પ્રોડક્ટની ઉપલબ્ધતા મેનેજ કરો

તમે TikTok Shop સેટ કરી લો તે પછી, તમે તમારી TikTok પ્રોફાઇલ પર તમારી પ્રોડક્ટ બતાવવા અને વેચવા માટે તમારી પ્રોડક્ટને સેલ્સ ચેનલ પર સિંક કરી શકો છો. તમે પ્રોડક્ટ પૃષ્ઠ પર ચેનલ માટે ઉપલબ્ધ કરાવવા માગતા હો તે પ્રોડક્ટ પસંદ કરી શકો છો.

પ્રોડક્ટની ઉપલબ્ધતા મેનેજ કરો

તમારી પ્રોડક્ટ TikTok Shop સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે.

TikTok Shop પર તમારી પ્રોડક્ટની ઉપલબ્ધતા મેનેજ કરવા માટે, તમારી સેલ્સ ચેનલમાંથી પ્રોડક્ટને શામેલ કરવા અને બાકાત રાખવા નો સંદર્ભ લો.

પ્રોડક્ટનું સ્ટેટસ

ઓવરવ્યૂ પૃષ્ઠનો પ્રોડક્ટનું સ્ટેટસ વિભાગ TikTok Shop પર ઉપલબ્ધ પ્રોડક્ટનું સ્ટેટસ બતાવે છે, અને જો કોઈ ભૂલ હોય, તો તે દર્શાવે છે. TikTok Shop પર પ્રોડક્ટના સ્ટેટસ વિશે વધુ માહિતી માટે, TikTok Shop Academy નો સંદર્ભ લો:

નામંજૂર કરેલી પ્રોડક્ટનો રિવ્યૂ કરો

જો તમારી પ્રોડક્ટ TikTok ચેનલમાં નામંજૂર તરીકે દેખાઈ રહી હોય, તો તમે દરેક પ્રોડક્ટ માટે નામંજૂર કરવાના ચોક્કસ કારણો જોઈ શકો છો.

TikTok પ્રોડક્ટ સિંક કરવાની પ્રક્રિયા મેનેજ કરે છે. જો ફેરફારો કર્યા પછી પણ તમારી પ્રોડક્ટ નામંજૂર તરીકે દેખાતી રહે છે, તો સહાય માટે TikTok સપોર્ટનો સંપર્ક કરો. તમે તેમની સપોર્ટ કતારને ઍક્સેસ કરવા માટે TikTok ઍપમાં સપોર્ટ મેળવો પર પણ ક્લિક કરી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાં, સેલ્સ ચેનલ > TikTok પર જાઓ.
  2. પ્રોડક્ટનું સ્ટેટસ વિભાગમાં, અસરગ્રસ્ત પ્રોડક્ટનું લિસ્ટ જોવા માટે નામંજૂર ની બાજુમાં આવેલા નંબર પર ક્લિક કરો.
  3. દરેક પ્રોડક્ટ માટે નામંજૂર કરવાના કારણોનો રિવ્યૂ કરો.
  4. નામંજૂર થવાના કારણોનો ઉકેલ લાવવા માટે તમારી પ્રોડક્ટમાં જરૂરી ફેરફારો કરો.