Faire સેલ્સ ચેનલમાં પ્રોડક્ટ્સ ઇમ્પોર્ટ કરવી અને તમારા પ્રોડક્ટ કૅટેલોગને મેનેજ કરવું

તમે તમારી પ્રોડક્ટ્સને Shopify થી Faire માં ઇમ્પોર્ટ કરી શકો છો અને Faire સેલ્સ ચેનલમાં તમારા પ્રોડક્ટ કૅટેલોગને મેનેજ કરી શકો છો. તમારી ઇમ્પોર્ટ કરેલી પ્રોડક્ટ્સ Faire સાથે આપમેળે લિંક થઈ જાય છે. લિંક કરેલી પ્રોડક્ટ્સ તમને Shopify અને Faire ની વચ્ચે ઑર્ડર અને ઇન્વેન્ટરી સિંક કરવાની સુવિધા આપે છે.

તમે Shopify અને Faire પર તમારી પ્રોડક્ટ્સનું પ્રીવ્યૂ પણ કરી શકો છો.

Faire પર Shopify પ્રોડક્ટ્સ ઇમ્પોર્ટ કરો

તમે Faire પર તમારી Shopify પ્રોડક્ટ્સ ઇમ્પોર્ટ અને પ્રકાશિત કરી શકો છો. તમે જે ચોક્કસ પ્રોડક્ટ્સ ઇમ્પોર્ટ કરવા માગતા હોવ, તેને પસંદ કરી શકો છો. જ્યારે તમે પ્રોડક્ટ્સ ઇમ્પોર્ટ કરો છો, ત્યારે તમારે તમારી પ્રોડક્ટની કિંમત નિર્ધારણ વ્યૂહરચના સ્પષ્ટ કરવાની અને Faireમાં તમારી પ્રોડક્ટ્સની કિંમત કઈ રીતે નક્કી કરવી તે કન્ફિગર કરવાની જરૂર રહે છે. તમારી Shopify પ્રોડક્ટ્સને ઇમ્પોર્ટ કર્યા પછી, તે આપમેળે Faire સાથે લિંક થઈ જાય છે.

Shopify થી Faire પર પ્રોડક્ટ્સ ઇમ્પોર્ટ કરવા માટે, તમારી પ્રોડક્ટ્સ પાસે નીચેની માહિતી હોવી જરૂરી છે:

  • પ્રોડક્ટનું શીર્ષક
  • પ્રોડક્ટ વર્ણન
  • ઓછામાં ઓછી એક પ્રોડક્ટ ઇમેજ
  • પ્રોડક્ટની કિંમત

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, વેચાણ ચૅનલ > Faire: Sell Wholesale પર જાઓ.

  2. પ્રોડક્ટ પ્રકાશિત કરવાનું સ્ટેટસ વિભાગમાં, રિવ્યૂ અને ઇમ્પોર્ટ કરો પર ક્લિક કરો.

  3. તમે Faire પર જે પ્રોડક્ટ્સ ઇમ્પોર્ટ કરવા માગતા હોવ તેને પસંદ કરો અને પછી આગળ પર ક્લિક કરો.

  4. તમારી પ્રોડક્ટની વિગતોનો રિવ્યૂ કરો અને કન્ફર્મ કરો:

    1. Shopifyમાં તમારી પ્રોડક્ટ્સની કિંમત નિર્ધારણ વ્યૂહરચનાને કન્ફર્મ કરો:
      1. Shopify પ્રાઇસિંગ લાઇનમાં, એડિટ કરો પર ક્લિક કરો.
      2. Shopifyમાં તમારી પ્રોડક્ટ્સની કિંમત કઈ રીતે નક્કી કરો છો તે પસંદ કરો અને પછી સાચવો પર ક્લિક કરો.
    2. તમારી જથ્થાબંધ અથવા છૂટક પ્રોડક્ટની કિંમતની ગણતરી કઈ રીતે કરવી તે કન્ફર્મ કરો:
      1. જથ્થાબંધ કિંમત અથવા છૂટક કિંમત લાઇનમાં, એડિટ કરો પર ક્લિક કરો.
      2. ગણતરીના સમીકરણને ઍડજસ્ટ કરો અને પછી સાચવો પર ક્લિક કરો.
    3. તમે તમારી પ્રોડક્ટ્સને કેસમાં વેચો છો કે નહીં તે કન્ફર્મ કરો:
      1. કેસમાં વેચો લાઇનમાં, એડિટ કરો પર ક્લિક કરો.
      2. જો તમે કેસમાં પ્રોડક્ટ વેચતા હો, તો હા પસંદ કરો અને પછી એક કેસમાં પ્રોડક્ટની સંખ્યા દાખલ કરો.
      3. સાચવો પર ક્લિક કરો.
  5. પ્રોડક્ટ પ્રકાશિત કરો પર ક્લિક કરો.

