થીમ્સ અપડેટ કરવી
Shopify અને અન્ય થીમ ડિઝાઇનર્સ સમયાંતરે Shopify Theme Store પર પ્રકાશિત કરેલી થીમ્સના અપડેટ કરેલા વર્ઝન રિલીઝ કરે છે. આ અપડેટ કરેલા વર્ઝનમાં સામાન્ય રીતે નવી સુવિધાઓ, ડિઝાઇન એન્હાન્સમેન્ટ્સ અને બગ ફિક્સનો સમાવેશ થાય છે.
જો તમે Shopify Theme Store માંથી કોઈપણ મફત અથવા પેઇડ થીમ ઇન્સ્ટૉલ કરો છો, તો જ્યારે થીમનું અપડેટ કરેલું વર્ઝન રિલીઝ થાય છે, ત્યારે તમે અપડેટ કરેલા વર્ઝનને તમારી ડ્રાફ્ટ થીમ્સમાં મફતમાં ઉમેરી શકો છો. Shopify Theme Store ની બહારથી ખરીદેલી તૃતીય-પક્ષ થીમ્સ માટે અપડેટ્સ સપોર્ટેડ નથી.
થીમના કદ અને તમારા ઇન્ટરનેટ કનેક્શનના આધારે, કેટલીક થીમ્સને અપડેટ પૂર્ણ કરવામાં થોડી મિનિટો લાગી શકે છે.
બધી જ થીમ્સને અપડેટ્સ મળતા નથી. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે કોઈ વિન્ટેજ થીમ હોય જે Theme Store માં સૂચિબદ્ધ નથી, તો તમારી થીમને કોઈ અપડેટ્સ મળશે નહીં.
બધી સુવિધાઓ તમારી હાલની થીમ પર લાગુ થતી નથી. ઉદાહરણ તરીકે, જો એવી કોઈ સુવિધા રિલીઝ કરવામાં આવી હોય કે જેને અપડેટ કરેલા થીમ આર્કિટેક્ચરની જરૂર હોય, તો નવી સુવિધા તમારી હાલની થીમ પર લાગુ થશે નહીં.
જો તમે નવી સુવિધાઓનો ઍક્સેસ મેળવવા માગો છો, તો તમે તેના બદલે તે સુવિધાઓને સપોર્ટ કરતી હોય તેવી નવી થીમ ઉમેરી શકો છો. થીમ આર્કિટેક્ચર વર્ઝન માટે ઉપલબ્ધ સુવિધાઓ અને તમારી થીમ બદલવા વિશે વધુ જાણો.
આ પેજ પર
થીમ અપડેટ કરવાની બાબતો
તમારી થીમ અપડેટ કરવા માટે નીચેની બાબતો રિવ્યૂ કરો:
- તમારી થીમને અપગ્રેડ કરવી એક જટિલ પ્રક્રિયા હોઈ શકે છે. તમારી થીમને અપડેટ કરવાનો અથવા નવી થીમ પર જવાનો નિર્ણય લેતા પહેલાં, તમારી વર્તમાન થીમ તમારી જરૂરિયાતો પૂરી કરે છે કે નહીં તે વિશે વિચારો.
- કેટલીક ઍપ નવી થીમ સાથે સુસંગત ન પણ હોય. જો તમને ખાતરી ન હોય, તો તમારી ઍપના દસ્તાવેજોનો સંદર્ભ લો અથવા તમારા ઍપ ડેવલપરનો સંપર્ક કરો.
- તમે તમારી થીમને પ્રકાશિત કરતા પહેલા ડ્રાફ્ટ થીમમાં તેના પર કામ કરી શકો છો. તમારી ડ્રાફ્ટ થીમમાં નવી થીમ ઉમેરવાથી તમારી વર્તમાન થીમ અથવા અન્ય કોઈ થીમ પર અસર પડતી નથી.
- જ્યારે તમે તમારી થીમમાં ફેરફારો કરો છો અથવા નવી થીમ પર સ્વિચ કરો છો, ત્યારે તે તમારા એકાઉન્ટના અન્ય ભાગોને અસર કરતું નથી. તમે તમારા ઍડમિનમાં બાકીની સામગ્રી વિશે ચિંતા કર્યા વિના વિવિધ થીમ સ્ટાઇલ અને સેટિંગ્સ સાથે પ્રયોગ કરી શકો છો.
તમારી થીમનું વર્ઝન તપાસો
તમે તમારા Shopify ઍડમિનમાંથી ઑનલાઇન સ્ટોર પર ક્લિક કરીને અને પછી તમે જે થીમ તપાસવા માગતા હો તેના વર્ઝન નંબર પર ક્લિક કરીને તમારી થીમનું સ્ટેટસ વેરીફાય કરી શકો છો. વર્ઝન નંબર તમારી પ્રકાશિત થીમ પર અને ડ્રાફ્ટ થીમ વિભાગમાં ઇન્સ્ટોલ કરેલી બધી થીમ પર ઉપલબ્ધ હોય છે.
જ્યારે તમારી થીમ નવીનતમ ઉપલબ્ધ વર્ઝન પર હોય છે, ત્યારે આ થીમ અપ ટુ ડેટ છેનો સ્ટેટસ મેસેજ પ્રદર્શિત થાય છે.

