તમારા Marketplace Connect ઑર્ડર્સ પૂર્ણ કરો

તમે Marketplace Connect માંથી Shopify પર સિંક થતા ઑર્ડર્સ તમારા Shopify ઍડમિન મારફતે અથવા તૃતીય-પક્ષ ફુલફિલમેન્ટ ઍપનો ઉપયોગ કરીને પૂર્ણ કરી શકો છો.

જો તમે Amazon સાથે કનેક્ટેડ હો, તો તમારા Shopify ઍડમિનમાંથી ઑર્ડર્સ પૂર્ણ કરવા, Amazon દ્વારા ફુલફિલમેન્ટ અને મલ્ટિ-ચેનલ ફુલફિલમેન્ટ વચ્ચેના તફાવતો વિશે જાણવા માટે Amazon ના ફુલફિલમેન્ટ વિકલ્પોનો રિવ્યૂ કરો.

તમારા Shopify ઍડમિનમાંથી ઑર્ડર્સ પૂર્ણ કરવા

કોઈ ઑર્ડર Marketplace Connect માંથી તમારા Shopify ઍડમિનમાં સિંક થાય તે પછી, તમારા ઑર્ડર્સ પેજ પર ચેનલ ફિલ્ડમાં માર્કેટપ્લેસનું નામ ડિસ્પ્લે થાય છે. તમારા ઑર્ડર્સ પૂર્ણ કરવા વિશે વધુ જાણો.

જો તમારો સ્ટોર Amazon સાથે કનેક્ટેડ હોય, તો તમારા Shopify ઍડમિનમાંથી ઑર્ડર્સ પૂર્ણ કરવા, Amazon દ્વારા ફુલફિલમેન્ટ અને મલ્ટિ-ચેનલ ફુલફિલમેન્ટ વચ્ચેના તફાવતો વિશે જાણો.

Target Plus પર આપેલા ઑર્ડર્સ માટે, તમે Amazon અથવા Walmart મારફતે ફુલફિલમેન્ટ સેવાઓનો ઉપયોગ કરી શકતા નથી.

શિપિંગ સેવાના કોડ

જ્યારે કોઈ ઑર્ડર માર્કેટપ્લેસમાંથી Shopify પર સિંક થાય છે, ત્યારે Marketplace Connect તમને શિપિંગના કોડ પૂરા પાડે છે, જેથી ગ્રાહકે ચેકઆઉટ વખતે પસંદ કરેલી શિપિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે ઑર્ડર પૂર્ણ કરી શકો. પ્રત્યેક માર્કેટપ્લેસ માટે નીચે આપેલા શિપિંગના કોડનો રિવ્યૂ કરો.

Amazon શિપિંગ સેવાના કોડ

Amazon શિપિંગ સેવાના કોડ
શિપિંગ સેવાકોડ
ExpeditedAMZEXP
FreeEconomyAMZFRE
NextDayAMZNXT
SameDayAMZSMD
SecondDayAMZSCD
શેડ્યૂલ કરેલAMZSCH
સ્ટાન્ડર્ડAMZSTD

Walmart શિપિંગ સેવાના કૉડ

Walmart શિપિંગ સેવાના કૉડ
શિપિંગ સેવાકોડ
1-2 દિવસTwoDay
3-5 દિવસસ્ટાન્ડર્ડ
6-7 દિવસવેલ્યુ
6-10 દિવસફ્રેઇટ

eBay શિપિંગ સેવાના કૉડ

eBay શિપિંગ સેવાના કૉડની સંપૂર્ણ સૂચિ માટે, eBayના API સંદર્ભ, ShippingServiceCodeType(token) નો સંદર્ભ લો.

Etsy શિપિંગ સેવાના કૉડ

Etsy પાસે શિપિંગ સેવાના કૉડની કોઈ સૂચિ નથી. ગ્રાહકે ચેકઆઉટ વખતે કઈ શિપિંગ પદ્ધતિ પસંદ કરી છે તે જાણવા માટે, Etsyમાં ઑર્ડરનો રિવ્યૂ કરો.