પ્રોડક્ટ લિંક અને અનલિંક કરવી

તમે Faireમાંથી Shopify પર પ્રોડક્ટ લિંક કરી શકો છો. લિંક કરેલી પ્રોડક્ટ Shopify અને Faire વચ્ચે તમારા ઑર્ડર અને ઇન્વેન્ટરી માટે ઑટોમૅટિક રીતે સિંક થઈ જાય છે. તમે તમારી Shopify પ્રોડક્ટને Faireમાં ઇમ્પોર્ટ કરો તે પછી, તે Faire સાથે ઑટોમૅટિક રીતે લિંક થઈ જાય છે.

જો તમે કોઈ પ્રોડક્ટને અનલિંક કરો છો, તો તમે Shopify અને Faire વચ્ચે પ્રોડક્ટ માટે સિંકને નિષ્ક્રિય કરો છો.

તમારી Shopify પ્રોડક્ટને Faire સાથે લિંક કરો

  1. તમારા Shopify ઍડમિનમાંથી, વેચાણ ચૅનલ > Faire: Sell Wholesale પર જાઓ.

  2. ઉત્પાદનો પર ક્લિક કરો.

  3. લિંક કરેલ નથી ટૅબ પર જાઓ અને પછી તમે Shopify સાથે જે Faire પ્રોડક્ટને લિંક કરવા માંગતા હોવ તેની બાજુમાં પ્રોડક્ટ લિંક કરો પર ક્લિક કરો.

  4. તમે તમારી Faire પ્રોડક્ટને જે Shopify પ્રોડક્ટ સાથે લિંક કરવા માંગતા હો તેને પસંદ કરો અને પછી લિંક કરો પર ક્લિક કરો.

  5. સાચવો પર ક્લિક કરો.

તમારી Shopify પ્રોડક્ટને Faireથી અનલિંક કરો

તમારી Shopify પ્રોડક્ટને Faire સાથે સિંક કરવાનું બંધ કરવા માટે, તમે પ્રોડક્ટને અનલિંક કરી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, વેચાણ ચૅનલ > Faire: Sell Wholesale પર જાઓ.

  2. ઉત્પાદનો પર ક્લિક કરો.

  3. લિંક કરેલ છે ટૅબમાં, તમે Shopifyમાંથી અનલિંક કરવા માંગતા હો તે પ્રોડક્ટને પસંદ કરો અને પછી અનલિંક કરો પર ક્લિક કરો.

  4. સાચવો પર ક્લિક કરો.

Shopify અને Faire પર તમારી પ્રોડક્ટનું પ્રીવ્યૂ કરો

તમારી લિંક કરેલી પ્રોડક્ટ Faire અને તમારા Shopify ઍડમિનમાં કેવી રીતે પ્રદર્શિત થાય છે તેનું તમે પ્રીવ્યૂ કરી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, વેચાણ ચૅનલ > Faire: Sell Wholesale પર જાઓ.

  2. ઉત્પાદનો પર ક્લિક કરો.

  3. Faire પર તમારી પ્રોડક્ટનું પ્રીવ્યૂ કરવા માટે, Faire પ્રોડક્ટ કૉલમમાં, આંખના આઇકન પર ક્લિક કરો.

  4. Shopify પર તમારી પ્રોડક્ટનું પ્રીવ્યૂ કરવા માટે, Shopify પ્રોડક્ટ કૉલમમાં, આંખના આઇકન પર ક્લિક કરો.

Faire પર તમારી બધી પ્રોડક્ટ જોવા માટે તમે Faire પર પ્રોડક્ટ જુઓ પર પણ ક્લિક કરી શકો છો.