Shop પ્રોડક્ટ રિવ્યૂના રેટિંગ અને મેટ્રિક
આ પેજ પર, તમે જાણી શકો છો કે Shop તમારા સરેરાશ પ્રોડક્ટ રિવ્યૂના રેટિંગની અને તમારા Shopify ઍડમિનમાં પ્રદર્શિત થતા મેટ્રિકની ગણતરી કેવી રીતે કરે છે.
Shopના સરેરાશ રેટિંગ
તમારું સરેરાશ પ્રોડક્ટ રિવ્યૂ રેટિંગ Shopમાં એકથી પાંચ સ્ટાર સુધીના સ્ટાર રેટિંગ તરીકે પ્રદર્શિત થાય છે. પ્રદર્શિત થયેલ સરેરાશ રેટિંગની ગણતરી નીચેની માહિતીનો ઉપયોગ કરીને કરવામાં આવે છે:
- Shopમાં પ્રદર્શિત કરવામાં આવતા ટેક્સ્ટ સાથેના Shop પ્રોડક્ટ રિવ્યૂ.
- ઓછા ટેક્સ્ટ સાથેના કે ટેક્સ્ટ વિનાના Shop પ્રોડક્ટ રિવ્યૂ કે જે Shopમાં પ્રદર્શિત થતા નથી.
- Shopમાં પ્રદર્શિત થતા રિવ્યૂ અને Shopમાં પ્રદર્શિત ન થતા રિવ્યૂ સહિત, પાર્ટનર ઍપમાંથી મળતા એવા રિવ્યૂ કે જે Shopના મૉડરેશન અને ચકાસણીનાં ધોરણોને પૂર્ણ કરે છે.
સરેરાશ રેટિંગની ગણતરીમાં સામેલ રિવ્યૂ Shopના ચકાસણી અને મૉડરેશનના ધોરણોને આધીન હોઈ શકે છે. એવો કોઈપણ રિવ્યૂ કે જેની જાણ કરવામાં આવી હોય અને જેને Shopની પ્રોડક્ટ રિવ્યૂની પૉલિસીઓનું ઉલ્લંઘન કરતો માનવામાં આવે છે તેને ગણતરીમાં શામેલ કરવામાં આવતો નથી.
Shop પ્રોડક્ટ રિવ્યૂના મેટ્રિક
તમે Shop ચેનલના રિવ્યૂ પેજ પરથી તમારા Shop પ્રોડક્ટ રિવ્યૂ વિશેના મેટ્રિક જોઈ શકો છો.
| મેટ્રિક | વર્ણન |
|---|---|
| એકત્રિત કરેલા રિવ્યૂ | Shop ઍપ અને કોઈપણ સપોર્ટેડ પાર્ટનર ઍપ બંનેમાંથી, તમે પસંદ કરેલ તારીખની મર્યાદામાં લેવામાં આવેલ રિવ્યૂની સંખ્યા. |
| કન્વર્ઝન રેટ | Shop ઍપમાં પ્રોડક્ટનો રિવ્યૂ આપવા માટે ગ્રાહકોને સૂચના આપવામાં આવ્યા પછી તેમણે તમારી પ્રોડક્ટ માટે આપેલા રિવ્યૂની ટકાવારી. |
| સરેરાશ રેટિંગ | Shopમાં તમારી રિવ્યૂ કરેલ તમામ પ્રોડક્ટ માટેનું સરેરાશ રેટિંગ. આ રેટિંગમાં Shop ઍપમાં એકત્રિત કરવામાં આવેલ રિવ્યૂ અને જો તમે તેમને Shopમાં પ્રદર્શિત કરતા હોવ તો તમે ઉપયોગ કરી રહ્યાં છો તે પાર્ટનર ઍપમાંથી એકત્રિત કરવામાં આવેલ તમામ રિવ્યૂ શામેલ હશે. |
| પાર્ટનર ઍપના રિવ્યૂ | જો તમે સપોર્ટેડ પાર્ટનર ઍપ ઇન્સ્ટોલ કરેલી હોય, તો આ મેટ્રિક Shopમાં પ્રદર્શિત થતા એવા રિવ્યૂની સંખ્યા પ્રદર્શિત કરે છે જે તમારી પાર્ટનર ઍપ મારફત એકત્રિત કરવામાં આવ્યા હતા. |