Shopify Search & Discovery વડે પ્રોડક્ટની ભલામણો કસ્ટમાઇઝ કરો

કેટલીક થીમમાં ભલામણ કરેલ પ્રોડક્ટ્સના વિભાગો હોય છે, જે તમારા ઉત્પાદન પૃષ્ઠો પર ગ્રાહકોને પૂરક અને સંબંધિત પ્રોડક્ટ્સ દર્શાવે છે. આ ભલામણોને Shopify Search & Discovery ઍપનો ઉપયોગ કરીને કસ્ટમાઇઝ કરી શકાય છે.

તમારા સ્ટોર પર પ્રોડક્ટની ભલામણો દર્શાવવા માટે, તમારે એવી થીમનો ઉપયોગ કરવાની જરૂર છે, જેમાં પૂરક પ્રોડક્ટ્સ વિભાગ અને પ્રોડક્ટની ભલામણોનો વિભાગ શામેલ હોય અને પછી તે વિભાગને તમારા ઉત્પાદન પૃષ્ઠોમાં ઉમેરવાની જરૂર છે.

પ્રોડક્ટની ભલામણ માટેની આવશ્યકતાઓ

જો નીચેના માપદંડો પૂર્ણ થતા હોય, તો જ ભલામણ કરેલ પ્રોડક્ટ ઉત્પાદન પૃષ્ઠ પર પ્રદર્શિત થાય છે:

  • તે વેચાઈ ગઈ ન હોવી જોઈએ (સંબંધિત પ્રોડક્ટ્સ માટે, જો આઉટ ઑફ સ્ટૉક હોય ત્યારે વેચાણ ચાલુ રાખો સક્રિય હોય, તો પ્રોડક્ટ પ્રદર્શિત પણ થઈ શકે છે; પૂરક પ્રોડક્ટ્સ માટે, પ્રોડક્ટની ઇન્વેન્ટરી 0 કરતા વધુ હોવી જોઈએ).
  • તેમાં અનલિસ્ટેડ પ્રોડક્ટનું સ્ટેટસ હોતું નથી.
  • તેની કિંમત $0.00 કરતાં વધુ હોવી જોઈએ.
  • તે ગિફ્ટ કાર્ડ ન હોવું જોઈએ.
  • તે તમારી ઑનલાઇન સ્ટોર સેલ્સ ચેનલ પર પ્રકાશિત થયેલ હોવી જોઈએ.
  • તે હાલમાં મુલાકાતીના કાર્ટમાં ન હોવી જોઈએ.

સંબંધિત અને પૂરક એમ બંને પ્રોડક્ટ્સ માટે, પ્રોડક્ટ સક્રિય પર સેટ હોવી જોઈએ. જો ઇન્વેન્ટરીનો જથ્થો 0 હોય પરંતુ આઉટ ઑફ સ્ટૉક હોય ત્યારે વેચાણ ચાલુ રાખો સક્રિય કરેલ હોય, તો પ્રોડક્ટ સંબંધિત પ્રોડક્ટ્સની સૂચિમાં દેખાઈ શકે છે, પરંતુ પૂરક પ્રોડક્ટ્સની સૂચિમાં દેખાતી નથી. પૂરક પ્રોડક્ટ્સને પ્રદર્શિત કરવા માટે તેનો સ્ટૉક 0 થી ઉપર હોવો જોઈએ.

આ આવશ્યકતાઓ ગ્રાહકોને હાલમાં ઉપલબ્ધ પ્રોડક્ટ્સ શોધવા અને ખરીદવામાં મદદ કરે છે.

પૂરક પ્રોડક્ટ્સ

પૂરક પ્રોડક્ટ્સ એવી પ્રોડક્ટ્સ હોય છે, જે ઘણીવાર પસંદ કરેલી પ્રોડક્ટની સાથે ખરીદવામાં આવે છે. ગ્રાહકોને નવી પ્રોડક્ટ્સ શોધવામાં મદદ કરવા અને તમારા ઑનલાઇન સ્ટોરનું વેચાણ વધારવા માટે તમે પૂરક પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરી શકો છો.

