ટેમ્પ્લેટ્સ
ટેમ્પ્લેટ્સ એ વિભાગોનું ગ્રુપ છે જે તમારા ઑનલાઇન સ્ટોરને સાતત્યપૂર્ણ ડિઝાઇન અને ફીલ આપવા માટે કન્ફિગર કરવામાં આવ્યા છે. તમારા ટેમ્પ્લેટ્સમાં ઉપલબ્ધ વિભાગો તમારી થીમ પર આધારિત છે. થીમ એડિટરમાં, તમે શોધી શકો છો કે કયા પેજ પર કયા ટેમ્પ્લેટ્સ લાગુ કરવામાં આવ્યા છે અને પછી તમે તમારા ગ્રાહકોને પ્રદર્શિત કરો છો તે માહિતીને કસ્ટમાઇઝ કરવા માટે ટેમ્પ્લેટ્સને એડિટ કરી શકો છો.
તમારી થીમમાં વિવિધ પ્રકારની સામગ્રી માટેના ટેમ્પ્લેટ્સ હોય છે. આ ટેમ્પ્લેટના પ્રકારોમાં એવા વિભાગો અને બ્લૉક્સ હોય છે જે તમારા Shopify ઍડમિનના સંબંધિત ભાગમાંથી સામગ્રીને ડાયનેમિક રૂપે ખેંચી લે છે. ઉદાહરણ તરીકે, તમારી થીમનું ઉત્પાદન પૃષ્ઠ ટેમ્પ્લેટ તમારા Shopify ઍડમિનના ઉત્પાદનો વિભાગમાં તમારા ઑનલાઇન સ્ટોર પર પ્રકાશિત દરેક પ્રોડક્ટ માટે એક પેજ બનાવે છે.
જ્યારે તમે કોઈ ટેમ્પ્લેટને એડિટ કરો છો, ત્યારે તમારા ફેરફારો તે ટેમ્પ્લેટનો ઉપયોગ કરતા દરેક પેજ પર લાગુ થાય છે. ઉદાહરણ તરીકે, જો તમે કલેક્શન ટેમ્પ્લેટમાં ન્યૂઝલેટર સાઇનઅપ ફોર્મ ઉમેરો છો, તો ડિફૉલ્ટ કલેક્શન ટેમ્પ્લેટનો ઉપયોગ કરતા તમારા બધા કલેક્શન પેજ ન્યૂઝલેટર સાઇનઅપ ફોર્મ પ્રદર્શિત કરે છે.
તમે થીમ એડિટરના મેનૂ બારમાંના પેજ સિલેક્ટરમાંથી તમારી થીમના તમામ ટેમ્પ્લેટ્સ ઍક્સેસ કરી શકો છો.

આ પેજ પર
ડિફૉલ્ટ ટેમ્પ્લેટ્સ
દરેક ડિફૉલ્ટ ટેમ્પ્લેટમાં તેના પોતાના ડિફૉલ્ટ વિભાગો અને સેટિંગ્સ હોય છે જેને તમે થીમ એડિટરમાં એડિટ અને કસ્ટમાઇઝ કરી શકો છો. ઉદાહરણ તરીકે, ઉત્પાદન પૃષ્ઠોમાં ડિફૉલ્ટ રૂપે પ્રોડક્ટ માહિતી વિભાગ અને સંબંધિત પ્રોડક્ટ વિભાગ હોય છે. દરેક થીમ માટેના ચોક્કસ કસ્ટમાઇઝેશન સેટિંગ્સ તમારી થીમના ડેવલપર અને થીમ વર્ઝન પર આધાર રાખે છે. તમારું થીમ વર્ઝન શોધવા વિશે વધુ જાણો.
આ ટેમ્પ્લેટ્સ તમારી થીમમાં ડિફૉલ્ટ રૂપે ઉપલબ્ધ છે.
ઉત્પાદનો
તમારી થીમનાં ઉત્પાદન પૃષ્ઠો તમે તમારા સ્ટોર પર વેચો છો તે પ્રોડક્ટ વિશે અને તમારા ગ્રાહકો ક્યાંથી પ્રોડક્ટ ખરીદી શકે છે, તે વિશેની માહિતી પ્રદર્શિત કરે છે.
ડિફૉલ્ટ રૂપે, ઉત્પાદન પૃષ્ઠોમાં થીમ એડિટરમાં પ્રોડક્ટ માહિતી વિભાગ અને સંબંધિત પ્રોડક્ટ વિભાગ હોય છે.
પ્રોડક્ટ માહિતી વિભાગ તમારી પ્રોડક્ટની વિગતો પ્રદર્શિત કરે છે, જેમ કે શીર્ષક, વર્ણન, કિંમત અને છબીઓ. તમે તમારા Shopify ઍડમિનના ઉત્પાદનો પેજ પરથી તમારી પ્રોડક્ટ મેનેજ કરી શકો છો.
કલેક્શન
તમારી થીમનાં કલેક્શન પેજ તે કલેક્શન પ્રદર્શિત કરે છે જેને તમે તમારા Shopify ઍડમિનના ઉત્પાદનો > કલેક્શન પેજમાં બનાવો છો.
ડિફૉલ્ટ રૂપે, કલેક્શન પેજમાં થીમ એડિટરમાં કલેક્શન બૅનર વિભાગ અને પ્રોડક્ટ ગ્રિડ વિભાગ હોય છે.
