બ્લૉગ પોસ્ટને સમજવી
બ્લૉગ પોસ્ટ તમને તમારા સ્ટોર અથવા પ્રોડક્ટ વિશેની આંતરદૃષ્ટિ પ્રદાન કરવા દે છે. પ્રોડક્ટ લિસ્ટિંગ અથવા ઇમેઇલની તુલનામાં બ્લૉગ પોસ્ટનો ટોન વધુ વાર્તાલાપ જેવો હોય છે, અને તે સામગ્રી બનાવતી વખતે તમને વધુ સુગમતા આપે છે. તમે કદાચ તમારા સ્ટોર પાછળની વાર્તા શેર કરવા, તમારી પ્રોડક્ટ વિશે થોડો સંદર્ભ આપવા અથવા પડદા પાછળ કામ કરતા લોકોનો પરિચય કરાવવા માગો છો.
લખવાનું શરૂ કરતાં પહેલાં, તમારી પોસ્ટ માટે પ્લાન બનાવવો એ એક સારો વિચાર છે. તમે કઈ માહિતી શેર કરવા માગો છો? તમારી પોસ્ટનો મુખ્ય ધ્યેય શું છે? જો તમે બ્લૉગિંગ ક્ષેત્રમાં નવા હો, તો તમે તમારી પહેલી બ્લૉગ પોસ્ટની શરૂઆત કરવા માટે નીચેના બ્લૉગ ટેમ્પ્લેટનો ઉપયોગ કરી શકો છો.
આ પેજ પર
ગિફ્ટ માર્ગદર્શિકા માટેની બ્લૉગ પોસ્ટ
તમારા પ્રેક્ષકોને યાદ અપાવા માટે ગિફ્ટ માર્ગદર્શિકા એ એક સારો રસ્તો બની શકે છે કે તહેવારોની સિઝન આવી રહી છે અને તમારી પ્રોડક્ટ સારી ગિફ્ટ બની શકે છે. ગિફ્ટ માર્ગદર્શિકા માટેની બ્લૉગ પોસ્ટ બહુવિધ રીતે તમારા સ્ટોર પર ટ્રાફિક લાવી શકે છે. ગિફ્ટ માર્ગદર્શિકા એક શેર કરવા યોગ્ય વિશલિસ્ટ બની શકે છે, જેને તમારા પ્રેક્ષકો તેમના મિત્રો અને પરિવારને મોકલી શકે છે અને તહેવારોમાં ખરીદી કરતા ખરીદદારો દ્વારા તેને સર્ચ એન્જિનની મદદથી શોધી શકાય છે.
તમારી ગિફ્ટ માર્ગદર્શિકા પોસ્ટનું માળખું કેવી રીતે તૈયાર કરવું તે અહીં જણાવેલ છે.
શીર્ષકની ફોર્મ્યુલા
એવા શીર્ષક સાથે શરૂઆત કરો જે તમારી પોસ્ટને થોડો સંદર્ભ આપતું હોય. ઉદાહરણ તરીકે, જો તમે દાદીમાને જે જોઈએ છે બરાબર એ જ વેચી રહ્યા હો, તો તે માહિતી સીધી તમારા શીર્ષકમાં જ મૂકો. તમારી બ્લૉગ પોસ્ટના શીર્ષકમાં તમારા પ્રેક્ષકોને શામેલ કરવાથી તમારી સામગ્રીને જેને તેની જરૂર છે તેવા લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે. બ્લૉગ પોસ્ટનાં શીર્ષકોના નીચે આપેલાં ઉદાહરણ જુઓ:
- કોઈ ચોક્કસ પ્રેક્ષકો માટે હોલિડે ગિફ્ટ માર્ગદર્શિકા. ઉદાહરણ તરીકે, મમ્મી માટે વેલેન્ટાઇન્સ ડે ગિફ્ટ માર્ગદર્શિકા.
- કોઈ વય જૂથ માટે ગિફ્ટના આઇડિયા. ઉદાહરણ તરીકે, નવા સ્નાતકો માટે 10 શ્રેષ્ઠ ગિફ્ટ આઇડિયા.
