Newegg Marketplace સેલ્સ ચેનલ સેટ કરવી
Newegg પર વેચાણ શરૂ કરવા માટે, તમારે Newegg Marketplace સેલ્સ ચેનલ ઇન્સ્ટૉલ કરવાની, તમારા Newegg એકાઉન્ટને Shopify સાથે કનેક્ટ કરવાની અને તમારી પ્રોડક્ટ્સને Newegg પર સિંક કરવા માટે સેટ કરવાની જરૂર છે.
આ પેજ પર
Newegg Marketplace સેલ્સ ચેનલ ઇન્સ્ટૉલ કરો
- Shopify App Store પરના Newegg Marketplace ઍપ પેજ પર જાઓ.
- જો તમે તમારા Shopify એકાઉન્ટમાં પહેલેથી લૉગ ઇન કરેલ હોય, તો ઇન્સ્ટૉલ કરો પર ક્લિક કરો. નહિંતર, ઇન્સ્ટૉલ કરવા માટે લૉગ ઇન કરો પર ક્લિક કરો અને તમારા Shopify એકાઉન્ટમાં લૉગ ઇન કરવા માટે પ્રૉમ્પ્ટને ફૉલો કરો.
- ઍપ ઇન્સ્ટૉલ કરો પેજ પર, ઇન્સ્ટૉલ કરો પર ક્લિક કરો.
તમારા Newegg એકાઉન્ટને Shopify સાથે કનેક્ટ કરો
તમારા Shopify ઍડમિનમાંથી, વેચાણ ચૅનલ > Newegg Marketplace પર જાઓ.
સેવાની શરતો અને ગોપનીયતા નીતિનું ચેકબૉક્સ પસંદ કરો.
Newegg Marketplace એકાઉન્ટ કનેક્ટ કરો પર ક્લિક કરો.
તમારા Newegg એકાઉન્ટને Shopify સાથે કનેક્ટ કરવા માટે, તમારી Newegg એકાઉન્ટની વિગતો સાથે લૉગ ઇન કરો અને પછી કનેક્શનને અધિકૃત કરવા માટે કન્ફર્મ કરો પર ક્લિક કરો.
તમારી પ્રોડક્ટ્સને Newegg પર સિંક કરવી
તમે Newegg Marketplace સેલ્સ ચેનલ ઇન્સ્ટૉલ કરો અને તમારા Newegg એકાઉન્ટને Shopify સાથે કનેક્ટ કરો, તે પછી ખાતરી કરો કે તમે જે Shopify પ્રોડક્ટ્સ Newegg પર વેચવા નથી માંગતા તેને સેલ્સ ચેનલમાંથી બાકાત રાખવામાં આવી છે.
તમારી પ્રોડક્ટ્સને Newegg સાથે સિંક કરવા અને તેને વેચાણ માટે પ્રકાશિત કરતા પહેલાં, તમારે કૅટેગરી મૅપિંગ, બ્રાંડ મૅપિંગ અને કિંમતના નિયમોનાં સેટિંગ પૂર્ણ કરવાની જરૂર છે. તમે તમારા Shopify સ્ટોરમાં ઉમેરો છો તે કોઈપણ નવા પ્રોડક્ટના પ્રકારો માટે અને તમે વેચો છો તે કોઈપણ નવી બ્રાંડ માટે પણ તમારે આ પગલાંને ફૉલો કરવાની જરૂર છે.
તમારા પ્રોડક્ટના પ્રકારો માટે કૅટેગરી મૅપિંગ ઉમેરો
તમારે તમારા Shopify પ્રોડક્ટના પ્રકારો પસંદ કરવાની અને તેમને Newegg પ્રોડક્ટની કૅટેગરી સાથે મૅચ કરવાની જરૂર છે.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, વેચાણ ચૅનલ > Newegg Marketplace પર જાઓ.
પ્રકાશન વિભાગમાં, કૅટેગરી મૅપિંગ ઉમેરો પર ક્લિક કરો.
કૅટેગરી મૅપિંગ વિભાગમાં, ઉમેરો પર ક્લિક કરો અને પછી કૅટેગરી મૅપિંગ ઉમેરો ડાયલૉગમાં, નીચે મુજબ કરો:
- Shopify વિભાગમાં, પ્રોડક્ટનો પ્રકાર ફીલ્ડ પર ક્લિક કરો અને પછી તમારા એક અથવા વધુ Shopify પ્રોડક્ટના પ્રકારો પસંદ કરો.
- Newegg વિભાગમાં, કૅટેગરી ડ્રોપડાઉન મેનૂ પર ક્લિક કરો અને તમારા Shopify પ્રોડક્ટના પ્રકાર માટે મૅચ થતી પ્રોડક્ટની કૅટેગરી પસંદ કરો.
- સબ-કૅટેગરી ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો અને તમારા Shopify પ્રોડક્ટના પ્રકાર માટે મૅચ થતી પ્રોડક્ટની સબ-કૅટેગરી પસંદ કરો.
- સેવ કરો પર ક્લિક કરો.
