તમારા Shop સ્ટોરના હોમ પેજને કસ્ટમાઇઝ કરો

જ્યારે ગ્રાહકો Shop ઍપ અથવા shop.com પર તમારા સ્ટોરની મુલાકાત લે છે ત્યારે તમારું Shop સ્ટોર હોમ પેજ સૌથી પહેલાં પ્રદર્શિત થાય છે. ગ્રાહકોને તમારી પ્રોડક્ટ બ્રાઉઝ કરવામાં અને શોધવામાં સહાય કરતો બ્રાંડેડ શૉપિંગ અનુભવ બનાવવા માટે તમે તમારા Shop સ્ટોરના હેડર, કલેક્શન અને નેવિગેશનને કસ્ટમાઇઝ કરી શકો છો.

જો તમારા સ્ટોર માટે સિંક કરવાનું ઉપલબ્ધ હોય, તો તમે Shopમાં તમારા ઑનલાઇન સ્ટોરના સમર્થિત હોમ પેજના કન્ટેન્ટને અદ્યતન રાખવા માટે ઑનલાઇન સ્ટોરના હોમ પેજના કન્ટેન્ટને Shop સ્ટોર સાથે સિંક કરી શકો છો.

Shop સ્ટોરના ઍનાઉન્સમેન્ટ બૅનરમાં ફેરફાર કરો

જો તમારા સ્ટોરમાં સક્રિય સ્વચાલિત ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ હોય, તો તમારા Shop સ્ટોરના હોમ પેજ પર આપમેળે એક ઘોષણા બૅનર પ્રદર્શિત થાય છે. ઘોષણા બૅનરમાં ફેરફાર કરવા માટે, તમારે તમારું સ્વચાલિત ડિસ્કાઉન્ટ નિષ્ક્રિય કરવું પડશે, અને પછી નવું સ્વચાલિત ડિસ્કાઉન્ટ બનાવવું પડશે.

તમે તમારા Shop સ્ટોરના હોમ પેજ પર તમારો લોગો અને બૅકગ્રાઉન્ડ સહિતનું હેડર અપડેટ કરવા માટે Shop ચેનલનો ઉપયોગ કરી શકો છો.

લોગો ઇમેજની આવશ્યકતાઓ

તમારી હેડર સામગ્રી માટે શ્રેષ્ઠ રિઝોલ્યુશન પ્રાપ્ત કરવા માટે, તમે તમારા હેડરમાં ઉમેરો છો તે લોગો ઇમેજ નીચેની આવશ્યકતાઓને પૂર્ણ કરતી હોવી આવશ્યક છે:

  • લોગો ઇમેજ ફાઇલો SVG, PNG અથવા WEBP ફોર્મેટમાં હોવી જોઈએ અને તે પારદર્શક હોવી જોઈએ.
  • ઇમેજ માટે ન્યૂનતમ પહોળાઈ 512 પિક્સેલ છે.
  • ઇમેજ ચોરસ હોવી આવશ્યક છે.

બૅકગ્રાઉન્ડ મીડિયાની આવશ્યકતાઓ

જ્યારે તમે તમારા હેડરમાં ઇમેજ, GIF અથવા વિડિઓ તરીકે બૅકગ્રાઉન્ડ મીડિયા ઉમેરો છો, ત્યારે ખાતરી કરો કે તમારી ફાઇલ નીચેની આવશ્યકતાઓને પૂર્ણ કરે છે:

  • ઇમેજ ફાઇલોનું કદ 15 MB કરતાં ઓછું હોવું જોઈએ અને તે WEBP, PNG, JPEG અથવા GIF ફોર્મેટમાં હોવી જોઈએ.
  • વિડિઓ ફાઇલોનું કદ 32 MB કરતાં ઓછું હોવું જોઈએ, તે 10 સેકન્ડથી વધુ લંબાઈની ન હોવી જોઈએ અને MP4 અથવા MOV ફોર્મેટમાં હોવી જોઈએ.
  • તમામ બૅકગ્રાઉન્ડ મીડિયા પ્રકારો માટે આવશ્યક પરિમાણો 1080 × 1170 પિક્સેલ છે.

તમારા Shop સ્ટોરના હેડરમાં ફેરફાર કરો

  1. તમારા Shopify ઍડમિનમાંથી, વેચાણ ચૅનલ > Shop પર જાઓ.

