Shopify Marketplace Connect ઍપ

Shopify Marketplace Connect app icon
Shopify App Store પર Shopify Marketplace Connect ઇન્સ્ટૉલ કરો.

Shopify Marketplace Connect ઍપ (અગાઉ Codisto) નો ઉપયોગ કરીને, તમે તમારા પ્રોડક્ટ કૅટેલોગને બહુવિધ માર્કેટપ્લેસ સાથે કનેક્ટ કરી શકો છો અને તમે તમારા Shopify ઍડમિનમાં તમારા બધા ઑર્ડર્સ, લિસ્ટિંગ અને ઇન્વેન્ટરીને મેનેજ અને સિંક કરી શકો છો. તમારા ઑનલાઇન સ્ટોરમાં પ્રોડક્ટ અને ઑર્ડર્સમાં કરેલા ફેરફારો તમારા માર્કેટપ્લેસ પર ઑટોમૅટિક રીતે સિંક થઈ જાય છે.

તમે Shopify Marketplace Connect નો ઉપયોગ કરીને તમારા Shopify સ્ટોરને નીચે આપેલા માર્કેટપ્લેસ સાથે કનેક્ટ કરી શકો છો:

  • Amazon
  • Target Plus (માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ)
  • Walmart (માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ)
  • eBay

તમે પસંદ કરેલા માર્કેટપ્લેસ પર ઉપલબ્ધ કોઈ પણ ચલણમાં અને કોઈ પણ પ્રદેશમાં વેચાણ કરી શકો છો. Marketplace Connect બિલ્ટ-ઇન ચલણ કન્વર્ઝન પ્રદાન કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે તમે જે પણ માર્કેટપ્લેસ સાથે કનેક્ટ થાઓ તેના સ્થાનિક ચલણમાં જ તમારી કિંમતો ડિસ્પ્લે થાય છે.

વધારાના સપોર્ટ માટે, તમે Marketplace Connect ઍપમાં ચેટ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.

આ વિભાગમાં