ABC ઇન્વેન્ટરી વિશ્લેષણ
સામાન્ય રીતે, તમને એવું જોવા મળી શકે છે કે માત્ર કેટલીક પ્રોડક્ટથી તમારા મોટા ભાગના નફાની આવક થતી હોય. અન્ય પ્રોડક્ટનો ભાગ્યે જ ઑર્ડર આપવામાં આવતો હોય છે, અને તેમાં બિનજરૂરી વેરહાઉસિંગ, જાળવણી અથવા જાહેરાતના ખર્ચ થઈ શકે છે. આનાથી એવી રોકડ ફસાઈ શકે છે જેનો ઉપયોગ તમે તમારા સ્ટોરમાં અન્યથા કરી શકતા હોત. છેલ્લે, કેટલીક પ્રોડક્ટનું થોડું વેચાણ થાય છે, કોઈ ટૉપ સેલર બની જાય છે, અથવા કેટલીકવાર તેનું બિલકુલ વેચાણ થતું નથી.
આ અવલોકન વિવિધ ક્ષેત્રોમાં જોવા મળે છે, જ્યાં સિસ્ટમનું મોટાભાગનું આઉટપુટ ઇનપુટના નાના હિસ્સાને કારણે થાય છે. તેને સામાન્ય રીતે 80/20 નિયમ અથવા પેરેટો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે.
ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં, ABC વિશ્લેષણ આ સિદ્ધાંતનો ઉપયોગ કરે છે અને તમારી પ્રોડક્ટ્સને ત્રણ કૅટેગરીમાં મૂકે છે, જે તમારા વ્યવસાયના પ્રયાસો ક્યાં કેન્દ્રિત કરવા તેને પ્રાધાન્ય આપવામાં તમને મદદ કરે છે. તમે તમારા Shopify ઍડમિનમાં પ્રોડક્ટ દ્વારા ABC વિશ્લેષણ રિપોર્ટને ઍક્સેસ કરી શકો છો. જો તમારો સ્ટોર Basic અથવા Lite પ્લાન પર છે, તો તમે Shopify App Store પરથી ABC વિશ્લેષણ સાથેની રિપોર્ટિંગ ઍપ ડાઉનલોડ કરી શકો છો.
ABC ઇન્વેન્ટરી વિશ્લેષણ ગ્રેડ
ABC વિશ્લેષણ તમારી પ્રોડક્ટ્સને નીચે મુજબના ગ્રેડમાં વિભાજિત કરે છે:
- A-ગ્રેડ: આ તમારી સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ્સ છે જે તમારી આવકના આશરે 80% માટે જવાબદાર છે. A-ગ્રેડ પ્રોડક્ટ્સ તમારી સૌથી અગત્યની પ્રોડક્ટ્સ છે.
- B-ગ્રેડ: આ પ્રોડક્ટ તમારી 15% આવક માટે જવાબદાર હોય છે. આ કૅટેગરીની પ્રોડક્ટ કેટલીકવાર A લેવલ અથવા C લેવલ પર જાય છે.
- C-ગ્રેડ: આ પ્રોડક્ટ તમારી 5% આવક માટે જવાબદાર હોય છે.
ABC ઇન્વેન્ટરી વિશ્લેષણ લાગુ કરવું
તમારી A-ગ્રેડની પ્રોડક્ટ પર સૌથી વધુ ધ્યાન આપો. આ એવી પ્રોડક્ટ છે જે તમારી મોટાભાગની આવક માટે જવાબદાર હોય છે અને આ પ્રોડક્ટ માટે ઇન્વેન્ટરીનો અભાવ તમારા વેચાણને અસર કરી શકે છે. તેનાથી વિપરીત, જો તમે તમારી C-ગ્રેડની પ્રોડક્ટનો જરૂર કરતાં વધુ સ્ટૉક રાખો છો અથવા તેને હંમેશાં સ્ટૉકમાં રાખવા પર વધુ પડતો ભાર મૂકો છો, તો તેમાં બિનજરૂરી ખર્ચ થઈ શકે છે.
A-ગ્રેડની પ્રોડક્ટ માટેની વ્યૂહરચનાઓ
A ગ્રેડ ધરાવતી પ્રોડક્ટ તમારી 80% આવક માટે જવાબદાર હોય છે અને તે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરતી પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ માટે, નીચેની વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવા પર વિચાર કરો:
- નુકસાન અને ચોરી ટાળવા માટે A-ગ્રેડ ઇન્વેન્ટરી પર બહેતર નિયંત્રણો તથા સુરક્ષા રાખો.
