થીમ એડિટરમાં સામગ્રીને આપમેળે જનરેટ કરવી

Shopify Magic દ્વારા, તમે આપેલી વિગતો, જેમ કે હેડિંગ અને શીર્ષકોના આધારે તમારા થીમ એડિટરમાં સામગ્રી માટેનાં સૂચનો જનરેટ કરવા માટે તમે કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) નો ઉપયોગ કરી શકો છો. તમારી થીમ માટે આપમેળે ટેક્સ્ટ જનરેટ કરતા પહેલાં, AI-સંચાલિત ટૂલ્સનો ઉપયોગ કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે જાણો.

સમર્થિત ભાષાઓ

થીમ એડિટરમાં સામગ્રી જનરેશન Shopify દ્વારા સમર્થિત તમામ ભાષાઓમાં ઉપલબ્ધ છે. તમે કોઈપણ ભાષામાં તમારો પ્રૉમ્પ્ટ લખી શકો છો અને જનરેટ કરેલી સામગ્રી તમારા પ્રૉમ્પ્ટની ભાષા સાથે મેચ થશે. શ્રેષ્ઠ પરિણામો માટે, તમારો પ્રૉમ્પ્ટ એ જ ભાષામાં લખો જેમાં તમે તમારી થીમની સામગ્રી રાખવા માગતા હોવ.

તમારા ઑનલાઇન સ્ટોર માટે સામગ્રી જનરેટ કરો

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઑનલાઇન સ્ટોર પર જાઓ.

  2. તમે જે થીમમાં ફેરફાર કરવા માગતા હોવ તેની બાજુમાં, થીમમાં ફેરફાર કરો પર ક્લિક કરો.

  3. તમારી થીમમાં ટેક્સ્ટ એલિમેન્ટ પસંદ કરો, જેમ કે ઇમેજ બૅનરનું હેડિંગ.

  4. ટેક્સ્ટ બૉક્સમાં, ટૂલબારમાંથી ટેક્સ્ટ જનરેટ કરો આઇકન પર ક્લિક કરો.

  5. તમે જે પ્રકારની સામગ્રી જનરેટ કરવા માંગતા હોવ તેનું વર્ણન કરતો પ્રૉમ્પ્ટ દાખલ કરો, જેમ કે headline, title, subtitle, અથવા announcement અને પછી તેને સબમિટ કરો. જનરેટ થયેલી ટેક્સ્ટ સીધી પસંદ કરેલા ટેક્સ્ટ એલિમેન્ટ પર લાગુ થાય છે. તમે જેટલી વધુ વિગતો ઉમેરશો, તેટલી વધુ સુસંગત સામગ્રીના સૂચનો મળે છે. તમે તમારા પ્રૉમ્પ્ટમાં સીધી ઇચ્છિત ટોન અથવા અન્ય કોઈ સૂચનાઓ શામેલ કરી શકો છો.

  6. વૈકલ્પિક: તમારા સ્ટોરની ટોન અને બ્રાંડને મેચ કરવા માટે સામગ્રીમાં ફેરફાર કરો.

  7. તમારા ફેરફારો પૂર્ણ કર્યા પછી, સાચવો પર ક્લિક કરો.

તમને મળતા થીમની સામગ્રીના સૂચનોમાં સુધારો કરવો

તમે જે સામગ્રી બનાવો છો તેણે તમારી પ્રોડક્ટ્સના લાભોને બિન-સામાન્ય રીતે જણાવવાની જરૂર છે જે તમારા સ્ટોરની બ્રાંડને પ્રતિબિંબિત કરે. જ્યારે તમે તમારા પ્રૉમ્પ્ટમાં વધુ વિગતો શામેલ કરો છો ત્યારે તમને તમારી આપમેળે જનરેટ થયેલી સામગ્રીમાં વધુ સારાં પરિણામો મળે છે.

​પરિણામો સુધારવા માટે, નીચેના પ્રકારની માહિતી ઉમેરવા અંગે વિચાર કરો:

  • ગ્રાહક વિશેની માહિતી: મોટા ભાગે, શ્રેષ્ઠ સામગ્રી તમારા લક્ષ્ય ગ્રાહકની જરૂરિયાતો અને રુચિઓને પ્રતિબિંબિત કરે છે. પ્રોડક્ટ્સ કોના માટે શ્રેષ્ઠ રહેશે તે વિશેના કેટલાક કીવર્ડ શામેલ કરો, જેમ કે તેમની ડેમોગ્રાફી (યુવા માતા-પિતા) અથવા તેમના મૂલ્યો (પર્યાવરણ-જાગૃત, આઉટડોર્સી). આ માહિતી પ્રોડક્ટના લાભો જનરેટ કરવા અને તમારા પરિણામોમાં કયા પ્રકારની શબ્દભંડોળ શામેલ છે તે નિર્ધારિત કરવા માટે મદદરૂપ છે.
  • મટિરિયલ્સ, ઉત્પાદન પદ્ધતિ, ફિટિંગ, હેતુપૂર્વકના ઉપયોગ વિશેની વિશિષ્ટ વિગતો: તમે પ્રદાન કરો છો તે કોઈપણ પ્રોડક્ટ સ્પેશિફિકેશન્સને તમારી જનરેટ કરેલી સામગ્રીમાં ફકરાઓમાં ફેરવી શકાય છે.
  • મહત્વપૂર્ણ બ્રાંડ કીવર્ડ અથવા પરિભાષા: જોકે તમે પ્રદાન કરો છો તે માહિતી માટે પરિણામોમાં જુદા-જુદા શબ્દોનો સમાવેશ થાય છે, છતાં વિશિષ્ટ શબ્દો અથવા શબ્દસમૂહોને વારંવાર રાખવામાં આવે છે, જેમ કે બ્રાંડના નામ અથવા અનન્ય વર્ણનાત્મક શબ્દો. ઉદાહરણ તરીકે, જો તમે તમારા મિન્ટ લિપ બામને કીવર્ડ્સમાં mint-tastic તરીકે વર્ણવો છો, તો જનરેટ કરેલા સૂચનોમાં વારંવાર તે શબ્દ શામેલ હશે.
  • અન્ય વિગતો: કયા કીવર્ડ પ્રદાન કરવા તે વિશે આઇડિયા મેળવવા માટે તમે તમારી થીમમાં ઉમેરેલી વિગતો અને ઇમેજનો ઉપયોગ કરી શકો છો, જેમ કે પ્રોડક્ટ વિક્રેતાઓ, પ્રોડક્ટ કૅટેગરી અથવા તમારા કલેક્શનના નામ.