છૂટક વેપારીઓ માટે Shopify Collective
Shopify સ્ટોર માટે એકબીજા સાથે કનેક્ટ થવા અને એકબીજાની પ્રોડક્ટનું વેચાણ કરવાની Shopify Collective એક સરળ રીત છે, આ બધું Shopify ની અંદર જ થાય છે. છૂટક વેપારી તરીકે, તમે ગ્રાહકના કાર્ટને વધારવા માટે અને અન્ય Shopify સ્ટોરમાંથી ઇમ્પોર્ટ કરો છો તે પ્રોડક્ટનું વેચાણ કરીને નફો વધારવા Collective નો ઉપયોગ કરી શકો છો. આ માટે ઇન્વેન્ટરીનો કોઈ એડવાન્સ ખર્ચ કે કમિટમેન્ટ નથી.
સાર્વજનિક ભાવપત્રકોમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ પ્રોડક્ટને તરત જ ઇમ્પોર્ટ કરીને, તમે જેની પ્રોડક્ટ વેચવા માગતા હો તેવી બ્રાંડ પાસેથી કિંમત નિર્ધારણની વિનંતી કરીને અથવા તમારા વર્તમાન સપ્લાયરને Shopify Collective પર તમારી સાથે કનેક્ટ થવા માટે આમંત્રિત કરીને શરૂઆત કરો. તમે કનેક્ટ થાઓ તે પછી, તમારા સપ્લાયર તમારા સ્ટોર પર ઇમ્પોર્ટ કરવા અને વેચાણ શરૂ કરવા માટે પ્રોડક્ટ શૅર કરી શકે છે.
માર્જિન સપ્લાયર દીઠ અલગ-અલગ હોય છે, પરંતુ સામાન્ય રીતે 20% થી 50% સુધીનું હોઈ શકે છે. તમે સપ્લાયરની ડિસ્કાઉન્ટવાળી પડતર કિંમતે ખરીદો છો અને પછી તમારા સ્ટોર પર વેચો છો. છૂટક કિંમતમાંથી પડતર કિંમત બાદ કરતાં જે વધે તે પ્રત્યેક વેચાણ પર તમને મળતો નફો છે.
તમે તમારા સ્ટોર પર વેચાણ કરો તે પછી, તમારા ગ્રાહકનો ઑર્ડર આપમેળે સંબંધિત સપ્લાયરને ફોરવર્ડ થઈ જાય છે, જે પછી સીધી જ તમારા ગ્રાહકને આઇટમ પૂર્ણ કરીને શિપ કરે છે. ટ્રૅકિંગ નંબર સપ્લાયરના સ્ટોરમાંથી તમારા સ્ટોર પર આપમેળે સિંક થાય છે, જેથી તમારા ગ્રાહકને સામાન્ય બ્રાંડવાળા શિપિંગના નોટિફિકેશન મળે છે.
Shopify Collective નો ઉપયોગ એવા તમામ સ્ટોર માટે મફત છે, જેઓ સપોર્ટ કરતા દેશમાં હોય અને સપોર્ટ કરતા ચલણનો ઉપયોગ કરતા હોય તથા જેઓ યોગ્યતાની આવશ્યકતાઓ પૂર્ણ કરતા હોય. સંપૂર્ણ યોગ્યતાની આવશ્યકતાઓ પૂર્ણ કરતા ન હોય તેવા સ્ટોર પાસે Shopify Collective ઍપની માત્ર મર્યાદિત સુવિધાઓનું જ ઍક્સેસ છે.