પૂરક પ્રોડક્ટની ભલામણો માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ

સુસંગત પ્રોડક્ટ્સની ભલામણ કરવાથી વેચાણમાં અથવા કાર્ટની સાઇઝમાં વધારો થઈ શકે છે. પૂરક પ્રોડક્ટની ભલામણો પસંદ કરવા માટે નીચેની શ્રેષ્ઠ પદ્ધતિઓનો ઉપયોગ કરો:

  • એવી પ્રોડક્ટની ભલામણો પસંદ કરો, જેના માટે તમને ખાતરી હોય કે ગ્રાહકોને તે ઉપયોગી લાગશે.
  • મૂળ પ્રોડક્ટમાં સારા ઍડ-ઑન ગણી શકાય તેવી પ્રોડક્ટ્સ પસંદ કરો.
  • મૂળ પ્રોડક્ટ કરતાં ઓછો અથવા સમાન ખર્ચ ધરાવતી પ્રોડક્ટ્સ પસંદ કરો.

સંબંધિત પ્રોડક્ટ્સ એવી પ્રોડક્ટ્સ હોય છે, જે પસંદ કરેલી પ્રોડક્ટના સમાન હોય છે. ગ્રાહકો જે ખરીદવા માંગતા હોય તેવી અન્ય સમાન પ્રોડક્ટ્સ શોધવામાં તેમને મદદ કરવા માટે તમે સંભવિત અવેજી પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરી શકો છો.

સંબંધિત પ્રોડક્ટની ભલામણો માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ

તમે જે પ્રોડક્ટ્સની ભલામણ કરો છો તે ગ્રાહક સુસંગત પ્રોડક્ટ્સ શોધી કાઢશે તેવી શક્યતા વધારી શકે છે, જેનાથી વેચાણમાં વધારો થઈ શકે છે. તમારા ઑનલાઇન સ્ટોર માટે પ્રોડક્ટની ભલામણની વ્યૂહરચના ડિઝાઇન કરતી વખતે નીચેની શ્રેષ્ઠ પદ્ધતિઓનો વિચાર કરો:

  • એવી પ્રોડક્ટની ભલામણો પસંદ કરો, જેના માટે તમને ખાતરી હોય કે ગ્રાહકોને તે ઉપયોગી લાગશે.
  • ઑટોમૅટિક રીતે જનરેટ થતી પ્રોડક્ટની ભલામણોને તમારી કસ્ટમ ભલામણો સાથે પ્રદર્શિત થવાની મંજૂરી આપો, કારણ કે ઑટોમૅટિક રીતે જનરેટ થતી ભલામણો તમારી પ્રોડક્ટ્સ અને ગ્રાહકની પ્રવૃત્તિમાં થતા ફેરફારોને દર્શાવવા માટે ઍડજસ્ટ થાય છે. જ્યારે તમારી કસ્ટમ પ્રોડક્ટની ભલામણો વેચાઈ ગઈ હોય અથવા અપ્રકાશિત હોય ત્યારે ભલામણો પ્રદર્શિત થાય છે તેની પણ આનાથી ખાતરી થશે.
  • ખાતરી કરો કે તમે ઇચ્છો છો તેટલી પ્રોડક્ટની ભલામણો તમારાં થીમ સેટિંગ્સ પ્રદર્શિત કરી રહ્યાં છે.

ઑટોમૅટિક રીતે જનરેટ થતી પ્રોડક્ટની ભલામણો

તમારા સ્ટોરની દરેક પ્રોડક્ટ માટે સંબંધિત પ્રોડક્ટની ભલામણો ઑટોમૅટિક રીતે જનરેટ થાય છે. જ્યારે તમે Search & Discovery ઍપમાં કોઈ પ્રોડક્ટ માટેની ભલામણો કસ્ટમાઇઝ કરી રહ્યાં હોવ, ત્યારે તમે જનરેટ થયેલી ભલામણોનું પૂર્વાવલોકન મેળવી શકો છો.

સામાન્ય રીતે એકસાથે ખરીદવામાં આવતી હોય, સમાન પ્રોડક્ટ વર્ણન ધરાવતી હોય અથવા સંબંધિત કલેક્શનમાં હોય તેવી પ્રોડક્ટ્સના આધારે આ પ્રોડક્ટની ભલામણોને ઍડજસ્ટ કરવા માટે Shopify માં બિલ્ટ-ઇન વ્યૂહરચનાઓ છે. ઉપયોગમાં લેવા માટે દરેક વ્યૂહરચનાની પોતાની આવશ્યકતાઓ હોય છે:

  • ખરીદીનો ઇતિહાસ: ખરીદીની વર્તણૂકનું મૂલ્યાંકન કરવા માટે પ્રોડક્ટને અગાઉના વેચાણની જરૂર પડે છે.
  • પ્રોડક્ટ વર્ણન: અંગ્રેજી સ્ટોરફ્રન્ટ ધરાવતા વેપારીઓ માટે જ ઉપલબ્ધ છે.
  • સંબંધિત કલેક્શન: જ્યારે ખરીદીના ઇતિહાસ અને પ્રોડક્ટ વર્ણનોના આધારે ભલામણો ઉપલબ્ધ ન હોય ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે.

