માર્કેટ બનાવવા અને તેને સક્રિય કરવા

વિભિન્ન ગ્રાહક સમૂહોને તમે ક્યાં અને કેવી રીતે વેચાણ કરશો તે વ્યાખ્યાયિત કરવા માટે તમે તમારા Shopify ઍડમિનમાં માર્કેટ પેજ પરથી માર્કેટ બનાવી શકો છો. તમે કોઈ માર્કેટ બનાવ્યા પછી, ગ્રાહકો માટે તેને ઉપલબ્ધ કરાવવા તમે તેના કસ્ટમાઇઝેશનને કન્ફિગર કરીને તેને સક્રિય કરી શકો છો.

તમારા ડિફૉલ્ટ માર્કેટનો રિવ્યૂ કરો

જ્યારે તમે Shopify સ્ટોર બનાવો છો, ત્યારે તમારા માટે નીચેના માર્કેટ ઑટોમૅટિક રીતે બની જાય છે:

  • સ્થાનિક માર્કેટ: તમારા સ્ટોરનું ઘરનું સરનામું અને ચલણ દ્વારા નિર્ધારિત થયેલો તમારા સ્ટોરનો મુખ્ય દેશ અથવા પ્રદેશ. આ તમારું સ્થાનિક માર્કેટ છે અને તે ડિફૉલ્ટ ગ્રાહક અનુભવ રજૂ કરે છે. તમારા સ્થાનિક માર્કેટનો દેશ ડિફૉલ્ટ રૂપે તમારા બૅકઅપ પ્રદેશ તરીકે સેટ હોય છે.
  • આંતરરાષ્ટ્રીય માર્કેટ: એવા દેશો અથવા પ્રદેશોનું ક્યુરેટ કરેલું લિસ્ટ જ્યાં તમારા જેવા સમાન વેપારીઓ પણ વેચાણ કરે છે. આ માર્કેટ ડિફૉલ્ટ રૂપે નિષ્ક્રિય હોય છે.
  • ભલામણ કરેલા માર્કેટ: યુરોપિયન યુનિયનના કેટલાક નવા સ્ટોરને EUના અન્ય દેશો માટે ડ્રાફ્ટ માર્કેટ પણ મળે છે. ભલામણ કરેલા દરેક માર્કેટ માટે શિપિંગ દર અને ટૅક્સ રજિસ્ટ્રેશન સેટ કરેલાં હોય છે અને તમે તેને સક્રિય કરો ત્યાં સુધી તે નિષ્ક્રિય રહે છે.

તમે આ માર્કેટનો ઉપયોગ કરવાનું શરૂ કરો તે પહેલાં તેનો રિવ્યૂ કરો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, માર્કેટ પર જાઓ.

  2. તમારા સ્થાનિક માર્કેટનો રિવ્યૂ કરી કન્ફર્મ કરો કે તે તમારા સ્થાનિક વેચાણ પ્રદેશ સાથે મેળ ખાય છે.

  3. તમારા માટે કયા દેશોનું સૂચન કરવામાં આવ્યું છે તે નક્કી કરવા આંતરરાષ્ટ્રીય માર્કેટનો રિવ્યૂ કરો.

  4. વૈકલ્પિક: જો સ્ટોરમાં ભલામણ કરેલા માર્કેટ હોય, તો દરેક પર ક્લિક કરીને તેના શિપિંગ દર, કર અને અન્ય સેટિંગ્સ તપાસો.

જો તમને જણાય કે આ માર્કેટ તમારી પસંદગીઓ અનુરૂપ નથી, તો તમે નવા માર્કેટ બનાવી શકો છો અથવા અસ્તિત્વમાં છે તેમાં ફેરફાર કરી શકો છો.

તમારી માર્કેટ વ્યૂહરચનાનું આયોજન કરો

તમે જેના માટે કસ્ટમાઇઝ કરેલો અનુભવ ઇચ્છતા હોવ એવા વ્યક્તિગત માર્કેટ બનાવવાની યોજના બનાવો. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે સમગ્ર યુરોપ માટે એક જ વેચાણની વ્યૂહરચના છે, તો તમે યુરોપના તમામ દેશોને સમાવતું એક માર્કેટ બનાવી શકો છો. જો તમે યુરોપની અંદરના વિવિધ દેશો અને પ્રદેશો માટે અલગ-અલગ કસ્ટમાઇઝેશન કરવાની યોજના ધરાવો છો, તો તમે એ દેશો અને પ્રદેશો માટે વ્યક્તિગત માર્કેટ બનાવી શકો છો.