તૃતીય-પક્ષ ફુલફિલમેન્ટ ઍપ

જો તમે કનેક્ટ કરેલા માર્કેટપ્લેસના ઑર્ડર્સ પૂર્ણ કરવા માટે તૃતીય-પક્ષ ફુલફિલમેન્ટ ઍપનો ઉપયોગ કરતા હો, તો ફુલફિલમેન્ટ ઍપમાં ડુપ્લિકેટ ઑર્ડર્સ ટાળવા માટે, તે માર્કેટપ્લેસને ફુલફિલમેન્ટ ઍપમાંથી ડિસ્કનેક્ટ કરો. તમે તૃતીય-પક્ષ ફુલફિલમેન્ટ ઍપને તે માર્કેટપ્લેસમાંથી ડિસ્કનેક્ટ કરી લો તે પછી, ઑર્ડર સિંકિંગ જાળવી રાખવા માટે ફુલફિલમેન્ટ ઍપને તમારા Shopify સ્ટોર સાથે કનેક્ટ કરો. આ સુનિશ્ચિત કરે છે કે માર્કેટપ્લેસના ઑર્ડર્સ તમારા Shopify સ્ટોરમાંથી ફુલફિલમેન્ટ ઍપમાં માત્ર એક જ વાર સિંક થાય છે, અને ઑર્ડર પૂર્ણ થતાં જ Shopify પર સ્ટૉકનું સ્તર અપડેટ થાય છે. ઑર્ડર પૂર્ણ થયા પછી, Marketplace Connect તૃતીય-પક્ષ ફુલફિલમેન્ટ ઍપમાંથી કોઈપણ જરૂરી ટ્રૅકિંગ માહિતીને માર્કેટપ્લેસ પર પાછી સિંક કરે છે.

Amazon ફુલફિલમેન્ટ વિકલ્પો

જો તમે Amazon સાથે કનેક્ટ છો, તો તમે તમારા ઑર્ડર્સને Shopify (FBM), Fulfillment by Amazon (FBA) અથવા Multi-channel Fulfillment (MCF) દ્વારા પૂર્ણ કરવાનું પસંદ કરી શકો છો.

Fulfillment by Merchant (FBM)

Fulfillment by Merchant (FBM) સાથે, Amazon પર ઑર્ડર આપવામાં આવે તે પછી, વેપારી તરીકે તે ઑર્ડર પૂર્ણ કરવાની અને તમારા ગ્રાહકને મોકલવાની જવાબદારી તમારી રહે છે. જ્યારે પ્રોડક્ટ પર FBM પસંદ કરવામાં આવે છે, ત્યારે Marketplace Connect તે પ્રોડક્ટ્સના ઑર્ડરને પૂર્ણ કરવા માટે Shopify પર મોકલે છે. ઇન્વેન્ટરીની ગણતરી Shopify અને Amazon પર અપડેટ થાય છે, અને ટ્રૅકિંગ માહિતી ઑટોમૅટિક રીતે Amazon પર મોકલવામાં આવે છે.

Fulfillment by Amazon (FBA)

જો તમે તમારા ઑર્ડર્સ પૂર્ણ કરવા માટે Fulfillment by Amazon (FBA) નો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારે ઇન્વેન્ટરીને Amazonના ફુલફિલમેન્ટ સેન્ટરમાં સ્ટોર કરવા માટે મોકલવાની જરૂર છે જેથી ઑર્ડર આપવામાં આવે તે પછી, Amazon તમારા વતી ગ્રાહકને તે શિપ કરી શકે.

Marketplace Connectનો ઉપયોગ કરીને, તમે Amazon દ્વારા ઑટોમૅટિક રીતે ઑર્ડર્સ પૂર્ણ કરવા માટે સેટઅપ કરી શકો છો, અને FBAમાંથી પ્રોડક્ટની ઇન્વેન્ટરી ખાલી થઈ જાય તે પછી, તે ઑટોમૅટિક રીતે તમારી FBM ઇન્વેન્ટરી પર સ્વિચ થાય છે.