કલેક્શનની સૂચિ
કલેક્શનની સૂચિનું પેજ તમારા તમામ કલેક્શનને પ્રદર્શિત કરે છે જે ઑનલાઇન સ્ટોર સેલ્સ ચેનલ પર ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, જો તમારો જ્વેલરીનો સ્ટોર હોય, તો ગ્રાહકો માટે વીંટી અથવા હાર જેવા જ્વેલરીના પ્રકાર મુજબ બ્રાઉઝ કરવા માટે તમે તમારા મેનૂમાં તમારા કલેક્શનની સૂચિના પેજની લિંક ઉમેરી શકો છો. તમારે દરેક કૅટેગરી માટે કલેક્શન બનાવવાની જરૂર પડશે.
ગિફ્ટ કાર્ડ
જ્યારે તમે ગિફ્ટ કાર્ડ બનાવો છો અથવા ગ્રાહક ગિફ્ટ કાર્ડ પ્રોડક્ટનો ઑર્ડર કરે છે, ત્યારે તે ગિફ્ટ કાર્ડની વિગતો ગિફ્ટ કાર્ડ પેજ પર શામેલ હોય છે, જેમ કે ગિફ્ટ કાર્ડનું મૂલ્ય અથવા બૅલેન્સ અને રિડીમ કોડ.
ગિફ્ટ કાર્ડ પેજ એ તમારી થીમનો એક ભાગ છે. ગિફ્ટ કાર્ડ પેજ પર શામેલ હોય તેવી સ્ટાઈલ અને માહિતી ઉમેરવા અથવા ઍડજસ્ટ કરવા માટે તમે તમારી થીમને કસ્ટમાઇઝ કરી શકો છો.
ગિફ્ટ કાર્ડનું મૂલ્ય અને ગિફ્ટ કાર્ડનો રિડીમ કોડ કસ્ટમાઇઝ કરી શકાતા નથી.
પેજ
તમારા ગ્રાહકો માટે સામગ્રી બનાવવા, જેમ કે અમારા વિશે પેજ અથવા તમારી પ્રોડક્ટ વિશેની વધારાની માહિતી માટે તમે તમારા Shopify ઍડમિનમાં કસ્ટમ પેજ બનાવી શકો છો.
કાર્ટ પેજ
તમારા ઑનલાઇન સ્ટોરનું કાર્ટ પેજ એ છે, જ્યાં તમારા ગ્રાહકો તેમણે તેમના કાર્ટમાં ઉમેરેલી આઇટમનો રિવ્યૂ કરી શકે છે.
ડિફૉલ્ટ રૂપે, કાર્ટ પેજમાં થીમ એડિટરમાં આઇટમ વિભાગ અને પેટા સરવાળો વિભાગ હોય છે.
બ્લોગ્સ
તમારા ઑનલાઇન સ્ટોર પરના બ્લોગ પેજ એ તમારા Shopify ઍડમિનમાં તમે બનાવો છો તે કોઈપણ બ્લોગ માટે હોમપેજ છે અને તે બ્લોગમાં તમામ પ્રકાશિત બ્લૉગ પોસ્ટ ધરાવે છે.
ડિફૉલ્ટ રૂપે, બ્લોગ પેજમાં થીમ એડિટરમાં બ્લૉગ પોસ્ટ વિભાગ હોય છે.
બ્લૉગ પોસ્ટ
તમારા ઑનલાઇન સ્ટોર પરના બ્લૉગ પોસ્ટ પેજ તમારા Shopify ઍડમિનના કન્ટેન્ટ > બ્લૉગ પોસ્ટ પેજમાં તમે બનાવો છો તે બ્લૉગ પોસ્ટની સામગ્રીને પ્રદર્શિત કરે છે. ડિફૉલ્ટ રૂપે, બ્લૉગ પોસ્ટ પેજમાં થીમ એડિટરમાં બ્લૉગ પોસ્ટ વિભાગ હોય છે.
શોધ પેજ
શોધ પેજ એ છે જ્યાં ગ્રાહકો તમારા ઑનલાઇન સ્ટોરમાં ચોક્કસ પ્રોડક્ટ, પેજ અથવા બ્લૉગ પોસ્ટ માટે શોધી શકે છે અને મેળવી શકે છે.
ડિફૉલ્ટ રૂપે, શોધ પેજમાં થીમ એડિટરમાં શોધ પરિણામો વિભાગ હોય છે.
શોધ પરિણામો વિભાગના સેટિંગની સાથે સાથે, તમે શોધની વર્તણૂક માટેના કેટલાક થીમ સેટિંગ પણ જોઈ શકો છો અને તેને કસ્ટમાઇઝ કરી શકો છો, અને તમે તમારું પોતાનું વિભાગ-વિશિષ્ટ કસ્ટમ CSS ઉમેરી શકો છો.
પાસવર્ડ પેજ
તમે તમારા Shopify ઍડમિનના ઑનલાઇન સ્ટોર > પ્રાથમિકતાઓ પેજ પર તમારા સ્ટોરના ઍક્સેસને પ્રાઇવેટ મોડ પર સેટ કરી શકો છો. જો તમારો સ્ટોર પ્રાઇવેટ મોડમાં હોય, તો તમારા ઑનલાઇન સ્ટોરના મુલાકાતીઓને પાસવર્ડ પેજ લૅન્ડિંગ પેજ તરીકે પ્રદર્શિત થાય છે. પાસવર્ડ પેજ ટેમ્પ્લેટમાં યુનિક હેડર અને ફૂટર છે. તમે થીમ એડિટરમાંથી પાસવર્ડ પેજ ટેમ્પ્લેટને કસ્ટમાઇઝ કરી શકો છો.
404 પેજ
404 પેજ ત્યારે પ્રદર્શિત થાય છે જ્યારે કોઈ ગ્રાહક તમારી સાઇટની એવી લિંકની મુલાકાત લેવાનો પ્રયાસ કરે છે જે અસ્તિત્વમાં નથી, જેમ કે, તમે તમારા સ્ટોરમાંથી ડિલીટ કરેલી કોઈ પ્રોડક્ટ માટેનું ઉત્પાદન પૃષ્ઠ.