માર્કેટ બનાવો

  1. તમારા Shopify ઍડમિનમાંથી, માર્કેટ પર જાઓ.

  2. માર્કેટ બનાવો પર ક્લિક કરો.

  3. નામ વિભાગમાં, તમારા નવા માર્કેટ માટે નામ દાખલ કરો.

  4. નામ ફીલ્ડની બાજુમાં, તમારા નવા માર્કેટ માટે પબ્લિશિંગ સ્ટેટસ પસંદ કરો. નવું માર્કેટ બનતાની સાથે જ તેને ગ્રાહકોને બતાવવા માટે સક્રિય પસંદ કરો અથવા તેને તમારા ઑનલાઇન સ્ટોર પર બતાવતા પહેલાં માર્કેટનું પ્રીવ્યૂ જોવા માટે ડ્રાફ્ટ પસંદ કરો.

  5. શામેલ છે વિભાગમાં, શરત ઉમેરો પર ક્લિક કરો. આ શરત વ્યાખ્યાયિત કરે છે કે માર્કેટ તમારા કયા ગ્રાહકોને બતાવવામાં આવશે:

    • પ્રાદેશિક માર્કેટ બનાવવા માટે, પ્રદેશો પસંદ કરો અને પછી જેના માટે માર્કેટ બનાવવાનું હોય તે દેશ અથવા પ્રદેશોને પસંદ કરો.
    • ઉપ-પ્રદેશનું માર્કેટ બનાવવા માટે, પ્રદેશો પસંદ કરો, તમે જેને લક્ષ્યાંકિત કરવા માંગતા હો તે દેશ ખોલો અને પછી જેના માટે માર્કેટ બનાવવાનું હોય તે રાજ્યો અથવા પ્રાંતો પસંદ કરો. ઉપ-પ્રદેશના માર્કેટ્સ વિશે વધુ જાણો.
    • B2B માર્કેટ બનાવવા માટે, કંપનીના સ્થાનો પસંદ કરો અને પછી જેના માટે માર્કેટ બનાવવાનું હોય તે કંપનીના સ્થાનો પસંદ કરો. માર્કેટને એક ક્ષેત્ર સુધી મર્યાદિત કરવા માટે, ફક્ત કોઈ વિશિષ્ટ પ્રદેશ અથવા રાજ્ય કે પ્રાંત જેવા ઉપ-પ્રદેશમાં જ કંપનીના સ્થાનો બતાવવા માટે in ફિલ્ટરનો ઉપયોગ કરો.
    • રિટેલ માર્કેટ બનાવવા માટે, POS સ્થાનો પસંદ કરો અને પછી જેના માટે માર્કેટ બનાવવાનું હોય તે રિટેલ લોકેશન્સ પસંદ કરો.
    • ચેનલ માર્કેટ બનાવવા માટે, ચેનલો પસંદ કરો અને પછી જેના માટે માર્કેટ બનાવવાનું હોય તે સેલ્સ ચેનલો પસંદ કરો.
  6. વારસામાં મળેલાં વિભાગમાં, તમારા નવા માર્કેટ માટેના કસ્ટમાઇઝેશન્સનો રિવ્યૂ કરો. આ સેટિંગ્સ તમારા સ્ટોરના ડિફૉલ્ટ્સમાંથી અથવા જો નવા માર્કેટનું કોઈ પેરન્ટ માર્કેટ હોય, તો તેમાંથી વારસામાં મળે છે.

  7. વૈકલ્પિક: કોઈ સેટિંગને બદલવા માટે તેની બાજુમાં આપેલા Plus Circle Icon પર ક્લિક કરો. તમે ફેરફાર કરો, તે પછી સેટિંગને વારસામાં મળેલાં વિભાગમાંથી ખસેડીને કસ્ટમાઇઝ કરેલાં વિભાગમાં લઈ જવામાં આવે છે.

  8. સેવ કરો પર ક્લિક કરો.

