તમારા Faire ઍપનાં સેટિંગ્સ કન્ફિગર કરવા અને મેનેજ કરવા
Faire ઍપ સેટઅપ કર્યા પછી, તમે સેટિંગ પેજ પરથી તમારા સિંકિંગ અને ઇન્વેન્ટરી પ્રિફરન્સિસ કન્ફિગર અને મેનેજ કરી શકો છો. તમે Shopifyમાંથી તમારું Faire એકાઉન્ટ ડિસ્કનેક્ટ પણ કરી શકો છો.
આ પેજ પર
તમારા સિંકિંગ પ્રિફરન્સિસ કન્ફિગર કરો
તમે તમારા Shopify ઍડમિન પર તમારી નવી Faire પ્રોડક્ટ્સને કેવી રીતે સિંક કરવી તે પસંદ કરી શકો છો. સિંકિંગ પ્રિફરન્સિસ વિશે વધુ જાણવા માટે નીચેના ટેબલનો રિવ્યૂ કરો.
| સિંકિંગ સેટિંગ | વર્ણન |
|---|---|
| Shopifyમાં આપમેળે નવાં આઇટમ લિસ્ટિંગ્સ બનાવો | તમે Faire પર ખરીદી કરો તે પછી તમારા Shopify ઍડમિનમાં નવું પ્રોડક્ટ લિસ્ટિંગ બનાવવું કે નહીં તે પસંદ કરો. તમે તમારાં નવાં પ્રોડક્ટ લિસ્ટિંગ્સમાં આપમેળે કૅટેગરી લાગુ કરવાનું પસંદ કરી શકો છો. |
| Shopifyમાં મેળ ખાતા SKUવાળી આઇટમ આપમેળે લિંક કરો | સમાન SKUવાળી Faire પ્રોડક્ટ્સને Shopify પ્રોડક્ટ્સ સાથે લિંક કરવી કે નહીં તે પસંદ કરો. |
| Shopifyમાં આઇટમ આપમેળે પ્રકાશિત કરો | Faire પરથી તમારા ઑનલાઇન સ્ટોરમાં તમારાં નવાં પ્રોડક્ટ લિસ્ટિંગ્સ આપમેળે પ્રકાશિત કરવાં કે નહીં તે પસંદ કરો. |
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Faire: Buy Wholesale પર જાઓ.
સેટિંગ પર ક્લિક કરો.
સિંકિંગ પ્રિફરન્સિસ વિભાગમાં, તમે જે સેટિંગને ચાલુ કે બંધ કરવા માગતા હો તેની બાજુમાં ચાલુ કરો અથવા બંધ કરો પર ક્લિક કરો.
સાચવો પર ક્લિક કરો.
તમારા ઇન્વેન્ટરી પ્રિફરન્સિસ કન્ફિગર કરો
તમે તમારા પ્રોડક્ટ ઇન્વેન્ટરી સેટિંગ્સ કેવી રીતે મેનેજ કરવા તે પસંદ કરી શકો છો. ઇન્વેન્ટરી પ્રિફરન્સિસ વિશે વધુ જાણવા માટે નીચેના ટેબલનો રિવ્યૂ કરો.
| ઇન્વેન્ટરી સેટિંગ | વર્ણન |
|---|---|
| આઇટમ લિસ્ટિંગમાં બ્રાંડનાં નામ શામેલ કરો | Shopifyમાં પ્રોડક્ટ લિસ્ટિંગમાં બ્રાંડનું નામ શામેલ કરવું કે નહીં તે પસંદ કરો. બ્રાંડનું નામ પ્રોડક્ટ લિસ્ટિંગ શીર્ષકમાં શામેલ હોય છે. |
| ઇન્વેન્ટરીની ગણતરી આપમેળે અપડેટ કરો | તમારો Faire ઑર્ડર ડિલિવર થઈ જાય તે પછી તમારા POSમાં તમારી પ્રોડક્ટ ઇન્વેન્ટરીની ગણતરી આપમેળે અપડેટ કરવી કે નહીં તે પસંદ કરો. |
| તમારા ડિફૉલ્ટ POS ચલણમાં છૂટક કિંમત રૂપાંતરિત કરો | જો તમે Faire કરતાં તમારા POSમાં અલગ ચલણનો ઉપયોગ કરતા હો, તો તમે તમારી છૂટક કિંમત તમારા ડિફૉલ્ટ POS ચલણમાં રૂપાંતરિત કરવી કે નહીં તે પસંદ કરી શકો છો. |
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Faire: Buy Wholesale પર જાઓ.
સેટિંગ પર ક્લિક કરો.
ઇન્વેન્ટરી પ્રિફરન્સિસ વિભાગમાં, તમે જે સેટિંગને ચાલુ કે બંધ કરવા માગતા હો તેની બાજુમાં ચાલુ કરો અથવા બંધ કરો પર ક્લિક કરો.
સાચવો પર ક્લિક કરો.
તમારું Faire એકાઉન્ટ ડિસ્કનેક્ટ કરો
જો તમે તમારું Shopify એકાઉન્ટ Faire સાથે કનેક્ટેડ રાખવા ન માગતા હો, તો તમે તમારું એકાઉન્ટ ડિસ્કનેક્ટ કરી શકો છો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Faire: Buy Wholesale પર જાઓ.
સેટિંગ પર ક્લિક કરો.
એકાઉન્ટ વિભાગમાં, ડિસ્કનેક્ટ કરો પર ક્લિક કરો.
ડિસ્કનેક્ટ કરો પર ક્લિક કરો.