આ પેજમાં કોઈ કસ્ટમાઇઝ કરી શકાય તેવા સેટિંગ નથી, પરંતુ તમે થીમ એડિટરમાં તમારા 404 પેજ પર તમારું પોતાનું વિભાગ-વિશિષ્ટ કસ્ટમ CSS ઉમેરી શકો છો.
તમારા ટેમ્પ્લેટમાં ફેરફાર કરો
તમે તમારા ઑનલાઇન સ્ટોરમાં વિભાગો ઉમેરવા માટે તમારા ટેમ્પ્લેટમાં ફેરફાર કરી શકો છો. કેટલાક વિભાગોમાં બ્લૉક શામેલ હોય છે જેને વધુ કસ્ટમાઇઝ કરી શકાય છે, પરંતુ દરેક વિભાગ અથવા બ્લૉકમાં સેટિંગ્સ અથવા સામગ્રી હોતી નથી જેમાં ફેરફાર કરી શકાય. જ્યારે તમે તમારા ટેમ્પ્લેટમાં ફેરફાર કરો છો, ત્યારે તમારા ફેરફારો થીમ એડિટર પ્રિવ્યૂમાં રિયલ ટાઇમમાં પ્રદર્શિત થાય છે.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઑનલાઇન સ્ટોર પર જાઓ.
તમે જે થીમમાં ફેરફાર કરવા માગતા હોવ તેને શોધો અને પછી થીમમાં ફેરફાર કરો પર ક્લિક કરો.
હોમ પેજ ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો અને પછી તમે જે ટેમ્પ્લેટમાં ફેરફાર કરવા માગતા હોવ તેને પસંદ કરો.
ટેમ્પ્લેટમાં નવો વિભાગ ઉમેરવા માટે, વિભાગ ઉમેરો પર ક્લિક કરો અને પછી તમારા ટેમ્પ્લેટ માટે નવો વિભાગ પસંદ કરો.
વૈકલ્પિક: તમારા નવા વિભાગમાં બ્લૉક ઉમેરવા માટે, બ્લૉક ઉમેરો પર ક્લિક કરો અને પછી તમારા વિભાગ માટે નવો બ્લૉક પસંદ કરો.
નવા વિભાગ અને બ્લૉકના સેટિંગ્સ અને વિકલ્પો જોવા માટે તેમના પર ક્લિક કરો અને પછી તમારા ફેરફારો કરો.
સેવ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો.
વેચાણ ચૅનલ વિભાગમાં, ઑનલાઇન સ્ટોર પર ટૅપ કરો.
બધી થીમ મેનેજ કરો પર ટૅપ કરો.
તમે જે થીમમાં ફેરફાર કરવા માગતા હોવ તેને શોધો અને પછી થીમમાં ફેરફાર કરો પર ટૅપ કરો.
હોમ પેજ ડ્રોપ-ડાઉન મેનૂ પર ટૅપ કરો અને પછી તમે જે ટેમ્પ્લેટમાં ફેરફાર કરવા માગતા હોવ તેને પસંદ કરો.
ટેમ્પ્લેટમાં નવો વિભાગ ઉમેરવા માટે, વિભાગો > વિભાગ ઉમેરો પર ટૅપ કરો, તમારા ટેમ્પ્લેટ માટે નવો વિભાગ પસંદ કરો અને પછી ઉમેરો પર ટૅપ કરો.
વૈકલ્પિક: તમારા નવા વિભાગમાં બ્લૉક ઉમેરવા માટે, બ્લૉક ઉમેરો પર ટૅપ કરો અને પછી તમારા વિભાગ માટે નવો બ્લૉક પસંદ કરો.
નવા વિભાગ અને બ્લૉકના સેટિંગ્સ અને વિકલ્પો જોવા માટે તેમના પર ટૅપ કરો અને પછી તમારા ફેરફારો કરો.
સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
નવું ટેમ્પ્લેટ બનાવવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો
તમે નવું ટેમ્પ્લેટ બનાવો તે પહેલાં, નીચેની બાબતો રિવ્યૂ કરો:
- તમારી પ્રોડક્ટ, કલેક્શન, પેજ, બ્લોગ અને બ્લૉગ પોસ્ટ માટે એકથી વધુ ટેમ્પ્લેટ હોઈ શકે છે, પરંતુ તમારી પાસે કુલ 1,000 ટેમ્પ્લેટ જ હોઈ શકે છે.
- તમે માત્ર સુસંગત થીમ વડે જ નવું ટેમ્પ્લેટ બનાવી શકો છો.
- બધી થીમમાં કલેક્શન, પ્રોડક્ટ, બ્લોગ, બ્લૉગ પોસ્ટ અને પેજ માટે ડિફૉલ્ટ ટેમ્પ્લેટ હોય છે. જ્યાં સુધી તમે વૈકલ્પિક ટેમ્પ્લેટ બનાવતા નથી ત્યાં સુધી, તમારા સ્ટોરનાં સંસાધનો અને સામગ્રી આ ડિફૉલ્ટ ટેમ્પ્લેટ સાથે જ પ્રદર્શિત થાય છે.
- તમે ટેમ્પ્લેટમાં જે પણ ફેરફારો કરો છો તેની અસર તે ટેમ્પ્લેટનો ઉપયોગ કરતાં તમામ પેજ પર પડે છે. જો તમે કોઈ ચોક્કસ પ્રકારના કેટલાક પેજને અલગ રીતે પ્રદર્શિત કરવા માગતા હોવ, તો તમે તમારી થીમમાં પહેલેથી જ અસ્તિત્વમાં હોય તેવા ટેમ્પ્લેટના આધારે નવું ટેમ્પ્લેટ બનાવી શકો છો.