  2. સ્ટોર વિભાગમાં, કસ્ટમાઇઝ કરો પર ક્લિક કરો.

  3. પેજની ટોચ પરના ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, Shop સ્ટોર હોમ પસંદ કરો.

  4. હેડર પર ક્લિક કરો અને પછી નીચેનામાંથી કોઈપણ ફેરફાર કરો:

    • તમારા Shop સ્ટોર પર પ્રદર્શિત થતો લોગો બદલવા માટે, લોગો વિભાગમાં, ઇમેજ પસંદ કરો પર ક્લિક કરો અથવા ફાઇલ અપલોડ કરવા માટે ઇમેજને ડ્રૅગ ઍન્ડ ડ્રૉપ કરો.
    • તમારા Shop સ્ટોરના બૅકગ્રાઉન્ડ તરીકે ઇમેજ, GIF અથવા વિડિઓને દર્શાવવા માટે, બૅકગ્રાઉન્ડ વિભાગમાં, મીડિયા પર ક્લિક કરો અને પછી ઇમેજ અથવા વિડિઓ પસંદ કરો પર ક્લિક કરો અથવા ફાઇલ અપલોડ કરવા માટે ઇમેજ કે વિડિઓને ડ્રૅગ ઍન્ડ ડ્રૉપ કરો.
    • તમારા બૅકગ્રાઉન્ડ, બટન અને એક્સેન્ટનો પ્રાથમિક રંગ બદલવા માટે, બૅકગ્રાઉન્ડ વિભાગમાં, રંગ પર ક્લિક કરો અને પછી કલર પિકરમાંથી રંગ પસંદ કરો.
  5. સેવ કરો પર ક્લિક કરો.

Shop સ્ટોરના કલેક્શનમાં ફેરફાર કરો

Shopમાં તમારા કયા કલેક્શન પ્રદર્શિત થાય છે તેનું સંચાલન કરવા માટે તમે તમારા Shop સ્ટોરના કલેક્શનમાં ફેરફાર કરી શકો છો. તમે 5 જેટલા કલેક્શન લિસ્ટ ઉમેરી શકો છો, જ્યાં દરેક કલેક્શન લિસ્ટમાં 10 જેટલા કલેક્શન સામેલ હોઈ શકે છે. તમે કલેક્શન લિસ્ટમાં કોઈ કલેક્શન ઉમેરો તે પછી, તે કલેક્શન બીજા કલેક્શન લિસ્ટમાં ઉમેરી શકાતું નથી. Shopમાં પ્રદર્શિત થવા માટે કલેક્શનમાં કવર ઇમેજ હોવી આવશ્યક છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, વેચાણ ચૅનલ > Shop પર જાઓ.

  2. સ્ટોર વિભાગમાં, કસ્ટમાઇઝ કરો પર ક્લિક કરો.

  3. પેજની ટોચ પરના ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, Shop સ્ટોર હોમ પસંદ કરો.

  4. કલેક્શન લિસ્ટ વિભાગમાં, તમે જે કલેક્શન લિસ્ટમાં ફેરફાર કરવા માગતા હો તેના પર ક્લિક કરો અને પછી નીચેનામાંથી કોઈપણ ફેરફાર કરો:

    • કલેક્શન લિસ્ટના હેડિંગમાં ફેરફાર કરવા માટે, હેડિંગ ફીલ્ડમાં તમારું નવું હેડિંગ દાખલ કરો.
    • કલેક્શન લિસ્ટમાં પ્રદર્શિત થતા કલેક્શનમાં ફેરફાર કરવા માટે, કલેક્શન લિસ્ટમાં ફેરફાર કરો પર ક્લિક કરો અને પછી તમે સામેલ કરવા માગતા હો તે કલેક્શન પસંદ કરો.
    • કલેક્શન લિસ્ટને રિઑર્ડર કરવા માટે, લિસ્ટમાં ચોક્કસ સ્થાન પર કલેક્શનને ખસેડવા ⠿ આઇકન પર ક્લિક કરીને તેને ડ્રૅગ કરો.
    • કલેક્શન લિસ્ટમાં કવર ઇમેજ ઉમેરવા માટે, કોઈ કલેક્શન પર ક્લિક કરો અને પછી ઇમેજ પસંદ કરો પર ક્લિક કરો અથવા ફાઇલ અપલોડ કરવા માટે ઇમેજને ડ્રૅગ ઍન્ડ ડ્રૉપ કરો.
    • કલેક્શન લિસ્ટ અથવા કલેક્શનને ડિલીટ કરવા માટે, ટ્રૅશ કૅન આઇકન પર ક્લિક કરો.
  5. સેવ કરો પર ક્લિક કરો.