જ્યારે થીમ માટે કોઈ અપડેટ ઉપલબ્ધ હોય, ત્યારે તમારા Shopify ઍડમિનમાં થીમ વર્ઝન નંબરની જગ્યાએ નોટિફિકેશન દેખાય છે. થીમ વર્ઝન વિશે વધુ જાણો.
તમારી થીમને મેન્યુઅલી અપડેટ કરો
તમારી ડ્રાફ્ટ થીમમાં તમારી થીમનું અપડેટ કરેલું વર્ઝન ઉમેરવા માટે, વિગતોનો ડાયલોગ ખોલવા માટે નોટિફિકેશન પર ક્લિક કરો અને પછી ડ્રાફ્ટ થીમમાં ઉમેરો પર ક્લિક કરો.
તમે નવી થીમના રિલીઝ વિશે વાંચવા માટે રિલીઝની નોંધો જુઓ પર પણ ક્લિક કરી શકો છો.

થીમ એડિટરનો ઉપયોગ કરીને તમારી થીમમાં કરવામાં આવેલ કોઈપણ કસ્ટમાઇઝેશનની કૉપિ કરવામાં આવે છે અને તેને અપડેટ કરેલી થીમ પર લાગુ કરવામાં આવે છે. આમાં નીચે આપેલા ફેરફારો સામેલ છે:
- થીમ સેટિંગ્સ બદલવા.
- વિભાગો અથવા બ્લૉકને ઉમેરવા, ફરીથી ગોઠવવા, હટાવવા અથવા છુપાવવા જેવા પેજના લેઆઉટમાં ફેરફાર કરવા.
- ઇમેજ, વીડિયો, ટેક્સ્ટ અને ડેટા સ્રોતો ઉમેરવા સહિત, વિભાગ અથવા બ્લૉકનાં સેટિંગ્સ બદલવા.
- નવા ટેમ્પ્લેટ બનાવવા.
- ઍપ એમ્બેડ અથવા ઍપ એક્સ્ટેન્શન ઉમેરવા, હટાવવા અથવા તેનાં સેટિંગ્સ બદલવા.
- થીમ સામગ્રી એડિટરનો ઉપયોગ કરીને તમારા ઑનલાઇન સ્ટોરના શબ્દોમાં ફેરફારો કરવા.
જો તમે અથવા ઇન્સ્ટોલ કરેલી ઍપે તમારી થીમમાં કોઈ કોડ ફેરફારો કર્યા હોય અને તમારા કોડના ફેરફારો અપડેટ સાથે વિરોધાભાસી ન હોય, તો તમારા કોડના ફેરફારોને અપડેટમાં સામેલ કરવામાં આવશે.

