થીમ સપોર્ટ
તમે તમારી થીમ કસ્ટમાઇઝ કરો તે પહેલાં, ખાતરી કરો કે તમે સમજો છો કે કયા સ્તરનો સપોર્ટ ઉપલબ્ધ છે. જો તમે મૂળભૂત કસ્ટમાઇઝેશન કરી રહ્યા હો, તો તમને તમારા થીમના ડેવલપર તરફથી સપોર્ટ મળી શકે છે. જો તમે તમારી થીમમાં મોટા ફેરફારો કરી રહ્યા હો, તો થીમ સપોર્ટ માટેના વધારાના સંસાધનોના અમારા લિસ્ટનો સંદર્ભ લો.
Shopify સપોર્ટ કરતું ન હોય તેવા કસ્ટમાઇઝેશન વિશે જાણવા માટે, અમારી ડિઝાઇન પૉલિસી નો સંદર્ભ લો.
તમારી થીમ માટે સપોર્ટ ક્યાંથી મેળવવો
તમને જે સપોર્ટ મળી શકે છે તેનો આધાર તમારી થીમ કોણે બનાવી છે તેના પર છે.
Shopify તરફથી મફત થીમ માટે સપોર્ટ
જો તમે Shopify ની કોઈ મફત થીમનો ઉપયોગ કરી રહ્યાં હો, તો Shopify સપોર્ટ અમુક પૂર્વવ્યાખ્યાયિત કસ્ટમાઇઝેશન કરવામાં તમારી મદદ કરી શકે છે. જો તમારો પ્લાન Basic કે તેનાથી ઉચ્ચ હોય, તો તમે મફત ડિઝાઇન સપોર્ટ માટે 60 મિનિટ સુધીનો સમય વાપરી શકો છો, જેનો 15 મિનિટના બ્લૉકમાં ઉપયોગ કરી શકાય છે.
વધુ જાણવા માટે, Shopify ડિઝાઇન પૉલિસી નો રિવ્યૂ કરો.
પેઇડ થીમ માટે સપોર્ટ
જો તમે Shopify તરફથી કોઈ મફત થીમનો ઉપયોગ નથી કરી રહ્યાં, તો તમારી થીમ તૃતીય-પક્ષ થીમ ડેવલપર દ્વારા બનાવવામાં આવી હતી. સપોર્ટ મેળવવા માટે, તમે ડેસ્કટૉપ અથવા મોબાઇલ બ્રાઉઝર પર તમારા Shopify ઍડમિનમાં તમારી થીમ માટે સપોર્ટ ડૉક્યુમેન્ટેશન જોઈ શકો છો. તમે સપોર્ટ માટે થીમ ડેવલપરનો પણ સંપર્ક કરી શકો છો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઑનલાઇન સ્ટોર પર જાઓ.
તમે જે થીમમાં ફેરફાર કરવા માગતા હો તેને શોધો અને પછી થીમમાં ફેરફાર કરો પર ક્લિક કરો.
થીમના નામ પર ક્લિક કરો.
ડૉક્યુમેન્ટેશન જુઓ અથવા સપોર્ટ મેળવો પર ક્લિક કરો.
Shopify ડિઝાઇન પૉલિસી
જો તમે Shopify ની કોઈ મફત થીમનો ઉપયોગ કરી રહ્યાં હો, તો Shopify સપોર્ટ અમુક પૂર્વવ્યાખ્યાયિત કસ્ટમાઇઝેશન કરવામાં તમારી મદદ કરી શકે છે. Shopify સપોર્ટ કસ્ટમ કોડ લખતું નથી અથવા મનસ્વી રીતે કોડમાં ફેરફાર કરતું નથી. Shopify સપોર્ટનો સંપર્ક કરતા પહેલાં, તમારી થીમ માટે સપોર્ટ કોણ પૂરો પાડે છે તે તપાસો.
દરેક થીમ અલગ રીતે કાર્ય કરતી હોવાથી, Shopify સપોર્ટ કેવા પ્રકારના ફેરફારો કરી શકશે તેનો આધાર તમે ઉપયોગ કરી રહ્યાં હો તે થીમ પર છે.