- કોઈ ચોક્કસ પ્રકારની વ્યક્તિ માટે ગિફ્ટ માર્ગદર્શિકા. ઉદાહરણ તરીકે, તમારા બેસ્ટ ફ્રેન્ડ માટે ગિફ્ટ માર્ગદર્શિકા.
પરિચય
તમારી બ્લૉગ પોસ્ટનો પહેલો ફકરો તમારી બ્લૉગ પોસ્ટનું કારણ અથવા વિષય સમજાવતો હોવો જોઈએ. તમે તેને કોઈ પ્રશ્ન, વાર્તા કે ટુચકા અથવા તમને તમારા પ્રેક્ષકોને સુસંગત લાગે તેવી કોઈ પણ માહિતી તરીકે રજૂ કરી શકો છો, જેમ કે:
- તમારા પ્રેક્ષકો માટે ખરીદી કરવી શાના લીધે મુશ્કેલ બને છે?
- તમારા પ્રેક્ષકો ગિફ્ટમાં શું શોધે છે?
- આજકાલ તમારા પ્રેક્ષકોને શેમાં રસ છે?
ગિફ્ટના આઇડિયા
તમારી માર્ગદર્શિકામાંની દરેક આઇટમ માટે નીચેના પગલાંઓનું પુનરાવર્તન કરો:
- પ્રોડક્ટની ઇમેજ
- પ્રોડક્ટની વિગતો
- પ્રોડક્ટનું નામ
- પ્રોડક્ટની કિંમત
- તમારા સ્ટોરમાંની પ્રોડક્ટની લિંક
- આ પ્રોડક્ટ પ્રેક્ષકો માટે ઉત્તમ પસંદગી શા માટે છે તેનું ટૂંકું વર્ણન.
રાઉન્ડઅપ બ્લૉગ પોસ્ટ
રાઉન્ડઅપ પોસ્ટ એ કોઈ ચોક્કસ વિષય કે પ્રવૃત્તિ વિશેનાં સંસાધનોનો સંગ્રહ છે જેમાં તમારા સમુદાયને રસ હોય. તમે જાતે ઘણી બધી નવી સામગ્રી બનાવ્યા વિના તમારા સ્ટોર પર ટ્રાફિક વધારવા માટે રાઉન્ડઅપ પોસ્ટનો ઉપયોગ કરી શકો છો.
રાઉન્ડઅપ પોસ્ટના વિષયો માટે, તમારા આદર્શ ગ્રાહકને ધ્યાનમાં લો. શું એવી કોઈ બાબત છે જેને લઈને તેઓ ખાસ ઉત્સાહિત હોય અથવા સંઘર્ષ કરી રહ્યા હોય? તમે એવી પોસ્ટ તૈયાર કરી શકો છો જે તમારા પ્રેક્ષકોને જોઈતાં હોય અથવા તો જરૂરી હોય તેવાં તમામ સંસાધનો પૂરાં પાડે. આ પ્રકારની સામગ્રી માટે રાઉન્ડઅપ પોસ્ટ એકદમ યોગ્ય છે.
શીર્ષકની ફોર્મ્યુલા
તમારી રાઉન્ડઅપ પોસ્ટના પરિચયમાં સંસાધનોની સૂચિને સંબંધિત વ્યક્તિગત વાર્તાઓ અથવા ટુચકાઓ તેમજ બ્લૉગ પોસ્ટના ધ્યેયને શામેલ કરી શકાય છે. તમારો પરિચય લખતી વખતે, નીચેના પ્રશ્નોના જવાબ આપો:
- આ રાઉન્ડઅપ કોના માટે છે?
- તમારા પ્રેક્ષકો આ સંસાધનોમાંથી શું શીખશે અથવા તેઓને શું લાભ થશે?
- તમે જે માહિતી શેર કરી રહ્યાં છો તે તમારા પ્રેક્ષકો માટે શા માટે મૂલ્યવાન છે?
શીર્ષકની ફોર્મ્યુલાના ઉદાહરણો:
- તમારા પ્રેક્ષકોને કોઈ કાર્ય કરવામાં મદદ કરવા માટેની રીતોની સંખ્યા. ઉદાહરણ તરીકે, તમારાં નાનાં બાળકને સામાજિક કૌશલ્ય વિકસાવવામાં મદદ કરવા માટેની 10 રીતો.