- જ્યારે તમે અસ્તિત્વમાં રહેલા ટેમ્પ્લેટમાંથી નવું ટેમ્પ્લેટ બનાવો છો, ત્યારે તમારું નવું ટેમ્પ્લેટ તમારા અસ્તિત્વમાં રહેલા ટેમ્પ્લેટના સમાન વિભાગો સાથે આપમેળે ભરાય જાય છે. ત્યારબાદ તમે અસ્તિત્વમાં રહેલા ટેમ્પ્લેટનો ઉપયોગ કરતાં પેજના પ્રદર્શનને અસર કર્યા વિના, જરૂર મુજબ વિભાગોને હટાવી, ઉમેરી કે છુપાવી શકો છો અને તેમની સામગ્રીમાં ફેરફાર કરી શકો છો.
નવું ટેમ્પ્લેટ બનાવો
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઑનલાઇન સ્ટોર પર જાઓ.
તમે જે થીમમાં ફેરફાર કરવા માગતા હોવ તેને શોધો અને પછી થીમમાં ફેરફાર કરો પર ક્લિક કરો.
હોમ પેજ ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો, ટેમ્પ્લેટનો પ્રકાર પસંદ કરો અને પછી ટેમ્પ્લેટ બનાવો પર ક્લિક કરો.
ટેમ્પ્લેટ બનાવો ડાયલૉગમાં, નીચે મુજબ કરો:
- નામ ફીલ્ડમાં, તમારા નવા ટેમ્પ્લેટ માટે યુનિક નામ દાખલ કરો.
- આના પર આધારિત ડ્રોપ-ડાઉન મેનૂમાં, તમે તમારા નવા ટેમ્પ્લેટનો આધાર જે ટેમ્પ્લેટ પર રાખવા માગતા હોવ તે અસ્તિત્વમાં રહેલા ટેમ્પ્લેટને પસંદ કરો.
ટેમ્પ્લેટ બનાવો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો.
વેચાણ ચૅનલ વિભાગમાં, ઑનલાઇન સ્ટોર પર ટૅપ કરો.
બધી થીમ મેનેજ કરો પર ટૅપ કરો.
તમે જે થીમમાં ફેરફાર કરવા માગતા હોવ તેને શોધો અને પછી થીમમાં ફેરફાર કરો પર ટૅપ કરો.
હોમ પેજ ડ્રોપ-ડાઉન મેનૂ પર ટૅપ કરો, ટેમ્પ્લેટનો પ્રકાર પસંદ કરો અને પછી ટેમ્પ્લેટ બનાવો પર ટૅપ કરો.
ટેમ્પ્લેટ બનાવો ડાયલૉગમાં, નીચે મુજબ કરો:
- નામ ફીલ્ડમાં, તમારા નવા ટેમ્પ્લેટ માટે યુનિક નામ દાખલ કરો.
- આના પર આધારિત ડ્રોપ-ડાઉન મેનૂમાં, તમે તમારા નવા ટેમ્પ્લેટનો આધાર જે ટેમ્પ્લેટ પર રાખવા માગતા હોવ તે અસ્તિત્વમાં રહેલા ટેમ્પ્લેટને પસંદ કરો.
ટેમ્પ્લેટ બનાવો પર ટૅપ કરો.
તમે નવું ટેમ્પ્લેટ બનાવી લો તે પછી, તમે જે ઑનલાઇન સ્ટોર પેજ માટે તેનો ઉપયોગ કરવા માગતા હોવ તેના પર ટેમ્પ્લેટ લાગુ કરી શકો છો.
મેટાઑબ્જેક્ટ માટે ટેમ્પ્લેટ બનાવો
તમે મેટાઑબ્જેક્ટ માટે વેબ પેજનું ટેમ્પ્લેટ બનાવી શકો છો. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, નીચેના પગલાં પૂર્ણ કરો:
- સ્ટોરફ્રન્ટ ઍક્સેસ સાથે મેટાઑબ્જેક્ટ વ્યાખ્યા બનાવો અને, વૈકલ્પિક રીતે, વેબ પેજ સુવિધાને મેન્યુઅલી સક્રિય કરો. જ્યારે તમે થીમ ટેમ્પ્લેટ બનાવો છો, ત્યારે થીમ એડિટર વેબ પેજ સુવિધાને સક્રિય કરે છે.
- મેટાઑબ્જેક્ટ વ્યાખ્યા માટે એન્ટ્રીઓ બનાવો.
હવે તમે થીમ એડિટરમાં મેટાઑબ્જેક્ટ ટેમ્પ્લેટ બનાવી શકો છો.
ટેમ્પ્લેટનું પ્રિવ્યૂ કરવું
અલગ ટેમ્પ્લેટ લાગુ કરવાથી તમારા ઑનલાઇન સ્ટોરનાં સંસાધનો, જેમ કે પ્રોડક્ટ અને પેજ, તમારા ગ્રાહકોને કેવી રીતે પ્રદર્શિત થાય છે તેનું પ્રિવ્યૂ જોવા માટે તમે ટેમ્પ્લેટ પ્રિવ્યૂનો ઉપયોગ કરી શકો છો.