વૈકલ્પિક: તમામ Shopify પ્રોડક્ટના પ્રકારો માટે પગલું 3 રિપીટ કરો, જેના માટે તમારે કૅટેગરી મૅપિંગ ઉમેરવાની જરૂર છે.
તમારા પ્રોડક્ટના વિક્રેતાઓ માટે બ્રાંડ મૅપિંગ ઉમેરો
તમે નીચેની રીતે Shopifyમાંના તમારા પ્રોડક્ટના વિક્રેતાઓને Neweggમાંની અસ્તિત્વમાં હોય તેવી બ્રાંડ્સ સાથે મૅચ કરી શકો છો:
- આ વિભાગમાં બ્રાંડ મૅપિંગનાં પગલાં પૂર્ણ કરો.
- જ્યારે તમે તમારી પ્રોડક્ટ્સ સિંક કરો, ત્યારે Newegg Marketplace સેલ્સ ચેનલને ઑટોમૅટિક રીતે વિક્રેતામાંથી બ્રાંડનો મૅચ શોધવા દો.
તમે Newegg બ્રાંડને બહુવિધ Shopify વિક્રેતાઓ સાથે મૅચ કરી શકો છો, પરંતુ તમે Shopify વિક્રેતાને માત્ર એક જ Newegg બ્રાંડ સાથે મૅચ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે Shopify પર Lenovo US અને Lenovo UK વિક્રેતાઓ છે, તો તમે તે બંનેને Newegg પરની સિંગલ Lenovo બ્રાંડ પર મૅપ કરી શકો છો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, વેચાણ ચૅનલ > Newegg Marketplace પર જાઓ.
પ્રકાશન વિભાગમાં, બ્રાંડ મૅપિંગ ઉમેરો પર ક્લિક કરો અને પછી ઉમેરો પર ક્લિક કરો.
બ્રાંડ મૅપિંગ ઉમેરો ડાયલૉગમાં, નીચે મુજબ કરો:
- Shopify વિભાગમાં, વિક્રેતા ફીલ્ડ પર ક્લિક કરો અને પછી તમારા એક અથવા વધુ Shopify પ્રોડક્ટના વિક્રેતાઓ પસંદ કરો.
- Newegg વિભાગમાં, બ્રાંડ ફીલ્ડમાં બ્રાંડનું નામ દાખલ કરવાનું શરૂ કરો અને પછી તમે તમારા વિક્રેતા અથવા વિક્રેતાઓને જેની સાથે મૅચ કરવા માંગો છો તે Newegg બ્રાંડ પસંદ કરો.
- સેવ કરો પર ક્લિક કરો.
વૈકલ્પિક: તમામ Shopify પ્રોડક્ટના વિક્રેતાઓ માટે પગલું 3 રિપીટ કરો, જેના માટે તમારે બ્રાંડ મૅપિંગ ઉમેરવાની જરૂર છે.
તમામ પ્રોડક્ટ્સ અથવા પ્રોડક્ટના વ્યક્તિગત પ્રકારો માટે કિંમતના નિયમો સેટ કરો
જ્યારે તમે Newegg પર વેચાણ કરો છો, ત્યારે તમે તમારી પ્રોડક્ટ્સની ડિફૉલ્ટ Shopify કિંમત રાખી શકો છો અથવા તમે તમારી બધી પ્રોડક્ટ્સ માટે કે તમારા પ્રોડક્ટના દરેક વ્યક્તિગત પ્રકાર માટે તમારા Newegg લિસ્ટિંગ માટે કિંમતમાં ઍડજસ્ટમેન્ટ સેટ કરી શકો છો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, વેચાણ ચૅનલ > Newegg Marketplace પર જાઓ.
સેટિંગ પર ક્લિક કરો.
કિંમતના નિયમોનાં સેટિંગ વિભાગમાં, કિંમત નિર્ધારણનાં સેટિંગ પર ક્લિક કરો:
- ડિફૉલ્ટ Shopify કિંમતમાંથી તમારા તમામ Newegg લિસ્ટિંગની કિંમત વધારવા અથવા ઘટાડવા માટે, એકાઉન્ટની કિંમતનો નિયમ વિભાગમાં:
- ઍડજસ્ટમેન્ટનો પ્રકાર ડ્રોપડાઉન મેનૂમાંથી, ટકાવારી ઍડજસ્ટમેન્ટ પસંદ કરો.
- Neweggની વેચાણ કિંમત ફીલ્ડમાં, કિંમતના માર્કઅપ અથવા માર્કડાઉનની ટકાવારી સેટ કરો.
- પ્રોડક્ટના વ્યક્તિગત પ્રકારોની કિંમત વધારવા અથવા ઘટાડવા માટે, પ્રોડક્ટના પ્રકાર મુજબ કિંમતના નિયમો વિભાગમાં:
- ઍડજસ્ટમેન્ટનો પ્રકાર ડ્રોપડાઉન મેનૂમાંથી, ટકાવારી ઍડજસ્ટમેન્ટ પસંદ કરો.
- Neweggની વેચાણ કિંમત ફીલ્ડમાં, કિંમતના માર્કઅપ અથવા માર્કડાઉનની ટકાવારી સેટ કરો.