જનરેટ થયેલી પ્રોડક્ટની ભલામણોમાં ફેરફાર કરવાનું શક્ય નથી, પરંતુ તમે મેન્યુઅલી તમારી પોતાની ભલામણો ઉમેરી શકો છો.

પ્રોડક્ટ માટે જનરેટ થતી ભલામણો વારંવાર બદલાય છે. જ્યારે તમે ઉત્પાદન પૃષ્ઠની ફરી મુલાકાત લો છો ત્યારે અલગ ભલામણો હોવી સામાન્ય બાબત છે, કારણ કે Shopify એવી નવી પ્રોડક્ટ્સનું સૂચન કરે છે, જે ખરીદદારો માટે વધુ સુસંગત હોઈ શકે છે. આ કારણસર Search & Discovery ઍપમાં પૂર્વાવલોકન કરવામાં આવેલી પ્રોડક્ટની ભલામણો ઘણીવાર સ્ટોરફ્રન્ટ કરતાં અલગ હશે.

ભલામણોમાં કમ્બાઇન્ડ લિસ્ટિંગ્સને ઍડજસ્ટ કરવું

Shopify Search and Discovery ઍપના સેટિંગ વિભાગમાં ઑટો-જનરેટ થતી ભલામણોમાં કમ્બાઇન્ડ લિસ્ટિંગ્સ કેવી રીતે પ્રદર્શિત થાય છે તે તમે પસંદ કરી શકો છો. ડિફૉલ્ટ રૂપે, ફક્ત ચાઇલ્ડ પ્રોડક્ટ્સ પ્રદર્શિત થાય છે. જોકે, માત્ર પેરન્ટ પ્રોડક્ટ્સ અથવા પેરન્ટ અને ચાઇલ્ડ એમ બંને પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવા માટે તમે ઍપનાં સેટિંગ્સ અપડેટ કરી શકો છો.

આ સેટિંગની ઍક્સેસ મેળવવા માટે, તમારા સ્ટોરમાં કમ્બાઇન્ડ લિસ્ટિંગ પ્રોડક્ટ્સ હોવી આવશ્યક છે અથવા કમ્બાઇન્ડ લિસ્ટિંગ્સ ઍપ ઇન્સ્ટૉલ કરેલી હોવી જોઈએ.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Search & Discovery પર જાઓ.

  2. સેટિંગ પર ક્લિક કરો.

  3. ઉત્પાદનો વિભાગમાં, સંયુક્ત લિસ્ટિંગ્સ માટે ઑટો-જનરેટ કરેલી પ્રોડક્ટની ભલામણો માટે નીચેનામાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો:

    • સંયુક્ત લિસ્ટિંગ્સની માત્ર ચાઇલ્ડ પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવા માટે માત્ર ચાઇલ્ડ પ્રોડક્ટ્સ બતાવો પર ક્લિક કરો.
    • સંયુક્ત લિસ્ટિંગ્સની માત્ર પેરન્ટ પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવા માટે માત્ર પેરન્ટ પ્રોડક્ટ્સ બતાવો પર ક્લિક કરો.
    • સંયુક્ત લિસ્ટિંગ્સની પેરન્ટ અને ચાઇલ્ડ પ્રોડક્ટ્સ બંને પ્રદર્શિત કરવા માટે બંને બતાવો પર ક્લિક કરો.
  4. સાચવો પર ક્લિક કરો.

પ્રોડક્ટની ભલામણો બનાવો

તમારા ઉત્પાદન પૃષ્ઠ પર પ્રદર્શિત થતી પ્રોડક્ટની ભલામણો કસ્ટમાઇઝ કરો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Search & Discovery પર જાઓ.

  2. પ્રોડક્ટની ભલામણો પર ક્લિક કરો અને પછી ભલામણો ઉમેરો પર ક્લિક કરો.

  3. એવી પ્રોડક્ટ પસંદ કરો, જેના માટે તમે પ્રોડક્ટની ભલામણો કસ્ટમાઇઝ કરવા માગો છો.

  4. મહત્તમ 10 પૂરક પ્રોડક્ટ્સ પસંદ કરો.

