તમારી સંસ્થા માટે બિલ અને ચાર્જ જોવા
તમે તમારા Shopify ઍડમિન સેટિંગ્સના બિલિંગ વિભાગમાંથી તમારી સંસ્થા માટેની તમારી ચાલુ અને ભૂતકાળની બિલિંગ માહિતી જોઈ શકો છો.
તમારા બિલ વિશે વધુ માહિતી માટે, તમારા Shopify બિલ પર ચાર્જના પ્રકારોનો સંદર્ભ લો.
ચાલુ બિલિંગ ચક્રની માહિતી
બિલિંગ પેજના ચાલુ બિલિંગ ચક્ર વિભાગમાં નીચેની માહિતી શામેલ હોય છે:
| માહિતી | વર્ણન |
|---|---|
| ચાલુ બિલિંગ ચક્ર | ચાલુ બિલિંગ ચક્રમાં શામેલ તારીખની રેન્જ. આ સમયગાળા દરમિયાન થયેલા ચાર્જ તમારા આગલા બિલમાં ઉમેરવામાં આવે છે. |
| ચાલુ સરવાળો | ચાલુ બિલિંગ ચક્ર દરમિયાન તમારી સંસ્થાના સ્ટોરમાં એકત્રિત થયેલા તમામ ચાર્જનો વર્તમાન સરવાળો. |
| ચુકવણી પદ્ધતિ | તમારું બિલ ચૂકવવા માટે વપરાતી ચુકવણી પદ્ધતિ. તમે જે ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરો છો તેના આધારે, નીચેની માહિતી પ્રદર્શિત થાય છે:
|
| ચુકવણી થ્રેશોલ્ડ | તમારી સંસ્થા બિલિંગ થ્રેશોલ્ડ સુધી પહોંચે તે પહેલાં બાકી રહેલી રકમ. જો તમારી સંસ્થાના સ્ટોર આ થ્રેશોલ્ડ કરતાં વધુ ચાર્જ એકત્રિત કરે છે, તો તમારા સામાન્ય બિલિંગ ચક્રને બદલે, ચાલુ સરવાળાની રકમ તરત જ ચાર્જ કરવામાં આવે છે. |
વર્તમાન બિલિંગ ચક્રની વિગતવાર માહિતી
બિલના વિગતવાર વ્યૂમાં નીચેના પ્રકારના ચાર્જનો સમાવેશ થાય છે.
| ચાર્જની કેટેગરી | વર્ણન |
|---|---|
| પ્લેટફોર્મ ફી | પ્લેટફોર્મ ફીની બિલિંગ થ્રેશોલ્ડમાં ગણતરી થતી નથી અને તે માત્ર નિયમિત બિલિંગ ચક્ર દરમિયાન જ ચાર્જ કરવામાં આવે છે. |
| Shopify સેવાઓ | Shopify સેવાની ફીને કેટેગરી દ્વારા જૂથબદ્ધ કરવામાં આવે છે, જેમ કે Shopify Messaging અથવા Shopify Tax. |
| થર્ડ-પાર્ટી ઍપની ફી | Shopify App Store મારફતે ઇન્સ્ટૉલ કરેલી થર્ડ-પાર્ટી ઍપની તમામ ફી. કોઈ ચોક્કસ સ્ટોર માટે ઇન્સ્ટૉલ કરેલી ઍપને મેનેજ કરવા માટે, સ્ટોરના નામની બાજુમાં આપેલા ઍપના આઇકન પર ક્લિક કરો. થર્ડ-પાર્ટી ઍપની ફી અંગે વાંધો ઉઠાવવા અથવા રિફંડની વિનંતી કરવા માટે, ઍપના ચાર્જના વિવાદો અને રિફંડના મુશ્કેલીનિવારણનો સંદર્ભ લો. |
બિલ જુઓ
તમે તમારા Shopify ઍડમિનમાં તમારા વર્તમાન બિલિંગ ચક્ર અથવા પાછલા બિલનો રિવ્યૂ કરી શકો છો. તમે આર્કાઇવ કરેલા બિલનો પણ રિવ્યૂ કરી શકો છો. જો નીચેનામાંથી કોઈ એક સાચું હોય, તો બિલને આર્કાઇવ કરવામાં આવે છે:
- કોઈ સ્ટોર તમારી સંસ્થામાં જોડાય તે પહેલાં તેના બિલ બાકી હોય.
- તમારી સંસ્થાનું બિલિંગ અન્ય કોઈ સંસ્થામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું તે પહેલાં કોઈ સ્ટોરના બિલ બાકી હોય.
પગલાં:
Plus પ્લાન
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > બિલિંગ પર જાઓ.