- એવી રીતો જેના દ્વારા તમારા પ્રેક્ષકો કોઈ કાર્ય કરી શકે છે. ઉદાહરણ તરીકે, તમારી પેન્ટ્રીને વ્યવસ્થિત કરવા માટેની 15 રીતો.
સંસાધન
તમારી પોસ્ટમાંના દરેક સંસાધન માટે નીચેની માહિતીનું પુનરાવર્તન કરો:
- દરેક સંસાધન માટેની ઇમેજ
- દરેક સંસાધનની લિંક
- દરેક સંસાધનનું ટૂંકું વર્ણન, જેમ કે તે શા માટે ટોચની પસંદગી છે
- લાગુ પડતું હોય, તો દરેક સંસાધનની કિંમત.
હાઉ-ટુ બ્લૉગ પોસ્ટ
હાઉ-ટુ પોસ્ટ કોઈ પ્રોજેક્ટ કે પ્રવૃત્તિ માટે તબક્કાવાર સૂચનાઓ પૂરી પાડે છે. તમે કંઈક નવું શીખવીને તમારા ઑનલાઇન સ્ટોર પર મુલાકાતીઓને આકર્ષિત કરવા માટે હાઉ-ટુ પોસ્ટનો ઉપયોગ કરી શકો છો. જો તમે પ્રોજેક્ટ માટે જરૂરી સામગ્રીઓની સૂચિમાં અથવા પગલાંઓમાં તમારી પ્રોડક્ટ શામેલ કરો, તો તમારી હાઉ-ટુ બ્લૉગ પોસ્ટ વેચાણને પણ વધારી શકે છે.
વાનગીઓની રાઉન્ડઅપ પોસ્ટ સારી છે, પરંતુ તમારી કોઈ મૂળ અને સ્વાદિષ્ટ વાનગી રજૂ કરતી હાઉ-ટુ પોસ્ટ વધુ સારી છે - અને આ માત્ર ખાવાની વસ્તુઓ વેચતા સ્ટોર પૂરતું મર્યાદિત નથી. તમારા પ્રેક્ષકો માહિતી શોધી રહ્યા છે, અને તમારી પાસે શેર કરવા માટે કેટલાક શ્રેષ્ઠ આઇડિયા છે. તમે લગભગ કોઈ પણ વસ્તુ પર હાઉ-ટુ પોસ્ટ બનાવી શકો છો, ઉદાહરણ તરીકે, હાઉ-ટુ પોસ્ટ કેવી રીતે લખવી. તમારી હાઉ-ટુ પોસ્ટ માટે તમને નીચે મુજબની જરૂર પડશે:
શીર્ષકની ફોર્મ્યુલા
- ઇચ્છિત અસર માટે ઓછા સમયમાં કોઈ ચોક્કસ કાર્ય કેવી રીતે કરવું તે શીખો. ઉદાહરણ તરીકે, પ્રોમમાં અદભુત પ્રદર્શન કરવા માટે 10 મિનિટમાં સ્લો ડાન્સ કરવાનું શીખો.
- ચોક્કસ સમયમર્યાદામાં કોઈ કાર્ય કેવી રીતે પૂર્ણ કરવું. ઉદાહરણ તરીકે, 3 કલાકમાં તમારી ભઠ્ઠી કેવી રીતે બદલવી.
- મર્યાદિત સંસાધનો અથવા સમય સાથે કોઈ કાર્ય કેવી રીતે પૂર્ણ કરવું. ઉદાહરણ તરીકે, માત્ર 4 સામગ્રીઓથી ઉત્તમ ભોજન બનાવો.
- કોઈ નિર્દિષ્ટ પરિણામ માટે કોઈ કાર્ય કેવી રીતે પૂર્ણ કરવું. ઉદાહરણ તરીકે, તમારા મનપસંદ જિન્સની કિનારી કેવી રીતે રિસ્ટોર કરવી.
