Shopify સાથે StockX પર વેચાણ કરવા માટેની આવશ્યકતાઓ અને ધ્યાનમાં રાખવા જેવી બાબતો
તમે StockX સેલ્સ ચેનલ સેટઅપ કરો તે પહેલાં તમે StockXના ઉપયોગના નિયમો અને શરતો, StockXની ગોપનીયતા નીતિ તથા નીચેની આવશ્યકતાઓ અને ધ્યાનમાં રાખવા જેવી બાબતોનો રિવ્યૂ કરી શકો છો. આવશ્યકતાઓને અગાઉથી સમજવાથી તમને એ નક્કી કરવામાં મદદ મળી શકે છે કે શું StockX તમારી પ્રોડક્ટ માટે યોગ્ય માર્કેટપ્લેસ છે કે નહીં અને સેટઅપની સમસ્યાઓને ટાળી શકાય છે.
આ પેજ પર
Shopify સાથે StockX પર વેચાણ કરવા માટેની આવશ્યકતાઓ
Shopify સાથે StockX પર વેચાણ કરવા માટેની નીચેની આવશ્યકતાઓનો રિવ્યૂ કરો:
- Shopify પર StockX સેલ્સ ચેનલનો ઉપયોગ કરવા માટે, તમારી પાસે સક્રિય Shopify સબ્સ્ક્રિપ્શન પ્લાન હોવો જોઈએ, પરંતુ તમારી પાસે Shopify ઑનલાઇન સ્ટોર હોવો જરૂરી નથી. તમારી સંપૂર્ણ શિપિંગ અને ચુકવણીની માહિતી સાથે તમારી પાસે સક્રિય StockX એકાઉન્ટ હોવું પણ જરૂરી છે. તમે StockX વેબસાઇટ પર એકાઉન્ટ બનાવી શકો છો.
- તમે માત્ર નીચેના ચલણોમાં StockX પર વેચાણ કરી શકો છો: AUD, CAD, CHF, EUR, GBP, HKD, JPY, KRW, MXN, NZD, SGD, USD.
- તમારા Shopify એકાઉન્ટ અને તમારા StockX એકાઉન્ટ બંનેમાં સમાન વેચાણ ચલણનો ઉપયોગ થતો હોવો જોઈએ.
- તમે StockX પર વેચાણ કરવા માટે ઉપલબ્ધ દેશો અને પ્રદેશોમાંથી કોઈ એકમાં સ્થિત હોવા જોઈએ.
- StockX પર વેચાણ માટે પ્રોડક્ટને લિસ્ટ કરવા માટે, પ્રોડક્ટ અગાઉથી જ StockX પ્રોડક્ટ કૅટેલોગમાં ઉપલબ્ધ હોવી આવશ્યક છે.
- તમે StockX પર વેચાણ માટે જે પ્રોડક્ટને લિસ્ટ કરો છો તે નવી સ્થિતિમાં હોવી આવશ્યક છે.
- તમે જે પ્રોડક્ટને Shopifyમાંથી StockX પર સિંક કરો છો તેમાં Global Trade Item Number (GTIN) અથવા મેટાફીલ્ડ મૂલ્યો હોવા આવશ્યક છે જે StockX Style ID અને StockXની સાઇઝના ચાર્ટ્સ અને મૂલ્યો સાથે મેળ ખાતા હોય. StockX કૅટેલોગ સાથે ઇન્વેન્ટરીને મેળ ખાતી કરવા માટે તમારી પ્રોડક્ટના સેટઅપ વિશે વધુ જાણો.
Shopify સાથે StockX પર વેચાણ કરવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
Shopify સાથે StockX પર વેચાણ કરવા માટે ધ્યાનમાં રાખવા જેવી નીચેની બાબતોનો રિવ્યૂ કરો:
- જ્યાં સુધી તમે કિંમતનો માર્કઅપ અથવા કિંમતનો માર્કડાઉન સેટ ન કરો, ત્યાં સુધી તમે StockX પર વેચાણ માટે જે પ્રોડક્ટ લિસ્ટ કરો છો તેની ડિફૉલ્ટ કિંમત તે જ હોય છે જે તમે Shopifyમાં સેટ કરી હોય.
- StockX વેચાણકર્તાઓની Sell Now (હમણાં વેચો) અને Ask (કિંમત પૂછો)ની કિંમતો અને ગ્રાહકો માટેના Buy Now (હમણાં ખરીદો) અને Bid (બોલી લગાવો) વિકલ્પો સાથે કામ કરે છે. Shopify મર્ચન્ટ માટે, પ્રોડક્ટની કિંમત હંમેશાં એક Ask મૂલ્ય હોય છે. જો તમારી કિંમત StockX પર પ્રોડક્ટ માટે સૌથી ઓછું Ask મૂલ્ય હોય, અને તે કિંમત ગ્રાહકની બોલી સાથે મળી જાય, તો તમારું વેચાણ થાય છે. જો તમારી કિંમત પ્રોડક્ટ માટે ગ્રાહકની સૌથી ઓછી બોલી કરતાં ઓછી હોય, તો ગ્રાહકની સૌથી ઓછી બોલીના મૂલ્ય પર ઑટોમૅટિક રીતે Sell Now વેચાણ થઈ જાય છે.
- જો તમારી પાસે Shopify ઑનલાઇન સ્ટોર ન હોય, તો તમે Shopifyમાંથી StockX પર સિંક કરો છો તે પ્રોડક્ટ લિસ્ટિંગ માટે તમારે ફોટા લેવાની જરૂર નથી, કારણ કે તમારી પ્રોડક્ટ હાલના StockX લિસ્ટિંગ સાથે મેળ ખાતી હોય છે જેમાં પ્રોડક્ટના ફોટા પહેલેથી સામેલ હોય છે. જો તમારી પાસે તમારા પોતાના પ્રોડક્ટ ફોટાઓ સાથેનો Shopify ઑનલાઇન સ્ટોર હોય, તો તેનો StockX પર ઉપયોગ કરવામાં આવતો નથી.
- તમે StockX પર જે પ્રોડક્ટ્સ વેચો છો તેને બે કામકાજના દિવસોની અંદર StockX ચકાસણી કેન્દ્ર પર મોકલવી આવશ્યક છે. પ્રોડક્ટ નવી છે અને તે StockXના ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરે છે તેની પુષ્ટિ કરવા માટે તેની તપાસ કરવામાં આવે છે.
- StockX ગ્રાહકના તમામ કમ્યુનિકેશન અને નોટિફિકેશનની સાથે-સાથે શિપિંગ અને રિટર્નનું સંચાલન કરે છે. તમારા StockX ઑર્ડર્સને શિપ કરવા વિશે વધુ જાણો.
- તમને Shopify મારફતે તમારા StockX વેચાણ માટે ચુકવણી મળતી નથી. તમને StockX પર વેચાણકર્તા તરીકે કેવી રીતે અને ક્યારે ચુકવણી મળે છે તેના વિશે અને તમે ચૂકવો છો તે વેચાણકર્તાની ફી અને શિપિંગ ખર્ચ વિશે વધુ જાણો.
StockX પર વેચાણ કરવા અને StockX પ્રોડક્ટ ચકાસણી પ્રક્રિયા વિશે વધુ માહિતી મેળવો.