તમારા બિલનો રિવ્યૂ કરવા માટે નીચેનામાંથી કોઈ એક કાર્ય કરો:
- તમારા વર્તમાન બિલ પરના તમામ ચાર્જ વિશેની વિગતવાર માહિતીનો રિવ્યૂ કરવા માટે વર્તમાન બિલિંગ ચક્ર વિભાગમાં, વર્તમાન ચાર્જ જુઓ પર ક્લિક કરો.
- બિલના ઇન્ડેક્સમાં અગાઉના કોઈપણ બિલનો રિવ્યૂ કરો.
- અગાઉના ચાર્જનો રિવ્યૂ કરવા માટે અગાઉના કોઈપણ બિલ પર ક્લિક કરો.
- આર્કાઇવ જુઓ પર ક્લિક કરો.
નૉન-Plus પ્લાન
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > બિલિંગ પર જાઓ.
સ્ટોર બિલિંગ વિભાગમાં, તમે જે સ્ટોરનો રિવ્યૂ કરવા માગતા હો તેને પસંદ કરો.
તમારા બિલનો રિવ્યૂ કરવા માટે નીચેનામાંથી કોઈ એક કાર્ય કરો:
- વર્તમાન બિલિંગ ચક્ર વિભાગમાં, તમારા વર્તમાન બિલિંગના સમયગાળાનો અને વર્તમાન બિલિંગ ચક્ર દરમિયાન એકત્રિત થયેલા ચાર્જના કુલ સરવાળાનો રિવ્યૂ કરો. તમારા વર્તમાન બિલ પરના તમામ ચાર્જ વિશેની વિગતવાર માહિતીનો રિવ્યૂ કરવા માટે વિગતો જુઓ પર ક્લિક કરો.
- અગાઉના બિલ વિભાગમાં, તમે ચુકવણી કરેલા, ખુલ્લા, નિષ્ફળ ગયેલા અને પ્રક્રિયામાં હોય તેવા બિલ જોઈ શકો છો. બિલના સ્ટેટસ વિશે વધુ જાણો.
- આર્કાઇવ કરેલા બિલનો રિવ્યૂ કરવા માટે, આર્કાઇવ જુઓ પર ક્લિક કરો.
- તે સ્ટોરના કોઈપણ સબ્સ્ક્રિપ્શન ચાર્જનો રિવ્યૂ કરવા માટે સબ્સ્ક્રિપ્શન પર ક્લિક કરો.
બિલના ઇતિહાસને એક્સપોર્ટ કરો
તમે તમારી સંસ્થાના બિલને અલ્પવિરામથી અલગ કરેલા મૂલ્ય (CSV) વાળી ફાઇલ તરીકે એક્સપોર્ટ કરી શકો છો.
પગલાં:
Plus પ્લાન
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > બિલિંગ પર જાઓ.
નીચેનામાંથી કોઈ એક કાર્ય કરો:
- બિલના વર્તમાન પેજને અથવા તારીખની શ્રેણીમાં આવતા બિલને એક્સપોર્ટ કરવા માટે, નીચે મુજબ કરો:
- બિલ એક્સપોર્ટ કરો પર ક્લિક કરો.
- તમે જે બિલ એક્સપોર્ટ કરવા માગતા હો તેના ગ્રૂપને પસંદ કરો.
- બિલ એક્સપોર્ટ કરો પર ક્લિક કરો.
- ચોક્કસ બિલને એક્સપોર્ટ કરવા માટે, નીચે મુજબ કરો:
- તમે જે બિલને એક્સપોર્ટ કરવા માગતા હો તેને પસંદ કરો.
- પસંદ કરેલા બિલ એક્સપોર્ટ કરો પર ક્લિક કરો.
- બિલના વર્તમાન પેજને અથવા તારીખની શ્રેણીમાં આવતા બિલને એક્સપોર્ટ કરવા માટે, નીચે મુજબ કરો:
નૉન-Plus પ્લાન
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > બિલિંગ પર જાઓ.
સ્ટોર બિલિંગ વિભાગમાં, તમે જે સ્ટોરનો રિવ્યૂ કરવા માગતા હો તેને પસંદ કરો.
નીચેનામાંથી કોઈ એક કાર્ય કરો:
- બિલના વર્તમાન પેજને અથવા તારીખની શ્રેણીમાં આવતા બિલને એક્સપોર્ટ કરવા માટે, નીચે મુજબ કરો:
- બિલ એક્સપોર્ટ કરો પર ક્લિક કરો.
- તમે જે બિલ એક્સપોર્ટ કરવા માગતા હો તેના ગ્રૂપને પસંદ કરો.