જો તમારો પ્લાન Basic કે તેનાથી ઉચ્ચ હોય, તો તમે કૉમ્પ્લિમેન્ટરી ડિઝાઇન સપોર્ટ કે ડિઝાઇન સમય માટે 60 મિનિટ સુધીનો સમય વાપરી શકો છો, જેને 15 મિનિટના બ્લૉકમાં ટ્રૅક કરવામાં આવે છે. કોઈ ચોક્કસ કસ્ટમાઇઝેશન પૂર્ણ કરવામાં કેટલી મિનિટ લાગશે તે સમજવા માટે, કસ્ટમાઇઝેશનના વર્ણનમાં ડિઝાઇન સમય તપાસો.
થીમ સપોર્ટ ટીમ, તમે કરેલી થીમમાં ફેરફાર કરવાની પ્રત્યેક વિનંતી પર લાગતા સમયને ટ્રૅક કરે છે. જો તમે કૉમ્પ્લિમેન્ટરી ડિઝાઇન સપોર્ટની પૂરી 60 મિનિટનો ઉપયોગ કરી લો છો, તો તમે વધુ સહાય માટે કોઈ Shopify પાર્ટનરને કામે રાખી શકો છો. Shopify પાર્ટનરને કામે રાખવા વિશે વધુ જાણો.
સપોર્ટેડ થીમ અને કસ્ટમાઇઝેશન
Shopify સપોર્ટ Shopify ની મફત થીમ માં અમુક કસ્ટમાઇઝેશન કરી શકે છે. Shopify સપોર્ટ કસ્ટમાઇઝેશન માટેની યોગ્યતાનું મૂલ્યાંકન દરેક કિસ્સાના આધારે અલગ-અલગ કરે છે. જો તમે એવું કોઈ કસ્ટમાઇઝેશન કરાવવા માગતા હો, જે તમારી થીમ માટેના સપોર્ટેડ કસ્ટમાઇઝેશનની સૂચિમાં ન હોય, તોપણ કદાચ Shopify સપોર્ટ તમને મદદ કરી શકે છે.
તમારા કસ્ટમાઇઝેશનના પરિણામે તમારા વ્યવસાયની સકારાત્મક વૃદ્ધિ થાય તેની ખાતરી કરવા માટે, આ કસ્ટમાઇઝેશનમાંથી તમે કયા સુધારાઓ મેળવવાની આશા રાખો છો અને તે તમારા ગ્રાહકોને કેવી રીતે અસર કરી શકે છે તે ધ્યાનમાં લો.
મર્યાદાઓ
જોકે Shopify સપોર્ટ મૂળભૂત કસ્ટમાઇઝેશનની વિશાળ શ્રેણીને સપોર્ટ કરવામાં સક્ષમ છે, પરંતુ ધ્યાનમાં રાખો કે Shopify નીચેના કાર્યોમાં સહાય કરી શકતું નથી:
- ચેકઆઉટમાં ફેરફાર કરવાનું.
- નોંધપાત્ર કોડ ફેરફારો ધરાવતી થીમને કસ્ટમાઇઝ કરવી અથવા તેનું મુશ્કેલીનિવારણ કરવું.
- થર્ડ-પાર્ટી ઍપ (Shopify દ્વારા વિકસિત ન કરવામાં આવી હોય તેવી ઍપ) ઇન્સ્ટૉલ કરવા, દૂર કરવા અથવા તેમાં ફેરફાર કરવા.
- તૃતીય-પક્ષના કોડને કસ્ટમાઇઝ કરવું અથવા તેનું મુશ્કેલીનિવારણ કરવું. આનો અર્થ છે એવો કોડ જે Shopify દ્વારા ડેવલપ કરવામાં આવ્યો નથી, જેમાં ફોરમ અને Shopify પાર્ટનરના કોડ, અને AI દ્વારા જનરેટ કરાયેલા થીમ બ્લૉક માંના કોઈપણ કોડનો સમાવેશ થાય છે.
- તમારા Shopify ઍડમિનમાં રિચ ટેક્સ્ટ એડિટર માં ઉમેરેલી સામગ્રી, જેમ કે પેજ અને બ્લૉગ પોસ્ટને કસ્ટમાઇઝ કરવું અથવા તેનું મુશ્કેલીનિવારણ કરવું.
- તમારી થીમમાં નવા ફૉન્ટ ઉમેરવા.
- ઇમેજમાં ફેરફાર કરવા, જેમાં ક્રૉપ કરવું, રંગ પ્રોફાઇલને ઍડજસ્ટ કરવી અને બૅકગ્રાઉન્ડને હટાવવાનો સમાવેશ થાય છે.
- ગ્રાહકોને ભ્રામક અથવા છેતરામણી માહિતી પ્રદાન કરતા હોય તેવા ફેરફારો અમલમાં મૂકવા.
