વર્તમાન માર્કેટપ્લેસ લિસ્ટિંગને Shopify પ્રોડક્ટ સાથે લિંક કરો
જો તમારી પાસે તમારા કનેક્ટ કરેલા માર્કેટપ્લેસ પર પહેલાંથી જ વર્તમાન લિસ્ટિંગ છે, તો તમે વર્તમાન લિસ્ટિંગને સંબંધિત Shopify પ્રોડક્ટ સાથે લિંક કરવા માટે Marketplace Connect નો ઉપયોગ કરી શકો છો.
જ્યારે તમારી પાસે વર્તમાન લિસ્ટિંગ સાથે કનેક્ટ થયેલ માર્કેટપ્લેસ હોય, ત્યારે Marketplace Connect પ્રોડક્ટના SKU, UPC (યુનિવર્સલ પ્રોડક્ટ કોડ) અથવા શીર્ષકના આધારે પ્રોડક્ટનો મેળ ખાતો વિકલ્પ સૂચવવા માટે તમારા Shopify સ્ટોરને શોધે છે. જો ઍપ મેળ ખાતો વિકલ્પ શોધી શકતી નથી, તો તમે ડ્રોપ-ડાઉન મેનૂમાંથી તમારો પોતાનો મેળ ખાતો વિકલ્પ પસંદ કરી શકો છો.
તમે તમારા માર્કેટપ્લેસ લિસ્ટિંગને તમારી પ્રોડક્ટ સાથે લિંક કરો તે પછી, Marketplace Connect તમારા લિંક કરેલા લિસ્ટિંગ માટે ઑર્ડર અને ઇન્વેન્ટરીને સિંક કરવાનું શરૂ કરે છે. તમારા પ્રોડક્ટ લિસ્ટિંગ લિંક થઈ જાય પછી તેને કેવી રીતે એડિટ કરવા તે વિશે જાણો.
વર્તમાન માર્કેટપ્લેસ લિસ્ટિંગને પ્રોડક્ટ સાથે લિંક કરો
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Marketplace Connect પર જાઓ.
લિસ્ટિંગ પર ક્લિક કરો.
માર્કેટપ્લેસ ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો અને પછી તે માર્કેટપ્લેસ પસંદ કરો કે જેના માટે તમે પ્રોડક્ટને મેનેજ કરવા માગો છો.
લિસ્ટિંગ લિંક કરો પર ક્લિક કરો અને પછી નીચેનામાંથી કોઈ એક કરો:
- Marketplace Connect એ જે માર્કેટપ્લેસ લિસ્ટિંગ માટે મેળ ખાતો વિકલ્પ શોધી લીધો છે તેને લિંક કરવા માટે, સૂચિબદ્ધ કરવા માટે તૈયાર છે બેજની બાજુમાં આવેલી લિંક પર ક્લિક કરો. તમે સૂચવેલી પ્રોડક્ટ સાથે જે લિસ્ટિંગને લિંક કરવા માગો છો તેને પસંદ કરો અને પછી બધાને મંજૂરી આપો પર ક્લિક કરો.
- Marketplace Connect એ જે માર્કેટપ્લેસ લિસ્ટિંગ માટે નજીકનો મેળ ખાતો વિકલ્પ શોધ્યો છે તેને લિંક કરવા માટે, નજીકનો મેળ બેજની બાજુમાં આવેલી લિંક પર ક્લિક કરો અને પછી નીચેનામાંથી કોઈપણ એક કરો:
- તમે સૂચવેલી પ્રોડક્ટ સાથે જે લિસ્ટિંગને લિંક કરવા માગો છો તેને પસંદ કરો અને પછી બધાને મંજૂરી આપો પર ક્લિક કરો.
- લિસ્ટિંગના મેળને અન્ય Shopify પ્રોડક્ટ સાથે બદલવા માટે, લિંક કરવા માટે Shopify SKU ડ્રોપ-ડાઉન મેનૂમાંથી પ્રોડક્ટ પસંદ કરો અને પછી મેળની ખાતરી કરો પર ક્લિક કરો.
- Marketplace Connect એ જે માર્કેટપ્લેસ લિસ્ટિંગ માટે મેળ ખાતો વિકલ્પ શોધ્યો નથી તેને લિંક કરવા માટે, કોઈ મેળ નથી બેજની બાજુમાં આવેલી લિંક પર ક્લિક કરો.
- માર્કેટપ્લેસ લિસ્ટિંગ કૉલમનો રિવ્યૂ કરો, Shopify પ્રોડક્ટ કૉલમમાંથી લિંક કરવા માટે Shopify SKU ડ્રોપ-ડાઉન મેનૂમાંથી પ્રોડક્ટ પસંદ કરો અને પછી મેળની ખાતરી કરો પર ક્લિક કરો.
મેળ ખાતા વિકલ્પોનો રિવ્યૂ કરો પર ક્લિક કરો.
તમે જેને લિંક કરવા માગો છો તે મેળ ખાતા વિકલ્પોનો રિવ્યૂ કરો અને પછી લિસ્ટિંગ લિંક કરો પર ક્લિક કરો.
જો તમે વર્તમાન eBay લિસ્ટિંગને પ્રોડક્ટ સાથે લિંક કરો છો, તો તમને eBay લિસ્ટિંગના નિયમો પસંદ કરવા માટે કહેવામાં આવે છે.
eBay લિસ્ટિંગના નિયમો પસંદ કરો
તમે Shopify સાથે લિંક કરવા માગતા હો તે eBay લિસ્ટિંગને પસંદ કરો તે પછી, તમને નીચેના લિસ્ટિંગના નિયમો પસંદ કરવા માટે કહેવામાં આવે છે:
- શિપિંગના નિયમો
- રિટર્ન પૉલિસી
- eBay શીર્ષક
- વર્ણન
- કિંમત અને કર
તમારે દરેક લિસ્ટિંગના નિયમ માટે નીચેનામાંથી કોઈ એક પસંદ કરવાની જરૂર છે:
- પ્રોડક્ટ લિસ્ટિંગ માટે eBay માં વર્તમાન સેટિંગ્સનો ઉપયોગ કરવા માટે eBay સેટિંગ્સનો ઉપયોગ કરો પસંદ કરો.
- તમે eBay માં જે સેટિંગ્સ ગોઠવ્યાં છે તેને ઓવરરાઇડ કરવા માટે Marketplace Connect સેટિંગ્સ પસંદ કરો. જો તમે Marketplace Connect સેટિંગ્સનો ઉપયોગ કરો પસંદ કરો છો, તો eBay લિસ્ટિંગ માટે મૂળભૂત સેટિંગ્સને રિસ્ટોર કરી શકાતાં નથી.
જો તમે શીર્ષક, વર્ણન અથવા કિંમત માટે eBay સેટિંગ્સ પસંદ કરો છો અને તમે પછીથી તેને Shopify માં પ્રોડક્ટના સેટિંગ્સ સાથે સિંક કરવા માટે બદલવા માગો છો, તો તમે બલ્ક એડિટરનો ઉપયોગ કરીને કોઈપણ સમયે આ સેટિંગ્સ બદલી શકો છો.