Shopify Collective સેલ્સ ચેનલ પર ઑર્ડર્સ પૂર્ણ કરવા અને રિટર્ન મેનેજ કરવા

તમે કોઈ છૂટક વેપારી સાથે કનેક્ટ થાઓ અને તેમની સાથે ભાવપત્રક શેર કરો, તે પછી છૂટક વેપારી તેમના Shopify સ્ટોર પર તમારી પ્રોડક્ટ્સનું વેચાણ કરવાનું શરૂ કરી શકે છે.

જ્યારે છૂટક વેપારી એવું વેચાણ કરે છે જેમાં તમારી પ્રોડક્ટ્સ શામેલ હોય, ત્યારે તમને તમારા Shopify ઍડમિનમાં ઑર્ડર મળે છે. તમે તમારા Shopify ઍડમિનમાં ઑર્ડર્સ પેજ પર Shopify Collective ઑર્ડર્સને ફિલ્ટર કરી શકો છો, અને પછી તેને સીધો ગ્રાહકને શિપ કરીને ઑર્ડર પૂર્ણ કરી શકો છો. ઑર્ડરની વિગતોના પેજ પર છૂટક વેપારીનું નામ દર્શાવવામાં આવે છે, જેથી તમને ખબર પડે કે ઑર્ડર કયા છૂટક વેપારી તરફથી આવે છે.

તમે Shopify Collective ઑર્ડર પૂર્ણ કરો તે પછી, ઑર્ડરને તમારા અને તમારા છૂટક વેપારીના સ્ટોર બંનેમાં પૂર્ણ કરેલ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે.

Shopify Collective ઑર્ડર્સ ફિલ્ટર કરો

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઑર્ડર્સ પર જાઓ.

  2. searchfilter આઇકન પર ક્લિક કરો.

  3. ફિલ્ટર ઉમેરો પર ક્લિક કરો, અને પછી ચેનલ પસંદ કરો

  4. Shopify Collective પસંદ કરો.

  5. આ રીતે સેવ કરો પર ક્લિક કરો.

  6. તમારા ઑર્ડર ફિલ્ટરને નામ આપો, અને પછી સેવ કરો પર ક્લિક કરો.

Shopify Collective ઑર્ડર્સ પૂર્ણ કરવા

તમે તમારા Shopify ઍડમિનમાં તમારા અન્ય ઑર્ડર્સ જે રીતે પૂર્ણ કરો છો એ જ રીતે Shopify Collective ઑર્ડર્સને પૂર્ણ કરી શકો છો. વધુ માહિતી માટે, તમારા પોતાના ઑર્ડર્સ પૂર્ણ કરવાનો સંદર્ભ લો. સારા વ્યાવસાયિક સંબંધ જાળવી રાખવા અને તમારા છૂટક વેપારીઓ માટે યોગ્ય અપેક્ષાઓ સેટ કરવા માટે, તેમને ઑર્ડર પ્રોસેસ કરવાનો અંદાજિત સમય, જેમ કે 2 કામકાજના દિવસો પ્રદાન કરવાનો વિચાર કરો.

જ્યારે તમે Shopify Collective ઑર્ડર પૂર્ણ કરો છો, ત્યારે શિપિંગની પુષ્ટિનું નોટિફિકેશન ઇમેઇલ તમારા સ્ટોરને બદલે છૂટક વેપારીના સ્ટોરમાંથી મોકલવામાં આવે છે.

તમે Shopify Collective ઑર્ડર્સ એડિટ કે રિફંડ કરી શકતા નથી. તમારે ઑર્ડર રદ કરવાની અને છૂટક વેપારીને નવો ઑર્ડર આપવા માટે કહેવાની જરૂર પડશે.

Shopify Collective ઑર્ડર્સ માટે રિટર્ન મેનેજ કરવા

છૂટક વેપારીઓ તેઓ રિટર્ન, રિટર્નની ફી, નકારવામાં આવેલ રિટર્ન, અને રિફંડને કેવી રીતે મેનેજ કરવા માંગે છે તે માટેના નિયમો સેટ કરવા માટે પૉલિસીઓ બનાવી શકે છે.

તમે જે દરેક છૂટક વેપારી સાથે કામ કરો છો તેમની સાથેના તમારા કનેક્શનની વિગતોના પેજ પર છૂટક વેપારીની રિટર્નની પૉલિસી જોઈ શકો છો. રિટર્નની પૉલિસીના નિયમો વ્યાખ્યાયિત કરે છે કે દરેક છૂટક વેપારી સાથેના Shopify Collective ઑર્ડર્સ માટે રિટર્નની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે.