- કસ્ટમ અનુવાદ સેવાઓ, જેમાં ઑર્ડર પ્રિન્ટર અને ઇમેઇલ નોટિફિકેશન ટેમ્પ્લેટનો સમાવેશ થાય છે.
મફત Shopify થીમ વિશે Shopify સપોર્ટનો સંપર્ક કરવાની તૈયારી કરવી
Shopify સપોર્ટનો સંપર્ક કરતા પહેલાં, તમારે નીચેના પગલાં પૂર્ણ કરવા જોઈએ:
- તમારું પ્રારંભિક સ્ટોર સેટઅપ પૂર્ણ કરો.
- ખાતરી કરો કે તમારી વિનંતી Shopify સપોર્ટ કરતું નથી તેવા કસ્ટમાઇઝેશન ની સૂચિમાં નથી.
- નક્કી કરો કે શું અન્ય કોઈ થીમ તમારા વ્યવસાય માટે વધુ સારી રીતે અનુકૂળ રહેશે.
- થીમ એડિટર માં તમારી થીમ માટે ઉપલબ્ધ કસ્ટમાઇઝેશન વિકલ્પોનું અન્વેષણ કરો.
- ખાતરી કરો કે તમારી થીમમાં નોંધપાત્ર કોડ ફેરફારો નથી.
- કસ્ટમાઇઝેશન સુલભતાના ધોરણોને પૂર્ણ કરે છે તેની ખાતરી કરવા માટે થીમ માટે સુલભતા નો રિવ્યૂ કરો.
જો તમારું સ્ટોર સેટઅપ પૂર્ણ થઈ ગયું હોય અને તમે જે કસ્ટમાઇઝેશન શોધી રહ્યાં છો તે થીમ એડિટરનો ઉપયોગ કરીને શક્ય ન હોય, તો તમે વિનંતીનો રિવ્યૂ કરવા માટે Shopify સપોર્ટનો સંપર્ક કરી શકો છો.
સપોર્ટેડ બ્રાઉઝર
થીમના લેઆઉટ, બ્રાઉઝિંગ અનુભવ, અને ખરીદીની ક્રિયાઓ નીચેના બ્રાઉઝર અને રિલીઝને સપોર્ટ કરતા હોવા જરૂરી છે:
ડેસ્કટૉપ બ્રાઉઝર
- Safari - Mac માટેના નવીનતમ બે રિલીઝ
- Chrome - Mac અને PC માટેના નવીનતમ ત્રણ રિલીઝ
- Firefox - Mac અને PC માટેના નવીનતમ ત્રણ રિલીઝ
- Edge - PC માટેના નવીનતમ બે રિલીઝ
મોબાઇલ બ્રાઉઝર
- Mobile Safari - iOS માટેના નવીનતમ બે રિલીઝ
- Chrome Mobile - Android અને iOS માટેના નવીનતમ ત્રણ રિલીઝ
- Samsung Internet - Android માટેના નવીનતમ બે રિલીઝ
વેબવ્યૂ અને અન્ય ઍપ્લિકેશન
નીચેની ઍપ્લિકેશનો માટે વેબવ્યૂમાં રેન્ડર કરવામાં આવે ત્યારે, થીમ દ્વારા બ્રાઉઝિંગ અને ખરીદીની ક્રિયાઓને સપોર્ટ કરવામાં આવવો આવશ્યક છે:
- Instagram - Android અને iOS માટે નવીનતમ રિલીઝ
- Facebook - Android અને iOS માટે નવીનતમ રિલીઝ
- Pinterest - Android અને iOS માટે નવીનતમ રિલીઝ
અતિરિક્ત સંસાધનો
Shopify વ્યાપક અથવા ઍડવાન્સ્ડ થીમ કસ્ટમાઇઝેશનને સપોર્ટ કરતું નથી, તેથી અન્ય ઘણા સપોર્ટ સંસાધનો ઉપલબ્ધ છે.
થીમ ડિઝાઇન વિશે ચર્ચા કરવા માટેનું ફોરમ
તમારા ઑનલાઇન સ્ટોરને કસ્ટમાઇઝ કરવા માટે HTML, CSS અથવા Liquidને કઈ રીતે એડિટ કરવું તેના પર Shopify Design ફોરમ માર્ગદર્શન પૂરું પાડે છે. જો તમને થીમ ફાઇલોને એડિટ કરવામાં મદદની જરૂર હોય, તો તમારો પ્રશ્ન Shopify Design ફોરમમાં પોસ્ટ કરવાનો પ્રયાસ કરો. અન્ય Shopify વેપારીઓ તેમની થીમ સાથે શું કરી રહ્યા છે તે જાણવા માટે તમે પોસ્ટ પણ શોધી શકો છો.