- જ્યારે તમે Newegg પર વેચાણ કરો, ત્યારે તમારી ડિફૉલ્ટ Shopify કિંમતો રાખવા માટે, એકાઉન્ટની કિંમતનો નિયમ અને પ્રોડક્ટના પ્રકાર મુજબ કિંમતના નિયમો એમ બંને વિભાગોમાં ડિફૉલ્ટ Shopify કિંમત પસંદ કરો.
- ડિફૉલ્ટ Shopify કિંમતમાંથી તમારા તમામ Newegg લિસ્ટિંગની કિંમત વધારવા અથવા ઘટાડવા માટે, એકાઉન્ટની કિંમતનો નિયમ વિભાગમાં:
સેવ કરો પર ક્લિક કરો.
વ્યક્તિગત પ્રોડક્ટ્સ માટે બલ્ક કિંમતના નિયમો સેટ કરો
તમે વૈકલ્પિક રીતે વ્યક્તિગત પ્રોડક્ટ સ્તર પર કિંમત એડજસ્ટમેન્ટ પણ સેટ કરી શકો છો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, વેચાણ ચૅનલ > Newegg Marketplace પર જાઓ.
ઉત્પાદનો પર ક્લિક કરો.
જે પ્રોડક્ટ માટે તમે કિંમતના નિયમ સેટ કરવા માગતા હો, તેને પસંદ કરવા માટે ચેકબૉક્સનો ઉપયોગ કરો.
બલ્ક કિંમતના નિયમો પર ક્લિક કરો.
દરેક પ્રોડક્ટ માટે, એડજસ્ટમેન્ટનો પ્રકાર પસંદ કરો ડ્રોપડાઉન મેનૂ પર ક્લિક કરો અને પછી નીચેનામાંથી કોઈ એક કરો:
- વ્યક્તિગત પ્રોડક્ટની કિંમતમાં ટકાવારી દ્વારા વધારો કે ઘટાડો કરવા માટે, ટકાવારી એડજસ્ટમેન્ટ પસંદ કરો અને પછી ટકાવારીમાં કિંમતનો માર્કઅપ અથવા કિંમતનો માર્કડાઉન સેટ કરો.
- વ્યક્તિગત પ્રોડક્ટની કિંમતમાં નિશ્ચિત રકમ દ્વારા વધારો કે ઘટાડો કરવા માટે, નિશ્ચિત રકમ એડજસ્ટમેન્ટ પસંદ કરો અને પછી નિશ્ચિત રકમમાં કિંમતનો માર્કઅપ અથવા કિંમતનો માર્કડાઉન સેટ કરો.
- વ્યક્તિગત પ્રોડક્ટની ડિફૉલ્ટ Shopify કિંમત રાખવા માટે, ડિફૉલ્ટ Shopify કિંમત પસંદ કરો.
સેવ કરો પર ક્લિક કરો.
ઑટોમૅટિક પ્રોડક્ટ સિંક સેટ કરો
કૅટેગરી મૅપિંગ, બ્રાંડ મૅપિંગ અને કિંમતના નિયમના પગલાં પૂર્ણ કર્યા પછી, તમે તમારી પ્રોડક્ટ સિંક કરી શકો છો અને તમારા લિસ્ટિંગને Newegg પર પ્રકાશિત કરી શકો છો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, વેચાણ ચૅનલ > Newegg Marketplace પર જાઓ.
સેટિંગ પર ક્લિક કરો.
ઑટોમૅટિક પ્રોડક્ટ સિંક વિભાગમાં, ચેકબૉક્સ પસંદ કરો.
તે પછી તમે તમારી પ્રોડક્ટને તમારી Newegg Marketplace સેલ્સ ચેનલના ઉત્પાદનો વિભાગમાં અને તમારા Newegg Seller Portal માં જોઈ શકો છો.
તમારા Newegg એકાઉન્ટને Shopifyમાંથી ડિસ્કનેક્ટ કરો
તમે કોઈપણ સમયે Shopifyમાં Newegg Marketplace સેલ્સ ચેનલમાંથી તમારા Newegg એકાઉન્ટને ડિસ્કનેક્ટ કરી શકો છો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, વેચાણ ચૅનલ > Newegg Marketplace પર જાઓ.
સેટિંગ પર ક્લિક કરો.
Newegg Marketplace સ્ટોર એકાઉન્ટ વિભાગમાં, ડિસ્કનેક્ટ કરો પર ક્લિક કરો.
ડાયલોગમાં, કન્ફર્મ કરો પર ક્લિક કરો.
Shopify વડે Newegg પર વેચાણ કરવા માટે સપોર્ટ મેળવવો
જો તમને Shopifyમાં તમારી Newegg Marketplace સેલ્સ ચેનલ અથવા તમારા Newegg Seller Portal સંબંધિત મદદની જરૂર હોય, તો તમે Neweggનો સંપર્ક કરી શકો છો.
Shopify App Store પરના Newegg Marketplace લિસ્ટિંગ પર જાઓ અને પછી સપોર્ટ મેળવો બટન પર ક્લિક કરો.