અપડેટ કરેલી થીમને તમારી ડ્રાફ્ટ થીમમાં ઉમેર્યા પછી, કોડમાં કરેલા ફેરફારો અપડેટમાં સામેલ છે કે કેમ તે દર્શાવવા માટે થીમ કાર્ડ પર એક મેસેજ પ્રદર્શિત થાય છે.
જો કોડના ફેરફારો અપડેટમાં સામેલ કરવામાં આવ્યા હોય, તો મેસેજ "Theme added: code edits successfully included (થીમ ઉમેરવામાં આવી: કોડના ફેરફારો સફળતાપૂર્વક સામેલ કર્યા)" પ્રદર્શિત થાય છે:

જો કોડના ફેરફારો અપડેટમાં સામેલ કરવામાં આવ્યા ન હોય, તો મેસેજ "Theme added: code edits could not be included (થીમ ઉમેરવામાં આવી: કોડના ફેરફારો સામેલ કરી શકાયા નથી)" પ્રદર્શિત થાય છે:

જો તમારા કોડના ફેરફારો સામેલ કરવામાં આવ્યા ન હતા અને તમે તેને સાચવી રાખવા માગતા હો, તો તમારે તેમને તમારી થીમના નવા વર્ઝનમાં કૉપિ કરવાની જરૂર છે. તમારી થીમમાં કરવામાં આવેલા કોડના ફેરફારોને ઓળખવા માટે તમે Shopify App Storeમાંથી ઍપનો ઉપયોગ કરી શકો છો. તમારી થીમને અપડેટ કરતા પહેલાં તમારે હંમેશાં કોઈપણ કસ્ટમાઇઝ કરેલા કોડની કૉપિ સાચવવી જોઈએ.
કોડના ફેરફારો નીચેનામાંથી કોઈપણ સ્રોતોમાંથી આવી શકે છે:
- Templates ફોલ્ડરમાંની ફાઇલો અને Config ફોલ્ડરમાંની
settings_data.jsonફાઇલને બાદ કરતાં, કોડ એડિટરમાં તમારી થીમ ફાઇલોમાં કરવામાં આવેલા મેન્યુઅલ કોડના ફેરફારો. - તમે તમારા સ્ટોર પર ઇન્સ્ટોલ કરેલી હોય એવી કોઈ ઍપે તમારા વતી તમારી થીમની ફાઇલોમાં કરેલા ઑટોમેટેડ કોડના ફેરફારો.
જ્યારે તમે તમારી ડ્રાફ્ટ થીમમાં થીમનું નવું વર્ઝન ઉમેરો છો, ત્યારે તેના નામની આગળ અપડેટ કરેલ કૉપિ ઉપસર્ગ તરીકે ઉમેરવામાં આવે છે. પછી તમે નીચેનાં પગલાં લઈ શકો છો:
- નવીનતમ થીમ વર્ઝન માટે રિલીઝની નોંધો જોવા માટે રિલીઝની નોંધો જુઓ પર ક્લિક કરો.
- તમારી થીમનું નવું વર્ઝન તમે ઇચ્છો તે જ રીતે પ્રદર્શિત થાય છે અને કામ કરે છે તેની ખાતરી કરવા માટે રિવ્યૂ કરો પર ક્લિક કરો.
- જ્યારે તમે નવા થીમ વર્ઝન સાથે તમારા લાઇવ ઑનલાઇન સ્ટોરને અપડેટ કરવા માટે તૈયાર હોવ, ત્યારે પ્રકાશિત કરો પર ક્લિક કરો.
જો તમે તમારી થીમમાં કસ્ટમ CSS ઉમેર્યું હોય, તો તમારે ખાતરી કરવી જોઈએ કે તમે જે સિલેક્ટરને ટાર્ગેટ કરી રહ્યા હતા તે તમારી થીમના નવીનતમ વર્ઝનમાં હજુ પણ અસ્તિત્વમાં છે અને તમારું CSS અપેક્ષા મુજબ લાગુ થઈ રહ્યું છે.
જો Shopify Theme Store પર ઉપલબ્ધ કોઈ થીમ માટે ડ્રાફ્ટ થીમમાં ઉમેરો વિકલ્પ પ્રદર્શિત ન થતો હોય, તો તમે માનક અપડેટ પ્રક્રિયાનો ઉપયોગ કરીને તમારી થીમને અપડેટ કરી શકશો નહીં. તમે Shopify Theme Store પરથી તમારી થીમની નવી કૉપિ ઇન્સ્ટોલ કરીને અને પછી તમારા સેટિંગ્સ તથા કસ્ટમાઇઝેશન્સને મેન્યુઅલી લાગુ કરીને નવીનતમ વર્ઝનનો લાભ મેળવી શકો છો.
તમારી થીમ માટે ઑટોમેટેડ અપડેટ્સ
જ્યારે Shopify દ્વારા તમારી થીમ પર ઑટોમેટેડ અપડેટ લાગુ કરવામાં આવે છે, ત્યારે તમારા Shopify ઍડમિનમાં થીમ વર્ઝન નંબરની જગ્યાએ નોટિફિકેશન દેખાય છે.
ઑટોમેટેડ અપડેટ્સ તમારી થીમમાંના બગ અથવા સુરક્ષાની સમસ્યાઓને ઠીક કરવા માટે હોય છે. આ અપડેટ્સ તમારી થીમના દેખાવ અને અનુભવમાં ફેરફાર કરતા નથી અથવા તમારી સામગ્રી કે સેટિંગ્સમાં કોઈ ફેરફાર કરતા નથી. તમે થીમના સ્ટેટસ ડાયલોગમાં રિલીઝની નોંધો જુઓ પર ક્લિક કરીને આ અપડેટ્સ માટે રિલીઝની નોંધો જોઈ શકો છો.