Shopify Collectiveમાં છૂટક વેપારીની રિટર્નની પૉલિસીઓ સાથે થતા ઑટોમેશનના નીચેના ઉદાહરણોની સમીક્ષા કરો:

  • તમારા Shopify ઍડમિનમાં ઑટોમૅટિક રીતે રિટર્ન બની જાય છે.
  • રિટર્ન લેબલ અને રિટર્નનાં કારણો તમારા Shopify ઍડમિન સાથે સિંક થાય છે.
  • જ્યારે તમે રિટર્ન બંધ કરો છો, ત્યારે આ છૂટક વેપારીના સ્ટોરમાં સિંક થાય છે.

Shopify Collective ઑર્ડર્સનું રિફંડ કરવું

તમારે તમારા છૂટક વેપારી સાથે સંમત થવું પડશે કે તમે Shopify Collective ઑર્ડર માટેના રિફંડને કેવી રીતે હેન્ડલ કરશો:

  • જ્યારે તમે અને તમારા છૂટક વેપારી બંનેએ Collective પર સ્વચાલિત ચુકવણીઓ સક્રિય કરી હોય, ત્યારે તમે રિફંડની વિનંતી શરૂ કરો તે પછી રિફંડ આપમેળે છૂટક વેપારીને ટ્રાન્સફર થઈ જાય છે.
  • જો તમે અથવા તમારા છૂટક વેપારીએ સ્વચાલિત ચુકવણીઓ સક્રિય કરી નથી, તો તમારે તમારા છૂટક વેપારીને ભંડોળ મોકલવું પડશે અને તેમને તેના વિશે જાણ કરવી પડશે.

તમે તમારા Shopify ઍડમિનમાં તમારા અન્ય ઑર્ડરને રિફંડ કરો છો તે જ રીતે તમે Shopify Collective ઑર્ડરને રિફંડ કરી શકો છો. વધુ માહિતી માટે, રિટર્ન અને રિફંડ બનાવવાનો સંદર્ભ લો.

Shopify Collective ઑર્ડર રદ કરવા

છૂટક વેપારી એવા Shopify Collective ઑર્ડરને રદ કરવાની વિનંતી કરી શકે છે, જે પૂર્ણ ન થયેલ હોય. તેઓ ઑર્ડર રદ કરવાની વિનંતી કરે તે પછી, તમને ઑર્ડરનો રિવ્યૂ કરવા અને તેને રદ કરવા માટેનો એક ઇમેઇલ મળે છે. ઉપરાંત, ઑર્ડરમાં એક નોંધ ઉમેરવામાં આવશે.

તમે તમારા Shopify ઍડમિનમાં તમારા અન્ય ઑર્ડરને રદ કરો છો તે જ રીતે તમે Shopify Collective ઑર્ડર રદ કરી શકો છો. વધુ માહિતી માટે, ઑર્ડર રદ કરવા, આર્કાઇવ કરવા અને ડિલીટ કરવાનો સંદર્ભ લો.

સ્વચાલિત ચુકવણીઓનો ઉપયોગ કરતી વખતે, Shopify Collective આપમેળે ઑર્ડર રદ કરે છે:

  • જો રદ કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે ચુકવણી એકત્રિત કરવામાં આવી ન હતી, જેથી ઑર્ડરની સ્થિતિ હજી પણ ચુકવણી બાકી હોય.
  • જો રદ કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે ચુકવણી એકત્રિત કરવામાં આવી હતી, પરંતુ તમે 14 દિવસની અંદર ઑર્ડર પૂર્ણ કર્યો ન હોય.

જ્યારે તમે ઑર્ડર રદ કરો છો, ત્યારે છૂટક વેપારીના સ્ટોરમાં ઑર્ડરની સ્થિતિ બદલાઈને વિનંતી અસ્વીકાર થઈ થાય છે અને પસંદ કરેલ રદ કરવાનું કારણ પ્રદર્શિત કરે છે. તે પછી, ગ્રાહકને રિફંડ ઇશ્યૂ કરવા માટે છૂટક વેપારીએ તેમના સ્ટોરમાં ઑર્ડર રદ કરવાની જરૂર પડે છે.