  5. ભલામણ કરવા માટે મહત્તમ 10 સંબંધિત પ્રોડક્ટ્સ પસંદ કરો. માત્ર કસ્ટમ ભલામણો અથવા કસ્ટમ અને ઑટોમૅટિક રીતે જનરેટ કરેલી ભલામણો એમ બંને પ્રદર્શિત કરવા માટે પ્રોડક્ટ સેટ કરો.

  6. સાચવો પર ક્લિક કરો.

પ્રોડક્ટ માટે ઑટો-જનરેટ કરેલી ભલામણો છુપાવવી

તમે અલગ-અલગ પ્રોડક્ટ્સ માટે ઑટો-જનરેટ કરેલી પ્રોડક્ટની ભલામણો છુપાવવાનું પસંદ કરી શકો છો. આ સેટિંગ દરેક પ્રોડક્ટ માટે અલગથી કન્ફિગર કરવું આવશ્યક છે.

મેટાફીલ્ડ્સની મદદથી જથ્થાબંધ પ્રોડક્ટની ભલામણો એડિટ કરો

તમે પ્રોડક્ટની ભલામણો એડિટ કરવા માટે મેટાફીલ્ડ્સ નો ઉપયોગ કરી શકો છો.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Search & Discovery પર જાઓ.

  2. 'ભલામણો' પૃષ્ઠ પરથી એકથી વધુ પ્રોડક્ટ્સ પસંદ કરો.

  3. બલ્ક એડિટર ખોલવા માટે બલ્ક એડિટ પર ક્લિક કરો.

  4. દરેક પ્રોડક્ટ માટે પ્રોડક્ટની ભલામણો પસંદ કરો અને સાચવો પર ક્લિક કરો.

તમે Shopify Flow જેવી અન્ય ઍપ પરથી પણ મેટાફીલ્ડ્સ એડિટ કરી શકો છો.

નીચેના Shopify સ્ટાન્ડર્ડ મેટાફીલ્ડ્સ માં એડિટ કરવાથી તમારા ઑનલાઇન સ્ટોરના મુલાકાતીઓને પ્રદર્શિત થતી પ્રોડક્ટની ભલામણો બદલાઈ જશે. તમે મેટાફીલ્ડ્સમાં કરો છો તે ફેરફારો Search & Discovery ઍપ સાથે સિંક થાય છે.

જો તમે મેટાફીલ્ડ્સમાં ફેરફાર કરો, તો તમારા સ્ટોર પર પ્રોડક્ટની ભલામણોમાં ફેરફાર લાવતાં Shopify સ્ટાન્ડર્ડ મેટાફીલ્ડ્સની સૂચિ.
નામવર્ણન
સંબંધિત પ્રોડક્ટ્સ

તમે મૅન્યુઅલી પસંદ કરો છો તેવી સંબંધિત પ્રોડક્ટ્સની ભલામણોની સૂચિ. આ સૂચિમાં Shopify દ્વારા જનરેટ કરવામાં આવેલી ભલામણો શામેલ નથી.

સંબંધિત પ્રોડક્ટ્સના સેટિંગ

પસંદ કરેલી પ્રોડક્ટની ભલામણો કઈ રીતે પ્રદર્શિત થાય છે તેને નિયંત્રિત કરે છે. સ્વીકૃત મૂલ્યો:

  • માત્ર મૅન્યુઅલ: માત્ર પસંદ કરેલી ભલામણો પ્રદર્શિત કરો
  • આગળ: પસંદ કરેલી પ્રોડક્ટ્સને ઑટો-જનરેટ કરેલી પ્રોડક્ટની ભલામણોની આગળ પ્રદર્શિત કરો
પૂરક પ્રોડક્ટ્સ

તમે મૅન્યુઅલી પસંદ કરો છો તેવી પૂરક પ્રોડક્ટની ભલામણોની સૂચિ.

પૂરક પ્રોડક્ટ્સ

તમે થીમ એડિટરમાં તમારા ઉત્પાદન પૃષ્ઠો પર પૂરક પ્રોડક્ટ્સના બ્લૉકને ઉમેરી શકો છો. તમારી વેબસાઇટના ઉત્પાદન પૃષ્ઠો માટે પૂરક પ્રોડક્ટ્સ પસંદ કરવા માટે Shopify Search & Discovery ઍપનો ઉપયોગ કઈ રીતે કરવો તે જાણો.

ગ્રાહકોને પૂરક પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવાથી તેમના માટે નવી પ્રોડક્ટ્સ શોધવાનું સરળ બને છે અને તેનાથી ઑનલાઇન સ્ટોરના વેચાણમાં વધારો કરવામાં મદદ મળી શકે છે.

