Shopify પર Buy with Prime સક્રિય કરવું

ગ્રાહકો જ્યારે Amazon Pay અથવા Shop Pay વડે ચેકઆઉટ કરે, ત્યારે તેમને તમારા Shopify સ્ટોર પર તેમની Amazon Prime સભ્યપદનો ઉપયોગ કરવાનો વિકલ્પ ઑફર કરીને, Buy with Prime કન્વર્ઝન રેટ બહેતર બનાવવામાં મદદ કરી શકે છે, જે તમને તમારા વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધુ સમય આપે છે. Buy with Prime નો ઉપયોગ કરવા માટે તમારે amazon.com પર વેચાણ કરવાની જરૂર નથી.

Buy with Prime સક્રિય કરવાથી તમારા ઉત્પાદન પૃષ્ઠો પર Prime હાઇલાઇટ થાય છે, જે Prime સભ્યોના યોગ્ય ઑર્ડર પર ઝડપી અને મફત ડિલિવરી તથા મફત રિટર્ન ઑફર કરે છે.

તમારા Shopify સ્ટોરમાં Buy with Prime ઉમેરીને, તમે તમારા Shopify ઍડમિનમાં રહેલી Shopify માટેની Amazon MCF અને Buy with Prime ઍપ માંથી તમારી Buy with Prime પ્રોડક્ટને મેનેજ કરી શકો છો. Prime મોડ્યૂલ તમારા Shopify સ્ટોરની થીમ સાથે ઑટોમૅટિક રીતે મેચ થઈ જાય છે.

Shopify માટેની Amazon MCF અને Buy with Prime ઍપ નું કિંમત નિર્ધારણ વપરાશ આધારિત છે. Amazon ના Buy with Prime માટેના કિંમત નિર્ધારણ અને ફી વિશે વધુ જાણો.

Buy with Prime નો ઉપયોગ કરીને આપેલા ઑર્ડરની ચુકવણી Amazon દ્વારા કૅપ્ચર કરવામાં આવ્યા પછી, તમે તમારા આગલા Shopify Payments પેઆઉટ માં તમારા ઑર્ડરની ચુકવણી પ્રાપ્ત કરો છો.

શરતો અને યોગ્યતા

Buy with Prime માટે યોગ્ય બનવા માટે, અમુક આવશ્યકતાઓનો સેટ છે, જેને તમારા સ્ટોર અને તમારા Amazon Seller Central એકાઉન્ટે પૂર્ણ કરવી જરૂરી છે તેમજ શરતો છે, જેની સાથે તમારે સંમત થવું આવશ્યક છે. વેપારીઓ અને ગ્રાહકો માટે એકસમાન અનુભવ સુનિશ્ચિત કરવા માટે આ આવશ્યકતાઓ રાખવામાં આવી છે. આવશ્યકતાઓની સૂચિમાં નોટિસ વિના ફેરફાર થઈ શકે છે.

તમારો સ્ટોર

  • તમારો સ્ટોર યુનાઇટેડ સ્ટેટ્સમાં આધારિત છે અને તમે USD માં વેચાણ કરો છો.
  • તમારો સ્ટોર યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાનિક સ્તરે શિપિંગ કરે છે.
  • તમારું Shopify Payments એકાઉન્ટ સક્રિય હોવું જોઈએ.
  • Shopify Payments સાથે Amazon Pay સક્રિય હોવું આવશ્યક છે.
  • તમારો સ્ટોર સક્રિય Basic પ્લાન કે તેનાથી ઉચ્ચ પ્લાન પર હોવો જરૂરી છે. તમારો વર્તમાન પ્લાન તપાસવા અથવા અપગ્રેડ કરવા વિશે વધુ જાણો.
  • સ્ટોરમાં ચેકઆઉટના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરવો જરૂરી છે. જો તમે ચેકઆઉટના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ ન કરતા હો, તો સેટિંગ > ચેકઆઉટમાં અપગ્રેડ કરવાની સૂચના દેખાય છે.
  • તમે ક્યારેય Shopify સ્વીકાર્ય ઉપયોગ નીતિ નું ઉલ્લંઘન કર્યું નથી.