તમારી થીમ માટે અપડેટ્સ સપોર્ટેડ નથી
તમે ફક્ત Shopify Theme Store પરથી ઇન્સ્ટોલ કરેલી થીમ માટે જ અપડેટ્સ મેળવી શકો છો. અપલોડ કરેલી થીમ માટે ઑટોમૅટિક અપડેટ્સ સપોર્ટેડ નથી, તેથી અપલોડ કરેલી થીમને અપડેટ કરવા માટે તમારે નીચે આપેલમાંથી કોઈ એક પગલું લેવું આવશ્યક છે:
- જો તમે Shopify Theme Store પરથી થીમ ખરીદી હોય અને તેને કોઈ બીજા સ્ટોર પર અપલોડ કરી હોય, તો અપલોડ કરેલી થીમ લાઇસન્સ વિનાની ગણાય છે અને અપડેટ્સ માટે યોગ્ય બનવા માટે તેને Theme Store પરથી ફરીથી ખરીદવી આવશ્યક છે. Shopify Theme Store પરથી ખરીદેલી થીમનું લાઇસન્સ ફક્ત તે જ સ્ટોર માટે હોય છે જેના માટે તમે તેને મૂળ રૂપે ખરીદી હોય. Shopify પર થીમના લાઇસન્સિંગ અને ટ્રાન્સફર વિશે વધુ જાણો.
- જો તમે Shopify Theme Storeની બહાર તૃતીય-પક્ષ થીમ ડિઝાઇનર પાસેથી કોઈ થીમ ખરીદી હોય, તો અપડેટ્સ માટે ડિઝાઇનરનો સંપર્ક કરો.

જો તમે વિન્ટેજ Shopify થીમ નો ઉપયોગ કરી રહ્યા છો, તો તે બંધ થઈ ગઈ છે અને હવે તેને Shopify દ્વારા અપડેટ કરવામાં આવતી નથી. નવી થીમ પર અપગ્રેડ કરવાનું વિચારો, અથવા નવીનતમ Shopify સુવિધાઓનો લાભ લેવા માટે Shopify પાર્ટનરની સહાય લેવાનું વિચારો.

જો તમે વિન્ટેજ પેઇડ થીમનો ઉપયોગ કરો છો, તો તમે તમારી થીમને અપગ્રેડ કરવા માટે Shopify પાર્ટનર સાથે કામ કરી શકો છો અને તમારા Shopify ઍડમિનમાં થીમ અપડેટ્સ મેળવવા માટે પાત્ર બની શકો છો.