પૂરક પ્રોડક્ટ્સના બ્લૉકનું શીર્ષક અને લેઆઉટ તમારી થીમ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે.

પૂરક પ્રોડક્ટ્સનો દેખાવ કસ્ટમાઇઝ કરવો

પૂરક પ્રોડક્ટ્સ એ તમારા ઉત્પાદન પૃષ્ઠોના પ્રોડક્ટ માહિતી વિભાગ પરનો એક બ્લૉક છે અને તે માત્ર સુસંગત થીમ્સ માં જ ઉપલબ્ધ છે. તમે તમારા ઉત્પાદન પૃષ્ઠો પરથી તમારા પૂરક પ્રોડક્ટ્સના બ્લૉકનો દેખાવ કસ્ટમાઇઝ કરી શકો છો. તમે એક સમયે એક ઉત્પાદન પૃષ્ઠ પર માત્ર એક જ પૂરક પ્રોડક્ટનો બ્લૉક રાખી શકો છો.

પગલાં:

ડેસ્કટૉપ
  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઑનલાઇન સ્ટોર પર જાઓ.

  2. તમે જે થીમને એડિટ કરવા માગતા હો તેને શોધો અને પછી થીમ એડિટ કરો પર ક્લિક કરો.

  3. ઉત્પાદનો પર ક્લિક કરો.

  4. ડિફૉલ્ટ પ્રોડક્ટ અથવા તમે જે પ્રોડક્ટ ટેમ્પ્લેટ એડિટ કરવા માગતા હો તેને પસંદ કરો.

  5. નીચેનામાંથી કોઈ એક પગલું ભરો:

  • જો તમારા પ્રોડક્ટ માહિતી વિભાગમાં પૂરક પ્રોડક્ટ્સનો બ્લૉક હોય, તો પૂરક પ્રોડક્ટ્સ પર ક્લિક કરો.
  • જો તમારા પ્રોડક્ટ માહિતી વિભાગમાં પૂરક પ્રોડક્ટ્સનો બ્લૉક ન હોય, તો + બ્લૉક ઉમેરો પર ક્લિક કરો અને પછી પૂરક પ્રોડક્ટ્સ પસંદ કરો.
  1. સાચવો પર ક્લિક કરો.
મોબાઇલ
  1. Shopify ઍપ માંથી, આડું મેનૂ બટન પર ટૅપ કરો.
  2. વેચાણ ચૅનલ વિભાગમાં, ઑનલાઇન સ્ટોર પર ટૅપ કરો.
  3. થીમ્સ મૅનેજ કરો પર ટૅપ કરો.
  4. તમે જે થીમને એડિટ કરવા માગતા હો તેને શોધો અને પછી થીમ એડિટ કરો પર ટૅપ કરો.
  5. ટેમ્પ્લેટ્સ પર ટૅપ કરો.
  6. ઉત્પાદનો પર ટૅપ કરો.
  7. ડિફૉલ્ટ પ્રોડક્ટ અથવા તમે જે પ્રોડક્ટ ટેમ્પ્લેટ એડિટ કરવા માગતા હો તેને પસંદ કરો.
  8. નીચેનામાંથી કોઈ એક પગલું ભરો:
  • જો તમારા પ્રોડક્ટ માહિતી વિભાગમાં પૂરક પ્રોડક્ટ્સનો બ્લૉક હોય, તો પૂરક પ્રોડક્ટ્સ પર ટૅપ કરો.
  • જો તમારા પ્રોડક્ટ માહિતી વિભાગમાં પૂરક પ્રોડક્ટ્સનો બ્લૉક ન હોય, તો + બ્લૉક ઉમેરો પર ટૅપ કરો અને પછી પૂરક પ્રોડક્ટ્સ પસંદ કરો.
  1. સાચવો પર ટૅપ કરો.

તમે આંખના આઇકન પર ક્લિક કરીને પૂરક પ્રોડક્ટ્સનો બ્લૉક છુપાવી શકો છો. જો તમે તમારી થીમમાંથી બ્લૉકને સંપૂર્ણપણે હટાવવા માગતા હો, તો તમે બ્લૉક ડિલીટ કરી શકો છો.

પૂરક પ્રોડક્ટ્સ બ્લૉકના સેટિંગ

તમારી પૂરક પ્રોડક્ટ્સ તમારા ગ્રાહકોને કઈ રીતે પ્રદર્શિત થાય છે, તેને તમે કસ્ટમાઇઝ કરી શકો છો.