- બિલ એક્સપોર્ટ કરો પર ક્લિક કરો.
- ચોક્કસ બિલને એક્સપોર્ટ કરવા માટે, નીચે મુજબ કરો:
- તમે જે બિલને એક્સપોર્ટ કરવા માગતા હો તેને પસંદ કરો.
- પસંદ કરેલા બિલ એક્સપોર્ટ કરો પર ક્લિક કરો.
- બિલના વર્તમાન પેજને અથવા તારીખની શ્રેણીમાં આવતા બિલને એક્સપોર્ટ કરવા માટે, નીચે મુજબ કરો:
ખર્ચનો રિપોર્ટ બનાવો
તમે તમારી સંસ્થા માટે તેના સંબંધિત ચાર્જની તારીખોના આધારે અગાઉના ચાર્જમાંથી ખર્ચનો રિપોર્ટ બનાવી શકો છો. આ રિપોર્ટમાં સ્ટોર, ચાર્જની કેટેગરીઓ અને તારીખની શ્રેણી જેવી વિગતો શામેલ હોય છે. ખર્ચના રિપોર્ટની CSV ફાઇલ તમારા Shopify એકાઉન્ટ સાથે સંકળાયેલા ઇમેઇલ ઍડ્રેસ પર મોકલવામાં આવે છે.
તમારો ખર્ચનો રિપોર્ટ તમારી સંસ્થા વિશે નીચેની વિગતો પ્રદાન કરે છે:
- બિલની તારીખ: આ એવી તારીખ છે જ્યારે બિલમાં ચાર્જ ઉમેરવામાં આવ્યો હતો, કરની ગણતરી કરવામાં આવી હતી અને ચુકવણીની પ્રક્રિયા કરવામાં આવી હતી. ઉદાહરણ તરીકે, જો તમે 14 નવેમ્બરના રોજ શિપિંગ લેબલ ખરીદ્યું હોય, પરંતુ તેને 28 નવેમ્બરના રોજ સમાપ્ત થતા બિલિંગ ચક્રમાં સમાવવામાં આવ્યું હોય, તો બિલની તારીખ 28 નવેમ્બર ગણાશે.
- ચાર્જની કેટેગરી: ઉદાહરણોમાં ઍપ, સબ્સ્ક્રિપ્શન, શિપિંગ અને ટ્રાન્ઝેક્શન ફીનો સમાવેશ થાય છે.
- ચાર્જની તારીખ: આ એવી તારીખ છે જ્યારે ચાર્જની શરૂઆત કરવામાં આવી હતી. ઉદાહરણ તરીકે, જો તમે 14 નવેમ્બરના રોજ શિપિંગ લેબલ ખરીદ્યું હોય, તો ચાર્જની તારીખ 14 નવેમ્બર ગણાશે.
- સ્ટોરનું નામ: તમે તમારા ખર્ચના રિપોર્ટની વિગતોમાં સમાવિષ્ટ કરવા માટે પસંદ કર્યા હોય તેવા તમામ પસંદ કરેલા અથવા ચોક્કસ સ્ટોરનાં નામ પ્રદર્શિત કરે છે.
પગલાં:
Plus પ્લાન
તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > બિલિંગ પર જાઓ.
અગાઉના બિલ વિભાગમાં,
પર ક્લિક કરો અને પછી ખર્ચનો રિપોર્ટ બનાવો પર ક્લિક કરો.
ખર્ચનો રિપોર્ટ પેજમાં, ચોક્કસ સ્ટોર, ચાર્જની કેટેગરીઓ અને તારીખો પસંદ કરીને તમારા રિપોર્ટને કસ્ટમાઇઝ કરો.
- રિપોર્ટની વિગતો વિભાગમાં, ચોક્કસ સ્ટોર શોધવા અથવા પસંદ કરવા માટે સ્ટોર્સ મેનૂનો ઉપયોગ કરો.
- રિપોર્ટની વિગતો વિભાગમાં, ચાર્જની કેટેગરીઓ શોધવા અથવા પસંદ કરવા માટે ચાર્જની કેટેગરીઓ મેનૂનો ઉપયોગ કરો.
- તારીખની શ્રેણી વિભાગમાં, છેલ્લા 7, 30, 90 અથવા 365 દિવસનો ખર્ચનો રિપોર્ટ બનાવવા માટે સમયગાળો મેનૂનો ઉપયોગ કરો. તમે શરૂઆતની અને અંતની કસ્ટમ તારીખ પણ પસંદ કરી શકો છો.
- તમે તમારો રિપોર્ટ ગોઠવી લો તે પછી, રિપોર્ટ એક્સપોર્ટ કરો પર ક્લિક કરો.