તમારા માર્કેટ સેટિંગ્સ કન્ફિગર કરો

તમે માર્કેટ બનાવો તે પછી, તમે તમારી વેચાણ વ્યૂહરચના સાથે મેળ ખાવા માટે તેના કસ્ટમાઇઝેશન્સને કન્ફિગર કરી શકો છો. તમારા માર્કેટનાં સેટિંગ્સ ઍક્સેસ કરવા માટે તેને માર્કેટ્સ પેજ પર ક્લિક કરો. તમે માર્કેટમાં કરી શકો તેવા કસ્ટમાઇઝેશન્સ વિશે વધુ માહિતી માટે કસ્ટમાઇઝેશન્સ નો સંદર્ભ લો.

તમારું માર્કેટ ઍક્ટિવેટ કરો

તમે તમારા માર્કેટનાં સેટિંગ્સ કન્ફિગર કરી લો, તે પછી તેને ગ્રાહકો માટે ઉપલબ્ધ કરવા માટે તેને ઍક્ટિવેટ કરો. જો તમે કોઈ માર્કેટને ડ્રાફ્ટ તરીકે બનાવો છો અથવા જો તમે નવા માર્કેટમાંના બધા દેશોમાં પહેલાથી શિપિંગ નથી કરતા, તો માર્કેટ ડિફૉલ્ટ રૂપે નિષ્ક્રિય રહે છે. નિષ્ક્રિય માર્કેટ્સમાંના ગ્રાહકો ખરીદી પૂર્ણ કરી શકતા નથી અને જ્યારે તેઓ તમારા સ્ટોરની મુલાકાત લે છે ત્યારે તેમને બૅકઅપ પ્રદેશનો અનુભવ મળે છે.

માર્કેટ ઍક્ટિવેટ કરતાં પહેલાં, ખાતરી કરો કે માર્કેટમાંના બધા દેશો માટે શિપિંગ દર કન્ફિગર કરેલા છે.

જ્યારે તમે ભલામણ કરેલા માર્કેટને સક્રિય કરો છો, ત્યારે સ્ટોરમાં નીચેના ફેરફારો પણ થાય છે:

  • માર્કેટની ભાષા સ્ટોરમાં ઉમેરાય છે અને પ્રકાશિત થાય છે.
  • તે ભાષાને ડિફૉલ્ટ તરીકે રાખીને માર્કેટ માટે એક સબફૉલ્ડર બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ફ્રાંસ માર્કેટ ઍક્ટિવેટ કરવાથી /fr-fr સબફૉલ્ડર બને છે. જ્યારે ઑટોમૅટિક રિડાયરેક્શન લાગુ થાય છે, ત્યારે તે દેશના ગ્રાહકોને સબફૉલ્ડર URL પર ડાયરેક્ટ કરવામાં આવે છે.
  • જો તમે Translate & Adapt ઍપનો ઉપયોગ કરો છો, તો માર્કેટની ભાષામાં આપમેળે અનુવાદ ચાલુ થાય છે.

આ ફેરફારો હંમેશાં કરવામાં આવતા નથી. ઉદાહરણ તરીકે, નીચેના કિસ્સાઓમાં તેમને છોડી દેવામાં આવે છે:

  • માર્કેટની ભાષા તમારા સ્ટોરની પ્રાથમિક ભાષા છે અથવા તમારા સ્ટોરમાં પહેલાં તે ભાષા હતી.
  • તમારો સ્ટોર તેના પ્લાનની ભાષાની મર્યાદા સુધી પહોંચી ગયો છે.
  • માર્કેટ પાસે પહેલેથી જ તેનું પોતાનું ડોમેન અથવા સબફોલ્ડર છે અથવા તમારો સ્ટોર તેના માર્કેટ્સ માટે અન્ય ડોમેનનો ઉપયોગ કરે છે.
  • માર્કેટ પેરન્ટ માર્કેટ હેઠળ આવે છે.
  • કોઈ અન્ય માર્કેટ પહેલેથી જ તે સબફોલ્ડરનો ઉપયોગ કરે છે.

માર્કેટ સક્રિય કર્યા પછી તેની ભાષા અથવા સબફોલ્ડર બદલવા માટે, માર્કેટ્સમાં ડોમેન અને ભાષાઓ અસાઇન કરવા નો સંદર્ભ લો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, માર્કેટ પર જાઓ.

  2. તમે જે માર્કેટ ઍક્ટિવેટ કરવા માંગતા હો તેના પર ક્લિક કરો.

  3. સ્ટેટસને ડ્રાફ્ટ માંથી સક્રિય માં બદલો.

  4. સેવ કરો પર ક્લિક કરો.