મૂળભૂત ડિસ્પ્લે સેટિંગ

Shopifyમાં પૂરક પ્રોડક્ટ્સ બ્લૉકના સેટિંગ માટે મૂળભૂત ડિસ્પ્લે સેટિંગ.
સેટિંગવર્ણન
શીર્ષકબ્લૉકનું શીર્ષક.
કોલૅપ્સિબલ પંક્તિ તરીકે બતાવોજ્યારે પસંદ કરવામાં આવે, ત્યારે સામગ્રી રો ટૅબની નીચે સંકુચિત થયેલ દેખાય છે. જ્યારે ગ્રાહક શીર્ષક પર ક્લિક કરે, ત્યારે વધારાની સામગ્રી પ્રદર્શિત કરવા માટે ટૅબ વિસ્તૃત થાય છે.
આઇકનજ્યારે પૂરક પ્રોડક્ટ્સ સંકુચિત કરી શકાય તેવી પંક્તિ તરીકે પ્રદર્શિત થાય ત્યારે તમારા હેડિંગ સાથે પેર કરવા માટે કોઈ આઇકન પસંદ કરો.

પ્રોડક્ટ ડિસ્પ્લે કન્ફિગરેશન

પૂરક પ્રોડક્ટ્સ બ્લૉકમાં પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવા માટેનું કન્ફિગરેશન.
સેટિંગવર્ણન
બતાવવા માટેની મહત્તમ પ્રોડક્ટ્સપ્રદર્શિત કરવા માટે પૂરક પ્રોડક્ટ્સની મહત્તમ સંખ્યા પસંદ કરો. 1 અને 10 ની વચ્ચેનું મૂલ્ય પસંદ કરો.
પેજ દીઠ પ્રોડક્ટ્સની સંખ્યાસ્લાઇડર પેજ દીઠ તમે પ્રદર્શિત કરવા માંગો છો તે પૂરક પ્રોડક્ટ્સની સંખ્યા. 1 અને 4 ની વચ્ચેનું મૂલ્ય પસંદ કરો.
પેજિનેશન સ્ટાઇલ

સ્લાઇડર નેવિગેશનની સ્ટાઇલ જે છબીઓની નીચે પ્રદર્શિત થાય છે.

  • ડૉટ્સ
  • કાઉન્ટર (ડિફૉલ્ટ)
  • નંબર્સ
ઇમેજ રેશિયો

પ્રોડક્ટ કાર્ડની છબીઓનો આસ્પેક્ટ રેશિયો નક્કી કરે છે.

  • પૉર્ટ્રેટ
  • ચોરસ (ડિફૉલ્ટ)

વધારાની કાર્યક્ષમતાઓ

પૂરક પ્રોડક્ટ્સ બ્લૉકમાં વધારાની કાર્યક્ષમતાઓ માટેના સેટિંગ્સ.
સેટિંગવર્ણન
ક્વિક ઍડ બટન સક્ષમ કરો

"ક્વિક ઍડ" બટન ગ્રાહકોને પ્રોડક્ટ કાર્ડમાંથી તેમના કાર્ટમાં પ્રોડક્ટ ઉમેરવાની મંજૂરી આપે છે. જો પ્રોડક્ટમાં વેરિઅન્ટ હોય, તો બટન પર વિકલ્પો પસંદ કરો લખેલું દેખાય છે અને પૉપ-અપમાં પ્રોડક્ટની વિગતો પ્રદર્શિત કરે છે. ત્યારબાદ ગ્રાહકો તેમના ઇચ્છિત વેરિઅન્ટ પસંદ કરી શકે છે, કાર્ટમાં ઉમેરી શકે છે, તેને હમણાં ખરીદો વિકલ્પ સાથે તરત ચેકઆઉટ કરી શકે છે, અથવા તો પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો જોવા માટે ક્લિક કરી શકે છે. ક્વિક ઍડ વિકલ્પોમાં પ્રદર્શિત કરવા માટે તેને હમણાં ખરીદો વિકલ્પ ઉત્પાદન પૃષ્ઠથી અલગ રીતે સેટઅપ કરવાની જરૂર છે. જ્યારે તેને હમણાં ખરીદો વિકલ્પ સેટઅપ કરેલ ન હોય, ત્યારે પણ ગ્રાહકો પ્રોડક્ટને તેમના કાર્ટમાં ઉમેરી શકે છે.