ટેમ્પ્લેટને પ્રોડક્ટ, કલેક્શન, પેજ, બ્લોગ અથવા બ્લૉગ પોસ્ટના સ્તર પર અસાઇન કરવામાં આવે છે. તમે થીમ એડિટરમાં ટેમ્પ્લેટ બનાવો છો અને તેમાં ફેરફાર કરો છો, પરંતુ તમે તમારા Shopify ઍડમિનમાં સંસાધનને અસાઇન કરેલા ટેમ્પ્લેટને બદલો છો.
ટેમ્પ્લેટનું પ્રિવ્યૂ કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો
તમારા અલગ-અલગ ઑનલાઇન સ્ટોર સંસાધનો માટે ટેમ્પ્લેટનું પ્રિવ્યૂ કરતી વખતે નીચેની વિગતો ધ્યાનમાં લો:
- જ્યારે તમે થીમ એડિટરમાં પ્રોડક્ટ ટેમ્પ્લેટનું પૂર્વાવલોકન કરો છો, ત્યારે તમે સક્રિય સ્ટેટસ અથવા ડ્રાફ્ટ સ્ટેટસ ધરાવતી પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તમે આર્કાઇવ કરેલ સ્ટેટસ ધરાવતી પ્રોડક્ટનું પૂર્વાવલોકન કરી શકતા નથી.
- જ્યારે તમે થીમ એડિટરમાં કલેક્શન ટેમ્પ્લેટનું પૂર્વાવલોકન કરો છો, ત્યારે તમારે ખાતરી કરવાની જરૂર છે કે કલેક્શનમાં સેલ્સ ચેનલ તરીકે ઑનલાઇન સ્ટોર સક્રિય કરેલ છે. જો કલેક્શનમાં સેલ્સ ચેનલ તરીકે ઑનલાઇન સ્ટોર સક્રિય કરેલ ન હોય, તો પછી તમે થીમ એડિટરમાં કોઈપણ કલેક્શન ટેમ્પ્લેટ વડે તે કલેક્શનનું પૂર્વાવલોકન કરી શકતા નથી.
- જ્યારે તમે થીમ એડિટરમાં પેજ ટેમ્પ્લેટનું પૂર્વાવલોકન કરો છો, ત્યારે તમે એવા પેજનો ઉપયોગ કરી શકો છો જેમની દૃશ્યતા દૃશ્યમાન અથવા છુપાયેલ તરીકે સેટ કરવામાં આવી હોય.
- જ્યારે તમે થીમ એડિટરમાં બ્લૉગ પોસ્ટ ટેમ્પ્લેટનું પૂર્વાવલોકન કરો છો, ત્યારે તમે એવી બ્લૉગ પોસ્ટનો ઉપયોગ કરી શકો છો જેમની દૃશ્યતા દૃશ્યમાન અથવા છુપાયેલ તરીકે સેટ કરવામાં આવી હોય.
બ્લોગમાં કોઈ અલગ સ્ટેટસ અથવા દૃશ્યતાના માપદંડો હોતા નથી, તેથી તમે તમારા ઑનલાઇન સ્ટોરમાં રહેલા કોઈપણ પ્રકાશિત બ્લોગનું પૂર્વાવલોકન કરવા માટે બ્લોગ ટેમ્પ્લેટનો ઉપયોગ કરી શકો છો.
વૈકલ્પિક ટેમ્પ્લેટનું પૂર્વાવલોકન કરો
અલગ ટેમ્પ્લેટ લાગુ કરવાથી તમારી પ્રોડક્ટ, કલેક્શન, પેજ, બ્લોગ અથવા બ્લૉગ પોસ્ટ કઈ રીતે દેખાય છે તેનું તમે પૂર્વાવલોકન કરી શકો છો.
પગલાં:
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઑનલાઇન સ્ટોર પર જાઓ.
તમે જે થીમ સાથે ટેમ્પ્લેટનું પૂર્વાવલોકન કરવા માગતા હોવ તેને શોધો અને પછી થીમ એડિટ કરો પર ક્લિક કરો.
હોમ પેજ ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો અને પછી તમે જે ટેમ્પ્લેટનો ઉપયોગ કરવા માગતા હોવ તેને પસંદ કરો.
થીમ એડિટર સાઇડબારના પૂર્વાવલોકન વિભાગમાં, બદલો પર ક્લિક કરો.
પસંદ કરેલા ટેમ્પ્લેટ સાથે તમે જે સંસાધનનું પૂર્વાવલોકન કરવા માગતા હોવ તેના પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો.
વેચાણ ચૅનલ વિભાગમાં, ઑનલાઇન સ્ટોર પર ટૅપ કરો.
બધી થીમ મેનેજ કરો પર ટૅપ કરો.
તમે જે થીમ સાથે ટેમ્પ્લેટનું પૂર્વાવલોકન કરવા માગતા હોવ તેને શોધો અને પછી થીમ એડિટ કરો પર ટૅપ કરો.
હોમ પેજ ડ્રોપ-ડાઉન મેનૂ પર ટૅપ કરો અને પછી તમે જે ટેમ્પ્લેટનો ઉપયોગ કરવા માગતા હોવ તેને પસંદ કરો.
ટેમ્પ્લેટ સાથે પૂર્વાવલોકન કરવા માટે સંસાધનને પસંદ કરવા, ડ્રોપ-ડાઉન મેનૂ પર ફરીથી ટૅપ કરો.
ઑનલાઇન સ્ટોર શોધો ફીલ્ડમાં, પસંદ કરેલા ટેમ્પ્લેટ સાથે તમે જે સંસાધનનું પૂર્વાવલોકન કરવા માગતા હોવ તેનું નામ દાખલ કરો.
શોધ પરિણામોની સૂચિમાંથી તમારું સંસાધન પસંદ કરો.