પરિચય
તમારી હાઉ-ટુ પોસ્ટના પરિચયમાં બ્લૉગ પોસ્ટનો ધ્યેય સ્પષ્ટ રીતે જણાવેલો હોવો જોઈએ. તમારો પરિચય લખતી વખતે, નીચેના પ્રશ્નોના જવાબ આપો:
- તમારા પ્રેક્ષકોને આ કૌશલ્ય શા માટે જોઈએ છે અથવા તેની શા માટે જરૂર છે?
- તે તેમને શું વધુ કે ઓછું કરવામાં મદદ કરશે?
- આનાથી કેટલો સમય કે શ્રમ બચશે?
- તમે તે શા માટે શીખવી રહ્યાં છો? જો તમને સારા પરિણામો મળ્યા હોય, તો થોડું પ્રદર્શિત કરો!
પગલાંની સૂચિ
પ્રક્રિયાને પગલાંઓમાં વિભાજિત કરીને તમારી 'કેવી રીતે કરવું' માર્ગદર્શિકા બનાવો:
- પ્રક્રિયામાં દરેક પગલાંને સૂચિબદ્ધ કરો.
- દરેક પગલાને સરળ અને પ્રાપ્ત કરવા યોગ્ય રાખવા માટે નાની સૂચનાઓની વધુ સંખ્યા માટે લક્ષ્ય રાખો.
તમારી તબક્કાવાર સૂચનાઓ લખતી વખતે, એવું ન માનો કે તમારા પ્રોજેક્ટમાં શું શામેલ છે તેનું તમારા પ્રેક્ષકોને અગાઉથી જ્ઞાન છે. કલ્પના કરો કે તમે આ પહેલી વાર કરી રહ્યા છો - જે પગલાં હવે તમારા માટે સ્વાભાવિક અથવા સહજ છે તે તમારા પ્રેક્ષકો માટે સ્પષ્ટપણે રજૂ કરવા જોઈએ. તમારા પગલાં બનાવ્યા પછી, તે અર્થપૂર્ણ છે અને આગલું પગલું શરૂ થાય તે પહેલાં જરૂરી દરેક ક્રિયા શામેલ છે તેની ખાતરી કરવા માટે તેને એક પછી એક તપાસો.
શામેલ કરો
તમારી 'કેવી રીતે કરવું' બ્લૉગ પોસ્ટમાં નીચેની માહિતી ઉમેરવાનું વિચારો:
- આ પ્રોજેક્ટ માટેની આવશ્યકતાઓ લખો. તમારા પ્રેક્ષકોને પહેલા બધા જરૂરી ઘટકો એકત્રિત કરવાનું કહેવાથી તેમને સમય બચાવવામાં અને આગળના પગલાં અનુસરવા માટે લોકોને તમારી પોસ્ટ પર જાળવી રાખવામાં મદદ મળશે.
- દરેક પગલું પૂર્ણ કરવા માટેની ઝાંખી અથવા માર્ગદર્શિકા ઉમેરો.
- જરૂર મુજબ છબીઓ શામેલ કરો. દરેક પગલાને અથવા ધ્યેયને સમજાવવા માટે ચિત્રની જરૂર હોતી નથી, પરંતુ યોગ્ય રીતે મૂકવામાં આવેલી થોડી છબીઓ તમારી પોસ્ટમાં રંગ ઉમેરી શકે છે અને લખાણને એકધારું લાગતાં અટકાવી શકે છે.
ઇન્ટરવ્યૂ બ્લૉગ પોસ્ટ
તમારી જાતે બધું વિચાર્યા વિના બ્લૉગ પોસ્ટ જનરેટ કરવાની ઇન્ટરવ્યૂ પોસ્ટ એક શ્રેષ્ઠ રીત છે. નિષ્ણાતોને તેઓ જેના પ્રત્યે ઉત્સાહી છે તે વિશે વાત કરવા પ્રેરિત કરવા, એ તમારા અને તમારા પ્રેક્ષકો બંને માટે મનોરંજક અને ઉપયોગી બની શકે છે. ઇન્ટરવ્યૂ પોસ્ટ પણ ખાતરી આપે છે કે તમારી પોસ્ટ માત્ર તમારા પ્રેક્ષકો પૂરતી સીમિત ન રહેતાં તેનાથી આગળ શેર થાય. બ્લૉગ પોસ્ટ પ્રકાશિત થયા પછી તમે જેનો ઇન્ટરવ્યૂ લો છો તે વ્યક્તિ તેમના પોતાના પ્રેક્ષકો સાથે આ પોસ્ટ શેર કરે તેવી સંભાવના છે, જે તમારા ઑનલાઇન સ્ટોર પર નવા મુલાકાતીઓ લાવશે.
