Marketplace Connectનો ઉપયોગ કરીને ઑર્ડર્સ ઇમ્પોર્ટ કરો

તમે માર્કેટપ્લેસમાંથી તમારા Shopify ઍડમિનમાં ઑર્ડર્સ ઑટોમૅટિક રીતે ઇમ્પોર્ટ થાય એવું સેટઅપ કરી શકો છો અથવા તમે મેન્યુઅલી ઑર્ડર ઇમ્પોર્ટ કરી શકો છો.

ઑર્ડર ઇમ્પોર્ટ થયા પછી, તમારા ઑર્ડર્સ પેજ પરના ચેનલ ફીલ્ડમાં માર્કેટપ્લેસનું નામ બતાવવામાં આવે છે.

ઑર્ડર ઇમ્પોર્ટ કરવાનાં સેટિંગ્સ

તમે Marketplace Connectનો ઉપયોગ કરીને સેટઅપ કરી શકો તેવા વિવિધ ઑર્ડર ઇમ્પોર્ટ સેટિંગ્સને સમજવા માટે નીચેના ટેબલનો રિવ્યૂ કરો.

સેટિંગવિકલ્પોવર્ણન
પ્રોડક્ટના પ્રકાર મુજબ ઑર્ડર્સ ઇમ્પોર્ટ કરોબધા ઑર્ડર્સપૂર્ણ કરવા માટે માર્કેટપ્લેસના તમામ ઑર્ડર્સ Shopify પર મોકલે છે.
માત્ર લિંક કરેલી પ્રોડક્ટ્સવાળા ઑર્ડર્સજે પ્રોડક્ટ્સ Marketplace Connect સાથે લિંક છે તેના ઑર્ડર્સ તમારા Shopify ઍડમિનને મોકલે છે. કોઈપણ લિંક કરેલી Shopify પ્રોડક્ટ્સ વિનાના ઑર્ડર્સ મોકલવામાં આવતા નથી.
કોઈ ઑર્ડર્સ નથીઑટોમૅટિક ઑર્ડર સિંકિંગને સંપૂર્ણપણે બંધ કરે છે. તમે હજી પણ માર્કેટપ્લેસમાંથી તમારા Shopify ઍડમિનમાં ઑર્ડર્સ મેન્યુઅલી ઇમ્પોર્ટ કરી શકો છો.
ફુલફિલમેન્ટ પદ્ધતિ મુજબ ઑર્ડર્સ ઇમ્પોર્ટ કરોબધા ઑર્ડર્સતમારા માર્કેટપ્લેસ પરના બધા ઑર્ડર્સ પૂર્ણ કરવા માટે Shopify પર સિંક કરે છે.
માત્ર {marketplace} દ્વારા પૂર્ણ કરેલ{marketplace} દ્વારા પૂર્ણ કરેલ પ્રોડક્ટ લિસ્ટિંગમાંથી આવતા હોય તેવા ઑર્ડર્સને જ સિંક કરે છે, જે તમે કનેક્ટ કરેલા માર્કેટપ્લેસ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે.
માત્ર વેપારી દ્વારા પૂર્ણ કરેલઆ વેપારી દ્વારા પૂર્ણ કરેલ લિસ્ટિંગમાંથી આવતા હોય તેવા ઑર્ડર્સને જ સિંક કરે છે, જે એવા ઑર્ડર્સ છે જેને તમે તમારા Shopify ઍડમિન દ્વારા જાતે પૂર્ણ કરવાનું પ્લાન કરો છો.
આ સ્થિતિમાં ઑર્ડર્સ ઇમ્પોર્ટ કરોબાકીચુકવણીના સ્ટેટસને ધ્યાનમાં લીધા વિના, ઑર્ડર પ્લેસ થતાં જ તેને તમારા Shopify ઍડમિન સાથે સિંક કરે છે.
પૂર્ણગ્રાહકે સંપૂર્ણ ચુકવણી કર્યા પછી જ ઑર્ડરને તમારા Shopify ઍડમિન સાથે સિંક કરે છે.
{marketplace} ઑર્ડર્સ માટે કર હેન્ડલિંગકર રોકી રાખોમાર્કેટપ્લેસ તમારા વતી ઑર્ડર માટે વેચાણ કર એકત્રિત કરે અને રેમિટ કરે તે પછી, ઑર્ડરની વિગતોમાંથી કરને બાદ કરીને ઑર્ડરને Shopify માં ઇમ્પોર્ટ કરવામાં આવે છે. જો તમે કર રોકી રાખો પસંદ કરો છો, તો Shopify માં માર્કેટપ્લેસના ઑર્ડર્સ માટેના તમારા રિપોર્ટિંગ પર કર પ્રદર્શિત થતો નથી, અને તેના બદલે તમે તેને તમારા માર્કેટપ્લેસ રિપોર્ટિંગમાં શોધી શકો છો. Marketplace Connect પર કર હેન્ડલિંગ માટે આ ડિફૉલ્ટ વિકલ્પ છે. તમે જેની સાથે કનેક્ટ કરો છો તે દરેક માર્કેટપ્લેસ માટે કર હેન્ડલિંગ વિશે વધુ જાણો.
કર મોકલોમાર્કેટપ્લેસ તમારા વતી ઑર્ડર માટે વેચાણ કર એકત્રિત કરે અને રેમિટ કરે તે પછી, ઑર્ડરની વિગતોમાં કરને શામેલ કરીને ઑર્ડરને Shopify માં ઇમ્પોર્ટ કરવામાં આવે છે. જો તમે કર મોકલો પસંદ કરો છો, તો માર્કેટપ્લેસના ઑર્ડર પરનો કર Shopify માં તમારા રિપોર્ટિંગ પર પ્રદર્શિત થાય છે. તમે જેની સાથે કનેક્ટ કરો છો તે દરેક માર્કેટપ્લેસ માટે કર હેન્ડલિંગ વિશે વધુ જાણો.