વિશિષ્ટ સંસાધનોનું પૂર્વાવલોકન
તમારા સ્ટોરના કોઈપણ સુસંગત સંસાધન સાથે તમારું ટેમ્પ્લેટ કઈ રીતે દેખાય છે તેનું તમે પૂર્વાવલોકન કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે પ્રોડક્ટ ટેમ્પ્લેટ જોઈ રહ્યા હોવ, તો પછી તમે તમારા સ્ટોરમાં રહેલી કોઈપણ પ્રોડક્ટ વડે તેનું પરીક્ષણ કરી શકો છો.
તમારે હજુ પણ Shopify એડમિનમાં સંસાધન પર ટેમ્પ્લેટ અસાઇન કરવાની જરૂર છે.
તમે પેજ સિલેક્ટરમાં શોધો બારનો, વિભાગ ઉમેરો અથવા બ્લૉક ઉમેરો ટૂલનો કે ઍપ એમ્બેડનો ઉપયોગ કરીને ટેમ્પ્લેટ અને સંસાધનો શોધી શકો છો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઑનલાઇન સ્ટોર પર જાઓ.
તમે જે થીમને એડિટ કરવા માગતા હોવ તેની બાજુમાં, થીમ એડિટ કરો પર ક્લિક કરો.
ટેમ્પ્લેટ મેનૂમાંથી, તમે જે ટેમ્પ્લેટનું પૂર્વાવલોકન કરવા માગતા હોવ તેને પસંદ કરો.
સાઇડબાર મેનૂમાંથી, પૂર્વાવલોકન વિભાગમાં, બદલો પર ક્લિક કરો.
પસંદ કરો મેનૂમાંથી, તમે જે સંસાધનનું પૂર્વાવલોકન કરવા માગતા હોવ તેને પસંદ કરો.
નવું ટેમ્પ્લેટ લાગુ કરો
તમે પ્રકાશિત થીમમાં નીચે આપેલા વિભાગો માટે અસાઇન કરેલ ટેમ્પ્લેટ બદલી શકો છો:
- પેજ
- પ્રોડક્ટ
- કલેક્શન
- બ્લોગ
- બ્લૉગ પોસ્ટ
તમે તમારા Shopify ઍડમિનમાં અસાઇન કરેલ ટેમ્પ્લેટ બદલી શકો છો. પ્રદર્શિત થતા ટેમ્પ્લેટ વિકલ્પો ફક્ત તમારી વર્તમાન લાઇવ થીમમાં ઉપલબ્ધ ટેમ્પ્લેટ પર આધારિત છે.
પ્રોડક્ટ અને કલેક્શન માટેના ટેમ્પ્લેટ વ્યક્તિગત આઇટમ લેવલ પર અથવા બલ્ક એડિટરનો ઉપયોગ કરીને એક જ સમયે એકથી વધુ આઇટમ પર અસાઇન કરી શકાય છે.
પેજ પર નવું ટેમ્પ્લેટ લાગુ કરો
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઑનલાઇન સ્ટોર > પેજ પર જાઓ.
તમે જે પેજ પર નવું ટેમ્પ્લેટ લાગુ કરવા માગતા હોવ તેના પર ક્લિક કરો.
ઑનલાઇન સ્ટોર વિભાગમાં, થીમ ટેમ્પ્લેટ ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો અને પછી તમે તમારા પેજ પર જે ટેમ્પ્લેટ લાગુ કરવા માગતા હોવ તેને પસંદ કરો.
સેવ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો.
વેચાણ ચૅનલ વિભાગમાં, ઑનલાઇન સ્ટોર પર ટૅપ કરો.
પેજ પર ટૅપ કરો.
તમે જે પેજ પર નવું ટેમ્પ્લેટ લાગુ કરવા માગતા હોવ તેના પર ટૅપ કરો.
ઑનલાઇન સ્ટોર વિભાગમાં, થીમ ટેમ્પ્લેટ ડ્રોપ-ડાઉન મેનૂ પર ટૅપ કરો અને પછી તમે તમારા પેજ પર જે ટેમ્પ્લેટ લાગુ કરવા માગતા હોવ તેને પસંદ કરો.
સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
પ્રોડક્ટ પર નવું ટેમ્પ્લેટ લાગુ કરો
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.
તમે જે પ્રોડક્ટ પર નવું ટેમ્પ્લેટ લાગુ કરવા માગતા હોવ તેના પર ક્લિક કરો.
થીમ ટેમ્પ્લેટ વિભાગમાં, ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો અને પછી તમે તમારી પ્રોડક્ટ પર જે ટેમ્પ્લેટ લાગુ કરવા માગતા હોવ તેને પસંદ કરો.
સેવ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
- Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો .
- તમે જે પ્રોડક્ટ પર નવું ટેમ્પ્લેટ લાગુ કરવા માગતા હોવ તેના પર ટૅપ કરો.
- ઑનલાઇન સ્ટોર ટેમ્પ્લેટ પર ટૅપ કરો.
- તમે તમારી પ્રોડક્ટ પર જે ટેમ્પ્લેટ લાગુ કરવા માગતા હોવ તેને પસંદ કરો.
- સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
કલેક્શન પર નવું ટેમ્પ્લેટ લાગુ કરો
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો > કલેક્શન પર જાઓ.
તમે જે કલેક્શન પર ટેમ્પ્લેટ લાગુ કરવા માગતા હોવ તેના પર ક્લિક કરો.
થીમ ટેમ્પ્લેટ વિભાગમાં, ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો અને પછી તમે તમારા કલેક્શન પર જે ટેમ્પ્લેટ લાગુ કરવા માગતા હોવ તેને પસંદ કરો.
સેવ કરો પર ક્લિક કરો.