તમારા Amazon એકાઉન્ટની આવશ્યકતાઓ

Buy with Prime નો ઉપયોગ કરવા માટે તમારે Amazon.com પર વેચાણ કરવાની જરૂર નથી. તેમ છતાં, તમારા Amazon એકાઉન્ટે નીચેની આવશ્યકતાઓ પૂર્ણ કરવી જરૂરી છે:

  • તમારું Amazon Pay એકાઉન્ટ સક્રિય હોવું આવશ્યક છે. તમે Shopify Payments માં વૉલેટ વિભાગ દ્વારા, અથવા સીધા Amazon Pay વૉલેટ દ્વારા Amazon Pay ને સક્રિય કરી શકો છો.
  • તમારું Amazon Seller Central એકાઉન્ટ સક્રિય સ્થિતિમાં પ્રોફેશનલ એકાઉન્ટ હોવું જોઈએ. જો તમે Shopify Payments દ્વારા Amazon Pay સક્રિય કરો છો, તો Seller Central એકાઉન્ટ ઑટોમૅટિક રીતે બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ થાય છે, જે આ આવશ્યકતા પૂરી કરે છે.
  • તમારા Seller Central એકાઉન્ટ પર Amazon દ્વારા ફુલફિલમેન્ટ સેટ કરેલું હોવું જોઈએ.

Amazon ની FAQ લાઇબ્રેરીમાં Buy with Prime સેટ કરવા વિશે વધુ જાણો.

Buy with Prime માટેના ઉપયોગની શરતો

Buy with Prime નો ઉપયોગ Buy with Prime વેપારી કન્સોલ સેવાની શરતો અને Buy with Prime ઉપયોગની શરતો દ્વારા સંચાલિત થાય છે.

Buy with Prime ઍક્ટિવેટ કરો

  1. Shopify App Storeમાં લૉગ ઇન કરો.
  2. Amazon MCF and Buy with Prime app for Shopify શોધવા માટે સર્ચ બૉક્સનો ઉપયોગ કરો અને પછી તેના પર ક્લિક કરો.
  3. ઍપ લિસ્ટિંગ પૃષ્ઠ પર, ઍપ ઉમેરો પર ક્લિક કરો.
  4. નીચેના કાર્યોને અધિકૃત કરવા માટે તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ ઇન્સ્ટૉલ કરો પર ક્લિક કરો:
  • ઍપનો ઉપયોગ.
  • Shopify અને Amazon દ્વારા માહિતી શેર કરવી, જેમાં ગ્રાહક અને સ્ટોરની માહિતી જોવા અને તેમાં ફેરફાર કરવાના ઍક્સેસનો સમાવેશ થાય છે.

તમે Amazon MCF and Buy with Prime App for Shopify ઇન્સ્ટૉલ કરી લો તે પછી, તમે તમારા Shopify ઍડમિનમાં ઍપ પૃષ્ઠ પરથી તેને જોઈ અને ઉપયોગમાં લઈ શકો છો. ઍપનો ઉપયોગ મલ્ટિ-ચૅનલ ફુલફિલમેન્ટ (MCF) ઍક્ટિવેટ કરવા અને Buy with Prime ઍક્ટિવેટ કરવા માટે થઈ શકે છે. Buy with Primeનો ઉપયોગ કરવા માટે, તમારે પહેલા ક્રમમાં નીચેના પગલાં પૂર્ણ કરવાની જરૂર પડી શકે છે:

  1. Shopify Paymentsના વૉલેટ વિભાગમાં Amazon Pay ઍક્ટિવેટ કરો.
  2. તમારું Buy with Prime એકાઉન્ટ સેટઅપ કરો.
  3. Amazon MCF અને Buy with Prime ઍપનો ઉપયોગ કરીને તમારી પ્રોડક્ટ મેપ કરો અને Buy with Prime ચાલુ કરો.
  4. તમારા Shopify ઍડમિનમાં સેટિંગ > શિપિંગ અને ડિલિવરી પર જઈને સ્પ્લિટ શિપિંગ ઍક્ટિવેટ કરો. આનાથી ગ્રાહકો Buy with Prime અને સેલ્ફ-ફુલફિલ્ડ આઇટમ એમ બન્ને સાથે ચેકઆઉટ કરી શકે છે.

વધુ માહિતી માટે, Buy with Prime app for Shopifyનો સંદર્ભ લો. જો તમને મદદ જોઈતી હોય, તો તમે તમારા એકાઉન્ટમાંથી Buy with Prime સપોર્ટનો સંપર્ક કરી શકો છો. વૈકલ્પિક રીતે, તમે Buy with Prime અમારો સંપર્ક કરો ફોર્મ ભરી શકો છો.

Buy with Prime ડીઍક્ટિવેટ કરો

  1. તમારા Shopify ઍડમિનમાંથી, સેટિંગ > ઍપ પર જાઓ.