ઑટોમૅટિક ઑર્ડર ઇમ્પોર્ટ સેટ અપ કરો

તમે Marketplace Connect ના સેટિંગ વિભાગમાં ઑટોમૅટિક ઑર્ડર ઇમ્પોર્ટ સેટ અપ કરી શકો છો. જો તમે બહુવિધ માર્કેટપ્લેસ સાથે જોડાયેલા છો, તો તમે જેના માટે ઑર્ડર ઇમ્પોર્ટ સેટિંગ્સ મેનેજ કરવા માગતા હો તે દરેક માર્કેટપ્લેસ માટે આ પગલાંઓનું પુનરાવર્તન કરો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Marketplace Connect પર જાઓ.

  2. સેટિંગ પર ક્લિક કરો.

  3. એકાઉન્ટ્સ વિભાગમાં, તમે મેનેજ કરવા માગતા હો તે માર્કેટપ્લેસ એકાઉન્ટના નામ પર ક્લિક કરો.

  4. ઑર્ડર ઇમ્પોર્ટ અને કર વિભાગમાં, તમારી પસંદગીઓ કરો.

  5. સાચવો પર ક્લિક કરો.

ઑર્ડરને મેન્યુઅલી ઇમ્પોર્ટ કરો

જો ઑર્ડર ઑટોમૅટિક રીતે ઇમ્પોર્ટ ન થયો હોય, તો તમે માર્કેટપ્લેસમાંથી તમારા Shopify ઍડમિનમાં ઑર્ડર મેન્યુઅલી ઇમ્પોર્ટ કરી શકો છો.

પગલાં

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Marketplace Connect પર જાઓ.

  2. ઑર્ડર્સ પર ક્લિક કરો.

  3. તમે જે ઑર્ડરને ઇમ્પોર્ટ કરવા માગો છો તેના પર, ઇમ્પોર્ટ કૉલમમાં, ઇમ્પોર્ટ કરો પસંદ કરો.

  4. સાચવો પર ક્લિક કરો.

તમે માર્કેટપ્લેસમાંથી ઑર્ડર ઇમ્પોર્ટ કરો તે પછી, તે તમારા Shopify ઍડમિનના ઑર્ડર્સ વિભાગમાં પ્રદર્શિત થાય છે.

કર હેન્ડલિંગ

તમે તમારા ઑર્ડર ઇમ્પોર્ટ સેટિંગ્સ માં કર રોકી રાખવો કે કર મોકલવો તે પસંદ કરી શકો છો. તમે જે માર્કેટપ્લેસ સાથે કનેક્ટ કરો છો તે પ્રત્યેક માર્કેટપ્લેસ માટે તમારે કર હેન્ડલિંગ વિશેની માહિતી રિવ્યૂ કરવી જોઈએ:

  • Amazon ઑર્ડર્સ માટે કર હેન્ડલિંગ વિશે જાણવા માટે, તમે જે દેશમાં વેચાણ કરવા માગો છો તેના Amazon Global Selling માટે કર અને નિયમો દસ્તાવેજનો સંદર્ભ લો.
    • ઉદાહરણ તરીકે, કેનેડામાં વેચાણ કરવા માટે sellercentral.amazon.ca નો સંદર્ભ લો, યુનાઇટેડ સ્ટેટ્સમાં વેચાણ કરવા માટે sellercentral.amazon.com નો સંદર્ભ લો, અથવા યુકેમાં વેચાણ કરવા માટે sellercentral.amazon.co.uk નો સંદર્ભ લો.
  • Walmart ઑર્ડર્સ માટે કર હેન્ડલિંગ વિશે જાણવા માટે, Walmart ની કર કન્ફિગરેશન માર્ગદર્શિકા નો સંદર્ભ લો.
  • eBay માટે કર હેન્ડલિંગ સેટ કરવા વિશે જાણવા માટે, eBay ની કર પૉલિસીનો સંદર્ભ લો. ખાતરી કરો કે તમે તમારા ઉલ્લેખિત પ્રદેશ માટેની પૉલિસીનો રિવ્યૂ કરો છો.
    • ઉદાહરણ તરીકે, યુનાઇટેડ સ્ટેટ્સમાં વેચાણ કરવા માટે ebay.com નો સંદર્ભ લો અથવા યુકેમાં વેચાણ કરવા માટે ebay.co.uk નો સંદર્ભ લો.
  • Target Plus સાથે કર હેન્ડલિંગ માટે, નીચેની વિગતોનો રિવ્યૂ કરો:
    • તમામ કર Target Plus દ્વારા Stripe મારફતે રેમિટ કરવામાં આવે છે.
    • Target Plus દ્વારા પ્લેસ કરેલા ઑર્ડર્સ પર તમારા Shopify ઍડમિનમાં કરની રકમો પ્રદર્શિત થશે નહીં.
  • Etsy ઑર્ડર્સ માટે કર હેન્ડલિંગ વિશે જાણવા માટે, વિશ્વભરમાં કરના કાયદા Etsy વિક્રેતાઓને કેવી રીતે અસર કરે છે નો સંદર્ભ લો.