તમારા Shop સ્ટોરના નેવિગેશન મેનૂમાં પ્રદર્શિત થતા કલેક્શનને અપડેટ કરવા માટે તમે તમારા Shop સ્ટોરના નેવિગેશનમાં ફેરફાર કરી શકો છો. તમે તમારા નેવિગેશનમાં 12 જેટલા કલેક્શન ઉમેરી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, વેચાણ ચૅનલ > Shop પર જાઓ.

  2. સ્ટોર વિભાગમાં, કસ્ટમાઇઝ કરો પર ક્લિક કરો.

  3. પેજની ટોચ પરના ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, Shop સ્ટોર હોમ પસંદ કરો.

  4. નેવિગેશન > નેવિગેશન લિસ્ટમાં ફેરફાર કરો પર ક્લિક કરો.

  5. તમારા નેવિગેશનને નીચેની કોઈપણ રીતે કસ્ટમાઇઝ કરો:

    • તમારા નેવિગેશનમાં કોઈ ઉપલબ્ધ કલેક્શન ઉમેરવા માટે, લિસ્ટમાંથી કલેક્શન પસંદ કરો.
    • તમારા નેવિગેશનમાંથી કોઈ કલેક્શન હટાવવા માટે, લિસ્ટમાંથી કલેક્શનની પસંદગી દૂર કરો.
  6. સેવ કરો પર ક્લિક કરો.

તમારા Shop સ્ટોરના ફિલ્ટરને કસ્ટમાઇઝ કરવું

Shopify Search & Discovery ઍપનો ઉપયોગ કરીને તમારા ઑનલાઇન સ્ટોરમાં કસ્ટમ ફિલ્ટર્સ ઉમેરવાથી તે સમાન ફિલ્ટર્સ Shop પરના તમારા Shop સ્ટોર સાથે આપમેળે સિંક થાય છે. આનાથી ગ્રાહકોને તમારા Shop સ્ટોરના કલેક્શન પેજ અને શોધ પરિણામોમાં પ્રદર્શિત થતી પ્રોડક્ટ્સ ફિલ્ટર કરવામાં મદદ મળે છે.

તમારા સ્ટોરના ફિલ્ટર્સ આપમેળે સિંક થાય છે અને તમે તમારા ઑનલાઇન સ્ટોર તથા Shop સ્ટોર માટે અલગ-અલગ ફિલ્ટર્સ સેટ કરી શકતા નથી. તમારા સ્ટોર પર ફિલ્ટર્સ કેવી રીતે ઉમેરવા અને ફેરફાર કરવા તે જાણો.

તમારા Shop સ્ટોરને અન્ય ભાષાઓમાં પ્રદર્શિત કરવું

Shop ઍપ અને shop.com ચેક, ડેનિશ, ડચ, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, લિથુનિયન, નૉર્વેજીયન, પૉલિશ, પોર્ટુગીઝ, રોમાનિયન, સ્પેનિશ અને સ્વીડિશમાં સપોર્ટેડ છે. જ્યારે ગ્રાહક આમાંથી કોઈપણ ભાષામાં Shop નો ઉપયોગ કરે છે, ત્યારે તમારા પ્રોડક્ટ વિગતોના પેજ સિવાય તમારા Shop સ્ટોરના મોટાભાગના ભાગો અનુવાદિત થાય છે.

તમારા પ્રોડક્ટ વિગતોના પેજ Shop માં માત્ર તમારા Shopify સ્ટોરની પ્રાથમિક ભાષામાં જ પ્રદર્શિત થાય છે. જો તમે તમારા પ્રોડક્ટ વિગતોના પેજને Shop પર અન્ય સપોર્ટેડ ભાષાઓમાં પ્રદર્શિત કરવા માંગતા હો, તો Translate & Adapt ઍપ, અથવા Shop માટે Translation API અને translationsRegister મ્યુટેશન નો ઉપયોગ કરતી તૃતીય-પક્ષ અનુવાદ ઍપ નો ઉપયોગ કરીને તમારા સ્ટોરનો અનુવાદ કરવાનું વિચારો.