Shopify Search & Discovery રિપોર્ટ અને ઍનાલિટિક્સ

તમારા ડિસ્કવરી સરફેસ કેવું પ્રદર્શન કરી રહ્યા છે અને Search & Discovery ઍપમાં તમારા કસ્ટમાઇઝેશનના પ્રયાસોને ક્યાં પ્રાથમિકતા આપવી તે નક્કી કરવામાં મદદ કરવા માટે, તમે રિપોર્ટના સેટને ઍક્સેસ કરી શકો છો.

શોધનું પ્રદર્શન

તમારા સ્ટોરની શોધના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં મદદ કરવા માટે, નીચેના રિપોર્ટ Search & Discovery ઍપમાંથી ઍક્સેસ કરી શકાય છે. રિપોર્ટ તમારા ઑનલાઇન સ્ટોરના શોધ પરિણામોના પેજ પર પ્રવૃત્તિ બતાવે છે. તમારા સ્ટોરની પ્રિડિક્ટિવ સર્ચ સુવિધા સાથેના ગ્રાહકના ઇન્ટરેક્શનને શામેલ કરવામાં આવ્યું નથી.

તમે Search & Discovery ઍપ વડે વધુ સંબંધિત પ્રોડક્ટને બૂસ્ટ કરીને શોધોના પ્રદર્શનને બહેતર બનાવવાનો પ્રયાસ કરી શકો છો.

તમારા સ્ટોરની શોધના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે ઉપલબ્ધ રિપોર્ટ
રિપોર્ટરિપોર્ટનો ઉપયોગ કેવી રીતે કરવો
ક્લિક રેટ શોધ પરિણામો પર ક્લિક કરી રહેલા ગ્રાહકોની સંખ્યાનું મૂલ્યાંકન કરો.
ખરીદીનો દર શોધ પરિણામ મારફતે મળેલ પ્રોડક્ટની ખરીદી કરી રહેલા ગ્રાહકોની સંખ્યાનું મૂલ્યાંકન કરો.
શોધ ક્વેરી દ્વારા શોધો ગ્રાહકો દ્વારા કયા શોધ શબ્દોનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે તેનું મૂલ્યાંકન કરો.
કોઈ પરિણામ વિનાની શોધો કઈ શોધોમાં કોઈ પરિણામ મળતા નથી તેનું મૂલ્યાંકન કરો.
કોઈ ક્લિક વિનાની શોધો કોઈ ક્લિક વગર પરિણામો આપતા શોધ શબ્દોનું મૂલ્યાંકન કરો.

પ્રદર્શિત થતા તમામ મેટ્રિકમાં છેલ્લા 30 દિવસના ડેટા શામેલ છે. અન્ય તારીખની રેન્જ માટે, તમે ઍનલિટિક્સ > રિપોર્ટમાંથી શોધના પ્રદર્શનના સંપૂર્ણ રિપોર્ટ ઍક્સેસ કરી શકો છો.

ભલામણનું પ્રદર્શન

તમારા સ્ટોર પર પ્રોડક્ટની ભલામણો કેવું પ્રદર્શન કરી રહી છે તેનું મૂલ્યાંકન કરવામાં મદદ મેળવવા માટે, તમે Search & Discovery ઍપમાંથી ઍક્સેસ કરી શકાય તેવા રિપોર્ટનો ઉપયોગ કરી શકો છો.

તમે Search & Discovery ઍપ વડે પ્રોડક્ટની ભલામણોને કસ્ટમાઇઝ કરીને પ્રદર્શનને બહેતર બનાવવાનો પ્રયાસ કરી શકો છો.

પ્રોડક્ટની ભલામણના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે ઉપલબ્ધ રિપોર્ટ
રિપોર્ટરિપોર્ટનો ઉપયોગ કેવી રીતે કરવો
ક્લિક રેટ કોઈપણ પ્રોડક્ટની ભલામણો પર ક્લિક કરી રહેલા ગ્રાહકોની સંખ્યાનું મૂલ્યાંકન કરો.
ખરીદીનો દર ભલામણોમાં જોવા મળેલી પ્રોડક્ટ ખરીદનારા ગ્રાહકોની સંખ્યાનું મૂલ્યાંકન કરો.
ઓછા એન્ગેજમેન્ટવાળી પ્રોડક્ટની ભલામણો તમારા સ્ટોરની સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ પર પ્રોડક્ટની ભલામણો સાથે ગ્રાહકના એન્ગેજમેન્ટનું મૂલ્યાંકન કરો.

પ્રદર્શિત થતા તમામ મેટ્રિકમાં છેલ્લા 30 દિવસના ડેટા શામેલ છે. અન્ય તારીખની રેન્જ માટે, તમે ઍનલિટિક્સ > રિપોર્ટમાંથી ભલામણના પ્રદર્શનના સંપૂર્ણ રિપોર્ટ ઍક્સેસ કરી શકો છો.