સપ્લાયર્સ માટે Collective સમુદાય માર્ગદર્શિકાને સમજવી

Shopify Collective એક એવી જગ્યા છે જ્યાં તમે છૂટક વેપારીઓ સાથે સફળ સંબંધો બાંધી શકો છો, તેની ખાતરી કરવા માટે તમને નીચેની સમુદાય માર્ગદર્શિકા અને શ્રેષ્ઠ પદ્ધતિઓનો રિવ્યૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. તમે જે છૂટક વેપારીઓ સાથે પાર્ટનરશિપ કરો છો તેમની સાથે મળીને કામ કરવાની શ્રેષ્ઠ રીતો વિશે સંમત થવા માટે વાતચીત કરવા તમે મુક્ત છો:

  • આમંત્રણ અંગેના શિષ્ટાચાર: તમે Collective પર તમારી પ્રોડક્ટ જેમને ખરેખર ઑફર કરવા માંગતા હો, ફક્ત તેવા છૂટક વેપારીઓને જ કનેક્શનનાં આમંત્રણ મોકલો. તમને મળતા કનેક્શનનાં આમંત્રણનો તરત જ જવાબ આપો, પછી ભલે તમે આમંત્રણ સ્વીકારી રહ્યા હો કે નકારી રહ્યા હો.
  • પ્રોડક્ટ લિસ્ટિંગ: ખાતરી કરો કે તમે તમારી પ્રોડક્ટને તમામ યોગ્ય પ્રોડક્ટ વિગતો સાથે લિસ્ટ કરો. જ્યારે તમે તમારું પ્રોડક્ટ વર્ણન લખો, ત્યારે ઓછામાં ઓછા 150 અક્ષરો રાખવાનો પ્રયાસ કરો અને ઉચ્ચ-ગુણવત્તાવાળી ઇમેજ શામેલ કરો.
  • ફુલફિલમેન્ટ મેનેજ કરવું: ગ્રાહકોના ઑર્ડરમાં અનપેક્ષિત ડિલિવરી વિલંબને રોકવા માટે તમારી ઇન્વેન્ટરી યોગ્ય રીતે મેનેજ કરો અને ખાતરી કરો કે તમારી શિપિંગ પ્રોફાઇલમાં અંદાજિત ટ્રાન્ઝિટ સમય એકદમ સચોટ હોય. તમે શિપ કરો છો તે તમામ ફિઝિકલ પ્રોડક્ટ માટે સાચા ટ્રૅકિંગ નંબર્સ પ્રદાન કરો.
  • છૂટક વેપારી માટે સન્માન: જ્યારે તમે સીધા તમારા છૂટક વેપારીઓના ગ્રાહકોને પ્રોડક્ટ શિપ કરો, ત્યારે પૅકેજમાં તમારી પોતાની માર્કેટિંગ સામગ્રી, ડિસ્કાઉન્ટ કોડ અથવા ઇન્વૉઇસ શામેલ કરશો નહીં.
  • રિટર્ન સંબંધિત નિયમો: તમે તમારા કનેક્ટેડ છૂટક વેપારીઓ સાથે સંમત થયા છો, તે રિટર્ન પૉલિસીનું પાલન કરો.
  • ગ્રાહકનો અનુભવ: ગ્રાહક સપોર્ટ અંગેની પૂછપરછનો 48 કલાકની અંદર જવાબ આપવાનો પ્રયાસ કરો. ખાતરી કરો કે ગ્રાહકની કોઈપણ સમસ્યા ઉકેલવા માટે તમે તમારા છૂટક વેપારીઓ સાથે વાતચીત કરો છો અને અસરકારક રીતે કામ કરો છો.

જો તમે કોઈ ચોક્કસ પાર્ટનરશિપથી નાખુશ છો, તો છૂટક વેપારી સાથે સીધી વાત કરો. અપેક્ષાઓ વિશે સ્પષ્ટ વાતચીત દ્વારા મોટાભાગની સમસ્યા ઉકેલી શકાય છે.

જો તમારે પાર્ટનરશિપ સમાપ્ત કરવાની જરૂર હોય, તો તમે તમારી Shopify Collective સેલ્સ ચેનલમાં છૂટક વેપારીને ડિસ્કનેક્ટ કરી શકો છો અને વૈકલ્પિક રીતે છૂટક વેપારી દ્વારા કરવામાં આવતી કોઈપણ કપટપૂર્ણ પ્રથા અથવા ગેરવર્તણૂકની જાણ કરી શકો છો. છૂટક વેપારીઓના વર્તનની કોઈપણ સંભવિત પૅટર્નને ઓળખવા માટે જ Shopify દ્વારા આ રિપોર્ટનો રિવ્યૂ કરવામાં આવે છે. તમે છૂટક વેપારીની જાણ કરો તે પછી, તમારા પ્રતિસાદ વિશે તમને Shopify તરફથી કોઈ વધારાનો સંપર્ક કરવામાં આવશે નહીં.