બ્લોગ પર નવું ટેમ્પ્લેટ લાગુ કરો
ડેસ્કટૉપ
- તમારા Shopify ઍડમિનમાંથી, કન્ટેન્ટ > બ્લૉગ પોસ્ટ પર જાઓ.
- બ્લોગ મેનેજ કરો પર ક્લિક કરો.
- તમે જે બ્લોગ પર ટેમ્પ્લેટ લાગુ કરવા માગતા હોવ તેના પર ક્લિક કરો.
- ઑનલાઇન સ્ટોર વિભાગમાં, થીમ ટેમ્પ્લેટ ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો અને પછી તમે તમારા બ્લોગ પર જે ટેમ્પ્લેટ લાગુ કરવા માગતા હોવ તેને પસંદ કરો.
- સેવ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો.
કન્ટેન્ટ મેનૂમાં,
આઇકન પર ટૅપ કરો અને પછી બ્લૉગ પોસ્ટ પર ટૅપ કરો.
અથવા
> બ્લોગ મેનેજ કરો પર ટૅપ કરો.
તમે જે બ્લોગ પર ટેમ્પ્લેટ લાગુ કરવા માગતા હો તેના પર ટૅપ કરો.
ઑનલાઇન સ્ટોર વિભાગમાં, થીમ ટેમ્પ્લેટ ડ્રોપ-ડાઉન મેનૂ પર ટૅપ કરો અને પછી તમે તમારા બ્લોગ પર જે ટેમ્પ્લેટ લાગુ કરવા માગતા હો તેને પસંદ કરો.
સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
બ્લૉગ પોસ્ટ પર નવું ટેમ્પ્લેટ લાગુ કરો
ડેસ્કટૉપ
તમારા Shopify ઍડમિનમાંથી, કન્ટેન્ટ > બ્લૉગ પોસ્ટ પર જાઓ.
તમે જે બ્લૉગ પોસ્ટ પર ટેમ્પ્લેટ લાગુ કરવા માગતા હો તેના પર ક્લિક કરો.
ઑનલાઇન સ્ટોર વિભાગમાં, થીમ ટેમ્પ્લેટ ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો અને પછી તમે તમારા બ્લોગ પર જે ટેમ્પ્લેટ લાગુ કરવા માગતા હોવ તેને પસંદ કરો.
સેવ કરો પર ક્લિક કરો.
મોબાઇલ
Shopify ઍપમાંથી,
આઇકન પર ટૅપ કરો.
કન્ટેન્ટ મેનૂમાં,
આઇકન પર ટૅપ કરો અને પછી બ્લૉગ પોસ્ટ પર ટૅપ કરો.
તમે જે બ્લૉગ પોસ્ટ પર ટેમ્પ્લેટ લાગુ કરવા માગતા હો તેના પર ટૅપ કરો.
ઑનલાઇન સ્ટોર વિભાગમાં, થીમ ટેમ્પ્લેટ ડ્રોપ-ડાઉન મેનૂ પર ટૅપ કરો અને પછી તમે તમારી બ્લૉગ પોસ્ટ પર જે ટેમ્પ્લેટ લાગુ કરવા માગતા હો તેને પસંદ કરો.
સેવ કરો અથવા ✓ પર ટૅપ કરો.
પ્રોડક્ટ અથવા કલેક્શન પર બલ્કમાં નવું ટેમ્પ્લેટ લાગુ કરવું
બહુવિધ પ્રોડક્ટ અથવા કલેક્શન પર બલ્કમાં નવું ટેમ્પ્લેટ લાગુ કરવા માટે, તમે બલ્ક એડિટરનો ઉપયોગ કરી શકો છો.
પ્રોડક્ટ પર બલ્કમાં નવું ટેમ્પ્લેટ લાગુ કરો
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો પર જાઓ.
એક જ સમયે બહુવિધ પ્રોડક્ટમાં ફેરફાર કરવા માટે, નીચેનામાંથી કોઈ એક કરો:
- એક પછી એક પ્રોડક્ટ પસંદ કરવા માટે, દરેક પ્રોડક્ટ માટેનું ચેકબૉક્સ પસંદ કરો.
- પ્રોડક્ટની રેન્જ પસંદ કરવા માટે, કોઈ પ્રોડક્ટ પસંદ કરવા ક્લિક કરો અને પછી shift કી દબાવી રાખીને બીજી પ્રોડક્ટ પર ક્લિક કરો. આનાથી તમે ક્લિક કરેલી પહેલી અને છેલ્લી પ્રોડક્ટ તથા તેમની વચ્ચેની બધી પ્રોડક્ટ પસંદ થઈ જાય છે.
- પેજ પરની બધી પ્રોડક્ટ પસંદ કરવા માટે, પ્રોડક્ટ લિસ્ટની ટોચ પર આપેલું ચેકબૉક્સ પસંદ કરો.
- તમારા સ્ટોરમાંથી બધી પ્રોડક્ટ પસંદ કરવા માટે, પ્રોડક્ટ લિસ્ટની ટોચ પર આપેલું ચેકબૉક્સ પસંદ કરો અને પછી આ સ્ટોરમાં બધું પસંદ કરો પર ક્લિક કરો.
બલ્ક એડિટ પર ક્લિક કરો.
બલ્ક એડિટરમાં, કૉલમ ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો અને પછી સામાન્ય વિભાગમાં, ટેમ્પ્લેટ પસંદ કરો.
ટેમ્પ્લેટ કૉલમના પહેલા ફીલ્ડ પર ક્લિક કરો, પછી shift કી દબાવી રાખો અને ત્યારબાદ ટેમ્પ્લેટ કૉલમના છેલ્લા ફીલ્ડ પર ક્લિક કરો. તમે પસંદ કરેલી આઇટમની આસપાસ વાદળી શેડિંગ પ્રદર્શિત થાય છે.