  2. તમે જે ઍપ અનઇન્સ્ટૉલ કરવા માગો છો તેની હરોળમાં, અનઇન્સ્ટૉલ કરો પર ક્લિક કરો.

  3. જે ડાયલૉગ દેખાય છે તેમાં, અનઇન્સ્ટૉલ કરો પર ક્લિક કરો.

Buy with Prime મેનેજ કરો

તમારું Buy with Prime એકાઉન્ટ મેનેજ કરવા માટે તમે નીચે મુજબ કરી શકો છો:

  • તમારી પ્રોડક્ટ માટે Prime શિપિંગ અને રિટર્ન ઑફર કરો.
  • Buy with Primeના ઑર્ડર જુઓ.
  • Buy with Prime કન્સોલ પરથી તમારું એકાઉન્ટ મેનેજ કરો.
  • Buy with Prime માટે સપોર્ટ મેળવો.

ઑર્ડર જુઓ

તમે Amazon MCF and Buy with Prime App for Shopify ઇન્સ્ટૉલ કરો તે પછી, તમારા ઑર્ડર તમારા Shopify ઍડમિન સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે. આ તમને Buy with Prime તમારા વ્યવસાયને કેવી રીતે અસર કરી રહ્યું છે તે વિશેની માહિતી, જેમ કે ઑર્ડર, રિટર્ન અને Buy with Prime વડે કરવામાં આવેલ રિફંડની સંખ્યા સરળતાથી શોધવામાં મદદ કરે છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઑર્ડર્સ પર જાઓ.

  2. ઑર્ડર વ્યૂ પર ક્લિક કરો.

  3. તમારા ઑર્ડરને Buy with Prime ટૅગ વડે ફિલ્ટર કરો.

તમારો Buy with Prime પ્રોડક્ટ કૅટેલોગ મેનેજ કરો

તમે Buy with Prime સેટઅપ કરો તે પછી, તમે Managing Prime-enabled products પૃષ્ઠ પર Buy with Prime માટે ઉપલબ્ધ કરાવવા માગતા હો તેવી પ્રોડક્ટ પસંદ કરી શકો છો. તમે કોઈ પ્રોડક્ટ પર Buy with Prime ઍક્ટિવેટ કરો તે પછી, Buy with Prime બટન તરત જ તે ઉત્પાદન પૃષ્ઠ પર પ્રદર્શિત થાય છે.

પગલાં:

  1. તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Amazon MCF and Buy with Prime પર જાઓ.

  2. Managing Prime-enabled products પર ક્લિક કરો.

  3. Offer Prime if conditions are met કૉલમમાં, તમે જે પ્રોડક્ટ માટે Buy with Prime પ્રદર્શિત કરવા માગો છો તેને પસંદ કરો અથવા જે પ્રોડક્ટને તમે Buy with Prime પરથી છુપાવવા માગો છો તેને નાપસંદ કરો.

Buy with Primeનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે ઑનલાઇન ચેકઆઉટનો અનુભવ

તેમની Amazon એકાઉન્ટ વિગતોનો ઉપયોગ કરીને, તમારા ગ્રાહકોને નવું એકાઉન્ટ બનાવવાની કે ચેકઆઉટ વખતે તેમની વ્યક્તિગત માહિતી દાખલ કરવાની જરૂર નથી. જો કોઈ Amazon Prime સભ્ય તેમના Amazon એકાઉન્ટ સાથે લિંક કરેલ શિપિંગ સરનામા અથવા ચુકવણી પદ્ધતિમાં ફેરફાર કરવા માગતો હોય, તો તેઓ ચેકઆઉટ વખતે તેમના Amazon એકાઉન્ટની માહિતી અપડેટ કરી શકે છે.

ગ્રાહકો એક જ Prime માટે યોગ્ય આઇટમ સાથે ચેકઆઉટ કરી શકે છે અથવા નૉન-Prime આઇટમ સહિત બહુવિધ આઇટમ સાથે ચેકઆઉટ કરી શકે છે. સિંગલ-આઇટમ, Prime માટે યોગ્ય ખરીદી Prime મોડ્યૂલનો ઉપયોગ કરીને ઉત્પાદન પૃષ્ઠ, કાર્ટ અથવા ચેકઆઉટ પરથી શરૂ કરવામાં આવે છે. ગ્રાહકના કાર્ટમાંના અથવા ચેકઆઉટ પરના Prime મોડ્યૂલ પરથી બહુ-આઇટમ ચેકઆઉટની શરૂઆત કરવામાં આવે છે.

