્તા અને મૂલ્યો શેર કરો.
તમારો સંપર્ક કેવી રીતે કરવો તે વિશેની માહિતી સંપર્ક પૃષ્ઠમાં શામેલ કરો.
તમારા પ્રોડક્ટ પૃષ્ઠો પર એક કરતા વધુ ફોટા અને વીડિયો શામેલ કરો.
તમારા પ્રોડક્ટ વર્ણનોને ગોઠવવા અને શામેલ કરવા માટે તમારા પ્રોડક્ટ પૃષ્ઠ પર બ્લૉકનો ઉપયોગ કરો.
ખાતરી કરો કે તમારી શિપિંગ નીતિમાં આંતરરાષ્ટ્રીય ઑર્ડર માટે કર અને ડ્યૂટીની માહિતી શામેલ હોય.
તમારા સ્ટોર માટે સ્પષ્ટ રિટર્ન પૉલિસી જનરેટ કરો અથવા ઉમેરો.
તમારો સ્ટોર ઝડપી રહે તે માટે, તમારા પૃષ્ઠના લોડ થવાના સમયનું પરીક્ષણ કરો અને ઇમેજને ઑપ્ટિમાઇઝ કરો, વણવપરાયેલી ઍપ કાઢી નાખો અને કામ ન કરતી લિંકને ઠીક કરો.
ઑનલાઇન સ્ટોરની સ્પીડની સમીક્ષા કરો.
ઇમેજ, મેનૂ અને ચેકઆઉટ નાની સ્ક્રીન પર યોગ્ય રીતે કામ કરે છે કે નહીં, તે ચકાસવા માટે ફોન પર તમારી થીમનું પ્રીવ્યૂ જુઓ.
ચેકઆઉટ પ્રક્રિયા શરૂઆતથી અંત સુધી સરળતાથી કામ કરે છે તેની ખાતરી કરવા માટે ટેસ્ટ ઑર્ડર આપો.