તમારા પ્રોડક્ટ લિસ્ટિંગને કસ્ટમાઇઝ કરો

તમે Marketplace Connect નો ઉપયોગ કરીને તમારા પ્રોડક્ટ લિસ્ટિંગને નીચેની રીતે કસ્ટમાઇઝ કરી શકો છો:

  • મેટાફીલ્ડ્સનો ઉપયોગ કરીને પ્રોડક્ટ લિસ્ટિંગને કસ્ટમાઇઝ કરો
  • માર્કેટપ્લેસ પર કઈ પ્રોડક્ટની માહિતી પબ્લિશ કરવામાં આવે છે તે કસ્ટમાઇઝ કરવા માટે વિશેષતાના મૅપિંગનો ઉપયોગ કરો
  • ચલોનો ઉપયોગ કરીને માર્કેટપ્લેસ પર પ્રોડક્ટ લિસ્ટિંગના ટાઇટલ કસ્ટમાઇઝ કરો

મેટાફીલ્ડ્સ વડે તમારા પ્રોડક્ટ લિસ્ટિંગને કસ્ટમાઇઝ કરો

મેટાફીલ્ડ્સ તમને તમારા પ્રોડક્ટ લિસ્ટિંગમાં કસ્ટમ ફીલ્ડ્સ ઉમેરવાની સુવિધા આપે છે, જે Shopify ઍડમિનમાં કૅપ્ચર કરવામાં આવતા નથી. આનાથી તમને તમારા ગ્રાહકોને તમારી પ્રોડક્ટ્સ વિશે વધુ માહિતી પ્રદર્શિત કરવામાં મદદ મળી શકે છે અને વધુ ચોક્કસ માહિતી આપીને શોધના રૅન્કિંગમાં સુધારો કરી શકે છે. ઉદાહરણ તરીકે, નાશવંત પ્રોડક્ટ્સ વેચનાર વેપારી તેમની પ્રોડક્ટ્સ પર પ્રોડક્ટની સમાપ્તિ તારીખ પ્રદર્શિત કરવા માટે કસ્ટમ મેટાફીલ્ડ બનાવવા માગી શકે છે.

કયા મેટાફીલ્ડ્સ Marketplace Connect દ્વારા ઑટોમૅટિક રીતે ઓળખવામાં આવે છે તે જાણવા માટે સમર્થિત મેટાફીલ્ડ્સ નો સંદર્ભ લો.

તમે કસ્ટમ મેટાફીલ્ડ્સ બનાવો તે પછી, તમારી પ્રોડક્ટ્સથી તેમના સંબંધિત માર્કેટપ્લેસ લિસ્ટિંગ સાથે તમારા કસ્ટમ મેટાફીલ્ડ્સ સિંક કરવા માટે તમે વિશેષતા મૅપિંગ નો ઉપયોગ કરી શકો છો. તમારી પ્રોડક્ટ્સમાં મેટાફીલ્ડ્સ કેવી રીતે ઉમેરવા તે જાણો.

સમર્થિત મેટાફીલ્ડના પ્રકાર

નીચે આપેલા પ્રકારનાં મેટાફીલ્ડ્સ Marketplace Connect દ્વારા ઓળખવામાં આવે છે:

  • તારીખ અને સમય
  • તારીખ
  • દશાંશ
  • પરિમાણ
  • પૂર્ણાંક
  • મલ્ટિ લાઇન
  • સિંગલ લાઇન
  • કલેક્શન
  • URL
  • સાચું કે ખોટું
  • રંગ

નીચે આપેલા પ્રકારનાં મેટાફીલ્ડ્સ Marketplace Connect દ્વારા ઓળખવામાં આવતાં નથી:

  • JSON
  • રિચ ટેક્સ્ટ
  • વજન
  • વૉલ્યૂમ
  • મિશ્ર સંદર્ભ
  • નાણાં
  • રેટિંગ
  • પેજ
  • મેટાઑબ્જેક્ટ
  • ફાઇલો
  • પ્રોડક્ટ વેરિઅન્ટ

પ્રોડક્ટ્સ મેનેજ કરવા માટે વિશેષતા મૅપિંગનો ઉપયોગ કરો

વિશેષતા મૅપિંગ તમને તમારા Shopify કૅટેલોગમાંથી કઈ માહિતી તમારા માર્કેટપ્લેસ લિસ્ટિંગમાં પ્રકાશિત થાય છે તે કસ્ટમાઇઝ કરવાની સુવિધા આપે છે.

