Shop પ્રોડક્ટ રિવ્યૂ
ગ્રાહક Shop ઍપ અથવા તમારા ઑનલાઇન સ્ટોર મારફતે પ્રોડક્ટની ખરીદી કરે તે પછી, તેઓ Shop ઍપમાં પ્રોડક્ટ રિવ્યૂ આપી શકે છે. પ્રોડક્ટ રિવ્યૂ તમને તમારા સ્ટોર અને પ્રોડક્ટ વિશે પ્રતિસાદ એકત્રિત કરવામાં મદદ કરે છે અને ખરીદી કરવાનું વિચારતી વખતે તમારા ગ્રાહકોને ઉપયોગી માહિતી પ્રદાન કરી શકે છે. માત્ર એવા Shop ગ્રાહકો જ રિવ્યૂ સબમિટ કરી શકે છે જેમણે તમારી પાસેથી પ્રોડક્ટ ખરીદી હોય.
ઑર્ડર ડિલિવર થયા પછી, ગ્રાહકોને તેમના ઉપકરણ પર પુશ નોટિફિકેશન અથવા ઇન-ઍપ નોટિફિકેશન દ્વારા રિવ્યૂ માટે વિનંતી કરતું એક નોટિફિકેશન મળે છે. ગ્રાહકો 1 થી 5 સ્ટાર સુધીનું રેટિંગ આપી શકે છે અને તેમની પાસે 1,000 અક્ષરો સુધીની ટિપ્પણી મૂકવાનો વિકલ્પ છે. રિવ્યૂ અને સરેરાશ સ્ટાર રેટિંગ સાર્વજનિક હોય છે અને તે Shop ઍપમાં પ્રોડક્ટની વિગતોવાળા પેજ પર પ્રદર્શિત થાય છે.
જો તમે Shop ની સાથે સમર્થિત થર્ડ-પાર્ટી ઍપ નો ઉપયોગ કરીને પ્રોડક્ટ રિવ્યૂ એકત્રિત કરો છો, તો તમે Shop પર પાર્ટનર ઍપ દ્વારા એકત્રિત કરેલા રિવ્યૂ પણ પ્રદર્શિત કરી શકો છો. પાર્ટનર ઍપ દ્વારા એકત્રિત કરવામાં આવેલા યોગ્ય રિવ્યૂ જ્યારે Shop ની આવશ્યકતાઓ ને પૂર્ણ કરે છે ત્યારે તેમાં છબીઓ અથવા વીડિયો શામેલ હોઈ શકે છે.
રિવ્યૂ પ્રકાશિત થાય તે પહેલાં, Shopify એ વાતની ખાતરી કરવામાં મદદ કરવા માટે રિવ્યૂને સ્ક્રીન કરવાનો પ્રયાસ કરે છે કે તેઓ Shop ના પ્રોડક્ટ રિવ્યૂની પૉલિસીઓ અને Shop માં પ્રોડક્ટ રિવ્યૂ પ્રદર્શિત કરવા માટેની યોગ્યતાની આવશ્યકતાઓ નું પાલન કરે છે. તમને મળતા રિવ્યૂની સામગ્રી, ચોકસાઈ અથવા વિશ્વસનીયતા માટે Shop જવાબદાર નથી.