તમારો ઇન્ટરવ્યૂ સેટ અપ કરો
ઇન્ટરવ્યૂ સેટ અપ કરવા માટે, તમારા સ્ટોર અથવા પ્રોડક્ટથી સંબંધિત સમુદાય અથવા ઉદ્યોગમાં કોઈનો સંપર્ક કરો. જ્યારે તમે ઇન્ટરવ્યૂ લેવા માગતા હોવ તે વ્યક્તિનો સંપર્ક કરો, ત્યારે ખાતરી કરો કે તમે નીચેની માહિતી ધ્યાનમાં લો છો:
- વ્યક્તિને તેમના પહેલા નામથી સંબોધિત કરો
- તમારું નામ અને કંપનીની માહિતી શામેલ કરો
- તમે આ વ્યક્તિનો ઇન્ટરવ્યૂ શા માટે લેવા માગો છો?
- તમારા પ્રોજેક્ટની વિગતો અને તે તમારા પ્રેક્ષકો સાથે કેવી રીતે સંબંધિત છે તેની રૂપરેખા બનાવો
- આ વ્યક્તિની એવી કઈ વાત છે જેનાથી તમે તેમનો ઇન્ટરવ્યૂ લેવા માટે પ્રેરાયા છો?
- આ ઇન્ટરવ્યૂમાં કેટલો સમય લાગશે?
ઇન્ટરવ્યૂની વ્યવસ્થા થઈ ગયા પછી, તમારે વાત કરવા માટે કેટલાક વિષયોની જરૂર પડશે.
ઇન્ટરવ્યૂના પ્રશ્નોની સૂચિ તૈયાર કરો
જવાબ મેળવી શકે તેવા ખુલ્લા પ્રશ્નો પૂછો. દરેકને કોણ, શું, ક્યાં, ક્યારે, શા માટે અને કેવી રીતે, વગેરે સાથે શરૂ કરો જેમ કે:
- તમે આ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે જોડાયા?
- તમને તમારી પ્રેરણા ક્યાંથી મળે છે?
છબીઓ
છબીઓ તમારી ઇન્ટરવ્યૂ પોસ્ટને વધુ આકર્ષક બનાવી શકે છે. એવી છબીઓનો ઉપયોગ કરો જે સીધી તમારા ઇન્ટરવ્યૂ અથવા ચર્ચાના વિષય સાથે સંબંધિત હોય. આ લખાણને વિભાજિત કરશે અને તમારી ઇન્ટરવ્યૂ બ્લૉગ પોસ્ટમાં દૃશ્યમાન રસ ઉમેરશે.
સંસાધનો
આ બ્લૉગ પોસ્ટના પ્રકારો તમે બનાવી શકો છો તેવી પોસ્ટના માત્ર થોડા ઉદાહરણો છે. તમે કોઈપણ બાબત વિશે લખી શકો છો, પરંતુ જો તમે એવી પોસ્ટ લખો કે જે તમારા સ્ટોર અથવા વ્યવસાય સાથે સીધી સંબંધિત હોય તો તમને વધુ સફળતા મળશે. અન્ય લોકો શું લખી રહ્યાં છે તે જાણવા માટે ઇન્ટરનેટ પર અન્ય ઇન્ડસ્ટ્રી બ્લોગ શોધો. શરૂઆત કરવા માટે અહીં કેટલાક શ્રેષ્ઠ સંસાધનો આપ્યા છે:
- Shopify બ્લોગ
- ઈકૉમર્સ સ્ટોર દ્વારા ચલાવવામાં આવતા 8 શાનદાર બ્લોગ
- Shopify પાર્ટનર બ્લોગ
- The Keyword, વિવિધ વિષયો વિશેનો Google નો બ્લોગ