તમે પસંદ કરેલા પહેલા ફીલ્ડ પર ક્લિક કરો, પછી ડ્રોપ-ડાઉન મેનૂમાંથી તમને જોઈતું ટેમ્પ્લેટ પસંદ કરો અને પછી સેવ કરો પર ક્લિક કરો.
કલેક્શન પર બલ્કમાં નવું ટેમ્પ્લેટ લાગુ કરો
તમારા Shopify ઍડમિનમાંથી, ઉત્પાદનો > કલેક્શન પર જાઓ.
એક જ સમયે બહુવિધ કલેક્શનમાં ફેરફાર કરવા માટે, નીચેનામાંથી કોઈ એક કરો:
- એક પછી એક કલેક્શન પસંદ કરવા માટે, દરેક કલેક્શન માટેનું ચેકબૉક્સ પસંદ કરો.
- કલેક્શનની રેન્જ પસંદ કરવા માટે, કોઈ કલેક્શન પસંદ કરવા ક્લિક કરો અને પછી shift કી દબાવી રાખીને અન્ય કલેક્શન પર ક્લિક કરો. આનાથી તમે ક્લિક કરેલું પહેલું અને છેલ્લું કલેક્શન તથા તેમની વચ્ચેનાં બધાં કલેક્શન પસંદ થઈ જાય છે.
- પેજ પરનાં બધાં કલેક્શન પસંદ કરવા માટે, કલેક્શન લિસ્ટની ટોચ પર આપેલું ચેકબૉક્સ પસંદ કરો.
- તમારા સ્ટોરમાંથી બધાં કલેક્શન પસંદ કરવા માટે, કલેક્શન લિસ્ટની ટોચ પર આપેલું ચેકબૉક્સ પસંદ કરો અને પછી આ સ્ટોરમાં બધું પસંદ કરો પર ક્લિક કરો.
બલ્ક એડિટ પર ક્લિક કરો.
બલ્ક એડિટરમાં, કૉલમ ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો અને પછી સામાન્ય વિભાગમાં, ટેમ્પ્લેટ પસંદ કરો.
ટેમ્પ્લેટ કૉલમના પહેલા ફીલ્ડ પર ક્લિક કરો, પછી shift કી દબાવી રાખો અને ત્યારબાદ ટેમ્પ્લેટ કૉલમના છેલ્લા ફીલ્ડ પર ક્લિક કરો. તમે પસંદ કરેલી આઇટમની આસપાસ વાદળી શેડિંગ પ્રદર્શિત થાય છે.
તમે પસંદ કરેલા પહેલા ફીલ્ડ પર ક્લિક કરો, પછી ડ્રોપ-ડાઉન મેનૂમાંથી તમને જોઈતું ટેમ્પ્લેટ પસંદ કરો અને પછી સેવ કરો પર ક્લિક કરો.
તમારાં ટેમ્પ્લેટ મેનેજ કરવાં
ટેમ્પ્લેટનું નામ બદલવા અથવા તેને ડિલીટ કરવા માટે, તમારે કોડ એડિટરનો ઉપયોગ કરવાની જરૂર છે. ટેમ્પ્લેટ ફાઇલમાં ફેરફાર કરવાથી તમારા ઑનલાઇન સ્ટોરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
જ્યારે તમે કોઈ ટેમ્પ્લેટ ડિલીટ કરો છો, ત્યારે જ્યાં સુધી તમે કોઈ અલગ ટેમ્પ્લેટ ન અસાઇન કરો, ત્યાં સુધી ઑનલાઇન સ્ટોરના જે સંસાધનો પર તે ટેમ્પ્લેટ અસાઇન કરવામાં આવ્યું હોય, તે ડિફૉલ્ટ ટેમ્પ્લેટ સાથે પ્રદર્શિત થાય છે.
ટેમ્પ્લેટનું નામ બદલો
તમારા Shopify ઍડમિનમાંથી, ઑનલાઇન સ્ટોર પર જાઓ.
તમે જે ટેમ્પ્લેટનું નામ બદલવા માગતા હો, તે ટેમ્પ્લેટ ધરાવતી થીમ શોધો અને પછી
> કોડમાં ફેરફાર કરો પર ક્લિક કરો.
કોડ એડિટરમાં, templates ફોલ્ડર શોધો.
તમે જે ટેમ્પ્લેટ ફાઇલનું નામ બદલવા માગતા હો તેના પર રાઇટ-ક્લિક કરો અને પછી ડ્રોપ-ડાઉન મેનૂમાંથી નામ બદલો... પસંદ કરો.
ફાઇલ માટે નવું નામ દાખલ કરો.
તમારા કીબોર્ડ પર
Enterદબાવો.
ટેમ્પ્લેટ ડિલીટ કરો
તમારા Shopify ઍડમિનમાંથી, ઑનલાઇન સ્ટોર પર જાઓ.
તમે જે થીમમાંથી ટેમ્પ્લેટ ડિલીટ કરવા માગતા હો તેને શોધો અને પછી
> કોડમાં ફેરફાર કરો પર ક્લિક કરો.
કોડ એડિટરમાં, templates ફોલ્ડર શોધો.
તમે જે ટેમ્પ્લેટ ફાઇલને ડિલીટ કરવા માગતા હો તેના પર રાઇટ-ક્લિક કરો અને પછી ડ્રોપ-ડાઉન મેનૂમાંથી કાયમ માટે ડિલીટ કરો પસંદ કરો.
ડિલીટ કરો પર ક્લિક કરો.