જો તમારી પાસે Amazon ફુલફિલમેન્ટ સેન્ટરમાં એવી કોઈ ઇન્વેન્ટરી હોય કે જેની Amazon પર કોઈ સક્રિય ઑફર ન હોય, તો Amazon તે ઇન્વેન્ટરીને stranded inventory તરીકે ઓળખે છે, અને તે ઇન્વેન્ટરી વેચી શકાતી નથી. અટવાયેલી ઇન્વેન્ટરી (stranded inventory) વિશે વધુ જાણો.

Amazon Multi-Channel Fulfillment (MCF)

જો તમે તમારા ઑર્ડર્સ પૂર્ણ કરવા માટે Amazon Multi-Channel Fulfillment નો ઉપયોગ કરો છો, તો તમારે Marketplace Connectમાં Amazon MCF સેટિંગને સક્રિય કરવાની જરૂર છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Marketplace Connect પર જાઓ.

  2. સેટિંગ પર ક્લિક કરો.

  3. એકાઉન્ટ વિભાગમાં, તમે મેનેજ કરવા માગતા હો તે Amazon માર્કેટપ્લેસ પસંદ કરો.

  4. Amazon Multi-Channel Fulfillment વિભાગમાં, હા, મારે 'Amazon MCF by Shopify Marketplace Connect' ફુલફિલમેન્ટ સેવા ઉમેરવી છે ચેકબૉક્સ પસંદ કરો.

  5. સાચવો પર ક્લિક કરો.

રદ કરેલા ઑર્ડર્સ અને રિટર્ન

જો માર્કેટપ્લેસ પર કોઈ ઑર્ડર રદ કરવામાં આવે અથવા રિટર્ન કરવામાં આવે, તો તમારા Shopify ઍડમિનમાં સિંક કરેલો ઑર્ડર તે મુજબ અપડેટ થાય છે. તમે જે માર્કેટપ્લેસ સાથે કનેક્ટ છો તેના પર તમારા રિટર્ન અને રદ કરવાના નિયમો કેવી રીતે મેનેજ કરવા તે જાણો.

ઑર્ડર રિટર્ન અથવા રદ થયા પછી, ઑર્ડરની પ્રોડક્ટ્સ માટેની ઇન્વેન્ટરી રિસ્ટોક થતી નથી. આ પ્રોડક્ટનું ઓવરસેલિંગ ટાળવામાં મદદ કરે છે. જો તમે કોઈ રદ કરાયેલા ઑર્ડર માટે તમારા Shopify ઍડમિનમાં ઇન્વેન્ટરી રિસ્ટોક કરવા માગતા હો, તો તમારા ઇન્વેન્ટરીના જથ્થાને મેન્યુઅલી એડજસ્ટ કરો.

રદીકરણ વિનંતીના નિયમો

તમે કનેક્ટ કરેલા હોય તેવા તૃતીય-પક્ષ માર્કેટપ્લેસ પર ગ્રાહકના રિટર્ન અને રદ કરવાની વિનંતીઓ સ્વીકારવા માટેના તમારા નિયમોને મેનેજ કરી શકો છો. કેટલાક માર્કેટપ્લેસ તમને રિટર્ન અને રદ કરવાની વિનંતીઓ ઑટોમૅટિક રીતે સ્વીકારવા દે છે. વૈકલ્પિક રીતે, તમે વિનંતીને મેન્યુઅલી સ્વીકારવા માટે તમારા તૃતીય-પક્ષ માર્કેટપ્લેસ એકાઉન્ટમાં લૉગ ઇન કરી શકો છો, અને પછી તે રદીકરણ Shopify પર સિંક થાય છે. વધુ જાણવા માટે, તમે કનેક્ટ કરેલા માર્કેટપ્લેસના રદીકરણ અને રિટર્ન અંગેની માર્ગદર્શિકાઓ જુઓ.