જ્યારે ગ્રાહક Prime ચેકઆઉટ શરૂ કરે છે, ત્યારે તેઓ નીચે મુજબ અનુભવ કરે છે:

  • ગ્રાહક તેમના Amazon એકાઉન્ટમાં લૉગ ઇન કરીને તેમની Prime મેમ્બરશિપને ચકાસે છે:
    • જો ગ્રાહક પહેલેથી જ Prime સભ્ય હોય, તો તેમને ચેકઆઉટ ઑર્ડરની સમીક્ષાના પૃષ્ઠ પર લઈ જવામાં આવે છે અને તેઓ તેમના Amazon એકાઉન્ટમાંથી સેવ કરેલા શિપિંગ સરનામા અને ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે.
    • જો ગ્રાહક પહેલેથી જ Prime સભ્ય ન હોય, તો તેમને મફત Prime ટ્રાયલ શરૂ કરવાનો અથવા Prime મેમ્બરશિપ માટે ચુકવણી કરવાનો વિકલ્પ આપવામાં આવે છે.
    • જો ગ્રાહક Prime સાથે આગળ ન વધવાનું પસંદ કરે, તો તેમને પાછા ઉત્પાદન પૃષ્ઠ પર રિડાયરેક્ટ કરવામાં આવે છે, જ્યાંથી તેઓ પછી તેમના કાર્ટ પર જઈ શકે છે અથવા નૉન-Buy-with-Prime વિકલ્પ સાથે ચેકઆઉટ માટે આગળ વધી શકે છે.
  • જો ખરીદી ઉત્પાદન પૃષ્ઠ મારફતે શરૂ કરવામાં આવે, તો ગ્રાહકને તેમની વિગતોની સમીક્ષા કરવા અને તેમની ખરીદી પૂર્ણ કરવા માટે સીધા ચેકઆઉટ પર લઈ જવામાં આવે છે.
  • જો ખરીદી કાર્ટ મારફતે અથવા ચેકઆઉટ પર શરૂ કરવામાં આવે, તો ગ્રાહક તેમની નૉન-Prime યોગ્ય પ્રોડક્ટ માટે ચેકઆઉટ પર ઉપલબ્ધ શિપિંગ વિકલ્પોમાંથી પસંદગી કરી શકે છે. ત્યારપછી તેઓ તેમની ખરીદીની સમીક્ષા કરી શકે છે અને તેમની ચુકવણી કરી શકે છે.

રિફંડ અને રિટર્ન હેન્ડલ કરવાં

જ્યારે તમારા ગ્રાહકો મફત રિટર્ન વિન્ડોમાં રિટર્ન સબમિટ કરે છે, ત્યારે Buy with Prime તેમના રિફંડના અનુભવને ઑટોમેટ કરે છે. Buy with Prime રિફંડ વિશે વધુ જાણો.

Prime મેમ્બરશિપ પ્રૉમ્પ્ટને ડીઍક્ટિવેટ કરો

જો તમારો ગ્રાહક Buy with Primeનો ઉપયોગ કરીને ચેકઆઉટ કરવાનું પસંદ કરે છે, પરંતુ તેમની પાસે સક્રિય Amazon Prime મેમ્બરશિપ નથી, તો ડિફૉલ્ટ રૂપે ચેકઆઉટ પર Prime મેમ્બરશિપ પ્રૉમ્પ્ટ પ્રદર્શિત થાય છે. આ પ્રૉમ્પ્ટ ગ્રાહકોને Prime માટે સાઇન અપ કરવાનો અથવા થોભાવેલી Prime મેમ્બરશિપને ફરી શરૂ કરવાનો વિકલ્પ ઑફર કરે છે. જો તમે આ પ્રૉમ્પ્ટ ચેકઆઉટ પર પ્રદર્શિત કરવા માગતા ન હો, તો તમે તેને ડીઍક્ટિવેટ કરી શકો છો.

પગલાં:

  1. તમારા Amazon Merchant Console એકાઉન્ટમાં લૉગ ઇન કરો અને પછી Amazon Services ટૅબ પર જાઓ.
  2. Prime મેમ્બરશિપ પ્રૉમ્પ્ટ શોધો.
  3. ક્રિયાઓ > Prime મેમ્બરશિપ ડીઍક્ટિવેટ કરો પસંદ કરો.