તમે Marketplace Connect સેટ કરો તે પછી બધા મુખ્ય Shopify પ્રોડક્ટ મેટાફીલ્ડ્સ ઑટોમૅટિક રીતે મૅપ થઈ જાય છે. જોકે, કેટલાક માર્કેટપ્લેસ માટે જરૂરી છે કે તમારા લિસ્ટિંગ પર અમુક પ્રોડક્ટની માહિતી પ્રદર્શિત થવી જોઈએ, જે ડિફૉલ્ટ રૂપે Shopify ઍડમિનમાં તમારી પ્રોડક્ટની વિગતોનો ભાગ ન હોય. ઉદાહરણ તરીકે, અમુક પ્રોડક્ટ પરિમાણો અથવા બુલેટ પૉઇન્ટ્સ.

દરેક પ્રોડક્ટ માટે મૅન્યુઅલી આ ફીલ્ડ્સ ઉમેરવાનો સમય બચાવવા માટે, તમારા કનેક્ટ કરેલા માર્કેટપ્લેસ માટે જરૂરી હોય તેવી દરેક પ્રોડક્ટની વિશેષતાઓ માટે તમે મેટાફીલ્ડ્સ બનાવી શકો છો અને ત્યારપછી તે ફીલ્ડ તમારા સમગ્ર કૅટેલોગ પર લાગુ કરવા માટે વિશેષતા મૅપિંગનો ઉપયોગ કરી શકો છો.

તમે તમારા કસ્ટમ મેટાફીલ્ડ્સ બનાવો અને મૅપ કરો તે પછી, તમે જ્યારે પણ Shopify પર નવી પ્રોડક્ટ્સ અપલોડ કરો ત્યારે માર્કેટપ્લેસ લિસ્ટિંગ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરીને, તે ફીલ્ડ્સ ઑટોમૅટિક રીતે ભરાઈ જાય છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Marketplace Connect પર જાઓ.

  2. મૅપિંગ પર ક્લિક કરો.

  3. મૅપિંગ ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો અને ત્યારપછી તમે જેના માટે પ્રોડક્ટ્સ મેનેજ કરવા માગતા હોય તે માર્કેટપ્લેસ પસંદ કરો.

  4. તમારી Shopify પ્રોડક્ટ્સથી તમારા માર્કેટપ્લેસ લિસ્ટિંગ સાથે તમે જે પ્રોડક્ટ વિશેષતાઓ સિંક કરવા માગતા હોય તેને પસંદ કરવા માટે દરેક વિભાગમાંના ડ્રોપ-ડાઉન મેનૂનો ઉપયોગ કરો.

  5. સાચવો પર ક્લિક કરો.

તમારા માર્કેટપ્લેસ લિસ્ટિંગ માટેનાં શીર્ષકો કસ્ટમાઇઝ કરો

ડિફૉલ્ટ રૂપે, Marketplace Connect સંબંધિત માર્કેટપ્લેસ લિસ્ટિંગ શીર્ષક તરીકે તમારા Shopify પ્રોડક્ટના નામનો ઉપયોગ કરે છે અને જો તમે તમારી પ્રોડક્ટનું નામ બદલો છો, તો તમારું માર્કેટપ્લેસ લિસ્ટિંગ શીર્ષક ઑટોમૅટિક રીતે બદલાઈ જશે. જોકે, તમે તમારા માર્કેટપ્લેસ લિસ્ટિંગ શીર્ષકને કસ્ટમાઇઝ કરવા માટે પ્રોડક્ટના શીર્ષક ફીલ્ડમાં ફોર્મ્યુલા મૂલ્ય દાખલ કરી શકો છો.

તમે તમારા માર્કેટપ્લેસ લિસ્ટિંગ માટેનાં શીર્ષકોને સિંગલ એડિટ મોડમાં અથવા બલ્ક એડિટ મોડમાં કસ્ટમાઇઝ કરી શકો છો.

નીચે આપેલાં ઉદાહરણો ધ્યાનમાં લો:

  • ચલની આગળ NEW એવું સતત ટેક્સ્ટ મૂલ્ય દાખલ કરવા માટે, ઉદાહરણ તરીકે તમારી પ્રોડક્ટનું નામ ({name}), શીર્ષક કૉલમમાં NEW {name} દાખલ કરો.
  • પ્રોડક્ટ નામ ચલની સાથે પ્રોડક્ટ માટે વિક્રેતાની વિશેષતા ચલનો ઉપયોગ કરવા માટે, શીર્ષક કૉલમમાં {vendor} {name} દાખલ કરો.