તમારા સ્ટોર પર પ્રતિસાદ મેળવવા માટેનું ફોરમ
તમે Feedback On My Store ફોરમ પરથી તમારા સ્ટોર માટે રંગો, ફૉન્ટ અને અન્ય ડિઝાઇન નિર્ણયો પર માર્ગદર્શન અને પ્રતિસાદ માંગી શકો છો.
ઍપ માટેનો સપોર્ટ
કોઈ ઍપ સંબંધિત મદદ મેળવવા માટે, સેટિંગ > ઍપ પર જાઓ અને પછી તમને જે ઍપમાં મદદ જોઈતી હોય, તેના માટે > સપોર્ટ મેળવો પર ક્લિક કરો.
જો તમને તમારા સ્ટોર પર ઇન્સ્ટૉલ ન કરેલી હોય તેવી થર્ડ-પાર્ટી ઍપ માટે મદદ જોઈતી હોય, તો તે ઍપને Shopify App Store પર શોધો. ઍપના પેજના તળિયે આવેલા સપોર્ટ વિભાગમાં, ઍપ ડેવલપરના દસ્તાવેજીકરણનો સંદર્ભ લો અથવા ઍપ ડેવલપરને મેસેજ મોકલો.
રિચ ટેક્સ્ટ એડિટર
જો તમને રિચ ટેક્સ્ટ એડિટર વડે તમારી સામગ્રીને ફોર્મેટ કરવામાં મદદની જરૂર હોય, તો તમારા સ્ટોરના પેજને એડિટ કરવા માટે કોઈ ઍપ ઇન્સ્ટૉલ કરવાનો પ્રયાસ કરો.
વેબ પ્રદર્શન રિપોર્ટ અને ભલામણો
ઝડપી ઑનલાઇન સ્ટોર તમારા ગ્રાહકોના ખરીદીના અનુભવને બહેતર બનાવી શકે છે, તમારા સ્ટોરને વધુ શોધી શકાય તેવો બનાવી શકે છે અને કન્વર્ઝનમાં વધારો કરી શકે છે. તમારા Shopify ઍડમિનના ઍનલિટિક્સ > રિપોર્ટ પેજમાં પ્રદર્શન કૅટેગરી સાથેના રિપોર્ટ જોઈને, તમે તમારો સ્ટોર ઉદ્યોગના ધોરણો અને તમારા જેવા અન્ય Shopify સ્ટોર્સની સરખામણીમાં કેવું પ્રદર્શન કરે છે તે જાણી શકો છો. જો તમને તમારા ઑનલાઇન સ્ટોરના વેબ પ્રદર્શનમાં મદદની જરૂર હોય, તો તમારા ઑનલાઇન સ્ટોરના પ્રદર્શનમાં સુધારો કરવો નો સંદર્ભ લો.
અતિરિક્ત કાર્યક્ષમતા
તમારી થીમમાં અતિરિક્ત કાર્યક્ષમતા, જેમ કે સાઇડબાર, ઇમેજ ઝૂમિંગ, વધારાનો સ્લાઇડશો અથવા અનંત સ્ક્રૉલ ઉમેરવા માટે, કોઈ અલગ થીમ અજમાવવાનું વિચારો. જો તમારી થીમમાં તમને જોઈતી કાર્યક્ષમતા ન હોય, તો તમારી જરૂરિયાતોને બહેતર રીતે અનુકૂળ હોય તેવી થીમ શોધવા માટે Theme Storeમાં શોધો. તમે શોધી રહ્યાં છો તે કાર્યક્ષમતા ઑફર કરતી થર્ડ-પાર્ટી ઍપ માટે તમે Shopify App Store પર પણ શોધી શકો છો.
Shopify પાર્ટનર્સ
Shopify પાર્ટનર્સ અનુભવી ઉદ્યોગ વ્યાવસાયિકો છે, જેઓ Shopify થીમને બનાવવા, અપડેટ કરવા અને સંપૂર્ણ બનાવવા વિશે વિસ્તૃત જ્ઞાન ધરાવે છે.
Shopify પાર્ટનર હાયર કરવા વિશે વધુ જાણો.