- A-ગ્રેડની ઇન્વેન્ટરી હંમેશાં હાથ પર રાખો. A-ગ્રેડ ઇન્વેન્ટરીનો બૅકઅપ સ્ટૉક રાખવા પર વિચાર કરો અને તમને ઇન્વેન્ટરી સમાપ્ત થઈ જવાનો અંદાજ હોય, તેના ઘણા સમય પહેલાં આ પ્રોડક્ટને રિઑર્ડર કરો.
- તમારી માર્કેટિંગ સામગ્રી અને ઝુંબેશમાં A-ગ્રેડની પ્રોડક્ટને વધુ વિઝિબિલિટી આપો.
B-ગ્રેડની પ્રોડક્ટ માટેની વ્યૂહરચનાઓ
B ગ્રેડ ધરાવતી પ્રોડક્ટ તમારી આવકની મધ્યમ ટકાવારીનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રોડક્ટ વારંવાર A ગ્રેડ અને C ગ્રેડ વચ્ચે બદલાતી રહે છે. આ પ્રોડક્ટ તમારી A-ગ્રેડની પ્રોડક્ટ જેટલી મૂલ્યવાન નથી, પરંતુ કઈ પ્રોડક્ટ ક્યારેક-ક્યારેક A ગ્રેડમાં અને કઈ C ગ્રેડમાં બદલાય છે તેના પર ધ્યાન આપો.
આ પ્રોડક્ટ માટે, નીચેની વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવા પર વિચાર કરો:
- B-ગ્રેડની ઇન્વેન્ટરી હંમેશાં હાથ પર રાખો. આ પ્રોડક્ટને રિઑર્ડર કરો, જેથી સ્ટૉક સમાપ્ત થઈ જવા વિશેના તમારા અંદાજના થોડા સમય પહેલાં નવો સ્ટૉક આવી જાય.
- B-ગ્રેડની પ્રોડક્ટને A-ગ્રેડની પ્રોડક્ટ સાથે બંડલ અથવા ઍડ-ઑન તરીકે પ્રમોટ કરો.
- ક્યારેક-ક્યારેક A ગ્રેડમાં બદલાતી પ્રોડક્ટ માટે A-ગ્રેડની વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવા પર વિચાર કરો.
- ક્યારેક-ક્યારેક C ગ્રેડમાં બદલાતી પ્રોડક્ટ માટે C-ગ્રેડની વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવા પર વિચાર કરો.
C-ગ્રેડની પ્રોડક્ટ માટેની વ્યૂહરચનાઓ
C ગ્રેડ ધરાવતી પ્રોડક્ટ તમારી આવકની નાની ટકાવારીનું પ્રતિનિધિત્વ કરે છે. તેને ઘણીવાર ડેડ અથવા ધીમી ગતિએ વેચાતી ઇન્વેન્ટરી માનવામાં આવે છે. જોકે, તેમના કારણે હજી પણ થોડું વેચાણ થાય છે અને તેમનું વેચાણ થઈ જવાથી ખરાબ ગ્રાહકનો અનુભવ મળી શકે છે. ઘણીવાર સ્ટૉક વેચી કાઢવો અને તમારા કૅટેલોગમાંથી પ્રોડક્ટ હટાવી દેવી વધુ નફાકારક હોય છે.
આ પ્રોડક્ટ માટે, નીચેની વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવા પર વિચાર કરો:
- C-ગ્રેડની ઇન્વેન્ટરીને ડિસ્કાઉન્ટ પર વેચો અને તે વેચાઈ ગયા પછી તમારા કૅટેલોગમાંથી પ્રોડક્ટ હટાવી દો.
- વેચાણ વધારવા માટે અન્ય ખરીદી સાથે C-ગ્રેડની ઇન્વેન્ટરી મફતમાં આપો.
- C-ગ્રેડની ઇન્વેન્ટરી ચૅરિટીમાં આપી દો.
- વેરહાઉસ ખર્ચ ઘટાડવા માટે C-ગ્રેડની ઇન્વેન્ટરીને ઓછી વાર અથવા સમયસર ઑર્ડર કરો.
- જ્યાં સુધી C-ગ્રેડની ઇન્વેન્ટરી તમારા વ્યવસાય માટે અન્ય હેતુ સિદ્ધ ન કરે, ત્યાં સુધી તેને ઑર્ડર કરવાનું બંધ કરો.