Shopify Collective સેલ્સ ચેનલ અને ઍપનું ટેસ્ટિંગ કરવું

તમે તમારા સ્ટોર પર Shopify Collective ઇન્સ્ટૉલ કરી લો તે પછી, તમે Shopify Collective સેલ્સ ચેનલ અને ઍપનું ટેસ્ટિંગ કરી શકો છો. Shopify Collectiveનું ટેસ્ટિંગ કરવા માટે તમારે તમારી સાથે કનેક્ટ થવા માટે અન્ય Shopify સ્ટોરને આમંત્રિત કરવાની જરૂર છે.

Shopify Collective કેવી રીતે કામ કરે છે તે વધુ સારી રીતે સમજવા અને તે તમારા ગ્રાહકોની અપેક્ષાઓ પૂરી કરે છે તેની ખાતરી કરવા માટે, તમે ઓછામાં ઓછો એક એન્ડ-ટુ-એન્ડ ટેસ્ટ ઑર્ડર કરી શકો છો. તમે Shopify Paymentsનો ઉપયોગ કરીને વાસ્તવિક ટ્રાન્ઝેક્શન સાથે ટેસ્ટ ઑર્ડર આપી શકો છો.

પગલું 1: અન્ય સ્ટોર સાથે કેવી રીતે કનેક્ટ થવું તે નક્કી કરવું

તમારે એ નક્કી કરવાની જરૂર છે કે તમે અન્ય સ્ટોર સાથે કેવી રીતે કનેક્ટ થવા માગો છો. Shopify Collectiveનું ટેસ્ટિંગ કરવા માટે અન્ય સ્ટોર સાથે કનેક્ટ થવા માટે તમે નીચેનીમાંથી કોઈ એક રીતનો ઉપયોગ કરી શકો છો:

  • તમે પહેલેથી જાણતા હોય તેવા Shopify સ્ટોર માલિકને આમંત્રિત કરો
  • જો તમારી પાસે અન્ય Shopify સ્ટોર હોય, તો તમે તે સ્ટોરને તમારા વર્તમાન સ્ટોર સાથે કનેક્ટ થવા માટે આમંત્રિત કરી શકો છો
  • મફત ટ્રાયલ સાથે એક નવો Shopify સ્ટોર બનાવો અને તેને તમારા વર્તમાન સ્ટોર સાથે કનેક્ટ થવા માટે આમંત્રિત કરો

પગલું 2: Shopify Collectiveની આવશ્યકતાઓ પૂરી કરવી

તમે અન્ય સ્ટોરને તમારા સ્ટોર સાથે કનેક્ટ થવા માટે આમંત્રિત કરો તે પહેલાં, ખાતરી કરો કે તે નીચેની Shopify Collectiveની આવશ્યકતાઓને પૂરી કરે છે:

પગલું 3: અન્ય સ્ટોરને કનેક્ટ થવા માટે આમંત્રિત કરવા અને Shopify Collective ઇન્સ્ટૉલ કરવું

જો તમે સપ્લાયર છો, તો તમારે અન્ય સ્ટોરને છૂટક વેપારી તરીકે આમંત્રિત કરવાની અને તે સ્ટોર પર Shopify Collective ઍપ ઇન્સ્ટૉલ કરવાની જરૂર છે.

જો તમે છૂટક વેપારી છો, તો તમારે અન્ય સ્ટોરને સપ્લાયર તરીકે આમંત્રિત કરવાની અને તે સ્ટોર પર Shopify Collective સેલ્સ ચેનલ ઇન્સ્ટૉલ કરવાની જરૂર છે.